ભારતના શહેરો વિદેશના શહેરો જેવા સાફ અને સુંદર કેમ નથી લાગતા? | Why don't Indian cities look as clean and beautiful as foreign cities?

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

જયારે પણ આપણે ફોરેનના દેશોના ફોટો જોઈએ, પિક્ચરોમાં જોઈએ કે વિદેશમાં ફરવા જઈએ ત્યારે આપણે જોઈએ છીએ કે ત્યાંના શહેરો કેટલા ચોખ્ખા, વેલ પ્લાન્ડ અને વેલ મેન્ટેન હોઈ છે ત્યારે આપણા દેશના મુંબઈ, દિલ્હી, કલકતા, ચેન્નાઇ જેવા મોટા શહેરો અને એના જેવા બીજા પણ ઘણા શહેરો કે જ્યાં લાખો લોકો વસવાટ કરતા હોઈ છે ત્યાં સરખામણી કરતા આપણને લાગે છે કે આપણા શહેર વધુ ગંદા તથા ઢંગ-ધડા વિનાના છે. આજે ભારત પણ એકવીસમી સદી જીવી રહ્યું છે અને દુનિયાની સાથે કદમ મિલાવી ચાલી પણ રહ્યું છે ત્યારે આવું કેમ બનતું હશે કે ભારતના કોઈપણ શહેર વિશ્વના બીજા દેશોના શહેરોની તુલનામાં નજીક પણ પહોંચી શકતા નથી. 

ભારતમાં સારા તથા અતિ વિકસિત મનાતા હોઈ તેવા ગમે તે શહેરની પસંદગી કરીએ અને તેને વિવિધ ફેકટર્સની તુલના કરાવીએ અમેરિકા, યુરોપ, ઑસ્ટ્રેલિયા, કેનેડા અને બીજા વિકસિત દેશો સાથે ત્યારે આપણે એક વખતે તો વિચાર અવશ્ય આવે જ કે ભારતના આ મોટા શહેરો તો કોઈ પણ રીતે વિદેશના શહેરોથી પાછળ નથી છતાં આપણું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લાનિંગ અને મેંટેનીંગ વિદેશ જેવું કેમ નથી? વિકાસની દ્રષ્ટિએ આજે ગ્લોબલ ઈકોનોમી બનવા મથી રહ્યા દેશોમાં ભારતના શહેરો આટલા પાછળ અથવા અલ્પવિકસિત જેવા લગતા હોઈ તેનું કારણ શું હોઈ શકે? તો કદાચ આ થવાના કારણોની ચર્ચા આજે આપણે અહીંયા કરવાના છીએ. 

ભારતના શહેરોના ખરાબ પ્લાનિંગનું મોટું કારણ એ છે કે ભારત એક રૂલર દેશ છે જ્યાં શહેરોથી વધુ લોકો ગામડામાં રહે છે. ભારતમાં આજે પણ 65% થી વધુ વસ્તી ગ્રામ્યમાં રહે છે અને મોટા શહેરો પણ થોડા વર્ષો પહેલા ગામડા અથવા નાના શહેરો જ હતા જ્યાં પ્લાનિંગ પણ ગામડાની જેમ માત્ર સગવડિયું હતું. ભારતના કોઈ પણ શહેરને તમે જયારે ગહેરાઈથી જોશો તો માલુમ પડશે કે શહેરો નાના-નાના પરાઓમાં વિભાજીત હોઈ છે જ્યાં ગ્રામ્યની જેમ નાની શેરીઓ, ગલીઓ, પાર્કિંગ વિનાના બાંધકામો, ગટર તથા ભૂગર્ભ વ્યવસ્થા વિનાના ટાઉન પ્લાનિંગ અને અનેકો પ્રશ્નો આપ જોવા મળતા હોઈ છે જે કદાચ ફોરેનના કોઈપણ નાના કે મોટા શહેરોમાં જોવા નથી મળતા. આ સાથે શહેરોનો વિકાસ વિવિધ વિસ્તારોમા થાય ત્યારે પણ લોકો પોતાની અનુકૂળતા મુજબ શહેરોની રચના કરવા લાગે છે જે નિયમબદ્ધ ન હોઈ ત્યારે આ મુશેક્લી જોવા મળતી હોઈ છે.

બીજો સુધી મોટું કારણ એ પણ છે કે ભારતની ઈકોનોમી આઝાદી બાદ ક્યારે પણ વિકસિત દેશો જેટલી ઉપર આવી નથી. ભારત આઝાદ થયો ત્યારબાદ દેશનું મોટું નિર્માણ કરવાની જવાબદારીઓ હતી અને એજ સમયે વિકાસના કામોથી વધુ જરૂરી હતું પાયાની જરૂરત પુરી પાડવી અને એજ કારણથી આપણા દેશના સૌથી મોટા શહેરો તથા અન્ય શહેરોમાં પણ ટાઉનનું પ્રોપર પ્લાનિંગ કરવા માટે સરકાર પાસે પૈસા ન હતા જેથી બીજી પાયાની જરૂરત પુરી કરવું વધુ યોગ્ય લગતા ઢંગ-ધડા વગર આ શહેરોનું નિર્માણ અને વિકાસ થયો જે આજે 21 મી સદીમાં પણ બીજા દેશોના શહેરો જેવા સુંદર લગતા નથી. એવું પણ બન્યું છે કે વિકસિત દેશોની સભ્યતા 100 વર્ષો પહેલાથી ખુબ સુદૃઢ અને આયોજનબદ્ધ રીતે શહેરોને પ્લાન કરતા શીખી ગયા હતા અને તેઓએ એ મુજબથી જ તેમના શહેરોને બનાવ્યા હતા ત્યારે ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં ઓછી જરૂરત હોવાને કારણે નાના રસ્તાઓ, ખુલ્લી ગટરો, પુરી જગ્યાનું બાંધકામ તેમજ નજીવી વિચારસરણીના પ્લાનિંગથી શહેરોના પ્લાનિંગ થયા હતા.

ભારતના શહેરોના અલ્પ વિકાસનો એક મોટા કારણમાં એ પણ છે કે ભારતમાં કોઈ રી ડેવલોપમેન્ટ કે કોઈ કારણસર સંપૂર્ણ ન્યુ ડેવલોપમેન્ટ થયું નથી. ભારતમાં વિદેશો જેટલું હજુ પણ રી ડેવલોપમેન્ટ કન્સેપટ આવ્યો નથી. કદાચ હજુ પણ ભારતમાં આપણે 30% વધુ 50-70 વર્ષો જુના બાંધકામ જોવા મળે છે જ્યાં રાજા મહારાજા નહિ પરંતુ સામાન્ય નાગરિકો જ રહેતા જણાય છે. આ જગ્યાઓને 70 વર્ષ જૂની ઢબથી બાંધવામાં આવેલ હોઈ ત્યાં બાથરૂમ-સંડાસ જેવી પાયાની પણ સુવિધાનો અભાવ હતો તેમજ બીજી પણ ઘણી વ્યવસ્થાઓ ન હતી જે આજે ખુબ જરૂરી હોઈ શકે એ સાથે ત્યારે થયેલા બાંધકામ વચ્ચે ખુલ્લી જગ્યા, રોડ-રસ્તા, ગટર અને ભૂગર્ભ વ્યવસ્થા પણ એ સમય મુજબની હોઈ આજના વાહનો ગાડીઓ, હાલાણ માટે ખુબ મુશ્કેલી સર્જાઈ રહી છે અને જયારે શહેરનું ટાઉન-પ્લાનિંગ થાય ત્યારે ભારતના નિયમો મુજબ આવા વિસ્તારને સરકાર પોતાના આધીન રિડેવલોપમેન્ટ કરી શકતી નથી અને કદાચ કરવામાં આવે તો એ નિયમોનું લોકો દ્વારા પાલન પણ કરવામાં આવતું નથી.

ભારતના ખરાબ સીટી ડેવલોપમેન્ટ માટે સરકારથી વધુ દોષિત જનતા છે જેનું કારણ છે કે ભારતમાં નિયમો જ તોડવા માટે બનતા હોઈ છે. આજે શહેરોમાં કોઈપણ બાંધકામ માટે બનતા પ્લાન અને પ્લાનિંગને કોઈપણ કિંમતે પોતાની મરજી પૂર્વક ફેરવી નાખવામાં આવે છે અને તે માટે અધિકારીઓ અને સરકાર પણ ઢીલી નીતિ રાખી ભ્રસ્ટાચારને પ્રેરણા આપતા હોઈ તેમ ભવિષ્ય માટે નુકશાન સર્જી રહ્યા છે. આજે ઈમ્પૅક્ટ ફીના નામે ઈલિગલ બાંધકામને લીગલ કરવામાં આવે છે જે આપણા શહેરોના પ્લાનિંગને લાંબા વર્ષો માટે અસ્તવ્યસ્ત રાખે છે. મોટા શહેરોમાં પણ જુના થયેલ બિન ખેતીના નક્શાઓમાં સીધા રોડ-રસ્તાનો અભાવ હોઈ છે તેમજ જરૂરતથી ઓછા પહોળા રોડ, દબાણ કે ભવિષ્યના કોઈપણ વિચાર વિના વ્યવસ્થા ખુબ મોટો પ્રશ્ન સર્જી રહ્યા છે. 

    જો આપણે પણ ભવિષ્યમાં એક સુંદર, સુદ્રઢ, વેલ પ્લાન્ડ અને વેલ મેન્ટેન શહેરોના નિર્માણ કરવા હશે તો આજે એક આદર્શ નાગરિક તરીકે નિયમબદ્ધ નિર્માણ માટે આપણી સહમતી આપવી જ પડશે. આપણે પણ નિયમમાં ચાલી આપણી નહિ પરંતુ દેશની જરૂરતને સમજવી જ પડશે.

Video Source: Live Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice