દુનિયાના 10 સૌથી અદભુત તંબુઓ । दुनियाके बहेतरीन तम्बू | Top 10 Wonderful Tents in the World

by Dr. Hardik Ramani

નમસ્કાર મિત્રો,

 દુનિયાના દરેક પ્રાણીઓ, પશુઓ અને પક્ષીઓ કુદરતની બનાવેલી પૃથ્વીને જ પોતાનું ઘર બનાવી રહે છે. ઉપર આકાશ અને નીચે જમીન તો કોઈ જીવ જંતુઓ પોતાનું આશિયાના જમીનમાં ખોદી, બખોલ બનાવી અને પક્ષીઓ વૃક્ષ પર માળો બનાવી પોતાનું જીવન જીવે છે. જળચર જીવો માટે એની દુનિયા પાણીની અંદર જ રહેલી છે જેથી તે પણ પાણીની નીચે જમીનમાં અથવા કે ખડકોની અંદર પોતાને છુપાવી લે છે. મનુષ્ય હજારો વર્ષોથી આ પૃથ્વી પર રાજ કરતો આવ્યો છે અને તે પણ શરૂઆતી વર્ષોમાં ગુફાઓમાં કે નાના મોટા વૃક્ષોની છાલના કે ચામડાના તંબુઓથી શરૂઆત કરી કાચા લીપેલાં મકાનો બનાવી કબીલાઓમાં પોતાનું જીવન જીવતા. ધીરે ધીરે જેમ જેમ માનવી પોતાનો વિકાસ કરતો ગયો તેમ તે રહેવા માટે પોતાના ઉત્તમ મકાનો બનાવતો ગયો પરંતુ આજે પણ તે પોતાની શરૂઆત ભૂલી શક્યો નથી.


 જુના જમાનામાં કે રાજાઓના યુગમાં જયારે લડાઈ માટે બીજા દેશ પર આક્રમણ કરવાનું હોઈ ત્યારે તે કાચા સામાન સાથે નાના મોટા તંબુઓ લઇ નીકળતા હતા અને જ્યાં રાત પડે ત્યારે સપાટ મેદાનો જોઈ ત્યાં રાત વિતાવવા તંબુઓ ઉભા કરી રાજાથી લઇ દરેક સિપાહી સુધીના લોકોની વ્યવસ્થા કરવામાં આવતી. આ આપણે ઘણા ઈતિહાસિક પિક્ચરો કે નાટકોમાં જોયું જ હશે. રાજાનો તંબુ વિશાળ અને દરેક સુખ સુવિધા સાથેનો હોઈ તેમજ યુદ્ધ રણનીતિ માટેના ખંડનો પણ તંબુ અલગ હોઈ જ્યાં આજની ભાષામાં મિટિંગ જેવું યોજી શકાય.


 સામાન્ય નાગરિકો આજથી 100 વર્ષો પહેલા સુધી જયારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા ત્યારે એક સાથે આવી સફરમાં સાથે તંબુઓ લઈને નીકળતા. એ સમયમાં જમીની સફર ખુબ ધીમી, પગપાળા અને લૂંટારુઓને કારણે ખતરનાક હતી. એ સમયે લોકો સાથે જ મુસાફરી ખેડતા અને છોકરાઓ, સ્ત્રીઓ થાકે એટલે પોરો ખાવા માટે અને રાતવાસો કરવા માટે સુરક્ષિત જગ્યા શોધી તંબુઓ પાથરવામાં આવતા. 


 આજના સમયમાં જયારે દરેક જગ્યાએ પાકી અને સુવિધાયુક્ત હોટલ્સ તેમજ ખુબ ઝડપી વાહનવ્યવહાર હોવાને કારણે આવી સુવિધા સાથે લઇ જવાનો કોઈ મતલબ રહ્યો નથી. હવે દરેક જગ્યાએ હોટલ પહેલાથી બુક હોઈ છે અને ટેક્સી, રીક્ષાઓ જેવા વાહનવ્યવહાર પણ કોઈપણ સમયે ઉપલબ્ધ હોઈ છે જેથી લોકોને એ સમય જેવી કોઈપણ પરેશાનીનો સામનો કરવો પડતો નથી પરંતુ આજે નવી પેઢીને એ જૂનો સમય પ્રમાણે જીવવું એ ટુરિઝમ જેવું લાગવા લાગ્યું છે અને સ્પેશિયલી તંબુમાં રોકાવા માટે લોકો હોટલમાં વિવિધ પેકેજ આપી રહ્યા છે. આજે દરેક ટુરિઝમ પ્લેસને દેશી સ્ટાઇલમાં પરંતુ દરેક સુખ સુવિધા સાથે વિકસાવી રહ્યા છે. તંબુઓ હવે સામાન્ય નથી રહ્યા અને પહેલા જેમ લોકોની મજબૂરી હતી તંબુમાં રાત કાઢવી તેવું પણ નથી રહ્યું. આજે આપણે એવા જ 10 અદભુત તંબુઓ જોવાના છીએ જે આજના જમાના મુજબના છે અને લોકો આઉટિંગ માટે કે ટ્રેકિંગ માટે તેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. 

 

વીડિયોના માધ્યમથી જોશું એવા 10 તંબુઓ વિષે જે જોઈ તમને પણ એકાદ એવું તંબુ ફરવા જવા માટે લેવાની ઈચ્છા થઇ જશે. તો ચાલો જોઈએ ટોપ 10 હિન્દી યુટ્યુબ ચેનલનો વહુ એક રોમાંચિત વિડીયો.

हिंदीमें अनुवाद...

 नमस्कार मित्रो,

प्रकृति द्वारा बनाई गई पृथ्वी पर दुनिया के हर जानवर, जानवर और पक्षी का अपना घर हैआकाश के ऊपर और जमीन के नीचे, कुछ जीवित कीड़े एशिया की मिट्टी में अपना छेद खोदते हैं, दरारें बनाते हैं और पक्षी पेड़ों पर अपना घोंसला बनाते हैं और अपना जीवन जीते हैंजलीय जीवन के लिए इसकी दुनिया पानी के भीतर है ताकि यह पानी के भीतर या चट्टानों में छिप सकेमानव जाति हजारों वर्षों से पृथ्वी पर शासन कर रही है, और यहां तक ​​कि प्रारंभिक वर्षों में भी, गुफाओं में या छोटे या बड़े पेड़ों की छाल में या चमड़े के तंबू में, पहने हुए घरों में रह रहे हैंधीरे-धीरे जैसे-जैसे मनुष्य ने स्वयं को विकसित किया, उसने रहने के लिए अपने स्वयं के उत्कृष्ट घर बनाए लेकिन आज भी वह अपनी शुरुआत को नहीं भूल सका

पुराने दिनों में या राजाओं के युग में, जब उन्हें युद्ध के लिए दूसरे देश पर आक्रमण करना पड़ता था, वे कच्चे माल के साथ छोटे और बड़े तंबू लेते थे और जब रात होती थी तो वे समतल मैदानों में रात बिताने के लिए तंबू लगाते थे और लोगों की व्यवस्था करते थेराजा से लेकर हर सिपाही तकऐसा हमने कई ऐतिहासिक चित्रों या नाटकों में देखा होगाराजा का तंबू विशाल होना चाहिए और हर आराम की सुविधा के साथ-साथ युद्ध रणनीति कक्ष के लिए एक अलग तम्बू होना चाहिए जहाँ आज की भाषा में बैठक हो सके

आम नागरिक 100 साल पहले तक एक जगह से दूसरी जगह इस तरह की यात्राओं में अपने साथ टेंट लेकर जाया करते थेउस समय भूमि यात्रा बहुत धीमी थी, पैदल चलने वालों और लुटेरों के कारण खतरनाक थीउस समय लोग एक साथ यात्रा कर रहे थे और लड़के और महिलाएं थके हुए थे इसलिए दलिया खाने और रात बिताने के लिए सुरक्षित जगह की तलाश में तंबू लगाए गए थे

आज की दुनिया में जहां अच्छी तरह से सुसज्जित और अच्छी तरह से सुसज्जित होटल हैं और साथ ही बहुत तेज परिवहन है, ऐसी सुविधा ले जाने का कोई मतलब नहीं हैअब हर जगह होटल प्री-बुक हो जाते हैं और टैक्सी, रिक्शा जैसे परिवहन भी किसी भी समय उपलब्ध होते हैं ताकि लोगों को उस समय की तरह किसी भी परेशानी का सामना करना पड़े लेकिन आज नई पीढ़ी पुराने समय की तरह जी रही है और यह एक में रहने जैसा हैविशेष तम्बू इसलिए लोग होटलों में अलग-अलग पैकेज दे रहे हैंआज हर पर्यटन स्थल का विकास देसी अंदाज में हो रहा है लेकिन हर सुविधा के साथटेंट अब सामान्य नहीं रह गए हैं और लोगों को अब टेंट में रात बिताने के लिए मजबूर नहीं किया जाता हैआज हम वही 10 अद्भुत तंबू देखने जा रहे हैं जो आधुनिक हैं और लोग सैर-सपाटे या ट्रेकिंग के लिए उनका भरपूर उपयोग कर रहे हैं

वीडियो के माध्यम से हम जिन 10 टेंटों को देखेंगे, वे आपको टहलने के लिए टेंट ले जाने पर मजबूर कर देंगेतो आइए देखते हैं वाहू, शीर्ष 10 हिंदी यूट्यूब चैनलों में से एक रोमांचक वीडियो

 Video Source:  Top 10 Hindi (YouTube Channel) 

Video Link:

 


Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

2 comments:

મિતુલ દેસાઈ said...

ઉપયોગી માહિતી આપવા બદલ આભાર

Dr. Hardik Ramani said...

આપનો પણ આભાર મિતુલભાઈ

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice