એર ઇન્ડિયા હવેથી બની ટાટા ગ્રુપની અમાનત - Air India now becomes a deposit of Tata Group

નમસ્કાર મિત્રો,

27 જાન્યુઆરી 2022 નો દિવસ ટાટા ગ્રુપ માટે ગર્વપૂર્ણ રહેશે કેમકે, એક સમયે પોતાના આત્મબળે શરૂ કરેલી ભારતની સૌપ્રથમ એરલાઇન્સને આઝાદી પછી સરકાર દ્વારા હસ્તક્ષેપ કરતા સરકારી એરલાઇન બનાવી દેવામાં આવી હતી પરંતુ હવેથી ઇન્ડિયન એરલાઇન્સને તેના મૂળ માલિક પરત મળતા ટાટા ગ્રુપ નવા મહારાજા બની રહેશે. આ એજ એર ઇન્ડિયા છે જે ભારત સરકારની માલિકીની એકમાત્ર એરલાઇન સર્વિસ હતી જે ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશન ફ્લાઇટ ચલાવતી હતી અને આજે તે ટાટા ગ્રુપ દ્વારા 18,000 કરોડમાં સરકાર પાસેથી ખરીદાઈ ગઈ છે અને હવે તે એક પ્રાઇવેટ એરલાઇન બની ચુકી છે. એકવખત નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું હતું કે વધતી ઘરેલુ માંગને પહોંચી વળવા માટે આગામી 10 થી 15 વર્ષમાં 100 જેટલા નવા એરપોર્ટ બનાવવામાં આવશે.  થોડા વર્ષો પહેલા સુધી ભારતમાં 22 એરલાઇન્સ કાર્યરત હતી, જે દર વર્ષે તેમના કાફલામાં કુલ 50 જેટલા પ્લેનોનો ઉમેરો કરી રહી છે. ભારતીય ઉડ્ડયન ઉદ્યોગો આજે વિશ્વના ત્રીજા ક્રમ પર છે જે ભવિષ્યમાં 4.3 બિલિયન ડોલર્સને પણ કુદાવી દેશે. ભારતમાં હાલમાં 39 એરલાઇન્સ કાર્યરત છે, જેમાં શેડ્યૂલ, પ્રાદેશિક, ચાર્ટર્ડ અને કાર્ગો એરલાઇન્સનો સમાવેશ થાય છે અને તેઓ પાસે કુલ 661 પ્લેનો કાર્યરત છે. આજે ભારતમાં માત્ર 7 જ શેડ્યૂલ એરલાઇન્સ એટલે કે 7 જ રેગ્યુલર પેસેન્જર લઇ જતી કંપનીઓ છે. ભારતની કેપેસીટીને ધ્યાને રાખતા એરલાઇન ઇન્ડસ્ટ્રી નજીકના સમયમાં ખુબ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.

ભારતની આ સૌપ્રથમ એરલાઇન કંપનીની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી?

જે.આર.ડી. ટાટા એટલે જહાંગીર રતનજી દાદાભોય ટાટા કે જેમને પ્રથમ ભારતીય વિમાન ચાલક પણ કહી શકાય જે ટાટા ગ્રુપના ચેરમેન હતા. તેઓ ટાટા ગ્રુપના સંસ્થાપક જમશેદજી ટાટાના પિતરાઈ ભાઈના દીકરા હતા તેમણે ભારતની પહેલી એવિએશન કંપની ટાટા એર સર્વિસ 1932 માં શરુ કરી હતી. આ એરલાઇન માત્ર વિદેશમાંથી આવતા એરમેલને ભારતના વિવિધ પ્રદેશો અને શહેરો સુધી પહોંચાડવાના કામ માટે જ વપરાતી હતી જે સાપ્તાહિક હતી. ત્યારબાદ મળેલી અભૂતપૂર્વ સફળતા અને પ્રોફીટને ધ્યાનમાં રાખી ટાટા દ્વારા ડોમેસ્ટિક એરલાઇન્સની પણ શરૂઆત કરી દેવામાં આવી હતી જે મુંબઈથી થિરુવન્તપુરમ સુધી હતી. જોત જોતામાં વિવિધ શહેરોને પણ આવરી લેતી ડોમેસ્ટિક યાત્રાઓ દ્વારા ટાટા એરલાઇન્સ સફળતાથી ગગનચુંબી બની ગઈ હતી.

એર ઇન્ડિયા નામ ક્યારે અને કેવી રીતે આપવામાં આવ્યું?

ટાટા એરલાઇન્સ 1946 સુધી ટાટા ગ્રુપ દ્વારા જ ચલાવતી હતી જેનો વ્યાપ 1946 માં પબ્લિક લિમિટેડ તરીકે કરવામાં આવ્યો હતો અને જેનો મોટો હિસ્સો ટાટા ગ્રુપ સંચાલિત જ હતો. આ વર્ષથી પબ્લિક લિમિટેડ થતા તેનું નામ ટાટા એરલાઇન્સથી બદલાવી એર ઇન્ડિયા રાખવામાં આવ્યું હતું. આજે પણ આ નામથી સંપૂર્ણ દુનિયા આ એરલાઇન્સને ઓળખી રહી છે. જ્યારથી આ કંપની પબ્લિક લિમિટેડ બની હતી એના બેજ વર્ષમાં કંપનીના 49% શેર સરકાર દ્વારા ખરીદવામાં આવ્યા અને 1953 માં એક સરકારી ખરડો પસાર કરી આ કંપનીને સંપૂર્ણપણે સરકાર હસ્તકત કરી લેવામાં આવી જે વાતથી જે.આર.ડી. ટાટા ખુબ ગુસ્સે થયા હતા અને તેમણે તેમના ખાસ દોસ્ત અને એ સમયના પ્રધાનમંત્રી નહેરુજીએ દોસ્તીમાં પીઠ પર છૂરી મારવા જેવી કહેવત પણ કહી હતી.

શા માટે ટાટા ગ્રુપ એર ઇન્ડિયાથી છુટ્ટુ પડ્યું?

એ સમય બાદ ટાટાજીને મનાવવા નેહરુજીએ તેમને એરલાઇન્સના ડાયરેક્ટર તરીકે શરુ રાખ્યા હતા અને એરલાઇન્સ ખુબ સારી સર્વિસ પણ આપી રહી હતી પરંતુ 1 જાન્યુઆરી 1978 ના રોજ એક એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું જેમાં 223 પેસેન્જર અને કૃ મેમ્બર્સની મોત થઇ ગઈ જેના કારણે એ સમયના પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ દ્વારા જે.આર.ડી.તાતા ને જ દોષિત મનાતા હોઈ તેમ તેમની ડાયરેક્ટર પદથી હકાલપટ્ટી કરી દેવામાં આવી જેનાથી નારાઝ ઘણા એરલાઇન પદાધિકારીઓએ પણ પોતાના રાજીનામાં આપી વિરોધ કર્યો હતો પરંતુ સરકાર દ્વારા તેમનો નિર્ણય બદલવામાં ન આવ્યો. આ બાદ ઈંદિરા ગાંધીની સરકારમાં જે.આર.ડી.તાતાને એર ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સ્થાન તો અપાયું પરંતુ ડિરેક્ટર ન બનાવતા એ સમયથી એર ઇન્ડિયા સતત ખાડામાં ઉતરતી રહી હતી.

સરકારે એર ઇન્ડિયાને પ્રાઇવેટ બનાવવાનો વિચાર શા માટે કર્યો?

છેલ્લા દસ વર્ષમાં એર ઇન્ડિયાએ 70,000 કરોડથી વધુની નુકશાની કરી છે અને છેલ્લા 20 વર્ષથી વિવિધ સરકાર આ ખોટ કરતી સરકારી કંપનીને વેચવાના મનસૂબા પણ બનાવી રહી હતી ત્યારે આજે ભારતની સૌથી પહેલી અને સૌથી જૂની એરલાઇન કંપની તેના મૂળ માલિકને વેંચાઈ પણ ગઈ છે એ જોતા કદાચ આ કંપની ફરી પોતાની જૂની સ્પેશિયાલિટીમાં પરત ફરે તો એક નવો ઇતિહાસ પણ રચાઈ શકે છે.

ટાટા ગ્રુપે આ એરલાઇનને શા માટે ખરીદી?

ટાટા ગ્રુપ પાસે પહેલાથી બે એરલાઇન કંપની પોતાના પોર્ટફોલિયોમાં ધરાવે જ છે. સિંગાપોર એરલાઇન્સ સાથે જોઈન્ટ વેન્ચ્યુરમાં વિસ્તારા અને બજેટ એર લાઇન્સ તરીકે એર એશિયા ટાટા ગ્રુપ્સનું જ સાહસ છે ત્યારે એર ઇન્ડિયા પણ ટાટા ગ્રુપનું બનતા શું ભારતીય એર લાઇન્સ અને ઉડ્ડયન વિભાગની શકલ બદલાઈ શકે છે? આજે વિવિધ રોકાણકારો પણ ભારતીય એરલાયન્સ ઉધોગમાં ઝપલાવા મથી રહ્યા છે અને હમણાંજ ભારતીય શેર માર્કેટના બિગ બુલ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાએ પ્રધાનમંત્રી મોદીજીને મળી પોતાની એરલાઇન કંપની શરૂ કરી દીધી હતી ત્યારે આપણે જોવાનું રહ્યું જે શું ભારતના મોટાભાગના નાગરિકો હવાઈયાત્રા કરી શકે એટલી સરળ અને સસ્તી સેવાઓ ભવિષ્યમાં ઉપલબ્ધ થશે કે કેમ?

Video Source: Knowledge for All (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

2 comments:

PRAVIN M PARMAR said...

Thnx for give valuable information

Unknown said...

Very nice sir

Today's Knowledge

Café no Brasil e no Mundo - gosto do brasil, café brasileiro, café santos, café de gente boa, história do café no Brasil em português

Os preços do café subiram no Brasil, mas o amor das pessoas pelo café não diminuiu – Breve História do Café no Brasil e no Mundo.     ...

Reader's Choice