by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
15મી ઓગસ્ટ 1947 નો દિવસ અખંડ ભારતભૂમિ માટે સૌથી ખુશીનો દિવસ હતો. 350 વર્ષની ગુલામી પછી દેશને મુક્ત શ્વાસ મળતો હતો પરંતુ એજ દિવસે અખંડ ભારતમાતાને ખંડિત થવાનું પણ નક્કી થઇ ગયું હતું. આઝાદીની ચળવળમાં સાથે રહેનારા બે ભાઈઓમાં સત્તાની લાલસા ઘર કરી ગઈ હતી જેને અંગ્રેજોની કૂટનીતિએ હવા આપી અને દેશના બે ભાગ પાડી દીધા હતા.
આપણે સૌ કદાચ એટલું જ જાણીએ છીએ કે ભારત આઝાદ થયું એ સમયે કે થોડા જ વર્ષો પહેલા આ ભાગલા પાડવાનું નક્કી થયું હશે પરંતુ હકીકતથી એવું નથી. ઘી હિન્દૂના એક આર્ટિકલ "ફાધર્સ ઓફ પાર્ટિશન્સ" મુજબ 1887 માં સર સૈયદ અહમદ ખાન કે જેમને ઇતિહાસ અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીના સંસ્થાપક તરીકે પણ ઓળખે છે તેમણે પોતાનો એક વિચાર રજુ કર્યો હતો જેમાં તેમણે હિંદુ અને મુસ્લિમ બે અલગ-અલગ રાષ્ટ્રમાં હોવા જોઈએ તેવી વાત કહી હતી. જેથી ઇતિહાસકારો આજે પણ સર સૈયદ અહમદ ખાનને ભાગલા માટે પાયાના વિચારક માને છે. ત્યારબાદ સમય હતો 1933નો જયારે કેમ્બ્રિજ યુનિવર્સીટીના એક વિદ્વાને અલગ દેશ તરીકે "પાકિસ્તાન" શબ્દને સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો. અલગ દેશ માટેના સૌથી વધુ હિમાયતી અને સત્તાની અતિ લાલસા ધરાવતા મોહમ્મદ અલી જીણાના દિલ-દિમાગમાં તો આ પ્રયોજનો આઝાદીના 20 વર્ષ પહેલાથી ચાલતા હતા અને તેમને કોઈપણ ભોગે બીજો દેશ જોઈતો હતો ત્યારે બીજી બાજુ વીર સાવરકર દ્વારા પણ ધાર્મિકતાના આધારે બે જુદા દેશની વિચારધારા પ્રવર્તતી હતી.
અંતે અખંડ ભારતના બે ભાગ પડ્યા અને અંગ્રેજ વકીલ સર સીરિલ રેડ ક્લિફ દ્વારા એવા વિસ્તારને એક બીજાને સોંપવામાં આવ્યા જ્યાં લોકોની સંખ્યા જેતે ધર્મની સૌથી વધુ હોઈ, જેથી પંજાબ અને તેની ઉપરનો ભાગ કે જ્યાં હિન્દૂ કરતા મુસ્લમાન લોકોની સંખ્યા વધુ હતી અને બીજી બાજુ બંગાળની પૂર્વના ભાગ પર કે ત્યાં પણ મુસલમાન સંખ્યા વધુ હતી તે પૂર્વ તથા પશ્ચિમ પાકિસ્તાનના રૂપમાં ભારતમાંથી જુદા પડ્યા. એ સમયે ટોંચના નેતાઓ તથા અંગ્રેજો તરફથી સીરિલ રેડ ક્લિફ દ્વારા સ્થળાંતરની સરળતાને જ ધ્યાનમાં રાખી મેજોરીટી ધર્મને સ્થાયી રહે તે હેતુથી ભાગલાની રેખાઓ ખેંચી હતી.
પરંતુ આ લેખમાં આપણે ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે નહિ પરંતુ બન્નેના ભાગલા બાદ પ્રાપ્ત થયેલ ભૌગોલિકતાને ધ્યાનમાં રાખી ક્યાં દેશને કેટલોફાયદો થયો અને કેટલું નુકશાન તેની માહિતી મેળવીશું.
પાકિસ્તાન અખંડ ભારતના ઉતરી પશ્ચિમ ભાગમાં આવેલો ભાગ છે કે જ્યાં અફઘાનિસ્તાન, ઈરાન, ચીન અને ભારતની ઇન્ટરનેશનલ બોર્ડર આવેલી છે. આજે પાકિસ્તાનની ભૌગોલિક પરિસ્થતિએ 4 દેશોમાંથી ચીન સિવાય કોઈપણ દેશ સાથે તેમને સારા સબંધ ન હોઈ અને ચીન સાથે ખુબ ઓછી બોર્ડર કોન્ટેક્ટ હોઈ પાકિસ્તાને તેની ચારેય સીમાઓની રક્ષણ કરવું પડે છે જેથી તેનું સંરક્ષણ બજેટ ખુબ વધી જાય છે. સાથે વેપાર ધંધા માટે પણ ખુબ જરૂરી હોઈ એવો દરિયા કાંઠાનો વિસ્તાર માત્ર 990 કી.મી. જ છે જે આપણા ગુજરાત ના 1600 કી.મી.ના પણ 60% જ થાય. જેથી પાકિસ્તાનને ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે ખુબ મુશ્કેલી થઇ રહી છે. પાકિસ્તાનનો મોટો વિસ્તાર ભૂકંપ અસરગ્રસ્ત પણ છે અને વધુ નદીઓના ઘેરાવાને કારણે પૂરની પરિસ્થિતિ પણ વધતા પ્રમાણમાં હોઈ છે.
પાકિસ્તાનને નુક્શાનો ખુબ જાજા છે ત્યારે ભૌગોલિક ફાયદાઓ પણ એટલા જ છે જેમ કે ફળદ્રુપ જમીન અને નદીઓના કાપને કારણે ત્યાં ઘઉં, કપાસ જેવા રોકડીયા પાકોની ઉપજ ખુબ વધુ છે અને જેથી ટેક્સટાઇલ્સ ઉધોગો માટે પાકિસ્તાન વિશ્વભરમાં પ્રચલિત છે અને કપાસના ઉત્પાદન માટે પાકિસ્તાન વિશ્વનો પાંચમો નમ્બર ધરાવે છે. એ સિવાય પેટ્રોલિયમ, વિવિધ ખનીજ, ધાતુઓ, કિંમતી પથ્થરો પણ પાકિસ્તાનમાં ખુબ સહેલાઇથી ઉપલબ્ધ છે.
વાત આવી છે ભારતની તો ભારતના ખાતે પણ ખુબ મોટા ભંડારો અને ફાયદાઓ કુદરતે બક્ષેલા છે જેમ કે ભારતમાં માઇકા નામનું ખનીજ મળે છે જે ખુબ ઉપયોગી હોઈ છે અને તે વિશ્વભરમાંથી મળતા માઇકાના 60% જેટલું માત્ર ભારતમાં પેદા થાય છે. એજ રીતે બીજા ખનીજો, મિનરલો પણ ભારતમાં વધુ પેદા થાય છે ત્યારે ભારતનો દરિયા કિનારો 7516 કી.મી. લાંબો છે જે ભારતને ધંધા વેપાર માટે ખુબ ઉત્તમ બનાવી શકે છે. આ સાથે ઉત્તરમાં હિમાલય ઠંડા પવનો અને ચીન જેવા દેશોથી રક્ષણ આપે છે તેમજ ત્યાંથી વહેતી નદી અને કાપ ઉતરી તથા મધ્યભારતને ખેતી લાયક બનાવી રાખે છે.
આ સાથે ભારતને પણ 7 દેશો સાથે પોતાની બોર્ડર લાગુ પડતી હોઈ સંરક્ષણ ખર્ચ ખુબ વધી જાય છે ત્યારે ચીન દ્વારા આપણા બધા જ પાડોશી દેશોને ઉકસાવાને કારણે દોસ્તી અને કર્જ ભુલાઈ રહ્યો છે. સાથે ભારતીય મહાસાગર ખુબ ગરમ થતો હોવાથી વરસાદની અનિશ્ચિતતા ભારતે ખુબ ભોગવવી પડે છે.
આજે ભારત અને પાકિસ્તાન અને એમ કહીએ તો બાંગ્લાદેશ પણ જો એક અખંડ ભારત હોત તો ભારતને એક સુપર પાવર દેશ બનતા કોઈ રોકી શક્યું હોત નહિ કેમ કે બંને દેશો 1960 થી એકબીજા સાથે લડતા ઘણા વીર ખોઈ ચુક્યા છે જેમાં જાનમાલ, સમય અને પૈસાની બરબાદી સિવાય કોઈદેશ બીજું કઈ મેળવી શક્યું નથી ઉપરથી બે ભાઈઓના ઝઘડામાં બારનો વ્યક્તિ એટલે કે ચીન ખુબ લાભ ખાંટી રહ્યો છે અને આજે પાકિસ્તાનને તો આર્થિક પાયમાલ બનાવી જ દીધો છે ત્યારે કદાચ જો આ ભાગલા ન પડ્યા હોત તો અખંડ ભારતની સવાર કંઈક અલગ જ હોત એ હકીકત છે.
Video Source: Getsetflyfacts (YouTube Channel)
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
No comments:
Post a Comment