વિશ્વભરમાં પાવર કટ થવાથી અંધારપટ થવાની શક્યતા શા માટે બંધાઈ રહી છે? | Why is there a possibility of blackouts due to power cuts around the world?

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

ભારતમાં દેશનો સૌથી મોટો તહેવારને આડે જેટલા દિવસો બાકી છે એટલા જ દિવસોનો કોલસાનો સ્ટોક બાકી છે ભારતના વિવિધ થર્મલ પાવર સ્ટેશનો પાસે જે આપણા માટે દિવસ અને રાત સતત વીજળી પેદા કરે છે. આ છેલ્લા 10 દિવસથી આપણે સાંભળતા આવ્યા છીએ કે ભારતમાં કોઈપણ સમયે અંધારપટ છવાઈ શકે છે અને એ મુશ્કેલી કદાચ હાલ ચાલતા કોરોના મહામારી કરતા પણ વધુ મુશ્કેલ બની શકે છે કેમકે આજે 90% થી વધુ આપણી જિંદગી વિધુતના ભરોસે જ ચાલે છે. મારા એક જુના બ્લોગમાં કોલસાની અછત અને ભારત જેવા વિકાસશીલ દેશો માટે નવી તક વિષે ચર્ચા કરી હતી પરંતુ આજે માત્ર ભારત જ નહિ, સંપૂર્ણ વિશ્વ જે મુશ્કેલ પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે તેના વિષે ચર્ચા કરવાની છે.

વિશ્વભરના દેશો અને લોકો પોતાની વિધુત ઉર્જાની માંગને પહોંચી વળવા વિવિધ પરંપરાગત ઉર્જા સ્ત્રોતો તેમજ પાવર જનરેશન યુનિટો પર નિર્ભર છે જેમાં થર્મલ પાવર પ્લાન્ટ મુખ્ય છે. આ થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાને સળગાવી પાણીને ઊંચા તાપમાન પર ગરમ કરી તેની વરાળ બનાવવામાં આવતી હોઈ છે અને આ વરાળની તાકાતનો ઉપયોગ કરી ટર્બાઇન ફેરવી ભૌતિક વિજ્ઞાનના ઈલેક્ટ્રો મેગ્નેટિક ફોર્સને કારણે વિધુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આ રીતે ઉત્પન્ન થતી ઉર્જા આપણે છેલ્લી એક સદીથી વાપરતા આવ્યા છીએ જે લગભગ દરેક દેશ આજે પણ તેના મુખ્ય સ્ત્રોત તરીકે જ વાપરે છે.

થર્મલ પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થતી ઉર્જા ખુબ વિપુલ પ્રમાણમાં તેમજ નિરંતર અને કોઈપણ ઋતુમાં પ્રાપ્ય છે જેથી દરેક દેશ આજ રીતે ઉર્જા મેળવવા માટે ટેવાયેલા છે. ભારતથી લઇ બીજા સેકડો દેશો પોતાની કુલ ઉર્જા જરૂરતની 50-70% ખપત થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા જ પૂર્ણ કરે છે. થર્મલ પાવર પ્લાન્ટ કોલસાની કુલ ઉર્જાના માત્ર 25-30% નો જ ઉપયોગ કરી શકતો હોઈ આ પ્લાન્ટ જોઈએ તેટલો કાર્યદક્ષ પણ નથી તદુપરાંત કોલસાના દહનને કારણે હવામાં વાયુ પ્રદુષણનું પણ પ્રમાણ ખુબ વધતું હોઈ છે અને પાવર પ્લાન્ટની ચીમનીથી બહાર નીકળતા ધુમાડાઓમાં રાખનાં રજકણો હોઈ તે હવામાં ભળી વાતાવરણ તેમજ સમગ્ર ઇકો સિસ્ટમને નુકશાન કરતુ હોઈ છે.

હવે આ બધું કદાચ આપણે જાણીએ છીએ છતાં ઉર્જાની મોટી માંગને પહોંચી વળવા થર્મલ પાવર સ્ટેશન જ હાલ પૂરતો એક માત્ર વિકલ્પ હોઈ તેવું લાગી રહ્યું છે પરંતુ પ્રશ્ન એ છે કે અચાનક એવું તો શું બન્યું કે એક સદીથી ચાલતા આ માનવીય ઉર્જા ખપતના ચક્રને શું થયું કે ભારતની સાથો સાથ સંપૂર્ણ વિશ્વ અંધારપટમાં ગરકાવ થાય એવું લાગે છે? આજે આપણે માહિતી લેશું એજ ઉર્જાની ખપતના પ્રશ્ન અને થર્મલ પાવર સ્ટેશન નિભાવના પ્રશ્ન અંગે ઘણું બધું ખુબ ટૂંકમાં.

1) આજે દુનિયામાં કુલ 775 કરોડ માનવ વસાહત છે જે લગભગ 30% સાથે દિવસે ને દિવસે વધી રહી છે. આપણે જાણીએ જ છીએ કે એક માનવીને જીવવા આજે હવા, પાણી, ખોરાક અને છત સિવાય વિધુત ઉર્જા પણ તેટલી જ જરૂરત છે ત્યારે વધતી જતી જન વસ્તીને તેટલી જ પાવરની જરૂરત પણ પડતી હોઈ છે.

2) આજે માનવ ઉપયોગી અને વિધુતથી ચાલતા ઉપકરણોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે અને માનવી આ ઉપકરણો પર જ નિર્ભર થવા લાગ્યા છે જેથી માનવીય જિંદગીની પાયાની જરૂરતમાં વિધુત ઉર્જા આવી જવાથી આ માંગ ખુબ વધવાની શક્યતા છે.

3) દુનિયામાં વધતા જતા કુદરતી આફતો વચ્ચે કોલસાનું ખનન અટકી પડવું તેમજ આ ખાણો હવે ખુબ ઊંડી થઇ જવાથી કોલસાનું ખનન ધીમું પડવું.

4) કોરોના વાયરસની મહામારીમાં વિશ્વના દરેક દેશને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેમજ લોક ડાઉન જ માત્ર ઉપચાર હોઈ દરેક દેશોએ લોકડાઉનમાં લોકોને સુરક્ષિત રાખવા બધું જ બંધ કરાવ્યું હતું જેના કારણે આ કોલસાના ખનનથી લઇ વિધુત ઉત્પાદન સુધી અસર વર્તાઈ હતી.

5) વિશ્વની ઘણી સરકારો દ્વારા હાલમાં થયેલ મહામારીનો ખર્ચને પહોંચી વળવા ટેક્સનો વધારો કર્યો હતો જેનાથી કોલસાના ઉત્પાદનને અસર થઇ હતી.

6) ભારત વિશ્વનું બીજા ક્રમનું સૌથી વધુ કોલસા ઉત્પાદન કરતો દેશ હોવા છતાં ભારતથી એક્સપોર્ટ થઇ જતો કોલસાનું નિયંત્રણ ન હોવાને કારણે દેશમાં જ આંતરિક અછત થઇ છે તેમજ આ ચોમાસામાં ખાણ વિસ્તારમાં ખુબ વરસાદ થવાને કારણે કોલસાનું ખનન ખુબ ઘટી ગયું હતું જે ભારતની આ કોલસાની અછતનું મુખ્ય કારણ રહ્યું હતું.

7) લોકડાઉન ખુલતાની સાથે પ્રોડક્શન પહેલા હતું તેના કરતા પણ વધુ શરુ થયું છે જે એક સારા સમાચાર તો છે પરંતુ એ સાથે પાવરની માંગ પણ એટલી જ વધી ગઈ છે જેને હાલના પાવર પ્લાન્ટ તેમજ કોલસાનું ઉત્પાદન પહોંચી વળી શકે તેમ નથી.

ઉપરના દરેક પાસાને કારણે ભારતમાં ઘણા રાજ્યોમાં તો કદાચ આ દિવાળી પર જ અંધારપટ છવાઈ તેવી ભીતિ છે તેમજ વિશ્વના અનેકો દેશ નજીકના સમયમાં આવો સમય જોઈ શકે તેમ છે. આજે ભારતમાં કદાચ વિધુતના ભાવમાં અસર તો નથી જોવા મળી પરંતુ વિવિધ પ્રાદેશિક સરકાર વિધુતના ઓછા વપરાશ માટે લોકોને વિનંતી કરી રહી છે તેમજ ઓછો વપરાશ થાય તેવા નિયમો પણ ઘડી રહી છે ત્યારે વિદેશોમાં ઘણા દેશો વિધુતનો ભાવ હતો તેનાથી બે ગણો પણ કરી ચુકી છે. વિશ્વના દરેક દેશો આજે તેની એનર્જી ક્રાઈસીસ માટે કોઈને કોઈ પગલાં લઇ રહ્યા છે તેમજ વૈજ્ઞાનિકો ભવિષ્યમાં દરેક માંગને પહોંચી વાળવા પૂરતો જથ્થો દિવસ-રાત માટે મળી રહે તેવા વિકલ્પો પણ વિકસાવી રહ્યા છે. 

 


Video Source: Live Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

ભારતના લોકો દ્વારા પસંદ થયેલા આઝાદ ભારતના 50 સૌથી મહાન ભારતીયો | The 50 Greatest Indians of Independent India elected by the people of India

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

હાલ જ રિલાયન્સ મોબાઈલ દ્વારા પ્રાયોજિત અને આઉટલુક મેગેઝિન દ્વારા CNN-IBN અને ધ હિસ્ટરી ચેનલ સાથેની ભાગીદારીમાં આયોજિત એક વોટિંગ પોલ કાર્યક્રમમાં એક ખુબ રોચક વિષય પર વોટિંગ કરવામાં આવ્યું હતું. ભારતના ટોપ 10 ગ્રેટેસ્ટ ઇન્ડિયન જેના માટે 100 ભારતીય મહાનુભાવોના નામ માટે વોટિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે ભારતના સંપૂર્ણ કાળની પસંદગી કરવામાં આવી ન હતી કેમ કે ભારતની આઝાદી પહેલાના મહાનુભાવો, આઝદીની લડત માટે પોતાની જિંદગી આપનારા દરેક મહાનુભાવો આપણા ખુબ આદરણીય હોઈ શકે અને તેમનો આ આઝાદ ભારત માટે સૌથી મોટો ફાળો પણ ગણી શકાય પરંતુ તેમની વચ્ચેની પસંદગી ખુબ મુશ્કેલ બની શકે તે માટે આ પ્રોગ્રામને માત્ર આઝાદ ભારતના શિલ્પીઓ સુધી સીમિત રાખ્યું હતું. આ 100 શિલ્પીઓની પસંદગીમાં ગાંધીજીનો સમાવેશ એટલે ન હતો કરાયો કેમ કે તેઓ આપણા રાષ્ટ્રપિતા છે અને તેમની આસપાસ પણ કોઈને આંકી શકાય નહિ. 

 

આ 100 ભારતીયોમાં આજ સુધીના બધા જ ખુબ રિસ્પેક્ટેડ અને લોક ચાહના મેળવેલા ભારતીયનો સમાવેશ થયેલ હોઈ ભારતના દરેક વિસ્તારથી મોટા લોક સમુદાય દ્વારા આ વોટિંગ કરવું ખુબ જરૂરી હતું. આ 100 ભારતીયો માટે 28 વિવિધ ક્ષેત્રોના જ્યુરીની પણ પસંદગી કરવામાં આવી હતી જેમના દ્વારા આ નામ આપવામાં આવ્યા હતા. જેમાંથી સૌથી વધુ લોક ચાહના મેળવેલ તથા સૌથી ગ્રેટ મહાનુભાવ કોણ આ જાણવા માટે આ સર્વેમાં લગભગ 2 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો જેમણે ઓનલાઇનથી અને પ્રત્યક્ષ રીતે પણ વિવિધ માધ્યમથી બે અલગ તબક્કામાં વોટિંગ પણ કર્યું હતું.

આજે આપણે આ બ્લોગના માધ્યમથી જાણીશું આ સર્વે મુજબ ભારતના સૌથી મહાન ભારતીયો કોણ છે જેને આ સદી અને ઇતિહાસ યાદ રાખશે.

સૌથી વધુ વોટો સાથે ડૉ. ભીમરાવ આંબેડકર આઝાદ ભારત પછીના સૌથી મહાન ભારતીય તરીકે લોક ચાહના મેળવી છે. તો ચાલો જાણીએ ત્યારબાદના વિવિધ મહાનુભાવો વિષે પણ.

1.        ડૉ. બી. આર. આંબેડકર (1891-1956)

2.       એ.પી.જે. અબ્દુલ કલામ (1931-2015)

3.       વલ્લભભાઈ પટેલ (1875-1950)

4.       જવાહરલાલ નેહરુ (1889-1964)

5.       મધર ટેરેસા (1910-1997)

6.       જે.આર.ડી. ટાટા (1904-1993)

7.       ઇન્દિરા ગાંધી (1917-1984)

8.       સચિન તેંડુલકર (જન્મ. 1973)

9.       અટલ બિહારી વાજપેયી (1924-2018)

10.    લતા મંગેશકર (જન્મ. 1929)

 

ઉપર દર્શાવેલા ટોપ 10 ભારતીય મહાનુભાવો 2 કરોડથી વધુ ભારતીયો માટે સૌથી વધુ પસંદગી પામેલા હતા એ સિવાય પણ બીજા 40 મહાનુભાવોની યાદી વિકિપીડિયા પર ઉપલબ્ધ જ છે. એ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરી વધુ માહિતી મેળવી શકશો.

11.      જયપ્રકાશ નારાયણ (1902-1979) સમાજ સુધારક

12.    કાંશીરામ (19342006) રાજકારણી અને BSPના સ્થાપક

13.     રામ મનોહર લોહિયા (1910-1967) સમાજવાદી નેતા

14.    સી. રાજગોપાલાચારી (1878-1972) ભારતના પ્રથમ ભારતીય ગવર્નર-જનરલ

15.    સેમ માણેકશો (1914-2008) ભારતીય સેનાના ચીફ ઓફ આર્મી સ્ટાફ

16.    બાબા આમટે (1914-2008) સામાજિક કાર્યકર

17.     ઇલા ભટ્ટ (જન્મ 1933) ભારતના સ્વ-રોજગાર મહિલા સંગઠનના સ્થાપક

18.    વિનોબા ભાવે (1895-1982) અહિંસાના હિમાયતી

19.    કમલાદેવી ચટ્ટોપાધ્યાય (19031988) સ્વાતંત્ર્ય સેનાની

20.   રવિશંકર (1920-2012) સંગીતકાર

21.    એમ. એસ. સુબ્બુલક્ષ્મી (1916-2004) કર્ણાટિક ગાયક

22.   એમ. એફ. હુસૈન (1915-2011) ચિત્રકાર

23.   બિસ્મિલ્લા ખાન (1916-2006) સંગીતકાર

24.   આર. કે. નારાયણ (1906-2001) લેખક

25.   આર. કે. લક્ષ્મણ (1921-2015) કાર્ટૂનિસ્ટ, ચિત્રકાર અને હાસ્યલેખક

26.   બી.કે.એસ. આયંગર (19182014) આયંગર યોગના સ્થાપક

27.   અમિતાભ બચ્ચન (જન્મ 1942) ફિલ્મ અભિનેતા

28.   રાજ કપૂર (1924-1988) હિન્દી સિનેમાના દિગ્દર્શક

29.   કમલ હસન (જન્મ 1954) અભિનેતા, દિગ્દર્શક

30.   સત્યજીત રે (19211992) ફિલ્મ નિર્માતા

31.     એ. આર. રહેમાન (જન્મ 1967) સંગીતકાર અને પરોપકારી

32.   કિશોર કુમાર (19291987) ફિલ્મ પ્લેબેક સિંગર

33.    દિલીપ કુમાર (19222021) અભિનેતા, નિર્માતા અને કાર્યકર્તા

34.   દેવ આનંદ (1923-2011) નિર્માતા અને અભિનેતા

35.   મોહમ્મદ રફી (1924-1980) ગાયક

36.   હોમી ભાભા (1909-1966) પરમાણુ ભૌતિકશાસ્ત્રી

37.    ધીરુભાઈ અંબાણી (1932-2002) બિઝનેસ ટાયકૂન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક

38.   વર્ગીસ કુરિયન (19212012) સામાજિક ઉદ્યોગસાહસિક

39.   ઘનશ્યામ દાસ બિરલા (1894-1983) ઉદ્યોગપતિ

40.  એન.આર. નારાયણ મૂર્તિ (જન્મ 1946) આઇટી ઉદ્યોગપતિ

41.    વિક્રમ સારાભાઈ (19191971) વૈજ્ઞાનિક

42.   એમ. એસ. સ્વામીનાથન (જન્મ 1925) આનુવંશિકશાસ્ત્રી

43.   રામનાથ ગોએન્કા (1904-1991) અખબારના પ્રકાશક

44.  અમર્ત્ય સેન (જન્મ 1933) ફિલસૂફ અને અર્થશાસ્ત્રી

45.   ઇ. શ્રીધરન (જન્મ 1932) સિવિલ એન્જિનિયર

46.  કપિલ દેવ (જન્મ 1959) ક્રિકેટર

47.   સુનીલ ગાવસ્કર (જન્મ. 1949) ક્રિકેટર

48.  ધ્યાનચંદ (19051979) હોકી ખેલાડી

49.   વિશ્વનાથન આનંદ (જન્મ. 1969) ચેસ ગ્રાન્ડમાસ્ટર

50.   મિલ્ખા સિંઘ (1935-2021) ફિલ્ડ સ્પ્રિંટર

આ લિસ્ટ વિકિપીડિયા પ્રેરિત છે પરંતુ વિવિધ લોકો દ્વારા બીજા પણ સર્વે કરવામાં આવ્યા હતા અને ઘણા યુ ટ્યુબર દ્વારા પણ વિડીયો બનાવી કદાચ બીજા મહાન ભારતીયોને આ લિસ્ટમાં પણ શામેલ કરી તેના વિશેની માહિતી આપી છે. નીચેના વિડીયોમાં પણ આજ રીતે ભારતના ટોપ 10 મોસ્ટ રિસ્પેક્ટેડફુલ લોકો વિષે જાણવામાં આવ્યું છે.
 

 Video Source: Live Hindi (YouTube Channel)


Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice