વિશ્વના સૌથી અમીર વ્યક્તિની મુશ્કેલ સફર | Jeff Bezoz's Hard Life to Success Story

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

6 એપ્રિલ 2021 ની એક યાદી મુજબ વિશ્વના સૌથી અમીર લોકોના નામમાં સૌથી પહેલું નામ જેનું છે એવા જેફ બેઝોઝ એટલે એમેઝોન કંપનીના સંસ્થાપક. જેફ બેઝોઝની જિંદગી ઘણા ચડાવ ઉતાર વાળી રહી છે એટલે તેમની જિંદગી વિષે જાણવાનું ઘણા લોકોને મન થાય કે એક નોકરિયાત વ્યક્તિથી લઇ તેઓ વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ કેવી રીતે બન્યા હશે અને તેમણે મુશ્કેલીનો સામનો કઈ રીતે કર્યો હશે. 

જેફ બેઝોઝનું સાચું નામ જેફ્રી પ્રેસ્ટન બેઝોઝ છે અને તેમનો જન્મ 12 જાન્યુઆરી, 1964 ના રોજ અમેરિકાનું એક સ્ટેટ ન્યુ મેક્સિકોના અલ્બુકર્ક શહેરમાં થયો હતો. તેમના જન્મ વખતે તેમની માતા એક કિશોરી હતી અને 1 જ વર્ષમાં તેમના તલાક થતા નાની વયમાં તેમની માતાએ તેમની દેખભાળ કરી. જેફ જયારે 5 વર્ષના હતા ત્યારે તેમની માતાએ ક્યુબાના એક વ્યક્તિ મીયુગલ "માઈક" બેઝોઝ સાથે લગ્ન કરી લેતા જેફને દત્તક લેતા તેનું નામ જેફ બેઝોઝ થઇ ગયું હતું. 

જેફ બેઝોઝ દ્વારા 1986 માં સાયન્સ સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી અને શરૂઆતી સમયમાં જ ઘણી કંપનીઓ તરફથી જોબની સારી ઓફર પણ મેળવી હતી. શરૂઆતી સમયમાં બેંકર પેઢી સાથે કામ કર્યા બાદ વોલ સ્ટ્રીટની એક કંપની ડી.ઈ.શો નામની કંપનીમાં તેમણે પોતાના કેરિયરની મોટી ઉડાન શરુ કરી. એ કંપની ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ ધરાવતી કમ્પની હતી જેમાં ખુબ ટૂંકા સમયમાં તેમણે ઘણી પ્રગતિ કરી માત્ર 30 વર્ષની ઉંમરમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પોતાની જગ્યા બનાવી હતી. પરંતુ જેફની કિસ્મત કંઈક અલગ શાહીથી લખાયેલી હોઈ નોકરી છોડી પોતાનો કોઈ બિઝનેસ શરૂકરવાની ઈચ્છા થતાં મોટા પગારને મૂકી પોતાના સપના પુરા કરવા તેણે શહેર છોડી દીધું.

જેફ બેઝોઝને આપણે એમેઝોન.કોમ કંપનીના માલિક તરીકે ઓળખીએ છીએ એ એમેઝોનની વેબ સાઈટ પહેલા માત્ર ઓનલાઇન બુક્સ જ વેંચતી હતી પરંતુ નોકરી સમયથી જ જેફ જાણતા હતા કે ઓનલાઇન સેલિંગ ભવિષ્યનું ખુબ મોટું માર્કેટ સર્જી શકે છે તેથી જ તેમણે અને તેમના પત્નીએ વેબ સાઈટ ઉપર બીજી ઘણી વસ્તુઓ વેંચવાની શરૂઆત કરી જેથી ખુબ ટૂંકા સમયમાં તેઓ વિશ્વભરમાં એક મોટી ઓનલાઇન સેલિંગ વેબસાઈટ અને કંપની બની ગયા. 

એક સામાન્ય વેર હાઉસમાં ચોપડીઓ વેચવાના નાના ધંધાથી લઇ 177 બિલિયન ડોલર્સની કુલ એસેટ વેલ્યુ સાથે તેઓ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા એ સફર ખુબ મુશ્કેલ રહી છે. તેમના વિચારો અને તેનું અમલીકરણ ચોક્કસતાથી કરવું કોઈપણ વ્યકતિ માટે ખુબ મુશ્કેલ હોઈ ત્યારે જેફ બેઝોઝ ખુબ સરળતાથી તેનો રસ્તો કાઢી શકે છે. તેઓએ બીજી ઘણી બધી સેવાઓ આપી એક એમેઝોન ફેમેલી પણ બનાવી છે. થોડા દિવસો પહેલા જ એમેઝોન કંપનીની પ્રોડક્ટ્સ આપના સુધી માત્ર એક દિવસમાં કેવી રીતે પહોંચે છે તેનો લેખ મેં લખેલો છે અને એક સરસ વિડીયો સોર્સથી સમજ્યું પણ હતું ત્યારે એ વેર હાઉસ અને તમારા ઘર સુધી પહોંચાડવાની જટિલ અને ઝડપી પ્રકિર્યા માટે રોબોટ્સ અને સિસ્ટમ ઉભી કરવી જેફ દ્વારા કરાયેલ વિશ્વનું સૌથી મોટું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉદાહરણ હતું. નીચે દર્શાવેલી લિંક દ્વારા વધુ માહિતી અને વિડીયો પણ જોઈ શકો છો.

http://www.drhbramani.com/2021/09/how-one-day-delivery-in-amazon-website.html

જેફ બેઝોઝ માત્ર એમેઝોન નહિ પરંતુ સ્પેસ કંપની બ્લુ ઓરિજીનના પણ માલિક છે. બ્લુ ઓરિજીન પણ એલોન મસ્કની સ્પેસ એક્સ કંપનીની જેમ રીયુઝેબલ એરક્રાફ્ટ બનાવે છે અને ભવિષ્યમાં સ્પેસ ટુરિઝમ વિકસવાની તૈયારીમાં પણ છે. જેફ બેઝોઝ દુનિયાને પૃથ્વી પર જ સુંદર અને સુરક્ષિત વાતાવરણ આપવાની વાત કરતા જોવા મળે છે. આજે જેફ બેઝોઝ અને એલોન મસ્ક વચ્ચે એક શીત યુદ્ધ ચાલી રહ્યું અને તેઓ બંને એક બીજાની સંપત્તિની હરીફાઈમાં આગળ પાછળ જ હોઈ છે. વીડિયોના માધ્યમથી જાણીશું જેફ બેઝોઝને ખુબ નજીક થી અને જાણીએ કે કેવી મુશ્કેલ પરંતુ સફળ જિંદગીના માલિક છે જેફ બેઝોઝ.


 

 Video Source: GREAT IDEAS GREAT LIFE (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice