ટેક્નોલોજીનો દેશ કોરિયાનો ઇતિહાસ અને તેના ભાગલા પડવાની કહાની । Story of Korea and its Partition

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

એક દેશમાંથી બે અને બે માંથી 3 દેશ બનવા સુધીની કહાની તો આપણી પોતાની છે અને આ બટવારાથી ત્રણેય દેશો ખુબ ભોગવી પણ રહ્યા છીએ એ હકીકત છે ત્યારે દુનિયામાં હજુ પણ એવા ઘણા દેશો છે જેમના બે કે તેથી વધુ ભાગોમાં વેચની થઇ હતી અને તેઓ આજે એકબીજાના જાણી દુશ્મન પણ છે. જેવી રીતે અંગ્રેજોએ આપણો વિકાસ સદૈવ માટે રૂંધાયેલો રહે તેમજ ભવિષ્યમાં લાંબો સમય આપણે વિકાસ માટે વિચારી પણ ના શકીએ એવા બદઈરાદાથી બે ભાઈઓમાં ફૂટ પાડી અને દેશના ભાગલા પડાવ્યા. આજે 75 વર્ષો પછી પણ ભારતનો મહત્તમ ખર્ચ અને સમય પાકિસ્તાન સ્થિત બોર્ડરના રક્ષણમાં વપરાય છે ત્યારે વિશ્વનો હજુ એક એવોજ દેશ પણ આપણા જેવી બદકિસ્મતી ભોગવી રહ્યો છે. આજથી 75 વર્ષ પહેલા પણ એકજ દેશ કોરિયા કે જે મહાસત્તાઓના ઝપેટમાં ચડી ભાગલા પડાઈ ગયા અને આજે પણ તેઓ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના નામથી બે અલગ સતા અને પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.

એકજ આચાર, વિચાર, ધર્મ અને સમાજના હોવા છતાં એક બીજાના જાની દુશમન એવા બંને દેશો આજે વિશ્વભરમાં ખુબ પ્રચલિત પણ છે. જયારે એક દેશ તેની પ્રગતિ, ટેક્નોલોજી અને વિકાસ માટે વિશ્વનું રોલ મોડેલ છે ત્યારે એક દેશ તેની સરમુખત્યારસાહી, અત્યાચાર, મનમોજી નિયમો અને માનવતા વિહોણી સતા માટે વિશ્વભરમાં કુખ્યાત છે. જયારે બન્ને એકજ માતાના સંતાન હોવા છતાં બન્ને દેશોના વિચારોમાં આટલા બધા અંતર કઈ રીતે એ તો વિશ્વના દરેક દેશો માટે પ્રશ્ન છે પરંતુ કોરિયાની આવી પરિસ્થિતિ શા માટે થઇ છે તેનો ઇતિહાસ જાણી આપણે સમજી શકીએ કે આ થવાનું કારણ શું હોઈ શકે?

કોરિયા એ ચીનની દક્ષિણે આવેલ મહાદ્વીપ જેવો ભૂમિ ભાગ છે. આજથી 10,000 વર્ષ પૂર્વે સુધીનું પ્રાચીન મહત્વ અને ખોજ માનવ અસ્તિત્વ આ ભૂમિભાગ પર જાણવા મળ્યું છે. એ સમયના ઘણા અવશેષો પરથી જાણી શકાય કે ત્યારના કોરિયન પૂર્વજોનું કેવું જીવન રહ્યું હશે. પ્રાચીન સમયથી લઇ અર્વાચીન યુગ સુધી કોરિયા પર ચીની હુકુમતે ઘણો પ્રભાવ પડ્યો હતો. પ્રાચીન સમયમાં ગોજોસિયોન સામ્રાજ્યે ઇસ.પૂર્વે 2500 વર્ષ આ ભૂમિભાગ પર રાજ્ય કર્યું હતું ત્યારબાદ ગોગુરિયોં, બાકજે, સીલા અને ગયા રાજવીઓએ સામ્રાજ્યનો ઉદય તથા અસ્ત થયો હતો. ત્યારબાદના ત્રણ રાજવંશ કે જે મધ્યકાલીન તથા અર્વાચીન યુગ સુધી અસ્તિત્વમાં હતા જે ગોરીઓઓ જે ઇસ. 918-1392, જોસેઓન જે ઇસ. 1392 થી 1897 અને છેલ્લે કોરિયન એમ્પાયર જે 1897 થી 1910 દરમિયાન રાજ કર્યું હતું.

19 મી સદીના શરૂઆતી સમયમાં જાપાન દ્વારા કોરિયાને પોતાના વર્ચસ્વમાં લેવામાં આવ્યું અને બીજા વિશ્વયુદ્ધના અંત એટલે કે 1945 સુધી પોતાનો ડેરો રાખી દેશના લોકોને બેહાલીથી જીવવા મજબુર કરવામાં આવ્યા. ત્યારબાદ રશિયા અને અમેરિકાના વર્ચસ્વ હેઠળ દેશના લોકોની જાણ બહાર તેમના દેશના વિભાજન કરી 1945માં બે ભિન્ન દેશ બનાવી નાખવામાં આવ્યા. 

આજે ઉત્તર કોરિયા કિમ જોન ઉનના નેતૃત્વ હેઠળ તાનાશાહીની જપેટમાં હોવાથી વિશ્વભરમાં કુખ્યાત છે. એક સનકી નેતા શું કરી શકે છે અને લોકોને આજના અધિનિક યુગમાં પણ કેવા જુલ્મની હેઠળ જીવવું પડે છે એ દરેક લોકો જાણે છે. ત્યારે દક્ષિણ કોરિયા ટેક્નોલોજી ક્ષેત્રે એટલી આગળ નીકળી ગયું છે કે આજે વિકસિત દેશો અને GDPમાં ટોપના દેશોની શ્રેણીમાં પોતાનું નામ જોડાવી ચુકી છે. આજે સેમસંગ, હુન્ડાઈ, એલ.જી., કિયા અને હ્યનીક્સ જેવી મોટી અને વેલ્યુએબલ બ્રાન્ડસ દક્ષિણ કોરિયાની જ દેન છે. આજે ટેક્નોલોજીમાં તેના પર 35 વર્ષ રાજ કરનારા જાપાન દેશની સરખામણીમાં જરા પણ ઓછું ન ઉતરતા દક્ષિણ કોરિયા એક સમયે ઉત્તર કોરિયાથી ખુબ પાછળ હતું પરંતુ લોકશાહી સરકારની રચના બાદ તેની ઇકોનોમીને ખુબ વેગ પ્રાપ્ત થયો હતો જેનો ઇતિહાસ સાક્ષી છે.

આજે વીડિયોના માધ્યમથી વધુ ઊંડાણ પૂર્વક જાણીશું કે ઉત્તર અને દક્ષિણ કોરિયાના ભાગ કેવી રીતે પડ્યા અને આજેની પરિસ્થિતિએ બન્ને દેશો કેટલા ભિન્ન છે.

  
Video Source: Getsetflyfacts (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

 

No comments:

Today's Knowledge

Café no Brasil e no Mundo - gosto do brasil, café brasileiro, café santos, café de gente boa, história do café no Brasil em português

Os preços do café subiram no Brasil, mas o amor das pessoas pelo café não diminuiu – Breve História do Café no Brasil e no Mundo.     ...

Reader's Choice