સૌથી વધુ અનાજ પૈદા કરતા ભારતના રાજ્યો । Top Cereal Grain Producing States of India

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

 ભારત એક ખેતી પ્રધાન દેશ છે જ્યાં દેશની 21% ઈકોનોમી માત્ર ખેત પેદાશો અને મત્સ્ય અને પશુપાલનથી ઉત્પન્ન થાય છે. ભારતના દરેક રાજ્ય ખેતી આધારિત માર્કેટ પર નભે છે અને આજે પણ જે વર્ષે સારો વરસાદ હોઈ એ વર્ષને સારું વર્ષ તરીકે ગણે છે પછી તે કોઈપણ ધંધા સાથે જોડાયેલો હોઈ પરંતુ તેની આજીવિકાનો છેડો આખરે ખેતીને જ આધારિત રહે છે. 


         ભારત હજારો વર્ષોથી ખેતી કરતો આવ્યો છે અને ભારતની ખેત પેદાશ અને મસાલા વિશ્વભરમાં સોનાના ભાવે વેચાતા હતા એન એટલે જ પશ્ચિમી દેશો ભારતને સોનાની ચીડિયા પણ કહેતા હતા. ભારતના લોહી લોહીમાં ખેતી છે અને ભારતની જમીન પણ એટલી જ ઉપજાઉ છે. ભારત આજે માત્ર મસાલા જ નહિ પરંતુ અનાજ, દાળ, શેરડી જેવા ખરીફ પાકો પણ ભારત બહાર એક્સપોર્ટ કરે છે. ભારતના વિવિધ પ્રદેશો તેના વિવિધ અનાજના ઉત્પાદન માટે ખુબ કાર્યક્ષમ છે અને ત્યાં વાતાવરણ, જમીન અને પાણીની ગુણવતાને કારણે તે અનાજ ખુબ સારી ગુણવતાયુક્ત ઉત્પાદિત પણ થાય છે.

ભારતના દરેક દરેક રાજ્ય અનાજ, ધાન, ફળ અને અન્ય તેલીબિયાંના ઉત્પાદનમાં કંઈક ને કંઈક પોતાનું યોગદાન આપે છે તો કેટલાક રાજ્યમાં ખેતી ખુબ મુશ્કેલ હોઈ ત્યાં આખરે ચા, તમાકુ, ફૂલની પણ ખેતી કરી ભારતની ખેતી પ્રધાનતાને જાળવી રાખે છે. ભારતમાં મુખ્ય અનાજનું ઉત્પાદન કરતુ રાજ્ય રાજસ્થાન છે જ્યાંના ખેડૂતો ખુબ મહેનત દ્વારા 5907 હજાર ટન ઉત્પાદન કરી રહ્યા છે. ત્યારે કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ખેડૂત પણ એની આસપાસ જ ટોચના ઉત્પાદન લેતા રાજ્ય છે. 


             1. રાજસ્થાન - 5907 હજાર ટન

2. કર્ણાટક - 5705 હજાર ટન

3. મધ્યપ્રદેશ - 3828 હજાર ટન

4. ઉત્તરપ્રદેશ - 3409 હજાર ટન

5. તામિલનાડુ - 3386 હજાર ટન

6. મહારાષ્ટ્ર - 3272 હજાર ટન

7. બિહાર - 2427 હજાર ટન

8. આંધ્રપ્રદેશ - 1854 હજાર ટન

9. તેલંગાણા - 1817 હજાર ટન

10. ગુજરાત  - 1547 હજાર ટન 

 

 હાલ આ દરેક આંકડા કુલ અનાજ ઉત્પાદનના છે જેમાં દાળનો પણ અનાજમાં સમાવેશ થાય છે. આજે આપણે વીડિયોના માધ્યમથી જાણીશું કે ભારતના માત્ર અનાજ ઉત્પાદન કરતા સૌથી મોટા રાજ્યો ક્યાં છે અને ક્યાક્યા અનાજ તેઓ એક્સપોર્ટ કરી રહ્યા છે.


Video Link: 


Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice