વિશ્વના નકશા બનાવ્યાનો સંક્ષિપ્ત ઇતિહાસ તેમજ ભારતનો પ્રથમ નકશો બનવા સુધીની કહાની । A brief history of world mapping as well as the story of becoming the first map of India

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

    આજે કોઈપણ મકાન, જમીન કે નાનો ટુકડો પણ આપણે ખરીદીએ કે બાંધકામ કરવાનું વિચારીએ તો તેનો નકશો પહેલા માંગીએ છીએ જેના પરથી પ્લાન બનાવી પછી ભલે એ નાનકડા ટુકડા પર જ તમે ઉભા હોવ તો પણ તમને ચોક્કસ નક્કી ના કરી શકો કે કઈ જગ્યા અને દિશા પર કેટલું માપ છે ત્યારે આપણે વિસ્તાર, શહેર, રાજ્ય, દેશ કે સંપૂર્ણ દુનિયાના દેશો અને તેના ભૂમિ ભાગોનું ચોક્કસ ભૌગોલિક આંકલન કેવી રીતે કરી શકીએ?

    આવો વિચાર આજની ટેક્નોલોજીસભર દુનિયામાં તો આપણને આવ્યો પણ છે અને નસીબ જોગે આજે સેટેલાઇટ દ્વારા સીધો નકશો નહિ પરંતુ સાચો ચલચિત્ર જ મળી શકે છે પરંતુ આપણા પૂર્વજોએ પણ આ વસ્તુને સમજવા અને જાણવા ખુબ મહેનત કરી છે. આજથી 3500 વર્ષ પૂર્વેથી આપણી ભૌગોલિકતાનો પરિચય મેળવવા નકશો બનવવાનો પ્રયાસ થયેલો હતો તેનો ઇતિહાસ મળી આવે છે પરંતુ ઇતિહાસ બહાર પણ કેટલાય પૂર્વજો દ્વારા આ મહેનત કરવામાં આવી હશે એ ચોક્કસ છે.

(1) વિશ્વનો સૌથી પહેલો નકશો કાંસ્ય યુગમાં વર્તમાન સમયમાં ફ્રાન્સ વિસ્તારના સેન્ટ બેલેક સ્લેબ દ્વારા 3500 વર્ષ પૂર્વે ચિત્રણ કરવામાં આવ્યો હતો. આ નકશો માત્ર ફ્રાન્સની નદી, પહાડી અને જમીની વિસ્તારનું ચિત્રણ હતું જેમાં ચોક્કસ ભૂમિભાગનું જ વિવરણ હતું. 

(2) વિશ્વના નકશા માટેનું સૌથી પ્રથમ ચોક્કસ વિવરણ અને ઇતિહાસ 2600 વર્ષ પૂર્વે બેબીલોના સંસ્કૃતિમાં ઈમેજો મુન્ડી દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ નકશામાં દુનિયાના 7 મહાદ્વીપો તથા ઘણા શહેરોનું વિવરણ મળે છે. આ નકશાને જોઈ આપણે ભારત કે આસપાસનો કોઈ દેશને ઓળખી શકીએ નહિ પરંતુ 7 મહાદ્વીપોની જાણકારી આ નકશામાં મળી રહે છે.

(3) ત્યારબાદ એનાક્ષીમેન્ડર નામના ગ્રીકના મહાન દાર્શનિક દ્વારા એક નકશો તૈયાર કરવામાં આવ્યો હતો જેને પણ જોઈ આપણે પૃથ્વીના વિવિધ ભાગોનું કોઈ અનુમાન લગાવી શકીએ નહિ પરંતુ આ નકશો એ સમયમાં ખુબ પ્રચલિત થયો હતો અને આ નકશો લગભગ 2500 વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યો હતો. આ નકશામાં એનાક્ષીમેન્ડર દ્વારા સમુદ્ર અને જમીનને અલગ-અલગ જ બનાવવામાં આવ્યા હતા તેથી ખુબ ત્રુટિ સાથે પણ દુનોયાનો સૌથી પહેલો નકશો બનાવવાનો શ્રેય એનાક્ષીમેન્ડરને જ અપાય છે.

(4) ગ્રીકના એક જિઓગ્રાફર હેકાટેસ દ્વારા આજથી લગભગ 2400 વર્ષ પૂર્વે દુનિયાનો એક નકશો બખૂબી તૈયાર કરવામાં આવ્યો હતો. આ નકશો પણ ગોળ જ બનાવવામાં આવ્યો હતો જેની ફરીથી ધાર પર દરિયાને દેખાડવામાં આવ્યું છે પરંતુ હકીકતથી આ નકશો ખુબ દૂર છે પરંતુ ખુશીની વાત એ છે કે આ નકશામાં ભારત દેશનો ઉલ્લેખ છે.

(5) 2300 વર્ષ પૂર્વે પણ ઈરાતોથોનિસ નામના ગ્રીક જિઓગ્રાફરે એક અલગ જ દુનિયાનો નકશો બનાવ્યો હતો અને મઝેદાર વાત તો એ હતી કે આ નકશો ખરેખર ભારત માટે જ બનાવવામાં આવ્યો હતો કેમ કે એ સમય સિકંદરનો હતો જે દુનિયા જીતવાના મનસૂબા સાથે અને ભારતને દુનિયાનો છેડો માનતો હતો જેનું કારણ આજ નકશો હતો.

(6) 1900 વર્ષ પૂર્વે એક ગણિતશાસ્ત્રી ટોલેમી દ્વારા દુનિયાનો સૌથી સારો અને ચોક્કસ નકશો તેના દ્વારા જ બનાવવામાં આવ્યો હતો. ટોલેમીએ ભારતની યાત્રા કર્યા બાદ તેણે એક ભૂગોળની બુક લખી હતી જેમાં ભારતનું ખુબ ચોક્કસતાથી વર્ણન કરવામાં આવ્યું હતું. આ નકશો આજના નકશાથી ખુબ નજીકનો છતાં પ્રાચીન કહી શકાય.

(7) જયારે યુરોપિયન વેપારીઓ ભારતની શોધમાં દુનિયા ખેડવા નીકળ્યા હતા ત્યાર બાદથી ભારતનો અને દુનિયાનો ખુબ ચોક્કસ નકશો તૈયાર થવા લાગ્યો હતો. આ નકશો તેમને દરિયો ખેડવા માટે પણ ખુબ ઉપયોગી થતો હતો.

 ભારતનો સૌથી પ્રથમ નકશો:

    ભારતનો સૌથી પ્રથમ નકશો બનવવાનો પ્રયાસ જેમ્સ રેનેલ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમ્સ રેનેલ બ્રિટિશ હુકુમતના ખુબ જાણીતા જિઓગ્રાફર હતા જેમણે ભારતમાં આવી તેનો ચોક્કસ નકશો બનાવવા માટેની જહેમત ઉઠાવી હતી. જેના માટે જેમ્સ દ્વારા સંપૂર્ણ ભારતમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમ્સ દ્વારા સૌ પ્રથમ 1764માં ગંગા તેમજ હિમાલય પાસેના વિસ્તારનો નકશો બનાવ્યો હતો અને તેમણે જ બંગાળ એટલાસ બનાવ્યો હતો. ત્યારબાદ 1783 માં સંપૂર્ણ ભારતનો નકશો પણ તૈયાર કર્યો હતો પરંતુ આ નકશામાં ઘણી ખામીઓ હતી જેને દૂર કરવા વિલિયમ લેંબટન દ્વારા વધુ ચોક્કસ નકશો બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. એ સમય હતો ભારતમાં અંગ્રેજોના રાજની શરૂઆતની અને એ સમયમાં સુદ્રઢ સંચાલન અને ટેક્સની વસુલાત માટે ચોક્કસ નકશો હોવો જરૂરી લગતા અંગ્રેજ સરકાર દ્વારા નકશા બનાવવાનું કામ વિલિયમ્સને સોંપવામાં આવ્યું હતું. 

    વિલિયમ્સ દ્વારા ત્રિકોણમિતિય સર્વે કરવામાં આવ્યો હતો જેની શરૂઆત 1802 માં થઇ હતી જે માત્ર 5 વર્ષની અંદર પૂર્ણ પણ કરવાનું હતું પરંતુ ભારતનો ભૂમિભાગ ખુબ મોટો હોઈ એ કામ આવનારા 70 વર્ષો સુધી ચાલ્યું હતું. વિલિયમ્સ દ્વારા 18 વર્ષ સુધી આ કામ કરાયું હતું પરંતુ 33% કામ પણ પૂર્ણ ના થયું અને તેઓ રિટાયર્ડ થઇ ગયા હતા. ત્યારબાદ તેમની જગ્યા પર જ્યોર્જ એવરેસ્ટને સોંપવામાં આવ્યું હતું અને તેમણે હિમાલયની ગિરિમાળા તથા તેના સૌથી ઊંચા શિખરોનું પણ માપન ખુબ બખૂબી કર્યું હતું અને એટલે જ તેમના નામથી આ સૌથી ઊંચા શિખરને માઉન્ટ એવરેસ્ટ નામ આપવામાં આવ્યું હતું અને છેલ્લે ઘણા ભારતીય હોંશિયાર લોકોની મદદથી જ્યોર્જ એવરેસ્ટ દ્વારા ભારતનો ખુબ સચોટ નકશો તૈયાર થયો હતો.



 

 Video Source:Interesting top 10s in Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice