કેવી રીતે INDIA વિશ્વનું બીજું સિલિકોન વૅલી બની રહ્યું છે? । कैसे इंडिया विश्वका दूसरा सिलिकॉन वेळी बन रहा है? | How India is becoming next Silicon Valley?

 by Dr. Hardik Ramani

નમસ્કાર મિત્રો,

આપણે ઘણી વખત ટીવી કે ન્યૂઝપેપરમાં મોટા-મોટા બિઝનેસની વાતોમાં સિલિકોન વૅલીનું નામ સાંભળતા હોઈએ છીએ અને કદાચ આપણા મગજ પર ત્યારે એવું થતું હશે કે આ કોઈ જગ્યા હશે કે કોઈ જગ્યાનું નામ હશે, જે કદાચ બહુ ફેમસ હશે. જોકે હા.... આપણે સાચા જ છીએ. સિલિકોન વેલી એ એક જગ્યા જ છે જે વિશ્વનો સૌથી મોટો બિઝનેસ પાર્ક છે કે જ્યાં વિશ્વની મોટી કંપનીઓના હેડક્વાટર છે. આ મોટી કંપનીઓમાં એપલ, ગુગલ, ફેસબુક, વિઝા,શેવરોન, વેલ્સ ફરગો જેવી નામી કંપનીઓનું મુખ્ય મથક જ એ વિસ્તારમાં છે.


         સિલિકોન વેલી અમેરિકા સ્થિત કેલિફોર્નિયા સ્ટેટના ઉત્તર ભાગમાં આવેલો વિશાળ વિસ્તાર છે જે એક સમયે જંગલ વિસ્તાર હતો. સેન જોસ એ સિલિકોન વેલી વિસ્તારનું સૌથી મોટું શહેર છે અને તે કેલિફોર્નિયા સ્ટેટનું ત્રીજું સૌથી મોટું અને અમેરિકાનું 10 મુ સૌથી મોટું શહેર છે. આ વિસ્તારમાં સિલિકોન ચિપ એટલે સેમીકન્ડક્ટર મટિરિયલનું પ્રોડકશન થતું હતું અને દુનિયા માટે આ વિસ્તાર સિલિકોન વેલીના નામથી પ્રસિદ્ધ થવા લાગ્યો. આજે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનું સૌથી મોટું અને ફોર્ચ્યુન 1000 માંથી 30% કંપનીઓ માત્ર આ વિસ્તારમાં હોવાથી દુનિયાનો સૌથી મોટો બિઝનેસ પાર્ક તરીકે ખ્યાતિ ધરાવે છે. 


         જેવી રીતે સિલિકોન વેલી દુનિયાની સૌથી મોટી કંપનીઓને પોતાની ઓફિસ સ્થાપવા પોતાની તરફ ખેંચે છે તેમ આજે ભારત પણ વિશ્વની ઘણી કંપનીઓને આપણા દેશમાં બ્રાન્ચ સ્થાપવા અને બિઝનેસ કરવા તરફ ખેંચે છે. આજે ભારત પણ એક ગ્લોબલ ઈકોનોમી બની રહ્યો છે. દુનિયાના વિકસિત દેશોની જેમ ભારત પણ દરેક ક્ષેત્રે વિશ્વમાં ટોપ 10 માં દેખાઈ રહ્યો છે. આ જોતા ખરેખર એક વિચાર તો આપણને પણ આવી શકે કે શું નજીકના સમયમાં ભારતનો પણ કોઈ વિસ્તાર કે સીટીને ભવિષ્યનું સિલિકોન સીટી જેવો દરજ્જો મળી શકે છે?


         દુનિયાની સૌથી મોટી કંપનીઓના CEO પણ ભારતીયો છે અને ભારતની અંદર પણ સેકડો નહિ પરંતુ હજારોની સંખ્યામાં સ્ટાર્ટ અપ્સ થઇ રહ્યા છે અને ઇન્ટરનેશનલ લેવલ પર ચમકી પણ રહ્યા છે. ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, ઓયો આ બધા બિલિયન ડોલર સ્ટાર્ટ અપ્સ જ છે જે આજે એક વિશાળ રૂપ લઇ ચુક્યા છે. ભવિષ્યમાં હજુ પણ આવા હજારો સ્ટાર્ટ અપ્સ આવાની  તૈયારીમાં છે જે કદાચ ભારતને એક નવું રૂપ આપી શકશે. આજે બુદ્ધિજીવી વૈજ્ઞાનિકો અને ટોચ પર પહોંચેલા એક્ઝેક્યુટીવ્સ પોતાની ડૉલર્સની નોકરીઓ મૂકી ભારત પરત પણ ફરી રહ્યા છે જે ભારત માટે ખુબ સારા સમાચાર કહી શકાય. તેઓ ભારતની માર્કેટમાં પોતાના બિઝનેસ આઈડિયા મૂકી વિશ્વને મેડ ઈન ભારત પ્રોડક્ટ્સ આપી આપણા દેશનું ગૌરવ અને ઈકોનોમી વધારી રહ્યા છે. સાથો સાથ લાખો લોકોને નોકરી આપી બેરોજગારી પણ ઘટાડી રહ્યા છે ત્યારે શું આપણે હવે લાયક નથી કે ભારત દેશ પણ બિઝનેસ અને ઈકોનોમી ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાન લે


         આજે આપણે એક ડીટેલ વિડીયો જોઈશું જેમાં ભારતની ઈકોનોમી, સ્ટાર્ટ અપ્સ અને ફ્યુચર સિલિકોન વેલી તરીકે ભારતની તૈયારીઓ વિષે ઊંડાળપૂર્વક સમજ લઈશું. અંત સુધી વીડિયોને જોઈ આપણું સામાન્ય જ્ઞાન અને કરેંટ અફેર્સની માહિતી લેવાની ચૂકશો નહિ.

 

हिंदीमें अनुवाद...

 नमस्कार मित्रो,

सिलिकॉन वैली का नाम हम अक्सर टीवी पर या अखबारों में बड़े-बड़े बिजनेस स्टोरीज में सुनते हैं और हमारे साथ ऐसा हो सकता है कि यह कोई जगह या किसी जगह का नाम होगा, जो शायद बहुत मशहूर होगाहालांकि हाँ .... हम सही हैंसिलिकॉन वैली दुनिया के सबसे बड़े व्यापारिक पार्कों में से एक है, जो दुनिया की कुछ सबसे बड़ी कंपनियों का घर हैApple, Google, Facebook, Visa, Chevron, Wells Fargo जैसी बड़ी कंपनियों का मुख्यालय क्षेत्र में है

सिलिकॉन वैली अमेरिकी राज्य कैलिफोर्निया के उत्तरी भाग में एक विशाल क्षेत्र है जो कभी जंगल क्षेत्र थासैन जोस सिलिकॉन वैली क्षेत्र का सबसे बड़ा शहर है और कैलिफोर्निया राज्य में तीसरा सबसे बड़ा और संयुक्त राज्य अमेरिका में 10 वां सबसे बड़ा शहर हैयह क्षेत्र सिलिकॉन चिप, एक अर्धचालक पदार्थ का उत्पादन करता था, और दुनिया में सिलिकॉन वैली के रूप में जाना जाने लगाआज यह दुनिया का सबसे बड़ा बिजनेस पार्क है, जिसमें सूचना प्रौद्योगिकी सबसे बड़ी है और अकेले इस क्षेत्र में फॉर्च्यून 1000 कंपनियों का 30% हिस्सा है

जिस तरह सिलिकॉन वैली दुनिया की सबसे बड़ी कंपनियों को अपने कार्यालय स्थापित करने के लिए आकर्षित करती है, उसी तरह आज भारत भी दुनिया की कई कंपनियों को अपने देश में शाखाएं स्थापित करने और व्यापार करने के लिए आकर्षित कर रहा हैआज भारत भी वैश्विक अर्थव्यवस्था बनता जा रहा हैदुनिया के विकसित देशों की तरह भारत भी हर क्षेत्र में दुनिया के टॉप 10 में शामिल हो रहा हैइसे देखते हुए, कोई वास्तव में सोच सकता है कि निकट भविष्य में, भारत के किसी भी क्षेत्र या शहर को भविष्य के सिलिकॉन सिटी का दर्जा मिल सकता है?

दुनिया की सबसे बड़ी कंपनियों के सीईओ भी भारतीय हैं और भारत के भीतर सैकड़ों नहीं बल्कि हजारों स्टार्ट-अप हैं और वे अंतरराष्ट्रीय स्तर पर चमक रहे हैंफ्लिपकार्ट, स्नैपडील, ओयो सभी बिलियन डॉलर के स्टार्ट-अप हैं जिन्होंने आज एक बहुत बड़ा रूप ले लिया हैभविष्य में अभी भी ऐसे हजारों स्टार्ट-अप हैं जो भारत को एक नया जीवन दे सकते हैंआज बुद्धिजीवी वैज्ञानिक और शीर्ष अधिकारी अपनी डॉलर की नौकरी के साथ भारत लौट रहे हैं, जो भारत के लिए अच्छी खबर हैवे हमारे बिजनेस आइडिया को भारतीय बाजार में डाल रहे हैं और मेड इन इंडिया उत्पाद दुनिया को दे रहे हैं, जिससे हमारे देश का गौरव और अर्थव्यवस्था बढ़ रही हैसाथ ही लाखों लोगों को रोजगार देना और बेरोजगारी कम करना, क्या अब हम भारत को व्यापार और अर्थव्यवस्था में शीर्ष स्थान पर देखने के लायक नहीं हैं?

आज हम एक विस्तृत वीडियो देखेंगे जिसमें हम भारत की अर्थव्यवस्था, स्टार्ट-अप और भविष्य की सिलिकॉन वैली के रूप में भारत की तैयारियों की गहन समझ प्राप्त करेंगेवीडियो को अंत तक देखकर हमारे सामान्य ज्ञान और करंट अफेयर्स की जानकारी लेना भूलें


 Video Source:  Getsetflyfacts (YouTube Channel) 

Video Link:

 


Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

2 comments:

Unknown said...

Superb content writing bro. Keep it up

Dr. Hardik Ramani said...

Thank You Very Much....

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice