by Dr. Hardik Ramani
આપણે જયારે સ્વદેશી અને મજબૂત ટીકાઉ ઑટોમોબાઇલ કંપનીઓની વાત કરીએ ત્યારે કદાચ સૌથી ભરોસેમંદ કમ્પની તરીકે મહિન્દ્રાનું નામ ચોક્કસ સાંભળવા મળતું હોઈ છે જેનું કારણ છે મહિન્દ્રાની જૂની જીપો, બોલેરો, સ્કોર્પિઓ જેવી પેસેન્જર ગાડીઓ અને આજે તો XUV સિરીઝની વિવિધ કાર્સ અને થાર જેવી જીપ કન્સેપ કારે તો માર્કેટમાં ધૂમ મચાવી છે. વર્ષોથી મહિન્દ્રા દ્વારા લોન્ચ થયેલી પર્સનલ, ફેમેલી અને કોમર્શિયલ ગાડીઓ માર્કેટમાં ખુબ સફળતા સાથે ફરતી જોવા મળી રહી છે.
મહિન્દ્રા કંપની માત્ર ગાડીઓ કે યુટીલીટી વેહીકલ્સ જ નથી બનાવતું પરંતુ મહિન્દ્રાનું એક ડિવિઝન ટ્રેકટર પણ બનાવે છે અને નવાઈની વાત તો એ છે કે મહિન્દ્રા કંપની સંપૂર્ણ વિશ્વમાં સૌથી વધુ વધુ ટ્રેકટર બનાવનારી અને વેચનારી કંપની છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા દર વર્ષે રેકોર્ડ 1,50,000 થી વધુ ટ્રેકટરનું નિર્માણ કરવામાં આવે છે અને ગતવર્ષની મંદીના સમયમાં પણ 85,000 થી વધુ ટ્રેકટર મહિન્દ્રા દ્વારા વેચવામાં આવ્યા હતા. મહિન્દ્રા ટ્રેક્ટરનો સૌથી મોટું માર્કેટ ભારત અને ચીનમાં છે. એ સિવાય ભારતીય ઉપખંડ, યુનાઈટેડ સ્ટેટ્સ, ઑસ્ટ્રેલિયા, સર્બિયા, ચિલી, સીરિયા, ઈરાન અને આફ્રિકન ખંડના મોટા ભાગમાં પણ મહિન્દ્રા પોતાના ટ્રેકટરનું સફળતાપૂર્વક વેચાણ કરે છે.
મહિન્દ્રા ગ્રુપ ઓફ કંપનીઝ આજે એરોસ્પેસ, એગ્રીબિઝનેસ, આફ્ટરમાર્કેટ, ઓટોમોટિવ, બાંધકામ સાધનો, સંરક્ષણ, ઉર્જા, ફાર્મ ઇક્વિપમેન્ટ, ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ, ઔદ્યોગિક સાધનો, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, લેઝર અને હોસ્પિટાલિટી, લોજિસ્ટિક્સ, રિયલ એસ્ટેટ, રિટેલ અને શિક્ષણ ક્ષેત્રોમાં હાજરી ધરાવે છે જેની 71 જેટલી વિવિધ પેટા કંપનીઓ પણ છે જેની કુલ રેવન્યુ 21.9 બિલિયન ડોલર્સ કરતા વધુ છે. આજે મહિન્દ્રા અને મહિન્દ્રા કંપનીમાં 2,50,000 થી વધુ એમ્પ્લોયી કામ કરી રહ્યા છે અને તેઓ પોતાની કોઈને કોઈ પ્રોડક્ટ અને બ્રાન્ડ 100 થી વધુ દેશોમાં ફેલાવી ચુક્યા છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની વિષે તો હાલની ઘણી જાણકારી આપણે લીધી પરંતુ સાચી જાણકારી તેમના ઇતિહાસમાં છુપાયેલી છે. 2 ઓક્ટોબર 1945 એટલે કે ભારત આઝાદ થયું એ પહેલા લુધિયાણા, પંજાબમાં સ્ટીલ ઉધોગ તરીકે એક કંપની શરુ થઇ હતી. ત્રણ મિત્રો જેમાંથી બે સગા ભાઈઓ જે.સી.મહિન્દ્રા - કે.સી.મહિન્દ્રા હતા અને તેમના મિત્ર મલિક ગુલામ મુહમ્મદ દ્વારા મુહમ્મદ એન્ડ મહિન્દ્રા (M & M) કંપનીની સ્થાપના થઇ હતી. કંપનીની સ્થાપનાના માત્ર બે જ વર્ષમાં ભારત આઝાદ થયું અને ભારતના ભાગલા પડ્યા જેમાં મલિક ગુલામ મુહમ્મદ સાહેબ પાકિસ્તાન જતા રહ્યા અને તેઓ પાકિસ્તાની સરકારના વિત મંત્રી બન્યા પરંતુ કમ્પનીની દોર બન્ને ભાઈઓએ ખુબ સારી રીતે સંભાળી રાખી હતી જેથી કંપનીનું નામ 1948 માં બદલી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કરી દેવામાં આવ્યું હતું.
સ્ટીલ ઉધોગોમાં ટૂંકા સમયમાં માહિર થઇ જવાને કારણે તેમણે યુ.કે. માં પણ સ્ટીલનું કામ શરુ કરી દીધું હતું તેમજ વહીલી જિપ્સ બનાવવાનું પણ કાર્ય શરુ કરી દીધું હતું. 1956 માં મહિન્દ્રા કંપની બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં રજીસ્ટર પણ થઇ ચુકી હતી અને જે બાદ 1969 સુધીમાં યુટીલીટી વાહનોનું એક્સપોર્ટ પણ કંપની દ્વારા શરુ કરી દેવામાં આવ્યું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના આજે ખુબ પૈસા કમાઈ આપતા ડિવિઝન ટ્રેકટર અને ટેક મહિન્દ્રા પણ 1982 અને 1986 માં શરુ કરી દેવામાં આવ્યા હતા.
મહિન્દ્રા કંપનીની મોટા સપનાઓની ઉડાન 1994 પછી લાગી હતી જયારે આ કંપની એટલું મોટું સ્વરૂપ લેવા લાગી હતી કે તેમની પેટા પાંખો, પ્રોડક્ટ્સ અને વિવિધ દેશોની સફર ખુબ વધવા લાગી હતી. એ સમય પછી કંપનીને વિવિધ ભાગોમાં વેચી ડિવિઝન્સ કરવા પડ્યા હતા. 2000 ની સાલમાં નવા મેનેજીંગ ડિરેક્ટર તેમજ આજના એક્ષેકયુટીવ ચેરમેન આનંદ મહિન્દ્રા દ્વારા નવા લોગો સાથે મહિન્દ્રાની સૌથી સફળ ગાડી સ્કોર્પિઓ લોન્ચ કરવામાં આવી હતી. આ સમય પછી મહિન્દ્રા કંપની વધુ ને વધુ શિખરો સર કરતી રહી અને આજે એક મોટું બિઝનેસ એમ્પાય આપણે સૌ જોઈએ છીએ.
Video Source: Live Hindi (YouTube Channel)
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
No comments:
Post a Comment