જૈન ધર્મ અને તેમના 10 પ્રમુખ ધાર્મિક સ્થાનો । Jainism and their 10 major religious places

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

વિશ્વભરમાં સેકડો ધર્મ છે જે માનવ સમાજને ભિન્ન પરંતુ એક વિશેષ સમુદાયમાં એક બીજા સાથે જોડી રાખવાનું ચોક્કસ કામ કરે છે. ભારતમાં ધાર્મિકતાની રીતે એક અલગ જ દ્રશ્ય રહ્યું છે જ્યાં ઘણા ધર્મનો ઉદય થયો છે અને આજે પણ એ ધર્મ પોતાની ઊંડી છાપ ધરાવે છે. ભારતમાં હિન્દૂ ધર્મનો ઇતિહાસ હજારો વર્ષો પૂર્વેનો માનવામાં આવે છે પરંતુ એટલો જ જૂનો એક ધર્મ એવો પણ છે જે સિંધુ ઘાટી સભ્યતા વખતે પણ ખુબ ફેલાયેલો હતો અને જેના મૂળ સ્થાનકનો અંદાજો ઇતિહાસના પન્નાઓમાં પ્રસ્થાપિત તો નથી પરંતુ ભારતની જમીન પર જ ફેલાયો છે તેના પાક્કા પુરાતત્વ પુરાવાઓ મળેલ છે. આજે આપણે વાત કરવાના છીએ જૈન ધર્મ વિષે જેને દુનિયા જૈનિઝમ તરીકે પણ ઓળખે છે જેમાં જીવ દયા એ પરમો ધર્મ છે અને તેમના 24 તીર્થંકર તેમના દેવ માનવામાં આવે છે. 

જૈનનો મતલબ કર્મોને ખતમ કરનાર જિન ભગવાનના અનુયાયી થાય છે. જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકર થઇ ગયા જેમણે જૈનનો ખુબ વ્યાપ કર્યો હતો. જૈન ધર્મને ભારતનો સૌથી જૂનો ધર્મ પણ ગણી શકાય કેમકે ઇતિહાસના પન્નાઓથી લઇ શીલાલેખો સુધી આ ધર્મના ચોક્કસ પુરાવાઓ મળી આવ્યા છે. જૈન ધર્મના મુખ્ય ત્રણ સ્થંભ છે અહિંસા, બિન-નિરપેક્ષતા અને અપરિગ્રહ (બિન-આસક્તિ). જૈન ધર્મના ઘણા લોકો તેમના ધર્મના પાડવા માટે કુલ 5 શપથ પણ લે છે જેમાં કોઈપણ પ્રકારની હિંસા ન કરવી, હંમેશા સત્ય જ બોલવું, ચોરી ન કરવી, બ્રમ્હચર્યનું પાલન કરવું અને કોઈપણ આસક્તિ ન રાખવી. માનવ સેવા એજ પ્રભુ સેવા તેમજ અહિંસા પરમો ધરમને માનનારો આ ધર્મ વિશ્વભરમાં ખુબ શાંતિ પ્રિય લોક સમુદાય ધરાવે છે. 

જૈન ધર્મના કુલ બે મુખ્ય ભાગ છે જે દિગમ્બર અને શ્વેતામ્બર તરીકે ઓળખાય છે. આ બન્ને જૈન ધર્મના જ ભાગ છે પરંતુ તેમની સેવા કરવાની પ્રથા અને રીત થોડી ભિન્ન હોઈ છે. જૈન ધર્મ ભારતભરમાં મુખ્યેત્વે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં તેમના લોક સમુદાય સાથે રહે છે. ભારત સિવાય કેનેડા, યુરોપ, અમેરિકા અને જાપાનમાં પણ જૈન ધર્મના લોકો વસવાટ કરે છે. ભારતમાં 45 લાખથી વધુ જૈન સમુદાયના લોકો રહે છે જે મોટા ભાગે વિવિધ રાજ્યોમાં એક માઇનોરિટી કોમ તરીકે છે. જૈન ધર્મના લોકો મુખ્યત્વે પર્યુષણ અને દાસ લક્ષણા, અસ્થનિકા, મહાવીર જયંતિ, અક્ષય ત્રિતિયાં, રક્ષાબંધન અને દિવાળી જેવા તહેવારો ખુબ ધામધૂમથી ઉજવે છે.

જૈન ધર્મના ઘણા ધાર્મિક સ્થાનો છે જે ખુબ જુના અને પૌરાણિક સમયથી મોજુદ છે. એક ગુજરાતી તરીકે ગર્વની વાત તો એ છે કે તેમના પ્રમુખ 10 ધાર્મિક સ્થાનોમાંથી 2 સ્થાન ગુજરાતમાં અને એ પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ મોજુદ છે જેથી સંપૂર્ણ ભારતનો જૈન સમુદાય જિંદગીમાં એક વખતતો ગુજરાતના આ ધાર્મિક સ્થાનો પર અચૂક મુલાકાત લેવા આવે છે. આપણે જોઈએ 10 જૈન પ્રમુખ ધાર્મિક સ્થાનોના નામ અને તેના રાજ્યો સાથે.

10. શિખરજી મંદિર, ઝારખંડ (24 માંથી 20 તીર્થંકરોને આજ મંદિર દ્વારા મોક્ષ પ્રાપ્ત થયેલ હતો)

9. દેલવાડા મંદિર, માઉન્ટ આબુ, રાજસ્થાન (11-12 મી સદી) પાંચ તીર્થંકરોનું મંદિર

8. ફૂલપાકજી મંદિર, તેલંગાણા (10મી સદીમાં બંધાયેલું મંદિર) શ્વેતામ્બર અને પહેલા તીર્થંકરનું મંદિર

7. સોનગીરી મંદિર, મધ્યપ્રદેશ (84 જૈન મંદિરનો સમૂહ- 10મી સદીનું નિર્માણ) 8માં તીર્થંકર ચંદ્રપ્રભુનું મંદિર

6. ધર્મનાથ મંદિર, કેરળ (1904 માં બંધાયેલું મંદિર છે) 15માં તીર્થંકર ધર્મનાથજીના નામથી આ મંદિર બાંધવામાં આવ્યું હતું.

5. ગિરનાર જૈન મંદિર, જૂનાગઢ, ગુજરાત. (દિગમ્બર અને શ્વેતામ્બર બન્ને માટે મહત્વનું તીર્થસ્થાન) 22માં તીર્થંકર ભગવાન નેમિનાથે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. 250 BCE પહેલાનું આ તીર્થસ્થાન સાલ 1190માં આજના રૂપમાં બાંધવામાં આવ્યું હતું.

4. પાલીતાણા મંદિર, શેત્રુંજય પર્વત, ગુજરાત  (863 પાલીતાણા મંદિરોનું સમૂહ જે સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે) 11મી સદીનું બાંધકામ કુમાર પાલ દ્વારા કરવામાં આવ્યું હતું જેને પૂર્ણ થતા 900 વર્ષ થયા હતા.

3. રાણકપુર જૈન મંદિર, રાજસ્થાન. (15મી સદીમાં નિર્માણ થયું હતું) પ્રથમ તીર્થંકરનું મંદિર

2. બાવનગજ મંદિર, મધ્યપ્રદેશ. (12મી સદીનું બાંધકામ) પ્રથમ તીર્થંકર આદિનાથની મોટી પ્રતિમા વિશેષતા.

1. ગોમતેશ્વર મંદિર,કર્ણાટક (ભગવાન ગોમતેશ્વરનું મંદિર) 18 મીટર મોટી પ્રતિમા હોવાથી આ મંદિરને લોકો બાહુબલી મંદિર તરીકે પણ ઓળખે છે.

એક ગુજરાતી તરીકે આપણે કદાચ બે મંદિરો તો જોયા હશે જે જૈન સમુદાયના સૌથી વધુ મહત્વના ધાર્મિક સ્થાનોમાંથી એક છે પરંતુ તેના સિવાયના આ દરેક જૈન મંદિરોની મુલાકાત અને દર્શન એક લ્હાવો હોઇ છે તો આપણે આ રાજ્યોમાં જઈએ તો ચોક્કસ મુલાકાત લઈએ અને હજારો વર્ષ જુના ધર્મને નજીકથી જાણીએ.

 


Video Source: Top 10 Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

 

No comments:

Today's Knowledge

Café no Brasil e no Mundo - gosto do brasil, café brasileiro, café santos, café de gente boa, história do café no Brasil em português

Os preços do café subiram no Brasil, mas o amor das pessoas pelo café não diminuiu – Breve História do Café no Brasil e no Mundo.     ...

Reader's Choice