વિશ્વના 10 એવા દેશો જ્યાં સૌથી સારો પગાર મળે છે | Top 10 Countries with High Wages in the World

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

એક સર્વે મુજબ સંપૂર્ણ વિશ્વમાં માત્ર 15% લોકો બિઝનેસ એટલે કે ધંધો કરી રહ્યા છે જયારે બાકીના કમાતા લોકો આ 15% લોકો અને એના ધંધા માટે નોકરી કરી રહ્યા છે. આ નોકરી પણ ઘણી પ્રકારની હોઈ છે જેમાં હોદેદાર નોકરી, ઓફિસ વર્ક, ક્લાર્ક, વર્કર્સ અને બીજી ઘણી બધી પોસ્ટ કંપનીની સાઈઝ, ટર્ન ઓવર અને કંપનીના પ્રકારને અનુરૂપ રાખવામાં આવે છે. આ નોકરી કરનારા દરેક લોકો માટે તેની નોકરી કરવા પાછળનો મોટો હેતુ તેમને મળતો પગાર કે વેજિસ પર આધાર રાખે છે. ત્યારબાદ તેમની જોબ પ્રોફાઈલ, વર્ક ક્લચર અને પ્લેસ સિલેક્શન તેમના માટે બીજી પસંદગી હોઈ છે પરંતુ એ માત્ર 20% જ ભાગ ભજવે છે. આજે 80% લોકો માત્ર સેલેરીની અપેક્ષાથી નોકરીની ફેરબદલી કરતા પણ જણાય છે ત્યારે શરૂઆતી નોકરીમાં કોઈ આપણને સેલેરી કેટલી મળે છે તેવો પ્રશ્ન પૂછી નાખે ત્યારે શું જવાબ આપવો એ સમજાતું નથી હોતું. આ નોકરિયાત વર્ગ માટે ખુબ મોટો પ્રશ્ન હોઈ છે કે મારી પાસેથી જેટલું કામ લેવામાં આવે છે એ મુજબ મને સેલેરી મળી રહી છે કે નહિ? અને તેથી જ દુનિયાની કોઈપણ કંપનીઓના કર્મચારીઓ તેની કંપનીના પગાર ધોરણથી ખુશ પણ હોતા નથી. 


કોઈપણ કંપનીની સેલેરી જેતે કંપની દ્વારા થતા નફાના પ્રમાણમાં હોઈ છે અને એ સાથે એ કંપની ક્યાં દેશમાં, રાજ્ય અને શહેરમાં છે તે મુજબ તેના કર્મચારીઓને પગારના સ્લેબ નક્કી કરે છે. આ સાથે એજ ફિલ્ડની બીજી કંપનીઓ તેના કર્મચારીને શું પગાર ધોરણ આપી રહ્યા છે તે મુજબ કંપનીઓ કર્મચારીને પગાર તથા બીજી સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. ઘણી વખત એવું પણ જોવા મળતું હોઈ છે કે કોઈ સ્પેસિફિક ફિલ્ડના ભણતર અને ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીઓને પગાર ધોરણ વિવિધ હોઈ છે ત્યારે વર્કર અને મજૂરી કરતા લોકો માટેનું પગાર ધોરણ પણ અમુક મર્યાદામાં જ હોઈ છે. સર્વિસ સેક્ટર હોઈ કે માર્કેટિંગ અને પ્રોડક્શન, કર્મચારીઓને મળતા પગાર જેતે દેશના મોંઘવારી કે ફુગાવા તેમજ ઈકોનોમીની સાપેક્ષમાં જ હોઈ છે ત્યારે મોટાભાગે યુવાનો અને નોકરિયાતોને વિદેશમાં જઈ નોકરી કરવી કે સેટ થવાની ખુબ ઈચ્છા થતી હોઈ છે જેનું કારણ જેતે દેશમાં મળતી નોકરીઓના પગાર જ હોઈ છે. 

 

આપણે જે દેશમાં જન્મ લઈએ છીએ એ દેશ દરેકને વ્હાલો હોઈ છે કેમકે જે માટીથી આપણે બનેલા છીએ અને જે વાતાવરણમાં ખાઈ-પી આપણે મોટા થયા હોઈએ તેને આપણે ક્યારેય ભૂલી શકતા નથી જેથી વિદેશમાં માત્ર સારા અને મોટા પગારના સ્વપ્નથી જ લોકો જવા વિચારતા હોઈ છે. ઘણી વખત લોકો વાત કરતા પણ જણાય છે કે ભારતમાં સારામાં સારી નોકરી કરતા વ્યક્તિને દસ લાખની કાર લેવી હોઈ તો એક વર્ષના પગારની બચત કરવી પડે છે જયારે વિદેશમાં 2-3 મહિનાની નોકરીથી પણ લોકો એવી ગાડીઓ ખરીદી શકે છે. આજના સમયમાં જે લોકો માટે ખુબ જીવન જરૂરી બની છે એવી દરેક વસ્તુઓ ફોરેનમાં તેમની કરન્સીથી ખરીદવી ખુબ સહેલી છે જયારે ભારતમાં એજ બધી વસ્તુ ઈમ્પોર્ટ થતી હોઈ અને તેને ભારતીય મુદ્રામાં ખરીદવા જતા તે ખુબ મોંઘી લાગતી હોઈ છે જેમ કે મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ અને એ જેવા દરેક ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. 

જેવી રીતે ભારત કરતા નબળી ઈકોનોમી ધરાવતા દેશો ભારતમાં નોકરીની શોધમાં અને સારા એવા પૈસા કમાવવા આવે છે તેમ ભારતમાંથી પણ લાખો લોકો વિદેશોમાં નોકરી કરવા જતા હોય છે. આજે ભારતમાં સારું ભણેલા અને ખુબ મહેનતથી કામ કરતા એન્જીનયરો અને ઓફિસરોનો એવરેજ વાર્ષિક પગાર 6 લાખની આસપાસ હોઈ છે જે વિશ્વમાં અન્ય દેશોની તુલનામાં ખુબ ઓછો ગણી શકાય. ભારત પગાર ધોરણ આપવાના દેશોની ગણતરીમાં 112 માં નમ્બર પર આવે છે ત્યારે આજે આપણે જાણવાના છીએ એવા 10 દેશો વિષે જ્યાં સામાન્યથી લઇ ઉચ્ચ પદ સુધીના નોકરિયાતો ને સારા પગાર ધોરણો આપવામાં આવે છે જેથી તેમની જીવન જરૂરિયાતો અને મોજ શોખ ખુબ સારી રીતે કરી શકે. નીચે મુજબ દેશોના નામ અને ત્યાં પ્રતિ વ્યકતિ પગારને ભારતીય મુદ્રામાં દર્શાવામાં આવેલ છે.

10. બેલ્જીયમ: આ દેશ યુરોપનો એકે નાનો દેશ છે જ્યાંથી મુખ્યત્વે મશીનરી, કેમિકલ, ખાદ્ય પદાર્થોનું એક્સપોર્ટ થાય છે એ સિવાય સર્વિસ સેક્ટરથી આ દેશ ખુબ પૈસા કમાય છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 48093 અમેરિકી ડોલર્સ એટલે કે 35 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે.

9. કેનેડા: આ દેશ વિશ્વની 10 મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે પરંતુ ત્યાં જનસંખ્યા ખુબ ઓછી છે. આ દેશ મુખ્યત્વે ક્રૂડ ઓઇલ, ફિશ ફાર્મિંગ અને સોફ્ટવેર ડેવલોપીંગ ક્ષેત્રમાં ખુબ આગળ છે. આ દેશમાં અમેરિકા દેશ કરતા પણ વધુ ટેક્સ ચૂકવવો પડે છે અને સાપ્તાહિક માત્ર 32 કલાક જ કર્મચારીને કામ કરાવવામાં આવે છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 48164 અમેરિકી ડોલર્સ એટલે કે 35.50 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે.

8. ડેનમાર્ક: આ દેશ મુખ્યત્વે ખાણી-પીણી માટે વિશ્વ પ્રખ્યાત છે. આ દેશમાંથી ખાદ્ય પદાર્થને એક્સપોર્ટ કરી ખુબ પૈસા કમાય છે. આ દેશમાં પણ ત્યાંની સરકાર ખુબ ઊંચો ટેક્સ પ્રજા પાસેથી વસુલે છે પરંતુ એ સામે સરકાર તેનો ખુબ સારો ઉપયોગ કરી જનતાને સુખ સુવિધા પણ આપે છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 49584 અમેરિકી ડોલર્સ એટલે કે 36 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે.

7. નેધરલેન્ડ: આ દેશ પણ યુરોપનો એક નાનો દેશ છે પરંતુ આ દેશ પ્રતિવ્યક્તિ જીડીપી માટે વિશ્વના 10 દેશોમાં સામીલ છે. આ દેશ બેલ્જીયમનો પાડોશી દેશ હોવાને સાથે ખુબ સધ્ધર દેશમાંનો એક છે. અહીંયા ટેક્સના દર ખુબ ઊંચા છે પરંતુ સરકારી સુખ સુવિધા ખુવે સારી હોવાથી આ ટેક્સ લોકો માટે વસુલ કહી શકાય. આ દેશમાં ખુબ મોટા બંદરો છે જે આ દેશની અર્થવ્યવસ્થા ચલાવે છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 51003 અમેરિકી ડોલર્સ એટલે કે 37 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે. અહીંયા પણ લોકો માત્ર સાપ્તાહિક 35 કલાક જ કામ કરે છે.

6. ઓસ્ટ્રેલિયા: આ દેશ એક ખંડ છે પરંતુ વસ્તીના પ્રમાણમાં એક નાના દેશ જેટલી જ છે. આ દેશમાં ન્યુનતમ પ્રતિ કલાક વેજ વિશ્વમાં ખુબ ઊંચો છે જે 17 અમેરિકી ડોલર્સ જેટલો છે. આ દેશ વિશ્વની 12 મી સૌથી મોટી જીડીપી ધરાવતો દેશ છે પરંતુ પ્રતિ વ્યક્તિ જીડીપીમાં પાંચમો સૌથી આગળ દેશ છે. આ દેશ સર્વિસ સેક્ટરથી પોતાની મોટી ઈકોનોમી ચલાવે છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 51148 અમેરિકી ડોલર્સ એટલે કે 37.50 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે.

5. નોર્વે: આ દેશને કુદરતી ખજાનો પુષ્કળ પ્રાપ્ત છે જેથી આ દેશની ઈકોનોમી ઓઇલ, ખનીજ જેવા કિંમતી પદાર્થોને કારણે ખુબ આગળ છે. અહીંયા પણ ટેક્સની દર ખુબ ઊંચી છે પરંતુ સરકારી સેવાઓ ખુબ સારી હોવાથી લોકો આ ટેક્સને પ્રામાણિકતાથી ચૂકવે છે. આ દેશમાં લોકોને સાપ્તાહિક માત્ર 30 કલાક જ કામ કરવું પડે છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 51718 અમેરિકી ડોલર્સ એટલે કે 38 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે.

4. આયર્લેન્ડ : આ દેશ તેના હાઈ લિવિંગ સ્ટાન્ડર્ડ માટે વિશ્વભરમાં પ્રચલિત છે. આ સાથે આ દેશમાં ખેતી, ઇન્ડસ્ટ્રીઝનો ખુબ વિકાસ થયેલો છે. આ દેશ વિશ્વભરમાં તેની ગેમ્સની બનાવટ માટે ખુબ પ્રચલિત છે. આ દેશમાં ટેક્સની દર ખુબ ઓછી છે જેથી લોકોને પગારથી મોટી બચત થતી હોઈ છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 53286 અમેરિકી ડોલર્સ એટલે કે 38.70 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે.

3. સ્વિટ્ઝર્લેન્ડ: આ દેશ સંપૂર્ણ વિશ્વમાં સૌથી વધુ પર્યટન માટે પ્રચલિત છે. આ સાથે આ દેશ ખુબ જ સાફ અને ચોખ્ખો છે અને ત્યાંના લોકોને પણ સૌથી વધુ પ્રામાણિક હોવાનો દરજ્જો પ્રાપ્ત છે. આ દેશને દવાઓ, કેમિકલ્સ, ઘડિયાળો, માપન સાધનો તેમજ સંગીતના સાધનોની બનાવટ તથા એક્સપોર્ટ દ્વારા ખુબ રૂપિયા મળે છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 53400 અમેરિકી ડોલર્સ એટલે કે 38.90 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે.

2. અમેરિકા: આ દેશ દુનિયાની સૌથી મોટી અર્થ વ્યવસ્થા ધરાવે છે. આ દેશ દુનિયાનો સૌથી અમીર દેશની સાથો સાથે સૌથી મોટો હથિયાર નિર્માતા તેમજ વ્યાપારી દેશ છે. આ દેશમાં લોકો સાપ્તાહિક 44 કલાક કામ કરી ખુબ પૈસા કમાય છે જેમાંથી 32% જેવો ટેક્સ તેઓ સરકારને આપે છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 57138 અમેરિકી ડોલર્સ એટલે કે 41.50 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે. જો કે આ દેશમાં સૌથી ઓછા પગાર અને સૌથી વધુ પગારના તફાવતમાં આ દેશ વિશ્વમાં સૌથી આગળ છે. એટલે આ દેશ તેની જરૂરત મુજબ પગારદારોને પૈસા ચૂકવે છે.

1. લક્સમબર્ગ: યુરોપનો ખુબ નાનો દેશ લક્સમબર્ગ વિશ્વમાં સૌથી વધુ લોકોને પગાર ચુક્વતો દેશ છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 61511 અમેરિકી ડોલર્સ એટલે કે 44.70 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે. આ સેલેરીમાંથી સરકાર 37% થી વધુ ટેક્સ વસુલે છે. આ દેશ સંપૂર્ણ યુરોપમાં સ્ટીલને એક્સપોર્ટ કરતો દેશ છે. આ દેશ એ સિવાય કેમિકલ, રબર જેવા પદાર્થો પણ એકપૉર્ટ કરે છે.  

 


Video Source: Live Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani (B.E., M.Tech., M.B.A., Ph.D.)

Managing Director,

Genius Public School,

Cambridge Group (School & Hospital)

 

 

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice