શિખ ધર્મ અને તેમના ઇતિહાસની કહાની । Sikhism and their history - Who are the Sikhhs, What is Sikh Religion?

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

    આપણું ભારત વિવિધતામાં એકતા માત્ર વિવિધ રાજ્ય અને તેની સંસ્કૃતિને કારણે જ નહિ પરંતુ વિવિધ ધર્મો અને તેના વિકાસને કારણે પણ છે. આજે ભારતમાં હિન્દૂ, મુસલમાન, શીખ, ઈસાઈ, જૈન અને બીજા ઘણા ધર્મોના લોકો વર્ષોથી સાથે વસવાટ કરે છે અને છૂટથી તેમના ધર્મને નિભાવે પણ છે. આજે ભારતના દરેક શહેરોમાં તમને મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા, જૈન મંદિરો જોવા મળી શકે છે તેમજ વિવિધ કોમ્યુનિટી પુરી સ્વતંત્રતાથી આ ધર્મના ઉત્સવો, તહેવારો અને પ્રથાને જાળવી પણ શકે છે. 

    ભારતમાં આજથી 550 વર્ષ પૂર્વે એક એવા ધર્મની સ્થાપના થઇ હતી જેનો પાયો પ્રામાણિક જીવન, દાન અને ભગવાનના નામને જ જપવાનો છે. આ ધર્મ છે શીખ ધર્મ કે જે ભારતની સાથો સાથ સંપૂર્ણ વિશ્વમાં તેમની મદદ ભાવના માટે પ્રચલિત છે. આ ધર્મના લોકો દેશ કે લોકો પર આવેલા સંકટમાં ખુલ્લા હાથે દાન કરવું અને સેવા કરવી એ તેમની પહેલી ફરજ માને છે. વિશ્વભરમાં 2.8 થી 3 કરોડ જેટલા શીખ સમુદાયના લોકો વિવિધ દેશોમાં વસવાટ કરી રહ્યા છે અને આ ધર્મનો ઉદગમ સ્થાન પાકિસ્તાન અને ભારત સ્થિત પંજાબ પ્રાંત છે. વિશ્વભરના કુલ શીખ ધર્મ પડતા લોકોમાંથી 90% લોકો ભારતમાં વસવાટ કરે છે અને મોટા ભાગે પંજાબ રાજ્ય કે જ્યાં શિખ સમુદાયની વસ્તી 60% જેટલી છે. તે સિવાય ચંદીગઢ, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં શિખ સમુદાય નોંધ પાત્ર છે ત્યારે ભારતના બાકીના રાજ્યોમાં પણ ખુબ ઓછા અંશમાં પણ મોજુદગી ધરાવે છે. ભારત સિવાય પણ કેનેડામાં શીખ સમુદાય કેનેડાની કુલ વસ્તીના 1.5% જેટલી વસ્તી ધરાવે છે ત્યારે અમેરિકા, યુ.કે. ઑસ્ટ્રેલિયા, યુરોપ, મલેશિયા જેવા દેશોમાં પણ શિખ સમુદાય 1 લાખ કરતા વધુ વસ્તી ધરાવે છે. 

    શિખ ધર્મનો પાયો તેમના પ્રથમ ગુરૂ નાનક સાહેબ દ્વારા 15મી સદીમાં સ્થાપવામાં આવ્યો હતો. આ ધર્મના પ્રણેતા એવા ગુરુ નાનક સાહેબનો જન્મ 15 એપ્રિલ 1469 ના રોજ પંજાબ પ્રાંતના એક વિસ્તાર રાય ભોઈકી તલવંડીમાં થયો હતો. આજે તે વિસ્તારનું પાકિસ્તાનમાં સ્થિત છે અને તે આજે નાનકાના સાહેબ તરીકે ઓળખાય છે. આ વિસ્તાર એ સમયે દિલ્હી સલ્તનતને આધીન હતો. ગુરુ નાનક સાહેબ નાનપણથી જ બીજાથી બિલકુલ વિપરીત હતા અને નાની ઉંમરમાં જ તેમને વિશેષ જ્ઞાન લાધ્યું હતું અને તેમણે સેવા, કર્તવ્ય પાલનતા, દયા દૃષ્ટિ અને દાન આધારિત ધર્મની રચના કરી હતી. ગુરૂ નાનક સાહેબ દ્વારા એ સમયથી દરેક માટે મફત જમવાનું પીરસવામાં આવતું અને આજે પણ તે શિખ લોકો દ્વારા દરેક લોકોને નાત, જાત કે ઓકાદ પૂછ્યા વિના લંગર પ્રસાદ પીરસવામાં આવે છે. 

    શીખ ધર્મમાં કુલ 10 ગુરુઓ થઇ ગયા જેમાં સૌ પ્રથમ ગુરુ તરીકે ગુરૂ નાનક સાહેબ ત્યાર બાદ ગુરૂ અગંત, ગુરૂ અમર દાસ, ગુરૂ રામ દાસ, ગુરૂ અર્જન, ગુરૂ હર ગોબિંદ, ગુરૂ હર રાય, ગુરૂ હર ક્રિષ્ન, ગુરૂ તેગ બહાદુર, ગુરૂ ગોબિંદ સિંહ અને છેલ્લા તથા અનંત સમય માટે ગુરૂ ગ્રંથ સાહેબને 11 માં શીખ ગુરૂ તરીકે ગણવામાં આવે છે. પરંતુ ખરા અર્થમાં ગુરૂ ગોબિંદ સિંહ આ ધર્મના છેલ્લા ગુરૂ હોઈ તેમણે ગ્રંથ સાહેબની રચના પૂર્ણ કરી હતી અને એક વિશેસ સમુદાય ખાલસાની પણ રચના કરી હતી જે અંતર્ગત કોઈ વિશેષ વર્ગ કે સમુદાય નહિ પરંતુ એકજ ધર્મ અને જ્ઞાતિ તરીકે લોકો પોતાની ઓળખ રાખતા હોઈ છે. જેમાં પુરુષ પોતાના નામની પાછળ સિંહ તેમજ સ્ત્રીઓ પોતાના નામની પાછળ કોર લખાવે છે. શીખ ધર્મના પહેલા ગુરુ નાનક સાહેબથી શરૂ થયેલા શીખ ધર્મને તેમના છેલ્લા ગુરૂ ગોબિંદ સિંહના શહીદી સુધી એટલે કે 7 ઓક્ટોબર 1708 સુધી શિખ ધર્મનો પંજાબ સહિત વિવિધ પ્રાંતોમાં ફેલાવો થયો અને આજે પણ અનંત સમય માટે જીવિત ગુરૂ ગ્રંથ સાહેબ શિખ ધર્મને સંગઠિત રાખી રહ્યા છે. 

    ગુરૂ ગોબિંદ સાહેબ દ્વારા અપાયેલ પાંચ "ક" કે જે કેશ, કંગા, કળા, કછેરા અને કિરપાણ છે તેમને હંમેશા પોતાની સાથે રાખવાની  હિમાયત કરી હતી જેને આજે પણ શિખ સમુદાય માની રહ્યો છે. સ્ત્રી હોઈ કે પુરુષ, આજે પણ તેઓ ગુરુદ્વારામાં ખુલ્લા મસ્તકે પ્રવેશતા નથી. આ ધર્મ એકતા અને એક જ ભગવાનમાં વિશ્વાસ રાખે છે જેમાં ભગવાનના દરેક સંતાન સરખા ગણી કોઈપણ ઊંચ-નીચ રાખ્યા વિના દાન, સેવા. કર્મ તથા પ્રભુ ભક્તિ કરવાને જ પોતાનો ધર્મ ગણે છે. આ ધર્મમાં સ્વર્ગ કે નર્ક નહિ પરંતુ માનવી અવતારને જ નર્ક ગણી મોહ, માયા, સ્વાર્થ, હીન ભાવનાથી ઉપર આ જીવનને જીવી જવાને આ ધર્મમાં કહેવામાં આવે છે.

    વિશ્વનું સૌથી મોટું ગુરુદ્વારા પંજાબના અમૃતસરમાં આવેલું છે જેને આપણે ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખીએ છીએ જ્યાં વિશ્વભરથી દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે અને તેઓ પ્રેમથી પીરસતા લંગર પ્રસાદને આરોગે છે. વિશ્વનું સૌથી મોટું રસોડું કે જ્યાં 1 લાખથી વધુ લોકો એકજ છત નીચે ભોજન આરોગે છે અને જેમના નામે વર્ષોથી વર્લ્ડ રેકોર્ડ પણ પ્રસ્થાપિત છે. પંજાબ આવેલ કોઈપણ વ્યક્તિ આ મંદિરના દર્શન વિના જતો નથી કેમકે ગોલ્ડન ટેમ્પલનું આકર્ષણ જ એટલું અલગ છે કે ત્યાં શું અમીર શું ગરીબ અને શું જ્ઞાતિ-જાતિ દરેક સરખા અને દરેક સેવા માટે તત્પર. 

    આજે વિશ્વના કોઈપણ ખૂણે જ્યાં કોઈ એક શિખ પરિવાર રહેતો હશે કે જેની શરણે કે મદદની આશા એ કોઈપણ ધર્મનો વ્યક્તિ કે ભારતીય જશે તો એ ખાલી હાથે પાછો નહીં ફરે તે આ ધર્મની તાકાત છે. ભારતની સેનામાં હોઈ કે કુદરતી આપદા હોઈ સદૈવ માનવીની મદદે આ કોમ મદદને જ ધર્મ ગણે છે.

 


 Video Source: Live Hindi Facts (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

 

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice