મુંબઈની રહસ્યમય હાજી અલી દરગાહ | Mumbai's mysterious Haji Ali Dargah

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

    મુંબઈ શહેર એટલે સપનાઓનું શહેર અને આ શહેર ભારતની ભૂમિ પરનું પહેલાથી નજરમાં રહેલું સ્થાન છે. ઇસ.પૂર્વેથી લઇ આજ સુધીમાં ઘણા શાશકો, રાજવીઓ અને સલ્તનતના સુબેદારોએ આ જગ્યા પર પોતાનો કબ્જો કર્યો અને ગુમાવ્યો બાદ પોર્ટુગીઝ અને અંગ્રેજોએ વેપારના બહાના હેઠળ પણ કબ્જો કર્યો પરંતુ દેશ આઝાદ થતા ફરી ભારતીય ભૂમિ ભારતીયોના ફાળે આવી. આજે આ શહેર દેશની આર્થિક રાજધાની બની ગયી છે અને ફિલ્મ સિતારાઓથી લઇ મોટી કંપનીઓની હેડ ઓફિસ, કરોડોની માનવ વસાહત અને ઘણું બધું આ શહેરમાં ધબધબી રહ્યું છે અને એટલે જ કહેવાય છે કે આ શહેર તમને રોટલો ચોક્કસ આપશે પરંતુ ઓટલો મળશે એની ચોક્કસતા નહિ.

 

    આજે ભારતના સૌથી મોટા અને ગીચ શહેરમાં દરિયા કાંઠા પાસે, મધદરિયે એક ટાપુ આવેલો છે અને આ ટાપુ પર મુંબઈના કોઈપણ ધર્મના લોકોના આસ્થાનું પ્રતીક પણ આવેલ છે જેને લોકો હાજી પીરની દરગાહથી ઓળખે છે. આ દરગાહની જો વાહવાહીની વાત કરીએ તો આ દરગાહ ગિનિસ બુક ઓફ વર્લ રેકોર્ડમાં પોતાનું સ્થાન ધરાવે છે વિશ્વની સૌથી વધુ મુલાકાત થતી જગ્યાઓમાં. અને થાય શું કામ નહિ કેમકે કોઈપણ સીઝન અને વારે આ જગ્યા પર હજારો માણસોની ભીડ હોઈ છે એમાં પણ ખાસ કરીને ગુરૂ અને શુક્રવારે ક્વાલીનો કાર્યક્રમ હોવાથી અને ઈબાદતનો દિવસ હોવાથી આ દિવસે સેકડોની ભીડ હજારોમાં ફેરવાઈ જાય છે. 

    હાજી અલી દરગાહ સન 1431 માં મુંબઈ પાસેના દરિયાયી ટાપુ પર બાંધવામાં આવી હતી. આ દરગાહ એક સૂફી સંત પીર હાજી અલી શાહ બુખારીની યાદમાં બાંધવામાં આવી હતી. પીર હાજી અલી એક ધનવાન વેપારીના ઘરે જન્મેલા હતા. તેમનો જન્મ 14મી સદીમાં ઉઝબેકિસ્તાનમાં થયેલો હતો. તેઓ સમરક્નદથી મીર સૈયદ અલી સાથે મુંબઈ આવ્યા હતા ત્યારે આ વિસ્તાર દિલ્હી સલ્તનતનો એક ભાગ હતો. તેઓ આ વિસ્તારમાં રહી અહીંના લોકોને ખુબ મદદ કરતા અને તેમનાથી પ્રભાવિત થઇ તેમને આ વિસ્તારમાં જ રહેવાનું નક્કી કર્યું. વરલી વિસ્તારના લોકોમાં તેમનું આગવું માન હતું અને તેમને સંપૂર્ણ જિંદગી તેમના ધર્મને સમર્પિત કરી દીધી હતી. 

    તેમના જીવનમાં તેમણે ઘણા સારો કામ કર્યા અને છેવટે તેમણે હજ યાત્રા કરવાનું નક્કી કરતા પહેલા લોકોને તેમની પાસે જે હતું તે સમર્પિત કર્યું અને તેમની આખરી ઈચ્છા પણ કહી હતી. તેઓ કહેતા કે મારા મૃત્યુ પછી મને દફનાવશો નહિ પરંતુ આ દરિયામાં મને પધરાવશો એજ મારી ઈચ્છા છે. તેઓ જયારે હજ યાત્રા પર નીકળ્યા ત્યાં રસ્તામાં જ બીમારીને કારણે તેમણે દેહ ત્યાગ કર્યો અને લોકોએ તેમના તાબૂતને તેમની મરજી મુજબ દરિયામાં પધરાવ્યું હતું પરંતુ તાબૂત ફરી પાછું દરિયા કાંઠે આવી ગયું હતું અને આજે જે જગ્યાએ દરગાહ છે તેજ જગ્યાએ તેમનું તાબૂત પહોંચતા તેમના માનમાં એક ધનવાન વેપારી દ્વારા દરગાહ બાંધવામાં આવી છે. 

    દરગાહ દરિયાની વચ્ચે હોવા છતાં આટલા વર્ષોથી એ દરગાહને કોઈ નુકશાન થયું નથી એ ખુબ આશ્ચર્યની વાત છે કેમકે ત્યાંની આજુબાજુમાં ઘણી જગ્યાઓ પર કુદરતી હોનારતો અને સમયકાળથી થતા ફેરફારો છતાં હાજી અલી દરગાહ હજુ પણ અડીખમ રહી છે અને કદાચ એજ કારણ છે કે મુંબઈના કોઈપણ ધર્મના લોકો ખુબ આસ્થાથી દરગાહમાં પોતાનું માથું ટેકવવા આવે છે.

    આ જગ્યા કુદરતી રીતે પણ ખુબ આકર્ષક છે ત્યારે મુંબઈ શહેરના કેન્દ્ર સ્થાને હોવાથી આ પાક જગ્યા મુલાકાતીઓ માટે દુનિયાની સૌથી વધુ જોવાતી જગ્યાઓમાંથી અવ્વલ છે. આ દરગાહની અંદરની કળા, કારીગરી, શિલ્પી બેનમૂન છે અને ખુબ મોહક છે. કાચ તથા અન્ય વસ્તુઓનો ઉપયોગ આ દરગાહને અંદરથી પણ ખુબ સુંદર બનાવે છે. આ દરગાહ 600 વર્ષથી પણ વધુ જૂની હોઈ તથા અઠવાડિયે એકાદ લાખ કરતા પણ વધુ મુલાકાતીઓ આ પાક સ્થળની મુલાકાત લેતા હોઈ સમયાંતરે આ દરગાહને રીનોવેશન પણ કરવામાં આવ્યું છે. છેલ્લે 2008માં આ દરગાહને રિનોવેટ કરવામાં આવી હતી. 

    દરગાહ દરિયા કાંઠેથી 500 મી દૂર વરલીની ખાડીમાં સ્થિત હોઈ એક પાતળો કૉસવેનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેથી દરિયામાં ઓટના સમયે લોકો દરગાહ સુધી સહેલાથી જઈ શકે. આ દરગાહને ભરતી સમયે કે વધુ વરસાદી સમયે દરિયાનું પાણી ઉપર આવતા કોઝવે પાર કરવો મુશ્કેલ બનતો હોઈ છે તેથી માત્ર સામાન્ય સમયમાં અને ઓટ આવે ત્યારે જ શ્રદ્ધાળુઓ દર્શન કરવા જઈ શકે છે.
 


 Video Source: Live Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice