ભારત પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ મેચોનો સંક્ષિપ્ત ઇતિહાસ અને ક્રિકેટરોના ઝઘડા | A brief history of cricket matches between India and Pakistan with cricketers' quarrels

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

    આજે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ T-20 વર્લ્ડ કપ મેચ છે. આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 16 જૂન 2019 ના રોજ રમાઈ હતી અને એ મેચ પણ વર્લ્ડ કપ ટુર્નામેન્ટની જ મેચ હતી જેમાં ભારત 89 રનથી મેચ જીત્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના સબંધ ભારતની આઝાદીના પાંચ જ વર્ષમાં શરુ થઇ ગયા હતા. 1952માં પાકિસ્તાન ભારતમાં આવી બંને દેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ રમ્યું હતું જેમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું અને ત્યારબાદથી ક્રિકેટ ક્ષેત્રે પણ જંગ જેવા માહોલમાં મેચ બંને દેશો વચ્ચે નહિ પરંતુ વિશ્વ ક્રિકેટમાં જોવાવા લાગી હતી.  

    આજ સુધીમાં બન્ને દેશો વચ્ચે કુલ 199 મેચ રમાઈ છે જેમાં 59 ટેસ્ટ મેચ, 132 વન ડે મેચ અને 8 T-20 મેચોનો સમાવેશ થાય છે જેમાં T-20 માં જ ભારતનું પરફોર્મન્સ સારું છે એટલે કે ભારત 8 માંથી 6 મેચ જીત્યું છે જયારે પાકિસ્તાન આજ સુધી એક જ મેચ જીતી શક્યું છે. જયારે ટેસ્ટ મેચમાં 59 માંથી માત્ર 9 ટેસ્ટ અને 132 માંથી માત્ર 55 વન ડે મેચ જ ભારત જીતી શક્યું છે એટલે જો ઇતિહાસની નજરથી જોવામાં આવે તો પાકિસ્તાને ભારતથી ખુબ સારું ક્રિકેટ રમી વધુ જીત નોંધાવેલી છે પરંતુ વાત આવે જયારે વર્લ્ડ કપની ત્યારે ભારત સિંહ બની પાકિસ્તાનનો શિકાર કરતા જરા પણ અચકાતું નથી. આજ સુધી 7 વન ડે વર્લ્ડ કપ મેચ બન્ને દેશો વચ્ચે રમાયા છે અને બધા જ મેચમાં ભારતની જીત થઇ છે અને ટી-20 વર્લ્ડ કપમાં પણ એજ પરિસ્થિતિ રહી છે.  

    આજે સંપૂર્ણ ભારતમાં એક જુદો જ માહોલ હશે. કદાચ આજના મેચની બ્રોડકાસ્ટ કરતી કંપનીને આ વર્ષની હાઈએસ્ટ TRP પણ મળી શકે છે એ વચ્ચે ભારત અને પાકિસ્તાનની સાથો સાથ સંપૂર્ણ દુનિયાથી આ મેચ માટે લોકો ઉત્સુક હશે એ ચોક્કસ છે. બંને દેશો વચ્ચે દુશ્મનાવટ તો આઝાદી વખતથી છે પરંતુ એ દુશ્મની ક્રિકેટ જેવી રમતમાં પણ જુનુન તરીકે જોવા મળતું હોઈ છે અને તેથી જ ટી.વી. કોમર્શિયલ એડ્સ પણ ફેન્સને ઉશ્કેરાટ આવે અને જોશ આવે તેવી ખાસ આ મેચો માટે બનાવવામાં આવે છે. "મૌકા-મૌકા" કરતા પાકિસ્તાની ફેન્સ ભારત સામે પહેલી જીતની આશાએ હોઈ છે અને હરિ જતા ટી.વી. તોડી નાખતા હોઈ છે તેવી એડ્સ લોકોને ખુબ પ્રભાવિત પણ કરતી હોઈ છે ત્યારે બન્ને દેશો વચ્ચે ક્રિકેટની દુશ્મનાવટ પણ એક મોટું મનોરંજન આપે તેવું દુનિયામાં પહેલી વખત બન્યું હશે.

    ભારત અને પાકિસ્તાન મેચો બન્ને દેશોના નાગરિકો અને પ્રેક્ષકો વચ્ચે હુંસાતુંસી ભરેલી રહેતી હોઇ છે અને ઉપરથી ભારત જો જીતે તો એજ દિવસે દિવાળી પણ ઉજવાઈ હોઈ તેવા ફટાકડા પણ સાંભળવા મળતા હોઈ છે પરંતુ મેચ રમતા ખેલાડીઓ તેમની રમત રમવાનો પ્રયાસ કરતા હોઈ એ સ્વાભાવિક છે પરંતુ મેચ જીતવા અને પોતાના દેશના નાગરિકોને પોતાની રમતથી ખુશ કરવા દરેક ખેલાડીઓ પર મોટું પ્રેશર પણ બનતું જણાય છે અને એવામાં ખેલાડીઓ હરીફ ટીમના બીજા ખેલાડી સાથે કોઈ લડાઈ કરી લે એ સ્વાભાવિક નથી હોતું. આજે આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ રમતી વખતે ખેલાડીઓને બીજા દેશના ખેલાડી સાથે જે અણબનાવ કે ઝઘડો થયો હોઈ તેવી ઘટના વિષે જાણીશું.

(1) ઇશાંત શર્મા અને કામરાન અકમલ (2012)

બેંગોલરના ચીના સ્વામી ગ્રાઉન્ડ ખાતે એક ટી-20 ઇન્ટરનેશનલ મેચ વખતે ઇશાંત શર્માની બોલિંગ પર કામરાન અકમલ આઉટ થયા હતા પરંતુ એ બોલ નો-બોલ હોવાથી કામરાનને આઉટ ન અપાયો અને એ પછીના બોલ પર ઇશાંત દ્વારા કામરાન બીટ થયો હતો અને ઇશાંત આંખો કાઢી કામરાન સુધી પહોંચી ગયો અને બન્ને વચ્ચે મોટો ઝઘડો પણ થયો હતો.

 (2) ગૌતમ ગંભીર અને શાહિદ આફ્રિદી (2007)

કાનપુર ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક દિવસીય મેચ દરમિયાન ગૌતમ અને આફ્રિદી વચ્ચે સંપૂર્ણ મેચ દરમિયાન હળવી સ્લેજિંગ ચાલુ હતી પરંતુ ગંભીર રન લેવા દોડતા આફ્રિદી સાથે ટકરાઈ ગયા હતા અને બન્ને વચ્ચે બોલાચાલી શરુ થઇ ગઈ હતી જે એક ગાળા-ગાળી અને ઝઘડામાં પણ પરિવર્તિત થઇ હતી. આ ફાઇટને ક્રિકેટ ઇતિહાસની મોટી લડાઈઓમાં પણ શામેલ કરી શકાય તેવી હતી.

(3) ગૌતમ ગંભીર અને કામરાન અકમલ (2010)

એશિયા કપના એક મેચ દરમિયાન ગૌતમ અને ધોની બેટિંગ કરી રહ્યા હતા અને કામરાન એ મેચમાં વિકેટ કીપિંગ કરી રહ્યા હતા ત્યારે ગંભીરનું ધ્યાન ભટકાવા માટે કામરાન ખોટી ખોટી અપીલો કરી રહ્યા હતા. વારંવાર ખોટી અપીલોને કારણે ગંભીરને ખુબ ગુસ્સો આવતા તે ડ્રિંક્સ બ્રેક દરમિયાન કામરાન સાથે લડી પડ્યા હતા. અમ્પાયરો અને ધોનીની સમજાવટ પછી આ લડાઈ પૂર્ણ થઇ હતી.

(4) હરભજન સિંહ અને શોએબ અખ્તર (2010)

ગૌતમ અને કામરાન જે મેચમાં ઝઘડ્યા હતા એજ મેચના અંતમાં હરભજન અને શોએબ પણ ખુલ્લીને ઝઘડ્યા હતા. આ મેચમાં ભારતને મેચ જીતવા 7 બોલમાં 7 રન જોઈતા હતા ત્યારે શોએબ તેની  ઓવરના છેલ્લા બોલ પર કોઈ રન ના આપ્યો અને પછી શોએબ હરભજનને છેડવા માટે કંઈક બોલ્યા જેથી બન્ને વચ્ચે બોલાચાલી થઇ જે ખુબ લાંબી પણ ચાલી અને એ પછીની ઓવરમાં હરભજને છક્કો મારી મેચ જીતાડી હતી.


 
(5) વીરેન્દ્ર સહેવાગ અને શોહિબ અખ્તર (2003)

વર્લ્ડ કપના એક ગ્રુપ મેચ દરમિયાન સચિન અને સહેવાગ બેટિંગ કરી રહ્યા હતા અને શોહિબ અખ્તર સહેવાગને બાઉંસર પર હુક કરીને દેખાડ એવું કહ્યા કરી સ્લેજિંગ કરી રહ્યો હતો ત્યારે સહેવાગે અખ્તરને સચિન તેંડુલકરને એવાજ બોલ નાખવા કહ્યું જેમાં સચિન દ્વારા હુક કરી છક્કો માર્યો અને ત્યારબાદ સહેવાગે શૉહેબને કહ્યું હતું કે બાપ...બાપ હોઈ છે અને દીકરો હમેશા દીકરો... 


 (6) કપિલ દેવ અને સાજીદ ખાન (1978)

ભારત ટેસ્ટ મેચની સિરીઝ રમવા પાકિસ્તાન ગયું હતું. આ સિરીઝની બીજી મેચ દરમિયાન કપિલ દેવ લેગ સ્ટંમ્પ અને તેની બહારના બોલ નાખતા હતા જેથી રન ન થઇ શકે જેથી અકળાઈ સાજીદ ખાને લેગ સ્ટમ્પને ઉખાડી ઇશારાથી બોલ ક્યાં નાખવો તેવી ટકોર કપિલ દેવને કરી હતી.


 (7) જાવેદ મિયાંદાદ અને કિરણ મોરે (1992)

વર્લ્ડ કપની એક મેચ દરમિયાન કિરણ મોરે ત્યારે બેટિંગ કરતા જાવેદ મિયાંદાદને બેટિંગથી ધ્યાન ભટકાવા સ્લેજિંગ કરી રહ્યા હતા અને જાવેદ એટલા ગુસ્સે ભરાયા હતા કે તેમણે કિરણને અપશબ્દો પણ કહ્યા હતા અને વાંદરાની જેમ કુદકા મારી કિરણ મોરેની મિમિક્રી પણ કરી હતી જે જોતા દરેક પ્રેક્ષક હસવા લાગ્યા હતા અને આ બનાવને આજે પણ ક્રિકેટની સૌથી આઇકોનિક મોમેન્ટ તરીકે ગણવામાં આવે છે.

 

 Video Source: Live Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

 

2 comments:

Chirag said...
This comment has been removed by the author.
Chirag said...

aamir sohail and venkatesh prasad... 1996 worldcup quarter final... include this one..

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice