by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
દિવાળી ખુબ નજીક છે અને ભારતનો સૌથી મોટો તહેવાર પણ દિવાળી જ હોઈ લોકો ખરીદીની ધૂમ મચાવવા તૈયાર પણ છે. ઘરની સ્ત્રીને ખુશ રાખવાના ઘણાં રસ્તાઓમાંથી એક સૌથી મોંઘો રસ્તો છે જવેલરીની ભેટ આપવાનો અને તેમાં પણ જો એ ડાયમંડ જવેલરી હોઈ તો એકાદ અઠવાડિયું 56 ભોગ પાક્કા. હજારો વર્ષોથી લોકો પોતાને શુશોભિત રાખવા ઘરેણાં પહેરતા આવ્યા છે અને આ ઘરેણાઓ કિંમતી ધાતુ તથા કિંમતી પથ્થરોથી જડિત હોઈ છે. આ કિંમતી પથ્થરોમાં સૌથી વધુ વપરાતો પથ્થર એટલે હીરો.
ભારત હીરાની શોધ કરનારો દેશ છે અને અહીંયાથી જ પ્રાચીન વિશ્વના દરેક હીરાઓ મળી આવ્યા હતા અને તેનું વેપારીકરણ થતું હતું. આ હીરાઓની કિંમત અને ચમક એટલી બધી વધુ હતી કે ભારતને પ્રાચીન અને મધ્યયુગમાં સૌથી અમીર દેશ તરીકે ખ્યાતિ મળી હતી. એક સમયનો હીરા જડિત દેશ આપણા ભારતનું આજે ટોપ 10 નહિ પરંતુ કુલ ઉત્પાદનના 0.5% ઉત્પાદન પણ ભારતમાં થતું નથી. આજે રશિયા વિશ્વનો સૌથી વધુ હીરા ઉત્પન્ન કરતો દેશ છે.
ડાયમંડ એક કુદરતી રીતે મળી આવતો ખડક છે જે પૃથ્વીના પેટાળમાં રહેલ લાવા તેને જમીન પર લઇ આવે છે છતાં તે ખડકોની વચ્ચે ફસાયેલા રહે છે અને તેને શોધવાની તથા એક ઘરેણાંમાં જડવાની પ્રક્રિયા ખુબ જટિલ હોવાથી તેને બેશકિંમતી બનાવે છે. રિયલ ડાયમંડ ખુબ મોંઘો હોઈ તેને પહેલાથી કેરેટમાં માપવામાં આવે છે. 1 કેરેટ હીરાનું વજન 0.2 ગ્રામ જેટલું હોઈ છે જેથી અંદાજો લગાવી શકાય કે કોઈપણ હીરા જડિત આભૂષણો કેટલા મોંઘા હોઈ શકે.
હીરાઓ કાર્બનનું એક એવું સ્ફટિક સ્વરૂપ છે જે પદાર્થને પારદર્શક બનાવે છે. હીરાઓ ખુબ મજબૂતાઈ ધરાવતા હોઈ છે પરંતુ તેની મજબૂતાઈ તેને બરડ તથા ભાગી શકે તેવી પ્રકૃતિ પણ આપે છે. ડાયમંડનો ખુબ નેનો ટુકડો પણ કાચ અથવા બીજી મજબૂત મટીરીયલને ચીરવા તથા મશીન કરવા વપરાય છે જેને ડાયમંડ ટૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આપણા માટે ખુબ ગર્વની વાતતો એ છે કે વિશ્વના કેટલા બધા દેશોમાં હીરાઓનું ઉત્પાદન થાય છે જેમાં ભારતનું નામ નથી પરંતુ વિશ્વના 90% હીરાઓનું પાલિશિંગ અને ફિનિશિંગ માત્ર ભારતના અને એમાં પણ ગુજરાતમાં થાય છે. સુરત શહેરને વર્ષોથી હીરાનું શહેર કહેવામાં આવે છે કેમકે વિશ્વના કોઈપણ ખૂણાથી મળેલો હીરો માત્ર સુરતમાં જ ઘસાઈ ચમકદાર બને છે.
આજે હીરા જડિત ઘરેણાઓ એટલે કે ડાયમંડ જવેલરીની કુલ વૈશ્વિક માંગ 79 બિલિયન ડોલર્સનું છે એટલે કે ભારતીય નાણાંમાં જોઈએ તો 6 લાખ કરોડ રૂપિયાથી પણ મોટું થાય. આજે ડાયમંડની એક જુદી જ દુનિયા આપણા સુરત, અમરેલી, જૂનાગઢ અને બીજા સૌરાષ્ટ્રના વિવિધ પ્રાંતોમાં પણ જોવા મળે છે જ્યાં હજારોની સંખ્યામાં ડાયમંડ વર્કર્સ અબજો રૂપિયાના હીરાઓને પોલિશ કરી કિંમતી ધાતુમાં જડવા લાયક બનાવે છે.
આજે આપણે આ હીરાને અને તેને ખાણ માંથી કાઢવાથી લઇ તેના ઉત્પાદનની સંપૂર્ણ પ્રક્રિયા પર એક વિડીયો પણ જોઈશું અને જાણીશું પૃથ્વી પરના સૌથી મોંઘા ખડકને.
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
1 comment:
Thank You..!!
Post a Comment