by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
એક્સમયની સોનાની ચીડિયા ગણાતી આપણી માતૃભૂમિ 1700ની સાલની આસપાસ વિશ્વના 24% જેટલું રેવન્યુ ધરાવતી હતી એટલે કહી શકાય કે ભારત ચોથા ભાગનો પૈસો એ સમયે ઉત્પ્ન કરતો હતો. ભારતને ભૂમિભાગ, દરિયાયી સંપત્તિ, ખનીજ સંપત્તિ અને ખુમારી ધરાવતી પ્રજાની ખુબ મોટી ભેંટ મળેલ છે અને હજારો વર્ષોનો ઇતિહાસ તેની સાક્ષી પણ પુરાવે છે.
1947 માં જયારે ભારત આઝાદ થયું ત્યારે ભારત અને ચીન લગભગ એક સરખી પરિસ્થિતિમાં હતા. કદાચ જો GDPની તુલના કરવામાં આવે કે માનવ પરિસ્થિતિ, ભણતર કે સામાજિક પરિસ્થિતિમાં પણ સમાન એવા બન્ને પાડોશી દેશો એકજ હાલતમાં હતા. બન્ને દેશ પોતાનું ભાવિ પોતેજ લખવા માટે છૂટમાં પણ હતા કેમકે આપણે પણ આઝાદ થઇ આપણા પોતાના અને આપણા દ્વારા ચૂંટાયેલા લોકો દ્વારા જ શાશન કરવાના હતા. તો આટલા વર્ષોમાં એવા તો શું પરિબળો અને ફેરફારો થયા કે આજે ભારત કરતા ચીન GDP, સૈન્ય તાકાત અને કદાચ દરેક પરિબળમાં આપણા ભારત કરતા આગળ છે? ભારતને અસરકરતી એવી કઈ પરિસ્થિતિઓ છે જે ભારતને પાછળ રાખી રહી છે?
કોઈપણ દેશ અને તેનો વિકાસ માત્ર 1-2 પરિબળને આધીન નથી હોતો પરંતુ ઘણા પરિબળો એકસાથે જયારે લાગુ પડતા હોઈ છે ત્યારે દેશ વિકાસ સાધે છે અને કાં તો તે પાછળ પડતો રહે છે. આજે આપણે આવાજ ઘણા પરિબળો વિષે ચર્ચા કરવાના છીએ તથા વીડિયોમાં જોવાના છીએ.
1. સરકાર : આપણે સૌ જાણીએ છીએ કે ભારત લોકતાંત્રિક દેશ છે અને આપણે ત્યાં લોકોથી , લોકો દ્વારા અને લોકો માટે જ ચાલતું તંત્ર ચાલતું આવ્યું છે જ્યાં દર 5 વર્ષે ચૂંટણી દ્વારા આપણા પ્રતિનિધિ ચૂંટાઈ છે અને જેઓ દેશનું અને પ્રદેશનું સંચાલન કરે છે. જેથી લાંબી યોજનાઓ, નીતિઓના વિકાસને ખુબ ઓછું પ્રાધાન્ય મળતું દેખાય છે અને ટૂંકા ગાળાના લાભોથી પ્રજાને ખુશ રાખવામાં પોતાની ખુરશીની સલામતી વિચારવામાં આવે છે. જયારે ચીનમાં સામ્યવાદી સરકાર છે જ્યાં વર્ષો સુધી એકજ સરકાર પોતાની નીતિમાં અડગતાથી એમનો ધ્યેય સાધી શકે છે. 1975 બાદ ચીન દ્વારા વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું જેનું પરિણામ સંપૂર્ણ દુનિયા તેને મહાસત્તા તરીકે જોઈ રહી છે. ભારતમાં રાજનીતિક પ્રશ્નોને કારણે કદાચ કોઈપણ સરકારનો હેતુ વિકાસ કે જરૂરી કામ પર ધ્યાન કરતા વધુ વિપક્ષને શાંત રાખવા અને પોતાના ગઠબંધનોને બચાવવામાં વેડફાય છે.
2. ધર્મ: બીજો ખુબ વિશેષ કારણ છે ધર્મ. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે જ્યાં દરેક ધર્મને સમ ભાવે જોવામાં આવે છે પરંતુ હકીકતથી રાજનીતિક કે સામાજિક રીતે ધર્મને કારણે ઝઘડા, કોમી દંગા અને બીજી મુશ્કેલીઓ ભારતના વિકાસ માટે હંમેશા મુશ્કેલી રૂપ રહી છે. જયારે ચીન એક નાસ્તિક દેશ છે જ્યાં કોઈ ધર્મને સ્થાન નથી. દેશનો એક માત્ર ધર્મ વિકાસ છે એટલે તે ધર્મ અને ધાર્મિકતાને ત્યાં સુધી જ સહન કરે છે જ્યાં સુધી તે તેમના ઔદ્યોગિક વિકાસની વચ્ચે ના આવે. જેથી ધાર્મિક પ્રશ્નો તથા વિવાદો સુલઝાવમાં કોઈપણ સમય કે નાણાંની ત્યાં બરબાદી થતી નથી.
3. કાસ્ટ રિઝર્વેશન: સંપૂર્ણ પૃથ્વની પર આપણું ભારત એકમાત્ર દેશ છે જ્યાં જાતિ આધારિત રિઝર્વેશન આપવામાં આવે છે અને જેથી કાબિલિયત નહિ પરંતુ તેમની જ્ઞાતિ કે જાતિથી તેમની પસંદગી થતી જણાય છે. ભારતનું સૌથી વધુ બૌદ્ધિક ધન એટલે કે સૌથી વધુ હોંશિયાર લોકોને જયારે તેમની કાબિલિયત મુજબ નોકરી કે પૈસા ન મળે ત્યારે તેમને બીજા દેશોનો સહારો લેવો પડે છે અને તેઓ અમેરિકા, યુરોપ જેવા વિકસિત દેશોમાં જતા રહે છે. સાથે ઓછી કાબિલિયત ધરાવતા લોકોને કારણે જેતે સેક્ટર અને દેશને પણ નુકશાન થાય છે.
4. બિઝનેસ પોલિસી: ભારત અને ચીનમાં સૌથી વધુ અંતર બિઝનેસ પોલિસીને ધ્યાનમાં રાખીને પણ પડે છે. જયારે ચીનમાં બિઝનેસ કરવો કે પ્રોડક્શન કરવું અને તેને નિકાસ કરવું ખુબ સરળ છે તથા ટેક્સના નિયમો પણ સરળ છે ત્યારે ભારતમાં બિઝનેસ કરવો ખુબ મુશ્કેલી ભર્યો અને ખર્ચાળ છે.
5. દરિયાઈ કિનારા અને તેનું ડેવલોપમેન્ટ: ભારતને વિશાળ દરિયા કિનારો કુદરતી ભેટ સ્વરૂપ મળેલ છે પરંતુ સુવિધા અને આધુનિકતા સાથેના પોર્ટ્સનું નિર્માણ ખુબ ઓછું છે જેને કારણે નિકાસ માટે ભારતને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જયારે ચીન પોર્ટ્સને ડેવલોપ કરવા માટે સૈન્ય જેટલું જનુન ધરાવે છે અને તે વર્ષોથી નિકાસ માટે ખુબ મહેનત કરી રહ્યું છે.
6. ભાષાને સ્કિલ તરીકે જોવી: આ મુદ્દો જરા વિચિત્ર છે પરંતુ હકીકત છે કેમ કે ભારતમાં અંગ્રેજી બોલવું એ એક લાયકાત સમાન છે અને જેથી ભારતમાં અંગ્રેજીને ભાષાથી પણ વિશેષ દરજ્જો આપી દીધેલો છે. આજે ખુબ ટેલેન્ટેડ અને પોતાના વિશ્વયની નિપુણતા ધરાવતો કોઈ વ્યક્તિ જો અંગ્રેજી ના બોલી કે સમજી શકે તો કદાચ મોટા શહેરમાં નોકરી પણ ના મેળવી શકે એ પરિસ્થિતિમાં ચીન પોતાની ભાષાને સર્વોચ્ચ માને છે અને કોમ્પ્યુટર, મોબાઈલથી લઇ દરેક વસ્તુને પોતાની ભાષામાં જ રાખે છે.
કદાચ હજુ પણ બીજા ઘણા પરિબળો હોઈ શકે છે જે ચીનને ભારતથી વધુ બહેતર બનવવા મદદ કરતા હશે. આપ કોમેન્ટ દ્વારા એ પરિબળને પણ અવગત કરાવી શકો છો. કદાચ આપણે આ પરિબળોને ધ્યાનમાં લઇ ઉજ્જવળ ભારતનું નિર્માણ કરાવી શકીએ.
हिंदीमें अनुवाद...
नमस्कार मित्रो,
हमारे देशको एक समयमे सोनेकी चिड़िया बुलाया जाता था| सन 1700 के आसपास भारतके पास विश्वकी 24% रेवन्यू मौजूद थी जिससे विश्वकी चौथाई आमदनी भारतके बदौलत थी | भारत को भूमि, समुद्री संसाधनों, खनिज संसाधनों और साहसी लोगों का एक बड़ा उपहार मिला है और हजारों साल का इतिहास भी इसका प्रमाण है।
1947 में जब भारत आजाद हुआ, तब भारत और चीन की स्थिति एक जैसी थी। शायद अगर जीडीपी की तुलना की जाए, तो दो पड़ोसी देश, जो मानव स्थिति, शिक्षा या सामाजिक स्थिति में समान हैं, एक ही स्थिति में थे। दोनों देश भी अपना भाग्य लिखने के लिए स्वतंत्र थे क्योंकि हमें भी अपने लोगों और अपने चुने हुए लोगों द्वारा मुक्त और शासित होना था। तो ऐसे कौन से कारक और बदलाव हैं जो इतने सालों में हुए हैं कि आज चीन जीडीपी, सैन्य ताकत और शायद हर मामले में भारत से आगे है? भारत को कौन-सी परिस्थितियाँ प्रभावित कर रही हैं जो भारत को पीछे कर रही हैं?
कोई भी देश और उसका विकास केवल 1-2 कारकों के अधीन नहीं होता है लेकिन जब कई कारकों को एक साथ लागू किया जाता है तो देश विकसित होता है और या तो पीछे रह जाता है। आज हम कई ध्वनि कारकों पर चर्चा करने जा रहे हैं और उससे जुड़ा एक वीडियो भी देखेंगे ।
1. सरकार: हम सभी जानते हैं कि भारत एक लोकतांत्रिक देश है और हमारे पास लोगो से, लोगो के द्वारा और लोगोके लिए एक प्रणाली है जहां हर 5 साल में हमारा प्रतिनिधि चुनाव के माध्यम से चुना जाता है और जो देश और क्षेत्र पर शासन करता है। इसलिए दीर्घकालिक योजनाओं, नीतियों के विकास को बहुत कम प्राथमिकता दी जाती है और लोगों को अल्पावधि लाभ से खुश रखने के लिए स्वयं की कुर्सी की सुरक्षा को माना जाता है। जबकि चीन में एक ऐसी साम्यवादी सरकार है जहाँ वर्षों तक केवल एक ही सरकार अपनी नीति पर टिके रहकर अपने लक्ष्य को प्राप्त कर सकती है। 1975 के बाद चीन द्वारा विकास को प्राथमिकता दी गई जिसके परिणामस्वरूप पूरी दुनिया इसे एक महाशक्ति के रूप में देख रही है। भारत में राजनीतिक मुद्दों के कारण, शायद किसीभी सरकार का उद्देश्य विकास या आवश्यक कार्यों पर ध्यान केंद्रित करने के बजाय विपक्ष को चुप रखना और अपने स्वयं के गठबंधनों का बचाव करना है।
2. धर्म: एक और बहुत ही खास कारण है धर्म। भारत एक गैर-सांप्रदायिक देश है जहां सभी धर्मों के साथ समान व्यवहार किया जाता है लेकिन वास्तव में झगड़े, सांप्रदायिक दंगे और धर्म के कारण राजनीतिक या सामाजिक रूप से अन्य कठिनाइयां हमेशा भारत के विकास के लिए एक बाधा रही हैं। जबकि चीन एक नास्तिक देश है जहां किसी धर्म का कोई स्थान नहीं है। देश में एकमात्र धर्म विकास है इसलिए यह धर्म और धार्मिकता को तब तक सहन करता है जब तक कि यह उनके औद्योगिक विकास के बीच न आ जाए। ताकि धार्मिक मुद्दों और विवादों को सुलझाने में समय या धन की बर्बादी न हो।
3. जाति आरक्षण: हमारा भारत पूरी दुनिया में एकमात्र ऐसा देश है जहां जाति के आधार पर आरक्षण दिया जाता है और ऐसा लगता है कि उन्हें उनकी क्षमता से नहीं बल्कि उनकी जाति से चुना गया है। भारत की सबसे बौद्धिक संपदा का मतलब है कि सबसे चतुर लोगों को दूसरे देशों का सहारा लेना पड़ता है जब उन्हें उनकी क्षमता के अनुसार नौकरी या पैसा नहीं मिलता है और वे अमेरिका, यूरोप जैसे विकसित देशों में जाते रहते हैं। वहीं, कम कुशल लोगों की वजह से सेक्टर और देश को भी नुकसान होता है।
4. व्यापार नीति: व्यापार नीति के मामले में भारत और चीन में सबसे बड़ा अंतर है। जबकि चीन में व्यापार या उत्पादन करना और उसका निर्यात करना बहुत आसान है और कर नियम भी सरल हैं, भारत में व्यापार करना बहुत कठिन और महंगा है।
5. समुद्र तट और उनका विकास: भारत को प्राकृतिक उपहार के रूप में विशाल समुद्र तट मिले हैं लेकिन सुविधाओं और आधुनिकता के साथ बंदरगाहों का निर्माण बहुत कम है जिससे भारत के लिए निर्यात करना बहुत मुश्किल हो जाता है जबकि चीन में बंदरगाहों को विकसित करने के लिए समान सैन्य उत्साह है और इसने निर्यात के लिए वर्षों से कड़ी मेहनत कर रहे हैं।
6. भाषा को एक कौशल के रूप में देखना: यह मुद्दा थोड़ा अजीब है लेकिन यह एक सच्चाई है क्योंकि भारत में अंग्रेजी बोलना एक योग्यता है और इसलिए भारत में अंग्रेजी को भाषा से परे एक विशेष दर्जा दिया गया है। आज ऐसी स्थिति में जहां एक व्यक्ति जो बहुत प्रतिभाशाली है और अपनी दुनिया में महारत हासिल कर चुका है, उसे बड़े शहर में नौकरी भी नहीं मिल सकती है, अगर वह अंग्रेजी नहीं बोलता या समझता है, तो चीन अपनी भाषा को सर्वोच्च मानता है और कंप्यूटर और मोबाइल से सब कुछ अपने पास रखता है।
शायद अभी भी कई अन्य कारक हैं जो चीन को भारत से बेहतर बनाने में मदद करेंगे। उस बात को आप कमेंट के जरिए भी बता सकते हैं। शायद इन बातों को ध्यान में रखकर हम एक उज्जवल भारत का निर्माण कर सकते हैं।
Video Source: Live Hindi Facts (YouTube Channel)
Video Link:
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
No comments:
Post a Comment