દુનિયાનો સૌથી ઠંડો અને અન-રજીસ્ટર્ડ દેશ - એન્ટાર્ટિકા (રહ્સ્યો અને માહિતી) | Antractica - A mysterious continent

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

        એક એવો ભૂમિખંડ કે જે એક દેશ નથી અને જ્યાં કોઈપણ દેશની સત્તા પણ નથી અને જ્યાંના કોઈ સ્થાયી નિવાસી પણ નથી. માનવી તો ઠીક એ જગ્યા પર ન તો કોઈ પ્રાણીનું અસ્તિત્વ છે અને ના કોઈ જીવ-જંતુનું અને જેટલા જીવો વસવાટ કરે છે તે બધા જીવો પણ તે ખંડના કિનારા પર. આ છે એન્ટાર્કટિકા કે જે પૃથ્વીના દક્ષિણી ગોળાર્ધમાં આવેલો બર્ફીલો ભૂમિભાગ છે. આ ભૂમિભાગ વિશ્વના 90% વિશ્વનો બરફ અને 70% જેટલા મીઠા પાણીનો સંગ્રહ કરી બેઠો છે. 1.9 કી.મી. જાડી બરફની પડ એજ આ જગ્યાની જમીન કહી શકાય. 

        એન્ટાર્કટિકા ખંડની શોધ રોમન સમયમાં આર્કિઓલોજીસ્ટ દ્વારા એક કાલ્પનિક સ્વરૂપમાં થઇ હતી. એન્ટાર્કટિકા શબ્દનો મતલબ આર્કટિકનો વિરોધાર્થી શબ્દ તરીકે લેવામાં આવ્યો છે. "આર્કટિક" એટલે રોમન ભાષા મુજબ ઉત્તર અને તેનો વિરોધાર્થી એન્ટાર્કટિકા એટલે દક્ષિણી ગોળાર્ધની જગ્યા. એ સમયમાં આર્કિઓલોજીસ્ટ દ્વારા આ ખંડની રચના એક ઠડાં પ્રદેશ તરીકે જ થઇ હતી પરંતુ પૃથ્વીના દક્ષિણી ગોળાર્ધ બાજુ આવતા બીજા ખંડોને તેનો હિસ્સો માનવામાં આવતો પરંતુ 17મી સદીના અંત સુધીમાં માનવી દ્વારા આ ખંડને શોધતાં અને તેને નરી આંખોથી જોતા વિશ્વાસથી વધુ મોટો હોવાની પુષ્ટિ થઇ. એન્ટાર્કટિકા ખંડ દુનિયાનો 5 મોં સૌથી મોટો ખંડ છે જે લાખો વર્ષો પહેલા સુધી અતિ ગરમ પ્રદેશ હતો પરંતુ પૃથ્વીની ભૂમિગત પ્લેટો હમેશા સરકતી હોવાના કારણે આ પ્રદેશ પૃથ્વીના દક્ષિણી ગોળાર્ધમાં આવી જતા અહીંયા સૂર્યના કિરણો પહોંચતા જ નથી અને ત્યાં સામાન્યગત પૃથ્વી પરની કોઈપણ વસ્તુ અસ્તિત્વમાં પણ નથી.

        એન્ટાર્કટિકા ખંડ પર કોઈપણ માનવ વસાહત સ્થાયી નથી. માત્ર વૈજ્ઞાનિક ખોજ અને પરીક્ષણ હેતુથી વિવિધ દેશોના વૈજ્ઞાનિકો અહીંયા ઉનાળાના સમયમાં રોકાતા હોઈ છે અને જેમાં પણ રોકવા માટે ઘણા અજીબોગરીબ વસ્તુ પણ કરવી પડતી હોઈ છે જેમ કે અહીંયા રોકાતા દરેક વ્યક્તિએ પોતાની ડાહપણ દાઢને કાઢવી પડે છે અને ખુબ ઠંડીમાં જ રહેવાનું હોવાથી તે સહન કરી શકે તેવા વ્યક્તિઓને જ પરવાનગી હોઈ છે.

        દુનિયાનું સૌથી ઓછું તાપમાન કે જે -89.6 ડિગ્રી સે. માપવામાં આવ્યું હતું તે એન્ટાર્કટિકામાં જ રશિયન લેબ દ્વારા માપાયું હતું અને આ ખંડ એવો છે જ્યાં કોઈપણ ટાઈમ ઝોન હોતો નથી અને દિવસ કે રાતની કોઈ અનુભૂતિ પણ હોતી નથી. પૃથ્વી જયારે સૂર્ય તરફ ઝુકે છે ત્યારે 6 મહિના જેટલા સમયગાળામાં દિવસ હોઈ છે અને અંજવાળું દેખાય છે ત્યારે વિપરીત દિશામાં ઝુકે ત્યારે 6 મહિના અંધારપટ છવાઈ જાય છે અને શિયાળાનો અહેસાસ થાય છે. જેથી ત્યાં સામાન્ય રીતે તાપમાન માઇનસમાં જ રહેતું હોઈ છે. એન્ટાકર્ટિકાને રાતના સમયે એટલે કે 6 મહિના જયારે સૂર્યનું એક પણ ત્રાંસુ કિરણ પણ આ ભાગમાં ન પડે એ પરિસ્થિતિમાં જોવું એક જીવનભરનો સૌથી મોટો લ્હાવો હોઈ શકે છે. વિવિધ રંગોથી ભર્યું સાફ ચોખ્ખું આકાશ કે જેમાં તારાઓને જાણે અવકાશયાત્રીની જેમ જોતા હોઈ તેવો અહેસાસ થાય છે.

        સામાન્ય રીતે પૃથ્વીનો કોઈપણ ખૂણો એવો બાકી ન હોઈ શકે જ્યાં માનવી પહોંચ્યો ના હોઈ પરંતુ એન્ટાર્કટિકામાં કેટલી જગ્યાઓ એવી છે જ્યાં માનવી કે પ્રાણી કરોડો વર્ષોથી પહોંચ્યું પણ નહિ હોઈ. આ વિસ્તાર સૂકો અને ઠંડો મરૂપ્રદેશ પણ કહી શકાય કેમકે અહીંયા વનસ્પતિ ઉગવા માટે કોઈ વાતાવરણ નથી. ભારતથી 4.5 ગણો મોટો પ્રદેશ ધરાવતો એન્ટાર્કટિકા ખંડ 1.9 કી.મી જાડી પાણીની હિમશિલાઓથી બનેલો છે જે જો સંપૂર્ણ પીઘળી જાય તો દુનિયાના દરેક દરિયા કિનારાઓને 200 ફૂટ પાણીનું સ્તર વધારી શકે. એટલે ચોક્કસ પણ કહી શકાય કે દુનિયાનો અંત આવી શકે.

        એન્ટાર્કટિકામાં વરસાદ થવો કે બરફ પડવો એ 20 લાખ વર્ષોથી બંધ છે કેમકે ત્યાં વાતાવરણ કે વાદળા બંધાવા અશક્ય છે. આ એવો દેશ છે જ્યાં કોઈપણ સરીસૃપ રહી ન શકે જેથી સાઁપ જેવા જીવો અહીંયા ક્યારેય જોઈ શકાતા નથી. એન્ટાર્કટિકામાં જયારે તે સામાન્ય અને દક્ષિણી પોલ પર નહતો ત્યારે પૃથ્વીના સૌથી મહાકાય જીવો એટલે કે ડાયનોસોરનું પણ અસ્તિત્વ હતું અને અહીંયા મોટા સૌંદર્યસભર વૃક્ષો, બાયો ડાઇવર્સીટીનો પણ વિકાસ હતો પરંતુ સમયકાળે પ્લેટો છૂટી પડી વિવિધ ખંડોની રચના કરી અને હિમાલય જેવા વિશાળ પહાડનો ઉદ્ભવ પણ થયો અને જન્મ થયો એક એવા મૃત ખંડ કે જે ઘણા રહસ્યો આજના માનવી અને વિજ્ઞાન માટે છોડતો ગયો.


 


 Video Source: The Knowledge (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

Café no Brasil e no Mundo - gosto do brasil, café brasileiro, café santos, café de gente boa, história do café no Brasil em português

Os preços do café subiram no Brasil, mas o amor das pessoas pelo café não diminuiu – Breve História do Café no Brasil e no Mundo.     ...

Reader's Choice