મધમાખી ખતમ તો દુનિયા ખતમ | The world is over if the bees are gone

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

પૃથ્વીને અંગ્રેજીમાં "અર્થ" કહેવાય છે અને પૃથ્વી જ આપણી જાણનો એકમાત્ર જીવંત ગ્રહ છે. અવકાશમાં રહેલા કરોડો ગ્રહો અને તારાઓમાં આપણી પૃથ્વી પર જ જીવન શક્ય છે અને આ જીવન માત્ર માનવીય નહિ પરંતુ જીવ, જંતુ, પ્રાણીઓ, પક્ષીઓ, જીવાતો, વૃક્ષો અને અનેક સજીવોથી બનેલું છે. આ પૃથ્વી પરના દરેક સજીવો એક બીજા પર નિર્ભર છે તે આપણે જાણીએ જ છીએ અને એ દરેક, એક આહારકળી અંતર્ગત એક બીજા સાથે જોડાયેલા પણ છે.

પૃથ્વી પરની અનેકો પ્રજાતિ અને તેનું ચક્ર,

જે પૃથ્વી પર આપણે રહીએ છીએ એ પૃથ્વી પર કરોડોથી વધુ સજીવો વસવાટ કરે છે અને આ દરેક સજીવો કોઈને કોઈ રીતે આ પૃથ્વી પર રહેલી જીવનની આશાને જીવંત રાખવા મદદ કરે છે. હા એ વાત સાચી છે કે દરેક જીવ કોઈને કોઈનો ખોરાક છે એટલે તેનું જીવનનો અંત કોઈનું જીવન ટકાવી શકે છે. માનવી બુદ્ધિજીવી હોવાથી પોતાને સૌથી મહત્વની પ્રજાતિ ગણાવે છે અને પોતાના વિકાસ અને ભોગ-વિલાસ માટે અકુદરતી સંસાધનો ઉભા કરવામાં જ પોતાનું જીવન માને છે અને જેના કારણે આ કુદરતી વાતાવરણને નુકશાન થતા ઘણી પ્રજાતિઓ નાબૂદ પણ થઇ રહી છે. આ પૃથ્વી પર જેટલી પ્રજાતિઓ છે તેમાંથી દરેક પ્રજાતિ તેની જગ્યાએ ખુબ જરૂરી છે પરંતુ એક એવી પ્રજાતિ છે જેને દુનિયાની સૌથી મહત્વની પ્રજાતિ ગણવામાં આવી છે અને એ પ્રજાતિનો અંત એટલે સંપૂર્ણ પૃથ્વીનો અંત કહેવામાં આવી રહ્યો છે. 

"મધમાખી" શા માટે ખાસ જરૂરી છે?

મધમાખી કે જેને આપણે માત્ર મધ આપનારી માખી તરીકે જ ઓળખીએ છીએ એ મધમાખીને લંડનની રોયલ જિઓગ્રાફિકલ સોસાયટીએ દુનિયાની સૌથી મહત્વની અને નજીકના ભવિષ્યમાં વિલુપ્ત થઇ શકે તેવી પ્રજાતિમાં શામેલ કરેલ છે. દુનિયામાં ઉગતી 70% વનસ્પતિ, શાક, ફ્રૂટ, ધાન્ય, કઠોળ જેવી અનેકો એગ્રિકલચર વસ્તુઓ માત્ર અને માત્ર મધમાખીને કારણે ઉગે છે. આ થોડું વિચિત્ર છે કે જમીન, હવા, પાણી, ખાતર અને સૂર્યપ્રકાશને કારણે દરેક વનસ્પતિ ઉગતી હોઈ છે ત્યારે મધમાખી તો એવું શું કામ કરે છે કે તેના વિના 70% ખોરાક ઉગી ના શકે? કારણ કે મધમાખી એક ખુબ ઉદ્યમી જીવ છે, જે નિરંતર એક વનસ્પતિના ફૂલથી બીજા પર ફર્યા કરે છે અને જેના કારણે એક ફૂલપર રહેલી પરાગરજ તેના પગ પર ચોંટી જાય છે અને બીજા ફૂલ પર જતા તે ફૂલ ભવિષ્યમાં પોતાનો ખોરાક (ફળ અથવા બીજ) તૈયાર કરી શકે છે. આજે આપણે જે પણ ખાઈએ છીએ તેવી 100 માંથી 70 વસ્તુ આ મધમાખીને આભારી જ હશે. 

આરોગ્ય વર્ધક અને પોષ્ટીક ગણાતું મધ,

મધમાખી જ માત્ર દરેક વિવિધ ફૂલોનો રસ એકઠો કરી એક અમૃતની રચના કરી શકે છે જેને આપણે સૌ "મધ" તરીકે ઓળખીએ છીએ. આજે તો મધમાખીના પ્રોફેશનલ ફાર્મની અંદર વિવિધ ફુલરસના મધ તૈયાર કરવા લાગ્યા છે ત્યારે મધમાખી કુદરતી રીતે પણ અનેકો ફૂલો અને વૃક્ષો પરથી પોતાનો મીઠો ખોરાક તૈયાર કરે છે જે માનવીને એક અમૃત પ્રદાન કરે છે.

એક ખાસ વાત એ પણ છે કે,

એ સિવાય મધમાખી એક એવું જીવ-જંતુ છે જે કોઈપણ પ્રકારના વાયરસ કે રોગ જન્ય બેક્ટરિયાને વહન કરતું નથી જેથી ક્યારેય તે કોઈપણ રોગચાળો ફેલાવી શકે નહિ. 

એક ખુબ ગંભીર બાબત,

દુનિયાની 90% મધમાખીઓ આજે છેલ્લા થોડા જ વર્ષોમાં ખતમ થઇ ગઈ છે જેનું કારણ જંગલોનો નાશ, રાસાયણિક ખાતરોના કૃષિ ક્ષેત્રે ઉપયોગો, પ્રદુષણ તેમજ શહેરોના કોન્ક્રીટ જંગલો છે. મધમાખી કુદરતની એ કળીનો હિસ્સો છે જેના કારણે માત્ર માનવી જ નહિ પરંતુ ઘણા માત્ર મધ પર જીવનારા કીટકો અને પક્ષીઓ માટે પણ જીવનની રાહ છે. મધમાખીને બચાવવા માટે દુનિયાભરના ઘણા દેશો ખુબ જાગૃત થયા છે અને તેઓ ઘણી મુહિમ અને પ્રોગ્રામ ચલાવી આ ખુબ અગત્યની પ્રજાતિને બચાવવા ખુબ જહેમત ઉઠાવે છે પરંતુ ભારતમાં આજે ખુબ ઓછા લોકો જાણે છે કે આપણે જો આ મધમાખીને નહીં બચાવીએ તો ભવિષ્ય આપણું પણ ખુબ ધૂંધળું જ છે.

 

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice