Swami Vivekanand ના જીવનની ઘણી રહસ્યમયી વાતો । स्वामी विवेकानंदके जीवनकी रहस्यमयी बातें | Secrets of Swami Vivekanand's Life

by Dr. Hardik Ramani

Video Link:

 

 નમસ્કાર મિત્રો,

 12 જાન્યુઆરીના રોજ ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાય છે અને એ દિવસે વિદ્યાર્થીઓ માટે શાળામાં વિવિધ બૌદ્ધિક પરીક્ષાઓનું પણ આયોજન કરવામાં આવે છે જેનું કારણ સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે. સન 1863ની 12મી જાન્યુઆરીના દિવસે કલકત્તામાં સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. તેમનું બાળપણથી નામ નરેન્દ્રનાથ દત્તા હતું અને આપણે સ્વામીજીને તેમની યાદશક્તિ અને તેજસ્વીતાના કારણે આજે પણ ઓળખીએ છીએ તેમ તેઓ ભણતરમાં નાનપણથી ખુબ હોશિયાર અને ચપળ હતા.


         સ્વામી વિવેકાનંદજી નાનપણથી અધ્યાત્મ તરફ વધુ ઝુકાવ રાખતા હતા પરંતુ તેમના પિતા તેમને અંગ્રેજીમાં અભ્યાસ કરવા અને ભણી-ગણી સારી નોકરી કરવા પર જોર આપતા હતા. તેઓ સધ્ધર પરિવારમાં જન્મેલા હતા પરંતુ નાની ઉંમરમાં જ તેમના પિતાજીનું અવશાન થતા જવાબદારી તેમના પર આવી ગઈ હતી. તેઓ ખુબ ઉદારદિલ હતા તેમજ લોકોની સેવા કરવા અને સમાજ ઉપયોગી થવા માટે તેઓ પોતાની પણ પરવાહ કરતા નહિ.

 

ગુરુ શિષ્યની જયારે પણ વાત આવે ત્યારે સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસની વાત ના આવે એવું ન બને કેમકે સ્વામીજી એક સાચા શિષ્ય માટેનું ઉત્તમ ઉદાહરણ સમા હતા. માત્ર તર્ક માટે રામકૃષણ પરમહંસજી પાસે ગયેલા નરેન્દ્રને પોતાના દરેક પ્રશ્નોના જવાબ મળી ગયા અને સ્વામીજીએ રામકૃષ્ણજી ને પોતાના આજીવન ગુરુ બનાવી તેમની આખરી સમય સુધી સેવા કરી. 


         સ્વામી વિવેકાનંદને સંપૂર્ણ વિશ્વ 1893માં અમેરિકાના શિકાગો શહેરમાં થયેલી વિશ્વ ધર્મ પરિસદમાં તેમના વ્યાખ્યાયન માટે યાદ કરે છે. આજે પણ તેમની યાદમાં ત્યાં સ્વામીજી દ્વારા બોલાયેલ સ્પીચની નોંધ રાખેલ છે. "બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા" આ વાક્ય માત્રએ સંપૂર્ણ હોલમાં તાળીઓની ગડગડાટ કરાવી દીધી હતી જે આજે પણ કોઈ ભારતીયને ગર્વ અપાવનારી ઘટના હતી. સ્વામીજીને અમેરિકા, યુરોપમાં ધર્મને આધીન વ્યાખ્યાયન, ચર્ચા માટે ખુબ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

સ્વામીજીએ તેમના ગુરુના અવશાન બાદ પગપાળા ભારતભ્રમણ કરી ધર્મ સુધારક અને પ્રચારક તરીકે ઘણું કાર્ય કર્યું હતું. ભારતના વિવિધ ક્ષેત્રોમાં આજે પણ સ્વામીજીના આશ્રમો અને તેમની વિચારધારા જીવંત છે. સ્વામી વિવેકાનંદજીને આજે પણ લોકો તેમની ધ્યાનશક્તિ, એકાગ્રતા અને યાદશક્તિ માટે પોતાના આદર્શ માને છે. તેમના માટે એવું પણ કહેવાય છે કે તેઓ એક વખત માત્ર વાંચી સંપૂર્ણ કંઠસ્થ કરી શકતા અને આજીવન શબ્ધશઃ યાદ પણ રાખી શકતા. 


         39 વર્ષની ખુબ ટૂંકી આયુમાં સ્વામીજી અવશાન પામ્યા હતા પરંતુ આયુ લાંબી નહિ જીવન મોટું હોવું જરૂરી છે તે સ્વામીજી ખરું સાબિત કરી ગયા હતા. તેમની ટૂંકી આયુમાં સ્વામીજીએ માત્ર ભારત જ નહિ વિશ્વમાં પોતાની મહિમા સ્થાપી દીધી હતી. આજે તેમના જન્મના 175 વર્ષ બાદ પણ ભારતના એક મહાન સંત સ્વામી વિવેકાનંદ તરીકે વિશ્વ યાદ કરે છે. આજે આપણે વીડિયોના માધ્ય્મથી જાણવાના છીએ સ્વામીજીના ઘણા રહસ્યો જે આપણે કદાચ નહિ જાણતા હોઈએ.

हिंदीमें अनुवाद...

 नमस्कार मित्रो,

12 जनवरी भारत में राष्ट्रीय युवा दिवस है और उस दिन स्वामी विवेकानंदजी के जन्मदिन के कारण छात्रों के लिए स्कूल में विभिन्न बौद्धिक परीक्षाएं भी आयोजित की जाती हैंस्वामी विवेकानंद का जन्म 12 जनवरी, 1863 को कलकत्ता में हुआ थाउनके बचपन का नाम नरेंद्रनाथ दत्ता था और जैसा कि हम आज भी स्वामी जी को जानते हैं, उनकी स्मृति और प्रतिभा के कारण वे कम उम्र से ही सीखने में बहुत प्रतिभाशाली और फुर्तीले थे

स्वामी विवेकानंद जी का बचपन से ही अध्यात्म की ओर अधिक झुकाव था लेकिन उनके पिता ने उन्हें अंग्रेजी पढ़ने और अच्छी नौकरी करने पर जोर दियाउनका जन्म एक संपन्न परिवार में हुआ था लेकिन कम उम्र में ही उनके पिता का निधन हो गया और जिम्मेदारी उन पर गईवह बहुत उदार था और लोगों की सेवा करने और समाज के लिए उपयोगी होने के लिए खुद की भी परवाह नहीं करता था

जब भी गुरु शिष्य की बात आती है, स्वामी विवेकानंद और उनके गुरु रामकृष्ण परमहंस का उल्लेख नहीं किया जाना चाहिए क्योंकि स्वामीजी एक सच्चे शिष्य के लिए एक उत्कृष्ट उदाहरण थेकेवल तर्क के लिए रामकृष्ण परमहंसजी के पास गए नरेंद्र को उनके सभी सवालों के जवाब मिले और स्वामीजी ने रामकृष्णजी को अपना आजीवन गुरु बनाया और अंतिम दिनों तक उनकी सेवा की

1893 में शिकागो, यूएसए में विश्व धर्म परिषद में स्वामी विवेकानंद के व्याख्यान के लिए पूरी दुनिया उन्हें याद करती हैआज भी उनकी स्मृति में स्वामी जी द्वारा बोले गए भाषण का एक नोट हैवाक्यांश "ब्रदर्स एंड सिस्टर्स ऑफ अमेरिका" ने पूरे हॉल में केवल तालियों की गड़गड़ाहट का कारण बना जो एक ऐसी घटना है जो आज भी किसी भी भारतीय को गौरवान्वित करती हैस्वामीजी को अमेरिका और यूरोप में धर्म पर व्याख्यान देने और चर्चा करने के लिए बहुत आमंत्रित किया गया था

अपने गुरु की मृत्यु के बाद, स्वामी जी ने पैदल भारत का दौरा किया और एक सुधारक और उपदेशक के रूप में बहुत काम कियास्वामीजी के आश्रम और उनकी विचारधारा भारत के विभिन्न हिस्सों में आज भी जीवित हैआज भी लोग स्वामी विवेकानंदजी को उनके ध्यान, एकाग्रता और स्मृति के लिए अपना आदर्श मानते हैंयह भी कहा जाता है कि वे केवल एक बार पढ़ सकते हैं और इसे पूरी तरह से याद कर सकते हैं और इसे जीवन भर याद रख सकते हैं

        स्वामी जी का 39 वर्ष की अल्पायु में निधन हो गया, लेकिन स्वामी जी ने सिद्ध कर दिया कि जीवन लंबा नहीं है और जीवन लंबा होना चाहिएस्वामी जी ने अपने छोटे से जीवन में केवल भारत में बल्कि पूरे विश्व में अपना गौरव स्थापित किया थाउनके जन्म के 175 साल बाद आज भी दुनिया उन्हें भारत के एक महान संत स्वामी विवेकानंद के रूप में याद करती हैआज हम वीडियो के माध्यम से स्वामी जी के कई रहस्य जानने जा रहे हैं जो शायद हम नहीं जानते

 Video Source:  Getsetflyfacts (YouTube Channel) 


Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice