મહાન વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાની જિંદગીના વિચિત્ર રહસ્યો । Strange secrets of the life of the great scientist Nikola Tesla

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કની કંપનીનું નામ "ટેસલા" કે જે વિશ્વભરમાં સૌથી સફળ સ્પોર્ટ્સ ઇલેક્ટ્રિક કાર બનાવે છે એ નામના  પ્રેરણાદાયી વ્યક્તિ એટલે મહાન વૈજ્ઞાનિક નિકોલા ટેસલા. નિકોલા ટેસલાનો જન્મ 10 જુલાઈ 1856 ના રોજ યુરોપના એક દેશમાં થયો હતો. એ સમયે તે એક ઑસ્ટ્રિયન દેશ હતો. તેમના પિતા એક પાદરી હતા જયારે તેમના માતા હસ્તકલાના સાધનો અને યાંત્રિક ઉપકરણો બનાવવાની પ્રતિભા ધરાવતા હતા તેમજ સર્બિયન મહાકાવ્યને યાદ રાખવાની ક્ષમતા તેમનામાં ભારોભાર હતી તેથીજ તેઓ કહેતા કે મારી યાદશક્તિ અને યાંત્રિકી શોખ મને મારી માતા તરફથી વારસામાં મળ્યો છે. ટેસલાને ત્રણ બહેનો અને એક મોટા ભાઈ હતા પરંતુ પરિવારના તે સૌથી હોંશિયાર વિદ્યાર્થી હતા. 


         તેમના સ્કૂલના અભ્યાસ દરમિયાન શિક્ષકોના ઉત્તમ વિદ્યાર્થી તરીકે જ પૂર્ણ કરેલો અને વિજ્ઞાન વિષયમાં 4 વર્ષના કોર્સને માત્ર 3 વર્ષમાં પૂર્ણ કરી દીધો હતો. ત્યારબાદ ત્યારબાદ તેઓ જયારે પોતાના ઘરે પાછા ફર્યા ત્યારે તેમને કોલેરાની બીમારીમાં મરણપથારી સુધી લાવી દીધા હતા પરંતુ તેઓ તેમાંથી પણ લાંબા સમયે પરંતુ સુરક્ષિત રહ્યા હતા. એ બાદ એમના પિતાશ્રીએ તેમને પોતાની રીતે પોતાની પસંદગીનું કેરીઅર પસંદ કરવાની છૂટ આપી હતી અને ઇલેક્ટ્રિક એંજીન્યરિંગમાં રૂચિ હોવાને કારણે તેઓ એંજીન્યરિંગના અભ્યાસ કરવા 1875 ગ્રેસ ગયા હતા. 


         ટેસલા પણ બીજા ઘણા મહાનુભાવોની જેમ કોલેજ ડ્રોપ આઉટ હતા જેમાં તેમણે ઇલેક્ટ્રિકલ એંજીન્યરિંગનો અભ્યાસ વચ્ચેથી જ મૂકી દીધો હતો અને તેઓ કુસંગત પર ચડી જતા તેમનો જીવનનો કોઈ ધ્યેય જ નક્કી થઇ શકતો નહતો. તેઓએ ટેલિફોન એક્સચેન્જમાં એક વર્ષ નોકરી કરી હતી અને ત્યાં પણ તેમણે ઇલેક્ટ્રિકલ ક્ષેત્રે ઘણા સુધારા કર્યા હતા. તેમની ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જીનયરીંગ માટેની રૂચિ તેમને થોમસ એડિસન સુધી પહોંચાડી શકી હતી. એ સમયે થોમસ એડિસનની લાઈટની કંપની યુરોપમાં ધૂમ મચાવતી હતી અને ત્યાં પણ ટેસલા દ્વારા નોંધનીય કાર્ય થયું અને ટેસલાને ટ્રબલશૂટિંગના ઘણા પ્રોજેક્ટ્સ કરવા મળ્યા. એડિશન કંપનીના ઘણા પ્રોજેક્ટ્સ માટે તેઓ અમેરિકા ગયા એન ત્યાંના ડિવિઝનને ખૂબ કુશળતાથી ચલાવ્યું.

ટેસલાની જિંદગી ઘણા ઉતાર-ચઢાવ ભરી રહી હતી જ્યાં એડિશન કમ્પની દ્વારા પણ તેમને મદદ ન મળી ત્યારે બીજા કમ્પનીઓ દ્વારા પણ તેમના ટેલેન્ટનો દુરુપયોગ થયો જેથી કંટાળી તેમણે પોતાની જાતે પૈસાની ચિંતા કર્યા વગર વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું નક્કી કર્યું. જયારે પૈસા ખતમ થયા ત્યારે બધું મૂકી સામાન્ય ખોદકામ કરતી કમ્પનીમાં સામાન્ય કર્મચારી તરીકે નોકરી કરી. તેમની એંજીન્યરિંગ ક્ષેત્રે કુશળતા અને રુચિને કારણે ત્યાંના તેમના બોસ દ્વારા તેમને આર્થિક મદદ કરતા તેઓએ ટેસલા ઇલેક્ટ્રિક લાઈટ એન્ડ મેન્યુફેક્ચરિંગ શરુ કરી અને ઇલેક્ટ્રિક ક્ષેત્રે ડંકો વગાડી દીધો. ટેસલા દ્વારા વિવિધ ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ્સ અને પેટન્ટ્સ રજીસ્ટર કરવામાં આવી અને તેમના દ્વારા કરાયેલ ઘણા આવિષ્કાર તો પેટન્ટ્સ થયા વગર રહી જતા હતા જેનો ફાયદો બીજા લોકો લેતા અને પોતાના નામથી પેટન્ટ્સ કરાવી લેતા. 

 

300 થી વધુ પેટન્ટ્સ અને તેનાથી વધુ આવિષ્કાર નિકોલા ટેસલા દ્વારા કરવામાં આવેલા હતા અને તેમને એક્સ રે, વાયરલેસ લાઈટનિંગ, એ.સી. ઇન્ડક્શન મોટર, ટેસલા કોઇલ, સ્ટીમ પાવર ઓસીલેટિંગ જનરેટર, નાયેગ્રા ફોલ પરનું હાઈડ્રો ઇલકેટ્રીકલ જનરેટર, રેડીઓ રિમોટ કન્ટ્રોલ, વાયરલેસ પાવર, કોલોરાડો સ્પ્રિંગ્સ, વાર્ડેન ક્લિફ્સ, બ્લેડ લેસ ટર્બાઇન અને એ સિવાય વિવિધ પુષક્ળ ખોજ કરનાર એક માત્ર એ સમયના વૈજ્ઞાનિક હોવાને કારણે ટાઈમ ફેસ પણ રહી ચુક્યા હતા. તેઓએ ઇલકેટ્રીકલ ફિલ્ડમાં વિશ્વને ખુબ મોટી ભેટો આપી છે જેને કારણે જ આજે આપણે ઇલકેટ્રીસીટી અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. જો ટેસલા દ્વારા આ ખોજ ન થઇ હોત તો આજે પણ આપણે 150 વર્ષ જૂની દુનિયામાં જીવતા હોત એ શક્ય છે. 

 

ટેસલા ખુબ સારી યાદશક્તિ ધરાવતા અને કહેવાય છે કે તેઓ માત્ર એક વખત વંચાયેલી વસ્તુ આજીવન યાદ રાખી શકતા અને તેમને 8 વિવિધ ભાષા આવડતી હતી. તેઓ ચાલતા ચાલતા પણ આખા મશીનની ડિઝાઇન કરી લેતા હતા અને તેમનો મગજ સતત ચલાવ્યા કરતા હતા. તેઓ રાત્રે માત્ર 2 કલાક જ સુતા અને તેમનું સંપૂર્ણ ધ્યાન તેમના રિસર્ચ પર જ લગાવતા. તેઓ પોતાના કામમાં એટલા મશગુલ રહેતા કે ઘણી વાર તેઓ સુતા વગર 3-4 દિવસ કાર્ય કરતા રહેતા. 


         ટેસલા આ જીવન કુંવારા રહ્યા હતા અને તેમની પાછળની જિંદગી ખુબ બેસહારા હતી. તેમના અંતિમ સમયમાં તેઓ અમેરિકાની હોટેલમાં એકલા રહેતા અને 7 જાન્યુઆરી 1943 ના રોજ 86 વર્ષની ઉંમરે ન્યુ યોર્કની એક હોટલમાં તેમનું મૃત્યુ થયું હતું. તેઓ છેલ્લા વર્ષોમાં કંગાળ થઇ ચુક્યા હતા અને તેમણે જિંદગીભર કમાયેલ પૈસા અને જિંદગી ઇલકેટ્રીકની શોધમાં જ સમર્પિત કરી દીધી હતી જેના આજના સમય માટે આપણે સૌ તેમના ઋણી છીએ.


Video Link: 


 Video Source: Great Ideas Great Life (Youtube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice