ભારતના વિવિધ રાજ્યોનું નામ કેવી રીતે પડ્યું છે અને તેનો મતલબ | How the various states of India are named and what they mean

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

આજે કોઈપણ બાળકનો જન્મ થાય એટલે તેની જન્મ તારીખ અને સમય પરથી તેની રાશી નક્કી થાય અને પછી એ રાશિનાં અક્ષરો પરથી એનું નામ નક્કી કરવામાં આવે છે ત્યારે ઘણી વખત બાળકના મમ્મી-પાપાને જે નામ ખુબ પસંદ હોઈ તેના પરથી પણ નામ પાળી દેવામાં આવે છે. જુના જમાનામાં તો બાળક જેવું દેખાતું કે જેવા આસાર બાળકમાં દેખાતા એના પરથી નામ પાળી દેવામાં આવતા હતા જે તમે તમારા દાદા-દાદીના નામથી જોઈ શકો છો. આ નામ પાડવાની આપણી જૂની પ્રથા પરથી આપણને એક વિચાર તો ચોક્કસ આવે જ કે આપણા અને આપણા પૂર્વજોના નામ તો ઠીક આ શહેરો કે રાજ્યોના નામ કેવી રીતે પડ્યા હશે? ભારતમાં હાલ તો 28 રાજ્યો અને 8 યુનિયન ટેરેટરી છે જે ભારતના મુખ્ય વિભાગો તરીકે ગણી શકાય અને આ દરેક વિભાગો એટલે કે રાજ્યોનું ચોક્કસ નામ પણ છે. રાજ્યનું આ નામ ચોક્કસ કારણથી જ રાખવામાં આવ્યું છે તે આજે આપણે જાણવાના છીએ.

1. કેરળ: કેરળના નામ વિશેની બે માન્યતા છે જેમાં એક એવી છે કે કેરળમાં "કેરા" એટલે કે નારિયેળીના પુષ્કળ વૃક્ષો હોવાથી કેરળ નામ રાખવામાં આવ્યું હોઈ શકે જયારે એક એવી માન્યતા પણ છે કે ભગવાન પરશુરામ દ્વારા આ જમીનને દરિયાથી ઉભી કરાયેલી હતી જેથી ત્યાંની ભાષામાં ચેરના-અલમ (જોડાયેલો ભૂમિભાગ) જેને પાછળથી કેરેલા બનાવવામાં આવ્યું.

2. સિક્કિમ: પ્રાચીન લીંબુ ભાષામાં "સુ" એટલે કે નવું અને "ખીમ" એટલે કે જગ્યા. નવી જગ્યા કે ભૂમિ તરીકે આ સિક્કિમ શબ્દને વાપરવામાં આવ્યો.

3. અરુણાચલ પ્રદેશ: અરુણાચલ સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો મતલબ, અરુણા એટલે કે સૂર્ય અને ચલ એટલે કે ઊગવું જેને ભેગું કરતા જયા સૂર્યનો ઉદય થાય છે તેવા પ્રદેશ તરીકે કરવામા આવ્યો.

4. જમ્મુ અને કાશ્મીર: જમ્મુ નામ ત્યાંના એક સમયના રાજા જાંબુ લોચનના નામથી પાડવામાં આવ્યું હતું અને કાશ્મીર નામ માટે એવું કહેવાય છે કે કશ્યપ ઋષિના નામ પરથી કાશ્મીર પાડવામાં આવેલું છે ત્યારે ઘણા લોકોનું કહેવું છે કે આ શબ્દ પાણીથી નિર્મળ બનેલી જમીન માટે વપરાય છે.

5. આસામ: આસામ નામ ઓહમ નામથી લેવામાં આવ્યું છે જે આ પ્રદેશના એક સમયના જુના શાશક હતા.

6. ઓડિશા: આ પ્રદેશનું નામ એક સમયે ઓરિસ્સા હતું જેને ઓદ્રા દેશ પરથી લેવામાં આવ્યું હતું. આ નામ ઓદ્રા લોકોની ભૂમિ તરીકે મનાય છે.

7. ગોવા: દરેક લોકોને ગોવાની સંસ્કૃતિ જોતા એવુ જ લાગતું હશે કે કોઈ પોર્ટુગીઝએ આ પ્રદેશનુ નામ પાડ્યું હોવું જોઈએ પરંતુ હકીકતે ગોવા એ સંસ્કૃત શબ્દ "ગો" એટલે કે ગાય પરથી પાડવામાં આવ્યો છે. એવું મનાય છે કે આ નામ ત્યાંના પ્રાચીન રહેવાસી કે જેઓ ખેતીવાળી સાથે સંકળાયેલા હતા તેમણે પાડ્યું હશે.

8. મિઝોરમ: મિઝોરમ શબ્દ "મી"+"ઝૉ"+"રમ" થી બનેલો છે. મી એટલે માણસો, ઝૉ એટલે પહાડ અને રમ એટલે જગ્યા. જેને પહાડ પર રહેતા લોકોની જગ્યા તરીકે લઇ શકાય.

9. તામિલનાડુ: તામિલ લોકોનું વતન એટલે તામિલનાડુ.

10. કર્ણાટક: કર્ણાટક શબ્દ પણ બે માન્યતાઓથી વિવાદિત છે. કોઇ-કોઇનુ માનવું છે કે આ શબ્દ કર્નાડ પરથી આવ્યો હોઈ શકે કે જેનો મતલબ ઊંચી કરાર વાળી જમીન થાય છે. ત્યારે થોડા લોકોનું એવું પણ માનવું છે કે સંસ્કૃત ભાષામાં "કર્ણ+અટકા" એટલે કે સરળતાથી સાંભળી શકાય એવું થાય છે.

11. મહારાષ્ટ્ર: આ શબ્દ 7 મી સદીમાં એક ચીની પ્રવાસી દ્વારા સૌથી પેહેલા વાપરવામાં આવેલો હતો. "મહા" એટલે કે મહાન અને "રક્ષાત્રિકા" એટલે કે "રત્તા" જેઓ એ સમયના ત્યાંના રાજવી હતા. અને બીજી રીતે જોઈએ તો મહા એટલે કે મહાન અને રાષ્ટ્ર એટલે કે દેશ. '

12. ત્રિપુરા: આ શબ્દ કોકબોરોક ભાષા પરથી લીધેલો છે. જેની સંધિ "ત્યુ" - પાણી અને "પ્રા" - નજીક એટલે કે પાણીની નજીકના પ્રદેશ તરીકે થાય છે.

13. ઝારખંડ: ઝારખંડ નજીકના જ સમયમાં બનેલું રાજ્ય છે એટલે તેનો મતલબ જૂનો નહિ પરંતુ નવો છે. ઝાર+ખંડ જેમાં ઝાર એટલે ગાઢ જંગલ અને ખંડ એટલે કે પ્રદેશ.

14. મેઘાલય: આ શબ્દ પણ સંસ્કૃત શબ્દ "મેઘ" એટલે કે વરસાદી વાદળ અને "આલય" એટલે કે રહેઠાણ જેને સાથે બોલતા વરસાદી વાદળોનું રહેઠાણ થઇ શકે.

15. પંજાબ: આ શબ્દ ઈન્ડો-ઇરાનિયન છે. જેની જોડણી "પાંજ" એટલે કે પાંચ અને "આબ" એટલે કે પાણી. ત્યાં વહેતી પાંચ નદી જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજના પાણી પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે.

16. બિહાર: આ શબ્દ "વિહાર" પરથી મળેલો શબ્દ છે. જેને શીખવાના સ્થળ તરીકે લેવામાં આવ્યો છે. ઇતિહાસમાં ઉલ્લેખ છે કે આ પ્રદેશમાં ભારતની સૌથી મોટી અને વધુ પ્રાચીન યુનિવર્સટી અને શૈક્ષણિક એકમો હતા જ્યાં વિશ્વભરના લોકો જ્ઞાન મેળવવા આવતા હતા.

17. રાજસ્થાન: રાજસ્થાન એટલે રાજાઓનું રહેઠાણ જ્યાં મધ્યકાલીન સમય બાદથી સૌથી વધુ રજવાડાઓ હતા અને બ્રિટિશ સમયમાં રાજપુતાના તરીકે પણ આ પ્રદેશ ઓળખાતો હતો.

18. આંધ્રપ્રદેશ: દ્રવિડી ભાષામાં "આંધ્રા" એટલે દક્ષિણી ભાગ અને પ્રદેશ એટલે જગ્યા.

19. હરિયાણા: આ શબ્દ તેની જોડણી "હરિ" + "અરણ્યા" પરથી આવેલો છે જેના પણ બે મતલબ છે. હારી એટલે હરિયાળી અને હરિ એટલે ભગવાન કૃષ્ણ અને અરણ્ય એટલે કે જંગલ અને બીજા મતલબ તરીકે પ્રદેશ પણ લઇ શકાય. જેથી લીલા જંગલોનો પ્રદેશ અને બીજી રીતે કૃષ્ણ ભગવાનની જગ્યા તરીકે થઇ શકે.

20. નાગાલેન્ડ: આ શબ્દ બર્મીસ ભાષાથી મળેલ છે. "નાકા" એટલે કે એવા લોકો કે જે નાક કે કાન વિંધાવે છે અને લેન્ડ એટલે પ્રદેશ અને એક બીજી માન્યતા મુજબ નાગા આદિવાસીની જગ્યા પરથી પણ આ શબ્દ આવેલો છે એવું મનાય છે.

21. ઉત્તરાખંડ: આ રાજ્ય પહેલા ઉત્તરાંચલ તરીકે ઓળખાતું હતું જે સંસ્કૃત શબ્દ "ઉત્તર" + "આંચળ" એટલે કે ઉત્તરનો વિસ્તાર અને હવે "ઉત્તર" + "ખંડ" બની ગયું છે પરંતુ મતલબ એકજ થાય છે.

22. મધ્યપ્રદેશ: ભારતના મધ્યમાં જે પ્રદેશ આવેલો છે એટલે આ રાજ્યને પહેલાથી મધ્યપ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની આઝાદી વખતે મધ્ય ભારત, વિંધ્ય પ્રદેશ અને ભોપાલ અલગ રાજ્યો હતા જેને ભેળવી એક રાજ્ય મધ્ય પ્રદેશ બનાવવામાં આવ્યું હતું.

23. ઉત્તર પ્રદેશ: ઉત્તર દિશામાં આવેલું પ્રદેશ જે તેનું સરળ ભાષાંતર છે.

24. મણિપુર: સંસ્કૃત શબ્દ "મણિ" એટલે કે રત્નોનું શહેર પરંતુ આ રાજ્યનું જૂનું નામ "કાન્ગલૅઇપાક" હતું. આ રાજ્યની રાજધાની કાંગલા હતી અને ત્યાં વસતા લોકો કાન્ગલૅઇચાથી ઓળખાતા.

25. છત્તીસગઢ: આ પણ પાછળથી બનેલું રાજ્ય છે. 2000 ની સાલમાં આ રાજ્ય મધ્યપ્રદેશથી છુટ્ટુ થઇ નવું રાજ્ય બન્યું હતું અને આ રાજ્યમાં 36 કિલ્લાઓ આવેલા હોવાથી આ રાજ્યને છત્તીસગઢ નામ આપવામાં આવ્યું છે.

26. તેલંગાણા: આ રાજ્ય પણ હાલ જ 2014 માં આંધ્રપ્રદેશથી છુટ્ટુ થઇ નવું રાજ્ય બનેલું છે. તેલંગાણા શબ્દ પણ "ત્રિલિંગા" શબ્દ પરથી લેવામાં આવેલો છે. ભારતીય સંસ્કૃતિ મુજબ ભગવાન શિવ દ્વારા આ પ્રદેશના ત્રણ પહાડોમાં શિવલિંગ પ્રસ્થાપિત કરવામાં આવી હતી અને આ તેલુગુ પ્રદેશની સીમા અંકિત કરે છે.

27. વેસ્ટ બંગાળ: બાંગ્લા ભાષાનો શબ્દ "બાંગા" જે હકીકતથી "બ્રાંગા" છે અને તે શબ્દ ત્યાંથી પસાર થતી અને એકબીજા સાથે સંગમ થતી બે મહાન નદીઓ પરથી લેવામાં આવેલો છે. બ્રમ્હપુત્રા અને ગંગા નદીના સંગમથી બનેલ શબ્દ બ્રાંગા જે બાંગ્લા લોકોનું મૂળ પણ છે.

28. ગુજરાત: આપણું ગુજરાત જે એક સમયનું ગુરહર રાષ્ટ્ર અને ત્યાર બાદ બનેલું ગુર્જર લોકોનું રાષ્ટ્ર તરીકે ઓળખાયું. ગુર્જર શબ્દ આ વિસ્તારમાં 8મી સદીમાં રાજ કરતા "ગુર્જર શાશકો" પરથી આવેલો છે. આજે તેના પરથી જ આપણે ગુજરાત કે ગુજરાતી બોલતા લોકો તરીકે પ્રસ્થાપિત છીએ

27. વેસ્ટ બંગાળ: બાંગ્લા ભાષાનો શબ્દ "બાંગા" જે હકીકતથી "બ્રાંગા" છે અને તે શબ્દ ત્યાંથી પસાર થતી અને એકબીજા સાથે સંગમ થતી બે મહાન નદીઓ પરથી લેવામાં આવેલો છે. બ્રમ્હપુત્રા અને ગંગા નદીના સંગમથી બનેલ શબ્દ બ્રાંગા એ બાંગ્લા લોકોનું મૂળ છે.

28. ગુજરાત: આપણું ગુજરાત જે એક સમયનું ગુરહર રાષ્ટ્ર અને ત્યાર બાદ બનેલું ગુર્જર લોકોનું રાષ્ટ્ર તરીકે ઓળખાયું. ગુર્જર શબ્દ આ વિસ્તારમાં 8મી સદીમાં રાજ કરતા "ગુર્જર શાશકો" પરથી આવેલો છે. આજે તેના પરથી જ આપણે ગુજરાત કે ગુજરાતી બોલતા લોકો તરીકે આપણે પ્રસ્થાપિત છીએ.

 

Video Source:

The Mystica Land (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice