ભારતીય મિલિટરીના હથિયારો, સાધનો અને વાહનો તૈયાર કરતી ભારતીય કંપનીઓ | Indian companies manufacturing weapons, equipment and vehicles for the Indian military

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

ભારતના ડિફેન્સ સાધનો બનવતા ઉદ્યોગ ભારતમાં વ્યૂહાત્મક રીતે ખુબ મહત્વ રાખે છે કેમકે ભારત પાસે 14.4 લાખ સક્રિય કર્મચારીઓની તાકાત સાથે વિશ્વની સૌથી મોટી લશ્કરી દળોમાંની એક છે. તેમાં 51 લાખ કર્મચારીઓની વિશ્વની સૌથી મોટી સ્વયંસેવક સૈન્ય છે. નાણાકીય વર્ષ 2021 માટે ભારતીય સૈન્ય માટે મંજૂર થયેલ કુલ બજેટ 4.78 લાખ કરોડ છે. તે યુએસએ અને ચીન પછી ત્રીજા ક્રમનું સૌથી મોટું વાર્ષિક સંરક્ષણ બજેટ ધરાવે છે. વૈશ્વિક હથિયારોની આયાતમાં 9.2%  સાથે તે સાઉદી અરેબિયા પછી આપણે બીજા ક્રમના સૌથી મોટો સંરક્ષણ આયાતકાર છીએ. ભારતમાં સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગ છે જેમાંથી 80% સરકારી માલિકીનો છે. જાહેર ક્ષેત્રમાં DRDO અને તેની 50 લેબ્સ, 4 ડિફેન્સ શિપયાર્ડ, 5 ડિફેન્સ PSU અને 41 ઓર્ડનન્સ ફેક્ટરીઓ સામેલ છે. આયાત ઘટાડવા અને ઘરેલું ઉત્પાદન વધારવા માટે ભારત પાસે નવી સંરક્ષણ પ્રાપ્તિ, સંપાદન અને ઉત્પાદન નીતિ છે જેને કારણે આજે વિશ્વના 12% હથિયારો માત્ર ભારત દ્વારા જ બનવવામાં આવે છે અને આજે ભારતીય સેનાને જરૂરી હથિયારો અને સાધનોના 50% થી વધુ ભારતના જ કારખાનાઓમાંથી બનાવવામાં આવે છે. 

આપણી જરૂરતને પહોંચી વળવા તેમજ આત્મનિર્ભર ભારત દ્વારા ભવિષ્યમાં આયાતને ઓછી કરવા ગત 15 ઓક્ટોબર 2021 ના રોજ નવી 7 ડિફેન્સ ઇકવીપમેન્ટ કમ્પનીની સ્થાપના કરવામાં આવી હતી. આ 7 કંપનીઓ આપણા ડિફેન્સને વધુ મજબૂતી આપવા તેમજ આયાતી ખર્ચ ઘટાડવા તેમજ વિશ્વના બીજા અનેકો દેશોને એકપૉર્ટ કરી નવી રોજગારીની તકો ઉભી કરવા કામ કરશે.

1. Advanced Weapons and Equipment India Limited

આ કંપનીનું હેડક્વાટર U.P. ના કાનપુરમાં છે જે ભારતીય સેનાને એડવાન્સ અને ક્રિટિકલ હથિયારોની સપ્લાઈ કરશે. આ કમ્પનીની સંપૂર્ણ ભારતમાં 8 પેટા યુનિટો સ્થાપવામાં આવેલ છે. આ કંપની રાઇફલ, મશીન ગન, નેવલ ગન્સ, આર્મર્ડ વેહિકલ ગન સિસ્ટમ, રોકેટ લૉંચર્સ, શોટ ગન્સ, ગ્રેનેડ્ લોન્ચર્સ, કાર્બાઇન્સ, મોર્ટારસ, સ્નાઇપર્સ, પિસ્ટલ્સ અને રિવોલ્વર જેવા હથિયારો બનાવવામાં પોતાની મોટી આવડત છે. આ કંપનીની હાલની રેવન્યુ 1600 કરોડ છે જે 2025 સુધી 4000 કરોડ થવાની શક્યતા છે.

2. Armoured Vehicles Nigam Limited (Avani):

અવની ભારતની ડેફન્સ વેહિકલ બનવવાની સૌથી મોટી કમ્પની છે જેની સ્પેશિયાલિટી ડિફેન્સ મોબિલિટી અને કોમ્બેટ વેહીકલ્સ બનવવાની છે. જેમાં MBTs, UCVs, TRAWLs, MPVs અને તેના એંજીનના નિર્માણ ખુબ મોટા પાયે થતા હોઈ છે. અવનીના 5 મોટા પ્રોડક્શન યુનિટો ભારતમાં સ્થાયી છે. વર્તમાન સમયમાં અવની 3500 કરોડની રેવન્યુ ધરાવે છે ત્યારે 2025 સુધી આ કંપની 7500 કરોડથી મોટી થઇ શકે છે.

3. Munitions India Limited

આ કંપનીનો પ્રમુખ હેતુ ગોળા તથા બારૂદનું પ્રોડક્શન કરવાનો છે.  આ કંપનીના મુખ્ય 12 પ્રોડક્શન યુનિટો ભારતભરમાં પ્રસ્થાપિત છે. સ્મોલ એન્ડ લાર્જ ઈમ્યુનિઝમ, એક્સપ્લોઝિવ, ડેટોનેટર્સ, પ્રૉજેટાઈલ્સ, પ્રોપેટલેન્ટ્સ, સ્પેશલાઇઝડ કેમિકલ્સ, ગ્રેનેડ્સ, ચાર્જીસ અને બોમ્બનું સૌથી મોટું પ્રોડક્શન આ કંપનીમાં થાય છે. આજે આ કંપનીનો રેવન્યુ અંક 4750 કરોડ છે જે 2025 સુધીમાં 11,000 કરોડથી પણ વધુ થઇ શકે છે.

4. Yantra India Limited

આ કંપનીના 7 પ્રોડક્શન યુનિટો ભારતભરમાં છે જે સપ્લાય ચેનનું સૌથી મોટું કામ કરી રહી છે. જેમાં કાર્બન ફાઈબર કોમ્પપોઝિટ્સ, બંદૂકોમાં તથા હથિયારોમાં વપરાતા દરેક મેટલ્સ અને મટીરીયલની સપ્લાઈ તથા આર્ટિલરી અને ટેન્ક્સ (MBTS) બનાવવાનું કામ આ કંપની કરી રહી છે. આજે આ કંપની 1250 કરોડની રેવન્યુ ધરાવે છે જે 2025 સુધીમાં 2400 કરોડની થઇ શકે છે.

 

5. Gliders India Limited

આ કંપની પેરાશૂટ બનવવા માટેની પ્રમુખ કંપની છે. આ કંપની કાનપુરમાં સ્થિત ડિફેન્સ પેરાશુટ બનવતી સૌથી મોટી કમ્પની છે જે દરેક પ્રકારના પેરાશૂટનું નિર્માણ બખૂબી કરે છે. હાલ દુનિયાની સૌથી સારા પેરાશૂટ બનવતી કંપનીને આ કંપની તગડી ટક્કર આપી રહી છે જે ભવિષ્યમાં ગ્લોબલ માર્કેટમાં આ કંપની સર્વોચ્ચ બની શકે છે. આજે આ કંપનીની રેવન્યુ 123 કરોડ છે જે 2025 સુધીમાં 400 કરોડથી વધુ થઇ શકે છે.

6. Troop Comforts Limited

આ કંપની આપણા જવાનો માટેના મિલિટરી વેસ્ટસ અને યુનિફોર્મ બનાવવા માટેની અગ્રણી કંપની છે. આ કંપનીના મુખ્ય 4 પ્રોડક્શન યુનિટો છે. યુનિફોર્મ, ટેન્ટ્સ, જેકટ્સ, ટેક્સટાઇલ્સ આઇટમ્સ, શૂઝ અને બૂટ્સનું પ્રોડકશન આ કંપનીની ખાસિયત છે. આજે આ કંપની 780 કરોડની વેલ્યુએશન ધરાવે છે જયારે ભવિષ્યમાં તે 1100 કરોડથી વધુનું રેવન્યુ બનાવી શકે છે. 

 

7. India Optel Limited

આ કંપની ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ , એસેસરીઝ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવતી પ્રમુખ કંપની છે. આ કંપનીના 3 મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટો છે. આ કંપની ઓપ્ટિકલ ડિવાઈસો, નાઈટ વિઝન ઇકવીપમેન્ટ્સ, લેઝર સાઇટિંગ ડિવાઇસ, વાયર્સ એન્ડ કેબલ્સ, રાયફલ સ્કોપ્સ બખૂબી બનાવી રહી છે. આ કંપનીની વર્તમાન રેવન્યુ 691 કરોડ છે જે આવનાર સમયમાં 1700 કરોડથી પણ વધુ નું રિન્યુ જનરેટ કરી શકે છે. 

તો આ બધી કંપનીઓ ભવિષ્યમાં ભારતને સંરક્ષણ ક્ષેત્રે ખુબ મોટી ઉપલબ્ધીઓ અપાવશે તેમાં કોઈ બીજો મત નથી અને કદાચ આપણે પણ અમેરિકા, ઇઝરાયેલ, રશિયા જેવા પ્રમુખ મિલિટરી સાધનો બનાવતા દેશોની હરોળમાં શામેલ થઇ શકીશું.  
 


Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

 

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice