by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
આજે વિશ્વ માટે સૌથી મોટો
ખતરો ચીની ડ્રેગન છે તે હવે દુનિયાના દરેક દેશ જાણે છે પરંતુ એક પણ દેશ ચીનની
નીતિઓ અને તેમના દ્વારા વિશ્વ સાથે થતા વિવિધ તકલીફો માટે અવાજ ઉઠાવી નથી શકતા
તેના ઘણા કારણો છે. ચીન વિશ્વનું ત્રીજા ભાગની વસ્તુનું પ્રોડક્શન પોતાના દેશમાં કરે
છે અને વિશ્વના દરેક દેશમાં ચીનની બનાવટની વસ્તુઓનો પગ પેસારો ખુબ મોટા પાયે છે.
તેમજ તેને માર્કેટમાં સસ્તી પ્રોડક્ટ દ્વારા ઘણી મોનોપોલી પ્રોડક્ટ્સ પણ મૂકી છે
જેનો દૂર-દૂર સુધી કોઈ હરીફ નથી હોતો. આ સાથે જે સૌથી મોટું એક કારણ એ છે કે ચીન
વિશ્વના 150 થી વધુ દેશને આર્થિક મદદ કરી રહ્યું છે અથવા કરી ચૂક્યું છે જેના બોજ
હેઠળ એ દેશોને તકલીફ પડતી હોવા છતાં સામે અવાજ ઉઠાવવા સક્ષમ નથી.
ચીનની સૌથી નજીકનો હરીફ દેશ ભારત છે જેમાં પણ ચીની વસ્તુઓની ખુબ સારી પક્કડ જમાવેલી છે પરંતુ ભારત આજે ઘણાબધા અંશે ચીનથી અને ચીની પ્રોડક્ટ્સથી દુરી બનાવવામાં સફળ રહ્યું છે અને ખુશનસીબે આપણે ચીનની બીજી કોઈપણ મહેરબાની હેઠળ તાબે થઇ શકીએ તેમ પણ નથી તેથીજ ચીન હવે ભારતને ચારે બાજુથી ઘેરવા આપણા બધા જ પાડોશી દેશને ખુબ આર્થિક મદદ કરી રહ્યા છે અને તેમને પોતાના તાબે થવા મજબુર પણ કરી રહ્યા છે. આજ કારણ છે કે હવે ભારતના પાડોશી દેશો સાથે સબંધ દિવસે ને દિવસે બગડી રહ્યા છે અને તેઓ ભારતની ભૂતકાળમાં કરેલી બધી મદદને ભૂલી ચીનના હાથે વેંચાઈ રહ્યા છે.
ચીન એક ખુબ શક્તિશાળી દેશની સાથે સાથે ખુબ ચાલાક દેશ છે. તે તેમની વિવિધ રણનીતિઓ હેઠળ પહેલા વિવિધ દેશોને આર્થિક અને રાજનીતિક મદદ કરે છે અને તે ઋણ ન ચૂકવી શકતા જેતે દેશને મજબુર કરી દેવામાં આવે છે કે તે તેમની જમીન, દરિયા કિનારાઓ, પોર્ટ્સ, રસ્તાઓ ચીનના નામે કરી દે અને પછી તે ત્યાં પોતાનો દબદબો બનાવે છે. આજે આપણે સૌ જાણીને આશ્ચર્યચકિત થઇ જાશું કે ચીન વિશ્વના 195 દેશોમાંથી 150 થી વધુ દેશને આર્થિક મદદ કરી ચુક્યો છે અને તે કોરોના જેવી મહામારીના જવાબદાર ચીન દેશને કોઈપણ દેશ ખુલ્લી રીતે જવાબદાર માનતા ડરે છે.
કદાચ એવું કઈ રીતે શક્ય બને કે જ્યાંથી કોરોનાની ઉત્પત્તિ થઇ તે દેશ માત્ર 3-4 મહિનાના ટૂંકા ગાળામાં કોરાના મુક્ત બન્યું અને ધમ-ધોકાર ધંધો કરતો થઇ ગયું અને વિશ્વ આજે પણ બંધ જેવી હાલતમાં 2 વર્ષથી છે. વિશ્વના અનેક વિકસિત દેશો કટોકટી પર આવી ચુક્યા હતા અને આજે પણ આર્થિક રીતે હોઈ કે મેડિકલ રીતે ઉપર આવી શક્યા નથી. વિવિધ કોરોના વેવનો પણ વિશ્વએ સામનો કર્યો છે છતાં ચીનમાં પહેલી વેવ પણ 3 મહિના બાદ સાવ માટે પૂર્ણ થઇ ચુકી હતી. ત્યારે આજે વિશ્વએ સમજી જવાની જરૂર છે કે ખરેખર આંતકવાદી કે માનવતા દુશ્મન કોણ છે? જેનો કોઈ ધર્મ નથી કે નીતિ નથી માત્ર લાલ ડ્રેગનને સંપૂર્ણ દુનિયાના નકશા પર જોવા માંગતા દેશને આજે અટકાવવો જ રહ્યો.
આજે ભારતની આસપાસના દરેક પાડોશી દેશ પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ નજીકના દરેક ટાપુઓથી લઇ થાઈ દેશો, આફ્રિકાના ઘણા દેશો અને દક્ષિણ અમેરિકાના દેશો ચીની ડ્રેગનની ઝપેટમાં આવી ચુક્યા છે અને ચીનની તાબે થઇ ચુક્યા છે. વીડિયોના માધ્યમથી વધુ સમજીશું કે ચીન કઈ રીતે અને કેટલા દેશોને કેટલી રકમ આપી પોતાના કબ્જામાં લઇ ચુક્યો છે.
Video Link:
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
No comments:
Post a Comment