માયા નગરી મુંબઈ કેવી રીતે 7 ટાપુમાંથી એક શહેર બન્યું? | How did Maya Nagri Mumbai become a city out of 7 islands?

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

સપનાઓનું શહેર મુંબઈ જ્યાં ફિલ્મી સિતારાઓ, ભારતના સૌથી ધનિક લોકો અને મોટી કંપનીઓથી લઇ મલ્ટી નેશનલ કંપનીઓની ઓફિસ અને તેમના એક્સુક્યુટીવ સુધીના તમામ લોકો માટે આ શહેર માત્ર રોટલો જ નહિ પરંતુ એક સ્વર્ગ સમાન છે. આ શહેરની 2021ની અંદાજિત વસ્તી 2 કરોડને પાર થઇ ગઈ છે જે આઝાદી વખતે માત્ર 30 લાખ જેટલી હતી. આ શહેર ભારતની આર્થિક રાજધાની તો મનાય જ છે પરંતુ દક્ષિણી એશિયાનું સૌથી મોટું વેપારી હબ પણ છે. મુંબઈ એક એવું શહેર છે જ્યાં એક ઇંચ જગ્યાનું પણ મૂલ્ય ગણાય છે એટલે જ કહેવાય છે ને કે મુંબઈ શહેરમાં આવનાર હરકોઈને રોટલો જરૂર મળે પરંતુ ઓટલો ના મળે. 


મુંબઈ શહેર આજે જેવું દેખાય છે કે જેવા રંગ-રૂપમાં છે એવું કદાચ આજથી 400-500 વર્ષો પહેલા ન હતું જોકે ખરેખર તો હતું જ નહિ એમ કહો તો પણ ખોટું ના કહેવાય કેમ કે મુંબઈ શહેર એક સમયે 7 જુદા-જુદા ટાપુઓનો સમૂહ હતું જેની વચ્ચે ખાદી જેવો દરિયો હતો અને તેના નામ, શાશકો પણ જુદા હતા. 

જો મુંબઈ શહેરના ઇતિહાસની વાત કરીએ તો પાશણ યુગમાં પણ આ શહેર એક દ્વીપસમૂહમાં હતું અને માનવ વસવાટ ધરાવતું હતું તેવા અવશેષો મુંબઈના ઉતરી ભાગમાંથી મળી આવ્યા છે. ઇસ.પૂર્વે ત્રીજી સદીમાં ભારતમાં જયારે મૌર્ય સામ્રાજ્ય તેની ચરમસીમા પર હતું ત્યારે આ પ્રદેશ તેમની હુકુમત હેઠળ હતું અને ત્યારે આ વિસ્તારને હેપ્ટાનેશીયા તરીકે પણ ઓળખવામાં આવતો હતો. ત્યારબાદની ઇસ.ની આરંભિક સદીઓ સુધી સુધી સાતવાહન તેમજ વિવિધ સામ્રાજ્યો દ્વારા આ પ્રદેશ પર હકુમત જાળવી હતી પરંતુ ત્યારબાદ સિલ્હારા વંશજના રાજાઓ દ્વારા આ પ્રદેશ પર 13 મી સદી સુધી રાજ્ય રહ્યું. 1353 માં ગુજરાતના રાજાઓ દ્વારા આ પ્રદેશને જીત્યા બાદ 15 મી સદીમાં પુર્તગાલીઓ દ્વારા ગુજરાતના બહાદુર શાહને હરાવી પોતાનો કબ્જો જમાવી લીધો. પુર્તગાલીઓ દ્વારા પણ આ હુકુમત લાંબી ન ચાલી અને તેમના અંગ્રેજ જમાઈને દહેજ રૂપે આ વિસ્તાર સોંપી દેવામાં આવ્યો. 

માયા નગરી મુંબઈ શહેર કે જે પહેલા 7 ટાપુઓનો સમૂહ હતો જેમ કે બોમ્બે, કોલાબા, ઓલ્ડ વુમન્સ આઇલેન્ડ, માહિમ, મઝગાંવ, પરેલ અને વરલી જે આજે પણ એ નામના મુંબઈના વિવિધ વિસ્તારો જ છે. આ 7 ટાપુઓની સિકલ ત્યારે બદલી જયારે ઇંગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સ દ્વિતીયની હુકુમત ધરાવતી આ ધરાને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને 1668માં માત્ર 10 પાઉન્ડ પ્રતિ વર્ષના ભાવે લોન્ગ લીઝ પર આપી દેવામાં આવી. આ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ પોતાનું હેડ ક્વાર્ટર 1687 માં સુરતથી આ વિસ્તારમાં ફેરવી નાખ્યું હતું. અંગ્રેજ હુકુમત જેમ-જેમ ભારતની ભૂમિ પર પોતાની પકડ મજબૂત બનાવતી જતી હતી તેમ અહીંયા પણ ધંધા-રોજગારને કારણે જન સંખ્યા વધવા લાગી જે જોતા અંગ્રેજોને આ વિસ્તારને વધારવા માટે કોઈ ઉપાયની જરૂર હતી.

સન 1708 માં અંગ્રેજો દ્વારા જમીન વિસ્તરણના ભાગ રૂપે માહિમ અને સાયનની વચ્ચે મોટો કોઝવે બનાવી ટાપુઓને જોડવામાં આવ્યા અને ત્યારબાદ 1772 માં સેન્ટ્રલ મુંબઈમાં આવતા પુરથી રક્ષણ માટે મહાલક્ષ્મી અને વરલીને પણ જોડવામાં આવ્યું અને આ ભારતીય ઇતિહાસનું સૌથી જૂનું ગેરકામ ગણવામાં આવે છે જે મંજૂરી લીધા વિના જ બાંધવામાં આવ્યું હતું. આ ગેરકાયદેસર કામ એ સમયના ગવર્નર વિલિયમ હરનબી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમને અંગ્રેજ હુકુમત દ્વારા સજા પણ મળી હતી. આ સમય સુધી પણ આ 7 ટાપુઓ હજુ છુટ્ટા જ હતા અને તેમની વચ્ચે પાણી છીછરું હતું એટલે બ્રિટિશરોએ આ પાણી પર જમીન બનાવવાનું વિચાર્યું. આ ટાપુઓ પર નાના મોટા પર્વતો, ઉબડ-ખાબડ જમીન અને કીચડ ખુબ જાજો હતો તેથી આ જગ્યાને એક સપાટ મેદાન તરીકે વિકસાવવામાં અંગ્રેજોને ખુબ મહેનત કરવી પડે તેમ હતું. આ દરેક ટાપુઓ વચ્ચે પાણીમાં જમીન બનવવા મોટા પથ્થરો, કાટમાળ અને માટીથી તેને ઠોસ બનાવવાનું કામ શરુ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ 1838 સુધી ચાલ્યો અને મુંબઈને આખરે એક વિસ્તારમાં પ્રાસ્થાપિત કરવામાં આવ્યો. આ સંપૂર્ણ પ્રોજેક્ટને હોર્નબી વેલાર્ડ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવ્યો. આ પ્રોજેક્ટને પૂરો થતા 150 વર્ષનો સમય લાગ્યો જેના દ્વારા સન 1845 આવતા આવતા આ એક 484 વર્ગ કિલોમીટર મોટું બની ગયું હતું. આ બાદ 16 એપ્રિલ 1853 ના રોજ ભારતની પ્રથમ રેલ્વે મુંબઈથી થાણે દોડી એક આધુનિક મુંબઈ બનવાની સફર શરુ થઇ ગઈ હતી. 

સુએઝ કેનાલ બનવાને કારણે મુંબઈનું સ્થાન જેતે સમયથી જ ખુબ મોટા બંદરગાહ તરીકે થયું જેણે અંગ્રેજ હુકુમતને સુરતની જગ્યાએ મુંબઈને પોતાનું ધંધાર્થી હેડક્વાટર બંનવવા પ્રેરિત કર્યું હતું. આજે માત્ર એક વિચાર કરીએ કે જો એ ન બન્યું હોત તો શું મુંબઈની જેમ સુરત પણ દક્ષિણ એશિયાનું સૌથી ધનવાન શહેર હોત?

 


 Video Source: Interesting top10s in Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

Café no Brasil e no Mundo - gosto do brasil, café brasileiro, café santos, café de gente boa, história do café no Brasil em português

Os preços do café subiram no Brasil, mas o amor das pessoas pelo café não diminuiu – Breve História do Café no Brasil e no Mundo.     ...

Reader's Choice