ભારતની સૌથી ચોખ્ખી અને કાચ જેવી પારદર્શક નદી "ઉમંગોટ" | "Umngot" - India's cleanest and crystal clear river

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

આપણે અવારનવાર દેશ-વિદેશના વિવિધ જગ્યાના ચોખ્ખાઈના વખાણ કરવા પડે તેવા ફોટો જોતા હોઈએ છીએ અને ઘણી વાર તો આપણે ચોખ્ખાઈ જોઈ એવું પણ બોલી ઉઠતા હોઈએ છીએ કે કેવું ફોરેનમાં હોઈ એવું ચોખ્ખાઈ છે. ફોટોમાં વિવિધ સાફ-સુતરા દરિયા કિનારાઓ તથા એકદમ બ્લુ દરિયો, ઘરમાં અંદર હોઈ તેવા ચોખ્ખા રોડ-રસ્તાઓ, કાચ જેવું ક્રિસ્ટલ ક્લિર પાણીના વિવિધ સ્ત્રોતો અને પહાડો જોઈ આપણે મનમાં બોલી ઉઠતા હોઈ કે કાશ... આવી ચોખ્ખાઈ આપણા ભારતમાં પણ હોઈ અને આવા સ્થળો આપણા ભારતના આંગણે પણ હોઈ. એવું નથી કે આવું બધું જ વિદેશોમાં જ છે અને ભારતમાં આવી કોઈ જગ્યાઓ જ નથી. આજે ભારતના જ એક એવા જ સ્થળની કાલ્પનિક મુલાકાત આપણે લેવા જઈ રહ્યા છીએ જેના વિષે જાણી અને તેના ફોટો જોઈ તમે પણ બોલી ઉઠશો કે શું આ સાચ્ચે ભારતમાં જ છે?

ભારતનું કુદરતી સ્વર્ગ સમાન રાજ્ય મેઘાલય

આપણા ભારતના ઉતરી-પશ્ચિમે મેઘાલય નામનું એક સુંદર અને કુદરતી દ્રશ્યોથી અમીર રાજ્ય આવેલું છે. તે ભારતના સેવન સિસ્ટરસ કહેવાતા રાજ્યોમાંથી એક છે. આજે આપણે વાત કરવાના છીએ દાવકી નામના ગામડામાં આવેલી નદીની, જે મેઘાલય રાજ્યના કેપિટલ સીટી શિલોન્ગથી 75 કી.મી. દૂર ભારત-બાંગ્લાદેશની સીમા પર આવેલી છે. આ ગામ તેના નયનરમ્ય જેન્તીયાના પહાડોથી ઘેરાયેલું તથા અતિ સુંદર અને કાચ જેવું ચોખ્ખું પાણી ધરાવતી ઉમંગોટ નદી માટે પ્રચલિત છે. જયારે આ ગામ તરફ જઈએ તો પહાડી રસ્તાઓ, ખીણો અને કોતરોથી પસાર થવું પડે છે અને રસ્તામાં ઘણા બધા નાના-નાના ગામડાઓ પણ આવે છે જેમાં માંડ-માંડ 15-20 મકાનો હોઈ અને પુષ્કળ ખેતીની જમીનો જોવા મળે છે. આ ગામના રસ્તામાં આવતા ઠંડા પવનો તમને એક હિલ-સ્ટેશનની યાદ તો જરૂર અપાવી શકે છે.

દાવકી ગામની નયન-રમ્ય સફર

દાવકી ગામ જવા માટે મોટાભાગે લોકો શિલોન્ગથી ગાડીઓ ભાડે કરી લેતા હોઈ છે અને બાંગ્લાદેશની બોર્ડર તરફ જતો આ રસ્તો દાવકી ગામ સુધી પહોંચતા અઢી કલાક તો ચોક્કસ લગાવી દે છે. સારો રસ્તો હોવા છતાં પહાડી રસ્તાઓ ખુબ સમય લઇ લેતા હોઈ છે એમાં ઉપરથી પહાડોની કુદરતી સુંદરતા ખુબ મનમોહક હોઈ છે. જયારે આપણે દાવકી ગામ પહોંચીએ ત્યારે ખાસી અને જેન્તીયા પહાડો વચ્ચેથી નીકળતી ઉમંગોટ નદી જાણે ભારત અને બાંગ્લાદેશને પહાડો સાથે જ અલગ કરતી હોઈ તેવું દ્રશ્યમાન થાય છે. ભારત અને પાકિસ્તાનને જોડતો એક કેબલ બ્રિજ આ નદી પર બાંધવામાં આવેલો છે જે વેપાર-ધંધા માટે વાપરવામાં આવે છે.

ઉંમગોટ નદીની સુંદરતા

ઉમંગોટ નદી તેના પર થતી બોટ-રેસ માટે ખુબ પ્રચલિત છે જે દરવર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં યોજાતી હોઈ છે પરંતુ એ સિવાય પણ લોકો માટે તેનું આકર્ષણ આ નદીમાં નાની હુડકીથી બોટિંગ કરવાનું પણ છે જેમાં લોકો આ નદીના ક્રિસ્ટલ ક્લિયર પાણીમાં તેના નરી આંખે જોઈ શકાતા તળિયાને જ જોયા કરતા હોઈ છે. ઉમંગોટ નદી 15-20 ફૂટ ઊંડી નદી છે પરંતુ ખુબ ચોખ્ખું પાણી હોવાને કારણે લોકો જાણે હવામાં હોઈ એવી રીતે નદીનું તળિયું જોઈ શકે છે. આ નદી પર જયારે સૂર્યપ્રકાશ પડે ત્યારે સિદ્ધાંતમાં જોતા આ નદી લીલાશ પડતી દેખાય છે પરંતુ ઉપરથી જોતા નદી કાચ જેવી પારદર્શક લગતી જણાય છે. 

આ નદી અને સ્થળની મુલાકાત ક્યારે લઇ શકાય?

આપણે સૌ જાણીએ છીએ કે મેઘાલયમાં અતિ ભારે વરસાદ પડે છે એટલે આ રાજ્ય અને તેની સુંદરતાની ઝલક લેવા સૂકી ઋતુઓ જ યોગ્ય કહી શકાય અને દાવકી ગામમાં વરસાદી ઋતુમાં આ નદીનો પ્રવાહ ખુબ તેજ હોવાને કારણે લોકો માટે બોટિંગ બંધ રાખવામાં આવે છે. ઉમંગોટ નદીની સુંદરતા નિહાળવા આપણે નવેમ્બરથી એપ્રિલ મહિનાને જ પસંદ કરવું જોઈએ જેથી ધરતી પરના સ્વર્ગને આપણે માત્ર જોઈ નહિ પરંતુ મહેસુસ પણ કરી શકીએ. આવી ચોખ્ખી નદી ભારતના દરેક ખૂણે નથી જોવા મળી શકે તેમ ત્યારે જિંદગીમાં એક વખત આ લ્હાવો લેવાનું આપ પણ ભૂલશો નહિ.  

 

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

Café no Brasil e no Mundo - gosto do brasil, café brasileiro, café santos, café de gente boa, história do café no Brasil em português

Os preços do café subiram no Brasil, mas o amor das pessoas pelo café não diminuiu – Breve História do Café no Brasil e no Mundo.     ...

Reader's Choice