by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
આજે દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને
કોઈપણ વ્યક્તિને મોંઘવારીની પરિભાષા પૂછવામાં આવે તો એ સૌથી પહેલા કોઈ ખાવા પીવાની
વસ્તુની નહિ પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવથી શરૂઆત કરશે. આજે દેશના દરેક રાજ્યમાં
પેટ્રોલ-ડીઝલના ભાવ 100 થી ઉપર ચાલ્યા ગયા છે અને હજુ પણ સતત વધતા પણ રહે છે
ત્યારે લોકો પણ રોજ મોંઘવારી વધવાની ફરિયાદ કરી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ
વધારાની સીધી અસર તો લોકો પર પડતી જ હોઈ છે પરંતુ ટ્રાન્સપોર્ટેશન આ કારણે મોંઘુ
બનતા દરેક ચીજ-વસ્તુના ભાવ પણ વધતા દેખાય છે.
પેટ્રોલ અને ડીઝલ ભારત જેવા દેશો કે જ્યાં ક્રૂડ ઓઈલના કુદરતી ખજાનાઓ ન હોઈ તેમને આ ક્રૂડ ઓઇલ બીજા દેશો પાસેથી આયાત કરવું પડતું હોઈ છે. આ ક્રૂડ ઓઇલ વૈશ્વિક સ્તરે ડોલર પ્રતિ બેરલના ભાવથી ખરીદવું પડતું હોઈ છે જેથી ભારત અને તેવા આયાતી દેશોએ પોતાની વિદેશી હૂંડિયામણ વાપરવું પડે છે સાથે જેમ જેમ ક્રૂડ ઓઇલની ડિમાન્ડ દેશમાં વધતી જણાય છે તેમ ક્રૂડના ભાવ પણ વધતા જાય છે અને રૂપિયા સામે ડોલર વધુ મજબૂત બને એમ વધુ ને વધુ ખર્ચ આપણે ભોગવવો પડે છે.
આ જાણકારી પરથી સ્પષ્ટ રીતે જણાય છે કે જે દેશોને પોતાના ક્રૂડના કુદરતી ખજાના પ્રાપ્ત છે તેમના માટે આયાતી ખર્ચ અને વિદેશી હૂંડિયામણનો ઘસારો ખુબ ઓછો થતો હશે અને જેથી આ ફાયદો તેમના દેશની જનતાને મળતો પણ હશે ત્યારે આપણે સૌ ને એક પ્રશ્ન તો જરૂર થાય જ કે અરબી દેશોમાં તો ક્રૂડ છે જ પરંતુ એ સિવાયના બીજા ક્યાં દેશો છે જે આજના સમય મુજબ ખરું સોનુ ઘણાય એવું ક્રૂડના જથ્થાથી ધનવાન છે? અને એ 10 દેશો પાસે કેટલો જથ્થો અને પ્રોડક્શન કેટલું થતું હોઈ છે?
(10) લિબિયા
ભૌગોલિક સ્થાન: આફ્રિકી મહાદ્વીપ
કુલ ઉત્પાદન: 48 અરબ બેરલ
કુલ ક્રૂડ ઓઇલ રિઝર્વ: 2.8%
(9) અમેરિકા
ભૌગોલિક સ્થાન: અમેરિકી મહાદ્વીપ
કુલ ઉત્પાદન: 69 અરબ બેરલ
કુલ ક્રૂડ ઓઇલ રિઝર્વ: 4%
(8) U.A.E. સયુંકત આરબ એમિરાટ્સ
ભૌગોલિક સ્થાન: મિડલ ઇસ્ટ
કુલ ઉત્પાદન: 98 અરબ બેરલ
કુલ ક્રૂડ ઓઇલ રિઝર્વ: 5.6%
(7) કુવૈત
ભૌગોલિક સ્થાન: મિડલ ઇસ્ટ
કુલ ઉત્પાદન: 102 અરબ બેરલ
કુલ ક્રૂડ ઓઇલ રિઝર્વ: 5.9%
(6) રશિયા
ભૌગોલિક સ્થાન: ઉતરી એશિયા
કુલ ઉત્પાદન: 107 અરબ બેરલ
કુલ ક્રૂડ ઓઇલ રિઝર્વ: 6.7%
(5) ઇરાક
ભૌગોલિક સ્થાન: મિડલ ઇસ્ટ
કુલ ઉત્પાદન: 145 અરબ બેરલ
કુલ ક્રૂડ ઓઇલ રિઝર્વ: 8.4%
(4) ઈરાન
ભૌગોલિક સ્થાન: મિડલ ઇસ્ટ
કુલ ઉત્પાદન: 156 અરબ બેરલ
કુલ ક્રૂડ ઓઇલ રિઝર્વ: 9%
(3) કેનેડા
ભૌગોલિક સ્થાન: કેનેડા ખંડ
કુલ ઉત્પાદન: 170 અરબ બેરલ
કુલ ક્રૂડ ઓઇલ રિઝર્વ: 9.8%
(2) સાઉદી અરેબિયા
ભૌગોલિક સ્થાન: મિડલ ઇસ્ટ
કુલ ઉત્પાદન: 298 અરબ બેરલ
કુલ ક્રૂડ ઓઇલ રિઝર્વ: 17.2%
(1) વેનેઝુએલા
ભૌગોલિક સ્થાન: દક્ષિણ અમેરિકા ખંડ
કુલ ઉત્પાદન: 300 અરબ બેરલ
કુલ ક્રૂડ ઓઇલ રિઝર્વ: 17.5%
ઉપર દર્શાવેલ દરેક દેશ ક્રુડનો ખુબ મોટો ભંડાર ધરાવે છે ત્યારે ભારત માત્ર 0.3% વિશ્વનું ઓઇલ રિઝર્વ ધરાવતો દેશ છે. આજે ભારત પાસે 10 લાખ બેરલનું પ્રતિ દિન ઉત્પાદન થાય છે ત્યારે 45 લાખ બેરલ જેટલું દૈનિક વપરાશ પણ થાય છે. ભારત ઓઇલ રિઝર્વમાં 24 મો દેશ અને પ્રોડક્શન મુજબ વિશ્વમાં 20 માં નમ્બરનો દેશ છે ત્યારે વપરાશની દ્રષ્ટિએ ત્રીજા નમ્બરનો દેશ છે. એજ કારણ છે કે ખાડી દેશો અને બીજા ઓઇલ રિઝર્વ દેશો માટે ભારત સૌથી મોટો ઘરાક છે. આજે ભારતને સૌથી મોટું નુકશાન આ ક્રૂડ ઓઈલના આયાતથી જ થતું હોઈ ભારતના વૈજ્ઞાનિકો અને ઘણી સંસ્થાઓ ભારતમાં વિવિધ બાયો ફ્યુઅલ તેમજ રીન્યૂએબલ ઉર્જા સ્ત્રોતના વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેમજ સંશોધન પણ કરાઈ રહ્યા છે. આજે બાયો ફ્યુઅલ પોલિસી હેઠળ આગામી વર્ષોમાં ક્રૂડ ઓઇલની આયાત 30% ઓછી કરી શકાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.
Video Source: Intresting Top 10s in Hindi (YouTube Channel)
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
No comments:
Post a Comment