વિવિધ ભારતીય રાજ્યોના પરંપરાગત ડ્રેસ | भारतके विविध राज्योंके Traditional Dress | Traditional Dress Code for Different States of India

 by Dr. Hardik Ramani

નમસ્કાર મિત્રો,

પહેરવેશ એ માનવીની પ્રથમ જરૂરિયાત અને ત્યારબાદ તેની વિવિધતા એ એક ઘરેણું છે. હજારો વર્ષોથી લોકો પોતાના અંગો ઢાંકવા અને બહારના વાતાવરણથી શરીરને બચાવી રાખવા પહેરવેશ ધારણ કરતા આવ્યા છે. ભૌગોલિક પરિસ્થિતિને આધારે લોકો પોતાના પહેરવેશ પસંદ કરતા હોઈ એ સ્વાભાવિક છે પરંતુ સાથોસાથ લોકોના સાંસ્કૃતિક અને પરંપરાને અનુરૂપ પણ લોકો ડ્રેસ પહેરતા હોઈ છે. આજના સમય મુજબ તો કદાચ દરેક પહેરવેશ પસંદ મુજબ પહેરવામાં આવી રહ્યો છે અને ફેશન મુજબ માત્ર વિસ્તાર કે પ્રદેશ નહિ પરંતુ વિદેશના પણ પહેરવેશને આપણે અપનાવી રહ્યા છીએ. 

 ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે જેમાં એક દેશ અનેક પહેરવેશ છે. કદાચ આપણે જો એક યાદી બનાવવા ધારીએ તો ભારતના વિવિધ રાજ્યો અને તેના વિવિધ પ્રદેશોને આધારે પણ આપણે એક પુસ્તક બનાવી શકીએ એટલા પહેરવેશ થઇ શકે. આજના ફેશનના જમાનામાં કદાચ આપણા પરંપરાગત ડ્રેસને તો આપણે વિસરતાં જઈએ છીએ પરંતુ વારે તહેવારે કે પ્રસંગોમાં આપણે આપણી ભવ્યતા અને વિશાળતા રજુ કરતા પરંપરાગત ડ્રેસને કબાટ બહાર જરૂર કરીએ છીએ. કદાચ દરેક પોશાકોને તો નહિ પરંતુ આપણા પોતાના રાજ્ય કે વિસ્તારના જુના પહેરવેશ વિષે આપણે ઊંડાણપૂર્વક જો અભ્યાસ કરવા ધારીએ તો આપણે સમજી શકીએ કે આપણા પૂર્વજોએ કેટલા વૈજ્ઞાનિક રીતે અને આપણી અનુકૂળતા માટે એ પોશાકને તૈયાર કરેલો હોઈ છે. 


 ભારતના 28 રાજ્ય અને 8 યુનિયન ટેરેટરીની જો વાત કરીએ તો હાલ કદાચ એમના પોતાના પરંપરાગત પોશાક સામાન્ય રીતે તો કોઈ નહિ પહેરતું હોઈ કેમકે સમય ફેશનનો અને નવા જમાના મુજબના કપડાં પહેરવાનો છે પરંતુ ખાસ દિવસો કે તહેવારોમાં કે કાર્યક્રમોમાં આજે પણ દરેક રાજ્યમાં લોકો તેમના જુના પોશાકો અને રીતભાત મુજબના કપડાઓ પહેરતા હશે. 


 આજે આપણે વીડિયોના માધ્યમથી જોવાના છીએ ભારતના દરેક રાજ્યના પરંપરાગત ડ્રેસકોડને અને જોવાના છીએ કે ત્યાં સ્ત્રી, પુરુષ કઈ પ્રકારના અને કેવી રીતે તેઓ એ પોશાકને ધારણ કરે છે. ચાલો જોઈએ જાણીએ અને ફરીથી યાદ કરીએ આપણા ભારતના સાંસ્કૃતિક વારસાને અને જોઈએ કેવો પહેરવેશ હતો આપણા વિવિધ રાજ્યોનો.

हिंदीमें अनुवाद...

 नमस्कार मित्रो,

 पोशाक मनुष्य की पहली आवश्यकता है और फिर उसकी विविधता एक आभूषण हैहजारों सालों से, लोग अपने अंगों को ढकने और अपने शरीर को बाहरी वातावरण से बचाने के लिए कपड़े पहनते रहे हैंलोगों के लिए भौगोलिक स्थिति के आधार पर अपनी पोशाक चुनना स्वाभाविक है लेकिन साथ ही लोग ऐसी पोशाक पहन रहे हैं जो लोगों की संस्कृति और परंपरा के अनुरूप होआज के समय में शायद हर ड्रेस अपनी पसंद के हिसाब से पहनी जा रही है और फैशन के हिसाब से हम सिर्फ क्षेत्र या क्षेत्र की ही नहीं बल्कि विदेशों की भी ड्रेस को अपना रहे हैं

भारत एक ऐसा देश है जो विविधता में एकजुट है और एक देश के पास कई पोशाकें हैंहो सकता है कि अगर हम एक सूची बनाते हैं, तो हम भारत के विभिन्न राज्यों और उसके विभिन्न क्षेत्रों के आधार पर एक किताब बना सकते हैंआज के फैशन के युग में हम अपनी पारंपरिक पोशाक को भूल सकते हैं लेकिन कभी-कभी त्योहारों या अवसरों पर हमें एक पारंपरिक पोशाक की आवश्यकता होती है जो हमारी भव्यता और भव्यता को कोठरी से बाहर प्रस्तुत करती हैशायद सभी वेशभूषा नहीं लेकिन अगर हम अपने राज्य या क्षेत्र की पुरानी पोशाक के बारे में गहराई से अध्ययन करें, तो हम समझ सकते हैं कि हमारे पूर्वजों ने वैज्ञानिक रूप से हमारी सुविधा के लिए उस पोशाक को कैसे बनाया

अगर हम भारत के 28 राज्यों और 8 केंद्र शासित प्रदेशों की बात करें, तो वर्तमान में कोई भी आमतौर पर अपनी पारंपरिक पोशाक नहीं पहनता है क्योंकि यह फैशनेबल और आधुनिक कपड़े पहनने का समय है, लेकिन विशेष दिनों या त्योहारों या आयोजनों में हर राज्य में लोग अभी भी अपनी पुरानी पोशाक पहनते हैंऔर शालीनता से कपड़े पहने होंगे

आज हम वीडियो के माध्यम से भारत के हर राज्य के पारंपरिक ड्रेस कोड को देखने जा रहे हैं और देखते हैं कि वहां किस तरह के पुरुष और महिलाएं हैं और वे उस ड्रेस को कैसे पहनते हैंआइए जानते हैं और अपने भारत की सांस्कृतिक विरासत को याद करते हैं और हमारे विभिन्न राज्यों की पोशाक क्या थी

 Video Source:  The Graphic Earth (YouTube Channel) 

Video Link:

 


Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

4 comments:

Unknown said...

Exactly true sir.we are inclined towards western dresses,which doesn't suits our environment. Khadi and cotton dresses should be in practice.Thank you for information.

Unknown said...

Our traditional dresses and style is good and reflect our culture that is very scientific

Dr. Hardik Ramani said...

Yes... Definitely.. We feel shame instead we should feel proud to wear such clothes.

Dr. Hardik Ramani said...

Yes...It's only our culture which holds us together...

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice