સસ્તું પરંતુ ખુબ જરૂરી તત્વ "નમક" | What if the cheap but much needed element "salt" disappears from this world?

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

આપણે સૌ જાણીએ છીએ કે દુનિયાની કોઈપણ ખાવાની વાનગી હોઈ જો એ વાનગીમાં સ્વાદાનુસાર નમક એટલે કે મીઠું ઉમેરવામાં ન આવ્યું હોઈ તો તેમાં નંખાયેલા દરેક મિર્ચ-મસાલા અને ઇન્ગ્રેડિયટ્સ સરવાળે શૂન્ય થઇ જાય છે અને એટલે જ તો આ જરૂરી એવા મીઠા વિષે તો ગુજરાતી રૂઢિના પ્રયોગો પણ છે. "આ વ્યક્તિમાં તો સાવ મીઠું જ નથી" પણ, હકીકતથી આ મીઠું વળી કહેવત તો બુદ્ધિ સાથે સરખાવામાં આવી છે તો શું મીઠું અને માનવ બુદ્ધિ વચ્ચે કોઈ કનેક્શન છે ખરા કે માત્ર સ્વાદનો જ પર્યાય છે આ મીઠું?

હકીકતથી તો વધુ નમક વાળો ખોરાક આપણા શરીરમાં ઘણા રોગોને જન્મ આપી શકે છે અને વધુ નમક સાથેનો ખોરાક તમારી યાદશક્તિને નુકશાન પણ પહોંચાડી શકે છે. નમકના દુર્ગુણો તો ખુબ જાજા છે એટલે તેને સમજતા પહેલા નમક વિષે આપણે કંઈક નવું જાણીએ. નમક જે સાધારણ મીઠા તરીકે પણ ઓળખાય છે જેને જમવાના ઉપયોગમાં વધુ લેવામાં આવે છે. રાસાયણિક રીતે મીઠું એટલે સોડિયમ અને ક્લોરાઇડના મિશ્રણને (NaCl) કહી શકાય. આ પદાર્થનું સ્વરૂપ ક્રિસ્ટલ અને ઘન હોઈ છે જે કાચની જેમ પારદર્શક અને રંગહીન હોઈ છે. પરંતુ ધાતુમય અશુદ્ધિઓને કારણે ઘણી વાર તે પીળું કે લાલ પણ પડતું હોઈ છે. મીઠાની ઠંડા પાણી અને ગરમ પાણીમાં મિક્સ થવાની ફિતરત અલગ-અલગ હોઈ છે તેમજ બરફ સાથે મળવાથી તે તાપમાનને વધુ નીચે રાખવા પણ મદદ કરે છે. હકીકતથી મીઠાના બન્ને તત્વ સોડિયમ અને ક્લોરાઇડ બન્ને એકલા કે વિખુટા આપણા શરીરને મોત પણ આપી શકે છે કેમકે સોડિયમ પાણી સાથે ભળે તો વિસ્ફોટક બની જાય છે અને ક્લોરાઇડ હવામાં ભળે તો ઝેરી વાયુ પરંતુ બંને જયારે મિશ્રિત થાય તો માનવી માટે સૌથી મોટી ચમત્કારિક વસ્તુ બને છે. 

આજે આપણે જે નમક ખાઈએ છીએ એ સમુદ્રના ખારા પાણીથી બનાવેલું પ્રોસેસ નમક છે પરંતુ હજારો વર્ષોથી જે નમક માનવી દ્વારા ખવાતું આવ્યું છે એ નમક પહાડીઓથી ખડક સ્વરૂપે મેળવેલ નમક હતું. આજે પણ સિંધારું નમક કે જે સિંધ વિસ્તારથી ત્યાંની મોટી ખાણોથી ખડક સ્વરૂપે ખનન કરાતું આવેલું નમક છે જે આયુર્વેદ મુજબ વૈદિક સમયમાં પણ વજૂદ ધરાવતું હતું. ચરક ઋષિ દ્વારા લખાયેલા ચરક સંહિતામાં આપણા મહાન અને પૌરાણિક ભારતની તબીબી વિજ્ઞાન ક્ષેત્રે કેટલી મોટી ઉપલબ્ધી હશે તે જાણી શકાય છે. જુના સમયથી યાદ આવ્યું કે હજારો વર્ષોના માનવ ઇતિહાસમાં કેટલી લડાઈઓ માત્ર આ નમક માટે થઇ છે. વિવિધ શહેરોના નામ પણ નમક પરથી જ પડ્યા છે ત્યારે કેટલાય દેશોની અર્થવ્યવસ્થા પણ માત્ર નમક પર જ ટકેલી છે જેની વાત આપણે બીજા કોઈ દિવસે કરીશું પરંતુ એક વાતનો ઉલ્લેખ જરૂર કરવો પડે કે આપણા ગાંધીજીએ પણ દાંડી કૂચ આ નમક માટે જ કરી હતી અને કહ્યું હતું કે "નમક કે કાનૂન તોડ દિયા".

નમક વિના જે ખોરાક સ્વાદવિનાનો લાગે છે તે ખોરાક ખરેખર તો પૌષ્ટિક છે એ પણ હકીકત છે કેમકે નમક તેના સ્વાદીય ગુણોની સાથોસાથ ખરાબ ગુણો પણ શરીરને આપે છે. નમકથી સૌથી મોટી મુશ્કેલી હાઈ બ્લડ પ્રેશરના રૂપમાં પડે છે. વૈજ્ઞાનિક રીતે શરીરમાં નમકની સુરક્ષિત માત્રા 2 થી 3 ગ્રામ જેટલી હોઈ છે જયારે આપણે રોજના આહારમાં 9 થી 12 ગ્રામ ઓછામાં ઓછું ગ્રહણ કરતા હોઈશું. સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ. સ્ટ્રોક્સ જેવા જાનલેવા રોગોની સાથોસાથ વધુ નમક લેવાથી શરીરમાં બીજીપણ ઘણી આડઅસરો જોવા મળતી હોઈ છે. વારંવાર પેસાબ લાગવો, સતત તરસ લાગવી, વિચિત્ર સ્થળોએ સોજા થવા, વારંવાર માથું દુખવું તેમજ ખારા ખોરાક જ ખાવાની આદત લાગવી આ વધુ નમક ખાવાના આડઅસરો છે. ઘણા ડોક્ટર્સ તો નમકને સફેદ ઝેર જ ગણાવતા હોઈ છે ત્યારે એક પ્રશ્ન તો જરૂર થાય કે આ નમક જ દુનિયામાં ન હોત તો શું થાય? અને નમકના બધા નબળા પાસ જોયા પછી શું કોઈ સારા પાસા પણ છે ખરા?

એક સમય હતો કે પશ્ચિમી વિસ્તાર કે જ્યાં રોમન સામ્રાજ્ય હતું ત્યાં સિપાહીઓને પગારના સ્વરૂપમાં નમક આપવામાં આવતું. નમકને અંગ્રેજીમાં સોલ્ટ કહેવાય છે જેનાથી પગારનો પણ અંગ્રેજી શબ્દ "Salary" SALT પરથી જ પડ્યો હતો. હવે સમજાણું કે જુના હિન્દી પિક્ચરોમાં હીરો તેના શેઠને "મેને આપકા નમક ખાયા હૈ" એવું શા માટે કહેતા.

 હકીકતથી નમકના 14,000 થી પણ વધુ ઉપયોગ છે પરંતુ સામાન્ય રીતે નમક હજારો વર્ષોથી ખોરાકને કીટાણુ મુક્ત રાખવા, સુરક્ષિત રાખવા મીઠાના પાણીમાં બોળીને રાખીએ છીએ અથવા બોળી સુકવણી કરીએ છીએ. અથાણું, વિવિધ કાચરીઓ, પાપડ અને ન જાણે એવી હજારો ખાવાની વસ્તુ નમક વિના લાંબા સમય સુધી સચવાય જ નહિ. હજારો વર્ષોથી લાગેલા ઘાવ હોઈ કે રાજા-રાણીઓના શબને સાચવવાના હોઈ ત્યારે નમકનો કોઈ પર્યાય જ નથી. પશ્ચિમી દેશોમાં ગુડ લક માટે મીઠું વપરાય છે તો ભારતમાં નજર ઉતારવા કે તાંત્રિકી અને કાળા જાદુની વિધિઓમાં પણ નમક જ મોખરે હોઈ છે.

નમકનો ઉપયોગ આપણને સામાન્ય ખબર હોઈ તેવી બધી પ્રક્રિયાથી વિશેષ ઇન્ડસ્ટ્રીમાં ડી-આઈસીંગ, કેમિકલ પ્રોસેસિંગ, આઈસ સ્ટોરિંગ, વોટર ટ્રીટમેન્ટ, ફાર્મિંગ અને ક્રૂડ ઓઇલના ઉધોગોમાં વિપુલ પ્રમાણમાં થાય છે ત્યારે આ નમક વિના શું થાય તેનો ખ્યાલ આપણા શરીરથી શરૂ કરીએ. નમક એટલે કે સોડિયમ ક્લોરાઇડ વિના આપણા શરીરને શું નુકશાન થઇ શકે તેની શરૂઆત કરીએ. શરીરના દરેક નર્વ સિગ્નલ માત્ર NaCl જ મોકલતા કરી શકે છે જેનાથી દરેક પ્રક્રિયા શરીરના વિવિધ અવયવો કરી શકે. એ સાથે પોષક તત્વો પચાવા અને વિવિધ બાહ્ય સંક્રમણોથી બચાવવા પણ નમક જ મદદ કરી શકે. લોહીમાં ઓછા સોડિયમ લેવલથી થાક લાગી શકે, ઉબકા આવવા અને સ્ટ્રોક્સ પણ આવી શકે છે. અને જો એ વધે તો માણસનું મૃત્યુ પણ થઇ શકે. 

આપણે તો નમક વિના જીવી ના શકીએ પરંતુ વનસ્પતિ અને પ્રાણીઓ પણ નમક વિના જીવી શકે નહિ કેમકે દરેક જીવ-જંતુનો આધારભૂત છે નમક. મહાસાગરોના પાણીથી જો મીઠું ખતમ થઇ જાય તો સૌથી પહેલા દરિયાયી અળગી અને કોરલ્સ નાબૂદ થાય જેનાથી પૃથ્વીપર થતું 50% કરતા વધુ ફોટો સિન્થેસિસની પ્રક્રિયા મંદ પડી જાય. વૃક્ષો દિવસે ને દિવસે નષ્ટ થવા ળગે જેથી કાર્બન સાયકલ પણ ખોરવાઈ જાય જે જલવાયુને પણ ખરાબ રીતે પ્રભાવિત કરી શકે. તો નમક એ આપણી જ નહિ પરંતુ સંપૂર્ણ પૃથ્વીની જરૂરત સમાન છે. તો આજથી જ સસ્તું પણ ખરું સોનુ એવું નમકને પ્રમાણસર જ ખાવાનું પસંદ કરીએ અને સુરક્ષિત રહીએ. આ લેખ વાંચ્યા પછી હજુ પણ નમકના સારા ઉપયોગો તમને ખ્યાલ હોઈ તો તમે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો.

 

 Video Source: What if,  Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice