આજની ટેક્નોલોજીમાં પણ અશક્ય એવા ઇજિપ્તના પિરામિડ કેવી રીતે બન્યા હતા? । आजकी टेक्नोलॉजीके साथ भी असंभव ऐसे इजिप्त के पिरामिडको कैसे बनाया होगा?

 

by Dr. Hardik Ramani

નમસ્કાર મિત્રો,

આજથી અંદાજિત 4600 વર્ષ પૂર્વે ખુફુના ચોથા વંશજ દ્વારા એક અજુબાનુ નિર્માણ કરવામાં આવ્યું જેને આજે આપણે સૌ ગિઝાના પિરામિડ તરીકે ઓળખીએ છીએ. આ પિરામિડની ઊંચાઈ 146.5 મીટર એટલે કે 481 ફૂટ જેટલી છે જેને બિલ્ડીંગના માળની દ્રષ્ટિએ જોઈએ તો 40-45 માળ જેટલો  ઊંચો છે. આ પિરામિડને નરી આંખે જોનારા પણ આજના સમયમાં બનાવવું મુશ્કેલ કહી દે છે. આ પિરામિડનો પાયો 13 એકરમાં ફેલાયેલો છે જે કદાચ 16 ફૂટબોલ ગ્રાઉન્ડ સમાન કહી શકાય. અંદાજિત 25 લાખ જેટલા ચુના પથ્થરો કે જેના એક પથ્થરનો જ વજન 2 થી 30 ટન સુધી હોઈ શકે તેના દ્વારા આ પિરામિડને ખુબ સટીકતાથી બનાવવામાં આવ્યું હતું તેમજ અંદરની બાજુ તેને 50 ટનના ગ્રેનાઈટ પથ્થરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 


 પિરામિડ આજની એંજીન્યરિંગથી પણ બનાવવું મુશ્કેલ લાગતું હોઈ ત્યારે આજથી 4600 વર્ષ પૂર્વે કે જયારે કંપાસની પણ શોધ નહતી થઇ તેમજ બીજા સાધનોની પણ ખુબ ઉણપ હોઈ અને તે એવા ભૌગોલિક સ્થાન પર આવેલ હોઈ જ્યાં પથ્થરો, ગ્રેનાઈટ, હથિયાર માટે લોખંડ અને લાકડું મળવું ખુબ મુશ્કેલ થઇ શકે છતાં એ સમયમાં તેમની આગવી એંજીન્યરિંગ કુશળતા અને જાણકારી દ્વારા તેમણે બનાવેલ નાયાબ બેનમૂન જે આજે પણ અડીખમ ઉભો છે.

વિશ્વની માનવનિર્મિત વસ્તુઓની ઊંચાઈમાં પિરામિડ હજારો વર્ષો સુધી અવ્વલ હતું પરંતુ છેક 11 મી સદીમાં બનેલું  ઓલ્ડ સેન્ટ પોલ કેથેડ્રલ જે લંડનમાં સ્થિત છે તેણે પિરામિડનો ઊંચાઈનો રેકોર્ડ તોડી 300 વર્ષ માટે સૌથી ઊંચી માનવનિર્મિત બનાવટનો ખિતાબ પોતાને નામ રાખ્યો હતો. પિરામિડ અજુબા હોવાના ઘણા કારણો છે તેમાનું એક કારણ એ પણ છે કે પિરામિડ નીચેથી ચોરસ અને સામેથી ત્રિકોણ હોવાથી તેની ચાર ધારો (Edges) પૃથ્વીની સટીક ચાર દિશાઓનું વર્ણન કરે છે. એ સમયમાં ન તો હોકાયંત્ર હતું ના બીજા કોઈ સાધનો છતાં કેવી રીતે આ ત્યારના લોકોએ ડિઝાઇન કરી હશે તે ખરેખર આશ્ચર્ય છે. માત્ર એક જ નહિ પરંતુ 138 પિરામિડો કે જેની ભૌગોલિક સ્થાન રચના પણ નક્ષત્ર અને પૃથ્વીની દિશા સાથે સંયોગમાં છે. માત્ર 23 વર્ષના ટૂંકા સમયમાં કરોડો ટન પથ્થર ખોદવા, તેને દૂર સુધી ખેંચી ઊંચાઈ પર અને સટીકતાથી એક ઉપર એક ગોઠવવા અને કોઈપણ યંત્રો વગર એકહથ્થુ સંચાલન કરવું (ન કોઈ સાધન સામગ્રી, ન લોખંડના ઓજારો, ન વિધુત, ન મશીનરી, ન કોઈ કોમ્યુનિકેશનના સાધનો) આ ખરેખર સમજીએ તો એવા વિચારો પણ આવે કે શું એ લોકો એલિયન તો ન હતા ને કે આજની કે હજુ આધુનિક ટેક્નોલોજી દ્વારા તેમણે આ બનાવ્યું હોઈ


 અખેત ખુફુ નામનો પિરામિડ સૌથી ઊંચો અને વિશ્વના 7 અજુબામાંનો એક પિરામિડ છે. 4600 વર્ષ જુના પિરામિડ પર ચડાવેલ ચૂના પથ્થરના પડ સિવાય કોઈપણ પ્રકારની નુકશાની વૈજ્ઞાનિકો નોંધી નથી શક્યા તો એ ખરેખર આશ્ચર્ય ઉપજાવનારું જ કહી શકાય કેમકે આજની લેટેસ્ટ ટેક્નોલોજી સાથે બનતી સિમેન્ટ અને સ્ટ્રક્ચર ડિઝાઇન પણ કદાચ 100  વર્ષની આયુ માંડ જીલી શકે છે ત્યારે હજારો વર્ષો અને એ સમયમાં આવેલ કુદરતી કે માનવસર્જિત હોનારતો પણ આ ઇમારતનું કઈ બગાડી શકી નથી.

આજના ખુબ રોચક વીડિયોના માધ્યમથી જાણીશું આ પિરામિડ અને તેની બનાવટને ખુબ નજીકથી અને જાણવાનો પ્રયત્ન કરીશું કે શા કારણથી વિશ્વ પિરામિડને 7 વંડરમાં સ્થાન આપે છે.

हिंदीमें अनुवाद...

 नमस्कार मित्रो,

आज से लगभग ४६०० साल पहले खुफू के चौथे वंशज द्वारा एक चमत्कार का निर्माण किया गया था, जिसे आज हम गीज़ा के पिरामिड के नाम से जानते हैंइस पिरामिड की ऊंचाई 146.5 मीटर यानि 481 फीट है जो इमारत के फर्श की दृष्टि से 40-45 मंजिला हैइस पिरामिड को आज नंगी आंखों के लिए भी बनाना मुश्किल हैइस पिरामिड की नींव 13 एकड़ में फैली हुई है जिसे 16 फुटबॉल मैदान के बराबर कहा जा सकता हैपिरामिड अनुमानित . मिलियन चूना पत्थर के साथ बनाया गया था, जिसका वजन से ३० टन प्रति पत्थर हो सकता है, साथ ही अंदर पर ५० टन ग्रेनाइट भी हो सकता है

आज से 4600 साल पहले जब कम्पास का आविष्कार नहीं हुआ था और अन्य उपकरणों की भारी कमी थी और यह एक ऐसी भौगोलिक स्थिति में था जहां पत्थर, ग्रेनाइट, लोहा ढूंढना बहुत मुश्किल हो सकता था, तब भी पिरामिड बनाना मुश्किल हो सकता हैऔर लकड़ी फिर भी अपने उत्कृष्ट इंजीनियरिंग कौशल और उस समय के ज्ञान के माध्यम से उन्होंने जो अद्वितीय बेनमून बनाया वह आज भी कायम है

पिरामिड हजारों वर्षों तक दुनिया की सबसे ऊंची मानव निर्मित वस्तु थी, लेकिन 11 वीं शताब्दी के अंत में लंदन में स्थित ओल्ड सेंट पॉल कैथेड्रल ने पिरामिड का रिकॉर्ड तोड़ दिया और 300 वर्षों में सबसे ऊंची मानव निर्मित वस्तु बन गईपिरामिड के अजीब होने के कई कारण होते हैं इसका एक कारण यह भी है कि पिरामिड नीचे की तरफ वर्गाकार और सामने त्रिकोणीय है, इसलिए इसके चारों किनारे पृथ्वी की सटीक चार दिशाओं का वर्णन करते हैंउस समय कोई कंपास नहीं था और कोई अन्य उपकरण नहीं था, लेकिन यह वास्तव में आश्चर्यजनक है कि उस समय के लोग इसे कैसे डिजाइन कर सकते थेसिर्फ एक नहीं बल्कि 138 पिरामिड जिनकी भौगोलिक स्थिति भी नक्षत्र और पृथ्वी की दिशा से मेल खाती हैसिर्फ एक नहीं बल्कि 138 पिरामिड जिनकी भौगोलिक स्थिति भी नक्षत्र और पृथ्वी की दिशा से मेल खाती है। 23 साल की छोटी सी अवधि में लाखों टन पत्थर खोदना, उसे ऊंचाई तक खींचना और उसे एक के ऊपर एक व्यवस्थित करना और बिना किसी मशीनरी के संचालन करना (कोई उपकरण नहीं, कोई लोहे का उपकरण नहीं, कोई बिजली नहीं, कोई मशीनरी नहीं, कोई संचार उपकरण नहीं) अगर हम सच में इस बात को समझ लें तो विचार आएगा कि क्या वे लोग एलियन नहीं थे या फिर उन्होंने इसे आज की या आधुनिक तकनीक से बनाया है?

अखेत खुफू का पिरामिड सबसे ऊंचा और दुनिया के 7 अजूबों में से एक हैयह वास्तव में आश्चर्यजनक है अगर वैज्ञानिक 4,600 साल पुराने पिरामिड पर लगे चूना पत्थर की एक परत के अलावा किसी भी नुकसान को रिकॉर्ड नहीं कर सके, क्योंकि आज की नवीनतम तकनीक से बना सीमेंट और संरचना का डिज़ाइन भी 100 साल पुराना हो सकता है। -निर्मित आपदाओं ने इमारत को नुकसान नहीं पहुंचाया

आज के बहुत ही रोचक वीडियो के माध्यम से हम इस पिरामिड और इसके निर्माण को बहुत करीब से जानेंगे और यह जानने की कोशिश करेंगे कि दुनिया पिरामिड को 7 वंडर में क्यों रखती है


 Video Source:  Getsetflyfacts (YouTube Channel) 

Video Link:

 


Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice