ભારતનો જૂનો પાડોશી દેશ જે હવે ચીનનો એક ભાગ બની ગયો છે | How India's Neighbouring Country Becomes Part of China Today (Tibet)

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

ભરતની પડખે આવેલો ભૂતકાળનો એક દેશ તિબ્બેટ કે જેને ચીન આજે પોતાનો અધિકૃત હિસ્સો માને છે તેના વિષે અને તેના ઇતિહાસ વિષે આ બ્લોગના માધ્યમથી જાણવાના છીએ. તિબેટના જો ઇતિહાસની વાત કરીએ તો 21000 વર્ષ પૂર્વે એ વિસ્તારમાં માનવીનો વસવાટ થયો હોવાની વાત મનાઈ રહી છે અને પન્નાઓ પરના ઇતિહાસની શરૂઆત ઇસ. પૂર્વે પહેલી સદીમાં જોવા મળે છે જેમાં તિબેટ પર શાશન કરવાના ઈરાદાથી નજીકના રાજવીઓની ચઢાઈના ઉલ્લેખ છે. તિબેટ પર હુકુમતિ શાશનની રચના છઠ્ઠી સદીમાં થઇ જયારે સોંગસેંગ ગામ્પો નામના રાજવીએ તિબેટિયન હુકુમતને મજબૂતી આપતા એક મોટું અને શક્તિશાળી સામ્રાજ્ય બનાવ્યું હતું. 

પ્રાચીન તિબેટથી લઇ ચીનના અધિકૃત હેઠળ આવ્યા પહેલા સુધી તિબેટમાં બૌદ્ધ ધર્મનું ખુબ મહત્વ રહ્યું છે. તિબેટની ધરતી પર બૌદ્ધ ધર્મ પણ સોંગસેંગ ગામ્પોના સમયમાં જ ફેલાયો હતો. સોંગસેંગ ગામ્પોના પહેલા પત્ની નેપાળના રાજવી પરિવારના પુત્રી હતા તેમનું નામ ભરીકૃતિ હતું જેઓએ તિબેટમાં બૌદ્ધ ધર્મની સ્થાપના કરી અને ફેલાવો પણ કર્યો હતો. આગામી વર્ષોમાં બૌદ્ધ ધર્મ ત્યાંથી ફેલાઈ મધ્ય એશિયાયી ભાગોમાં પણ પહોંચી ગયો હતો. 

તિબેટનું સામ્રાજ્ય મધ્યકાલીન સમય સુધી ચડાવ ઉતરભર્યું રહ્યું હતું જેમાં તેમના વિવિધ રાજવીઓ દ્વારા ચીનના ઘણા ભાગથી લઇ મધ્ય એશિયાના ભાગો પર પણ કબ્જો જમાવ્યો હતો અને ગુમાવ્યો પણ હતો. જેમ 780 થી 790ની સાલ તેમના સામ્રાજ્યનો સુવર્ણકાલ તરીકે ગણી શકાય એમ હતું. એ સમયમાં તેણે આધુનિક અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, બર્મા, ચીન, ભારત, નેપાળ, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન સુધીના પ્રદેશ પર શાસન અને નિયંત્રણ કર્યું. 

12મી સદી દરમિયાન તિબેટ પર મોંગોલિયન આક્રમણને કારણે છૂટું છવાયેલું શાશન અને રાજકીય પ્રશાશન ટકી ન શકતા યુઆન સામ્રાજ્ય વર્ચસ્વમાં આવ્યું જે મોંગોલિયન હતું. એ સમય હતો જેંગીસ ખાનનો જેને દુનિયા આજે પણ વિશ્વનો સૌથી ઘાતકી માણસ ગણે છે. જેંગીસ ખાને તેની કિશોરાવસ્થા દરમિયાન ગુલામ તરીકે સમય પસાર કર્યો તે પહેલાં તેણે મોંગોલ આદિવાસીઓને એક કર્યા અને મધ્ય એશિયા અને ચીનના વિશાળ ભાગ પર વિજય મેળવ્યો. તેની શૈલી ક્રૂર હતી અને ઇતિહાસકારો કહે છે કે તેણે સામૂહિક રીતે નાગરિકોની કતલ કરી હતી. 

તિબેટ પર લાંબા સમયગાળામાં વિવિધ બીજી ઘણી પ્રજાઓ દ્વારા ચઢાઈ કરવામાં આવી અને તેના પર રાજ પણ કર્યું પરંતુ ચીનના વિવિધ રાજવીઓ દ્વારા સતત ઘર્ષણ રહ્યું હતું. ચીન અને તિબેટના લોકો એકજ સંસ્કૃતિ ધરાવતા હોઈ શકે એવું લોકો માનતા હોઈ છે પરંતુ તે હકીકત નથી. ચીન દ્વારા આજે તિબેટને નકશા પર તો નહિ પરંતુ ઇતિહાસના ચોપડેથી પણ ઘણું હટાવી દીધું છે ત્યારે તિબેટનું ઈતિહાસિક અને સાંપ્રદાયિક મહત્વને જાળવી રાખતા તેમના બૌદ્ધ મઠો અને બૌદ્ધ સાધુઓને પણ ખતમ કરી દીધા છે. આપણે થોડા દિવસો પહેલા પણ જોયું હતું અને ભારત તથા ચીનની તુલના પણ કરી હતી કે એક સમયની સરખી ઈકોનોમી ધરાવતા દેશો ભારત અને ચીન આજે સરખા રહ્યા નથી. ચીન દરેક ક્ષેત્રે ભારત કરતા ખુબ આગળ છે જેમાં તિબેટના કબ્જા પછી ચીનને વિશ્વના 50% થી વધુ ખનીજ તથા બીજી કુદરતી સંપદા હાથ લાગી ગઈ હતી તેમજ ભારત સાથે સીમા વિવાદ અને હુમલાઓની સંખ્યા પણ વધી છે. 

તિબેટના છેલ્લા સાંપ્રદાયિક ગુરુ અને નેતા દલાઈ લામા જયારે ભારત આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે જો ચીન તિબેટ પર કબ્જો કરી લેશે તો તેની સૌથી મોટી કિંમત ભારતે ચૂકાવી પડશે. અને તેમની વાત ખુબ સાચી પડતી જણાય છે. 1950 ના સમયમાં ચીન દ્વારા તિબેટને પોતાના અધિકૃત કરવાની સૌથી મોટી ચળવળ ઉભી થઇ જેમાં એક દસકામાં લાખોની સંખ્યામાં તિબેટિયન લોકો મૃત્યુને ભેટ્યા અને 6000 થી વધુ મોનેસ્ટ્રીને તોડી પાડવામાં આવી. એ સમયે ભારતે તિબેટના લખો લોકોને શરણ આપી હતી જેને કારણે ચીને ભારત સાથે યુદ્ધ કર્યા તેમજ ઘણા ભારતીય વિસ્તારોને પણ પોતાનામાં ભેળવ્યા. 

તિબેટને દુનિયાની છત માનવામાં આવે છે કેમકે ત્યાંની ઊંચી પહાડીઓ અને ભરપૂર મીઠા પાણીના સંગ્રહને કારણે ત્યાંથી વિશાળ નદીઓ સંપૂર્ણ એશિયાને પાણી પૂરું પાડે છે. આજે ભરપૂર કુદરતી સૌંદર્ય, ખનીજ અને વિપુલ ભંડારો સાથે તિબેટ ખુબ સમૃદ્ધ રાજ્ય હતું પરંતુ આજે ચીનના શાશન બાદ હાનિકારક કચરો નાખવાની જગ્યામાં ફેરવાઈ ગયું છે. વિશ્વનો ત્રીજો સૌથી મોટો મીઠા પાણીનો ભંડાર આજે હાનિકારક બની ફેલાઈ રહ્યો છે. તિબેટને માત્ર એક ખનીજ, લાકડું અને પેટ્રોલિયમની ખાણ બનાવી દેવામાં આવી છે. 

વીડિયોના માધ્યમથી વધુ ઊંડાણથી જાણીએ કે તિબેટનો ઇતિહાસ શું હતો અને જેને આજે ચીન દ્વારા કેવી રીતે લાભ ઉઠાવાઈ રહ્યો છે?


 

 Video Source: Interesting Top 10s In Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice