ભારતના આંતરિક રાજ્યો વચ્ચે ચાલતા સીમા વિવાદ । Boundary dispute between the interior states of India

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

આપણે સૌ વિશ્વભરમાં બે દેશો વચ્ચે ચાલતા સીમા વિવાદ વિષે તો જાણતા હોઈએ છીએ અને બે દેશો વચ્ચે આ સીમા વિવાદ તેમની ડાઇવર્સીટી એટલે વિવિધતાના કારણે જોવા મળતો હોઈ છે. બન્ને દેશો એકબીજાથી ભિન્ન હોઈ તેઓ એક બીજા સાથે ભળી શકે તેમ ના હોઈ તેમજ એકબીજાથી જુદી વિચારધારા અને મત ધરાવતા હોવાથી તેમના મન પણ એક થઇ શકતા ન હોઈ આ વિવાદ ખુબ વકરતા હોઈ છે.

     ભારત તેના પાડોશી દેશો સાથે સીમા વિવાદથી તો આઝાદ થયું ત્યારનું સતત ઘર્ષણમાં રહ્યું છે અને ખાસ કરી ભાગલા જ સીમા વિવાદથી ઉત્પન્ન થયા અને પછી ચીન સાથેનો સંઘર્ષ આજે પણ યુદ્ધ જેવી સ્થિતિ કરી મૂકે છે ત્યારે ભારતની અંદર પણ તેમના વિવિધ રાજ્યો વચ્ચે ડઝનથી વધુ સીમા વિવાદો વર્ષોથી ચાલી રહ્યા છે જેનો ઉકેલ હજુ સુધી શક્ય બન્યો નથી. ભારત આઝાદી વખતે 565 રજવાડાઓ અને 17 પ્રાંતોમાં વિભાજીત હતું જેનું સરદાર વલ્લભભાઈ પટેલની સુજના અને આગેવાનીમાં એકત્રીકરણ થયું અને એક અખંડ ભારતની રચના કરવામાં આવી હતી. ભારતની આઝાદી બાદ સુચારુ વહીવટ શક્ય થાય અને વિવિધતામાં પણ એકતા જળવાઈ રહે તે હેતુથી ભારતને 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાષિત પ્રદેશમાં રચના કરવામાં આવી હતી પરંતુ ડાયવર્સીટીના પ્રશ્નો તેમજ વિભિન્ન વિવાદોને કારણે રાજ્યોના પણ ભાગલા પડ્યા અને આજે રાજ્યોની સંખ્યા 14 થી વધી 28 થઇ ગઈ છે જયારે 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ વધારો થતા 9 થઇ ગયા છે. છેલ્લું બનેલું રાજ્ય તેલંગાણા હતું જે 2014માં આંધ્રપ્રદેશથી છુટુ પડી બનાવવામાં આવ્યું હતું. આપણું ગુજરાત પણ 1960 માં એક રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું હતું જે પહેલા બોમ્બે પ્રેસિડેન્સીનો જ એક ભાગ હતો. આ દરેક ભાગલા જેતે પ્રદેશના લોકો વચ્ચે ચાલતા વિવાદોના કારણે જ થયા છે અને કદાચ થતા પણ રહેશે કેમકે વિવિધ ભાષા, તહેવારો, રીત-રસમ, ખોરાક, પોશાક અને ન સમજી શકાય તેવા વિવાદોને કારણે લોકો એક બીજા વચ્ચે એક સરહદનું નિર્માણ કરાવી દે છે. 

 

ભારતમાં વિવિધ રાજ્યો વચ્ચે આજે પણ ઘણા વિવાદ ચાલુ જ છે અને જે રાજ્યો ભિન્ન જ છે છતાં એક બીજા સાથે ચાલતા પ્રશ્નો અને વિવાદોને કારણે બે દેશ વચ્ચે જે તંગદિલ્લી સર્જાતી હોઈ છે તેવી જ પરિસ્થતિનું નિર્માણ પણ થતું રહે છે. જેમ બે દેશની આર્મી પોત-પોતાના વતન માટે લડી મરી પણ રક્ષા કરે તેવી ઘટના રાજ્યની પોલીસ એકબીજા સાથે લડી કરતી પણ જણાય છે. હમણાં જ થોડા દિવસો પહેલા એવો જ એક વિવાદ જે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો આસામ અને મિઝોરમ પ્રકાશમાં આવ્યો હતો અને ત્યાં પોલીસ કર્મીઓ એક બીજા સાથે સીધા સંઘર્ષમાં પણ ઉતર્યા હતા.

 આપને જાણીને આશ્ચર્ય થશે કે આસામ અને મિઝોરમ વચ્ચે ચાલતો આ વિવાદ કઈ આજ કાલનો નહિ કે દેશ આઝાદ થયો એ વખતનો પણ નહિ એ વિવાદ એનાથી પણ જૂનો છે. 1875 વખતે મિઝોરમના ભાગ પડ્યા હતા જેમાં મિઝો જાતિના લોકો દ્વારા જમીનને લઇ જે વિવાદ સર્જાયા હતા તે આજે પણ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા વિવાદ જેટલા જ ઉગ્ર હોઈ છે. 

 

આજે આપણે વીડિયોના માધ્યમથી ભારતના વિવિધ રાજ્યો અને તેના પાડોશી રાજ્ય સાથે ક્યાં અને શા કારણોથી વિવાદ ચાલી રહ્યા છે તેની ઊંડાણપૂર્વકની માહિતી જાણીશું.


Video Link:  Video Source: The Graphic Earth (Youtube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice