by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
દુનિયાનું સૌથી ચર્ચાસ્પદ શહેર કે જે દુનિયાનું સૌથી મોંઘુ શહેર પણ છે અને દુનિયાનું સૌથી સૂકું શહેર પણ છે. આ છે "દુબઇ". યુનાઇટેડ આરબ એમિરાટ્સના 7 મોટા શહેરોમાંથી સૌથી વધુ પ્રખ્યાત શહેર એટલે દુબઇ. આ શહેરને દુનિયા વિવિધ રીતે ઓળખે છે. દુબઇ યુએઈના બધાજ અમીરાતોમાં બીજું સૌથી મોટું અમીરાત છે જેનો ઇતિહાસ 180 વર્ષ જૂનો છે. 1833 માં દુબઇ શહેરને બનાવવામાં આવ્યું હતું અને બંદર હોવાને કારણે વૈશ્વિક વેપાર તેનો મુખ્ય ઉદેશ હતો પરંતુ 1966 માં પ્રથમ વખત ક્રૂડ ઓઇલ મળ્યા બાદ તો જાણે દુબઇ સ્વર્ગમાં બદલાઈ ગયું છે.
એક સમયે માત્ર ક્રૂડ ઓઈલની નિકાસ દ્વારા જ મળતા પૈસા અને રેવન્યુને દુબઇ દ્વારા પોતાના દેશની GDP માત્ર 5% જ નિર્ભર રાખ્યું છે અને ટુરિઝમ,આલીશાન હોટલ્સ, મોલ્સ, ઊંચી ઇમારતો, સ્પોર્ટ્સ સંકુલો અને ખુબ સુંદર શહેર બનાવી દેશ આજે દુનિયાભરથી લાખોની સંખ્યામાં લોકોને પોતાના દેશમાં બોલાવે છે જેથી આજે કદાચ ભવિષ્યમાં આ ક્રૂડ ઓઈલના ભંડારો ખતમ પણ થઇ જાય તો પણ દુબઇ તેની ઈકોનોમી જાળવી શકે.
દુબઇ વિશ્વનું સૌથી અધતન અને ટેક્નોલોજીસભર શહેર બની ગયું છે. અહીંયા પેટ્રોલ-ડીઝલની તો નદી વહે છે પરંતુ પીવા લાયક મીઠું પાણી સેજેય નથી. દુબઇ એક સૂકા રણ પ્રદેશ પરનું શહેર છે જ્યાં તમે કોઈપણ દિશામાં નજર કરો તમને રેતી અને સૂકો વિસ્તાર જ જોવા મળે છે. દુબઇ એક બંદરગાહ પ્રદેશ છે એટલે ત્યાં જોઈએ એટલું દરિયાનું પાણી તો છે પરંતુ જીવન ટકાવી રાખવા જરૂરી એવું મીઠું પાણીનો કોઈ સ્ત્રોત દૂર દૂર સુધી નથી. આખા વર્ષમાં માત્ર નામ પૂરતો વરસાદ થવો એ દુબઇની કિસ્મત છે ત્યારે માનવી ધારે તો શું ના કરી શકે એ કહેવત દુબઇની સરકાર દ્વારા બખૂબી કરવામાં આવ્યું છે.
દુબઇ ઘણા વર્ષોથી દરિયાના પાણીમાંથી પોતાની જરૂરતનું મીઠું પાણી બનાવતું આવ્યું છે જેના માટે ખુબ મોટા ડિસેલિનેશન પ્લાન્ટ મુકવામાં આવ્યા છે પરંતુ આ પ્લાન્ટને ચલાવવા માટે ખુબ મોટી ઉર્જાની જરૂરત પડે છે જે આજે તો દુબઇ પોતાના સ્ત્રોતથી ખુબ સહેલાઇથી કરી શકે છે પરંતુ ભવિષ્યમાં જયારે તેલના ભંડારો ખૂટી જશે ત્યારે તરસ્યા મારવાનો સમય ના આવે તે માટે દુબઇ ક્લાઉડ સિડિંગના એક નવતર પ્રોજેક્ટ દ્વારા પોતાના મીઠા પાણીની જરૂરિયાત પુરી કરી રહ્યા છે.
ક્લાઉડ સિડિંગ એક એવી ટેક્નિક છે જેમાં કૃત્રિમ રીતે વાદળોને ઠંડા પાળી વરસાદ કરાવી શકાય છે જે દુનિયાભરમાં વિકસિત દેશો પોતાના દેશની વરસાદી જરૂરિયાત પુરી કરવા તેમજ બીજા સારા કારણોથી કે ઘણી વાર હથિયાર સ્વરૂપે દુશમન દેશને કૃત્રિમ આપદા આપવા માટે વપરાય છે. સામાન્ય રીતે દરિયા કે બીજા પાણીના સ્ત્રોતોનું સૂર્યના કિરણો પડતા ગરમ વરાળ બનતી હોઈ છે જે ખુબ છુટા પાણીના બુંદોમાં હવામાં રહેતી હોઈ છે. આ નાની નાની બૂંદો કોઈ કારણોસર ભેગી થાય તો મોટી બુંદ બને અને તેનો વજન વધતા તે વરસાદ સ્વરૂપે નીચે આવે છે. ક્લાઉડ સિડિંગમાં આ નાની બૂંદો જે વરાળ સ્વરૂપે ઉપર જાય અને ઠંડી પડતા તે પાણીમાં રૂપાંતર થાય પરંતુ નાના કણોમાં ત્યારે ખાસ સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ કે કાર્બન ડાયોક્સાઇડને પ્લેન દ્વારા વાદળોમાં ઉપરથી છટકાવ કરવામાં આવે અથવા ખાસ પ્રકારના મશીનો દ્વારા તેને મોકલવામાં આવે ત્યારે વાદળો ઠંડા પડી નાના પાણીના બિંદુઓ ભેગા થવા લાગે અને વરસાદ પડે છે.
દુબઇ દ્વારા આ ક્લાઉડ સિડિંગ કોઈપણ જગ્યા નહિ પરંતુ દુબઈનો એક પહાડી ભાગ જે પૂર્વ બાજુ ઓમાન સાથેની બોર્ડર સ્થિત છે ત્યાં કરવામાં આવે છે જેથી ત્યાં બનાવેલા મોટા ડેમમાં પાણીનો સંગ્રહ કરી પીવાના પાણીની અછત પણ દૂર કરવામાં આવે છે અને તેના દ્વારા હાયડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ ચલાવી મોટા પ્રમાણમાં વિધુત ઉર્જા પણ મેળવવામાં આવે છે. દુબઇ કદાચ 15-20 કે તેથી વધુ વર્ષો અગાઉનું વિચારી ખુબ મોટા પ્રમાણમાં આયોજનબદ્ધ પોતાને ઢાળી રહ્યું છે જેથી તે પોતાની પ્રજાને એક બહેતર અને સુરક્ષિત ભવિષ્ય આપો શકે. આજે દુબઇના કાયદા, કાનૂન અને નિયમો વિશ્વમાં સૌથી વધુ કડક હોવા છતાં ત્યાં ટુરિસ્ટ બિઝનેસ ખુબ સારો છે જેના પરથી આપણે પણ ઘણી મોટી શીખ લઇ શકાય તેમ છે.
ભવિષ્યમાં આપણે પણ કદાચ પીવાના પાણીના પ્રશ્નોનો સામનો કરી
શકીએ અને તેના માટે દુબઇ દ્વારા અપનાવાતી આ બધી ટેક્નિક્સ વિશ્વ માટે દેન સમાન બની
રહેશે.
Video Source: Live Hindi (YouTube Channel)
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
No comments:
Post a Comment