by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
માનવ સભ્યતા જે આજે સેકડો ધર્મ અને જાતિઓના રૂપમાં દુનિયાભરમાં ફેલાઈ ચુકી છે, જે હજારો વર્ષો પહેલા એક માનવ સમુદાયના એવા જૂંડને ક્હેવામાં આવતી જેમણે માનવીય જીવનને એક પરિમાણમાં અંકિત કર્યું હોઈ. આજના માનવી આવી જ કોઈને કોઈ માનવીય સંસ્કૃતિ કે સભ્યતાની દેન છે પરંતુ આજે દુનિયા સામાજિક રીતે એટલી નાની થઇ ગઈ છે કે આજના વિવિધ માનવી કઈ સભ્યતાની દેન છે તે સમજવું અતિ મુશ્કેલ છે.
વૈજ્ઞાનિકોના મતથી આજના જેવા દેખાય છે એવા માનવી આજથી લગભગ 3 લાખ વર્ષો પહેલા આજના આફ્રિકા ખંડમાં નિવાસ કરતા હતા જે લગભગ 60,000 વર્ષો પહેલા સુધી નાના મોટા કબીલાઓમાં રહેતા અને અગ્નિનો ઉપયોગ કરતા શીખી ગયા હતા. આ સમય હતો વિશ્વિક હિમ યુગનો જે દરમિયાન વિશ્વના દરેક ખૂણામાં બરફ જામી ગયો હતો અને એ સમયમાં માનવીઓને પોતાના રક્ષણ માટે ઓછી ઠંડી વાળી જગ્યાઓ પર જ રહી શકાય તેમ હતું એટલે તેઓ આફ્રિકા ખંડમાં જ નિવાસ લઇ થયા હતા. હિમયુગનો અંત આજથી 11500 વર્ષ પહેલાનો ગણાય છે જયારે પૃથ્વીનું વાતાવરણ પલટાઈ ગયું અને પૃથ્વીનો મોટો ભાગ માનવી માટે રહી શકાય તેવો બની ગયો, અને ત્યારથી જ માનવ સભ્યતાની શરૂઆત થવા લાગી જેમાં આપણા પૂર્વજો વિશ્વના વિવિધ જગ્યાઓ પર એક સમૂહમાં રહી વિવિધ સંસ્કૃતિ, કલા, રહેણી-કરણી વિકસાવી અને જેતે સમયના માનવીને એક સુચારુ, વ્યવસ્થિત જીવન મળે તેવી રીતે નિયમન પણ કરાવ્યું. આજે આટલા વર્ષો પછી પણ આવી સંસ્કૃતિ અને સભ્યતા ઘણા રહ્સ્યો પાછળ છોડી ગયા છે જે આજે પણ વૈજ્ઞાનિકો અને માનવીની સમજથી પરે છે. જ્યારથી હિમયુગનો અંત થયો હતો ત્યારથી માનવી ખેતી કરતા, પ્રાણીઓને પાળી તેનો ખોરાક અને કામમાં ઉપયોગ કરતા આપણે શીખી ગયા હતા અને એવી જ સમજણ કેળવતા લગભગ આજથી 6000-7000 વર્ષો પૂર્વે ત્રણ મોટી સભ્યતાઓનો ઉદય થયો હતો તેમાં સૌથી જૂની સભ્યતા મેસોપોટેમીયાની હતી જે આજના ઇરાક, સીરિયા અને ટર્કી સુધી ફેલાયેલી હતી જેનો અંત પણ આજથી 2500 વર્ષ પૂર્વે થઇ ચુક્યો છે. બીજા ક્રમે ઇન્દુ વેલી સંસ્કૃતિ જેને મોહેંજો દરો તરીકે આપણે ઓળખીએ છીએ જે આજના પાકિસ્તાન અને ભારતના ઉત્તર ભાગ સુધી 3.25 લાખ વર્ગ કી.મી.માં ફેલાયેલી એ સમયની સૌથી મોટી સભ્યતા હતી અને ત્રીજા ક્રમે આજના ઇજિપ્તમાં ફેલાયેલી સંસ્કૃતિ જેનો ઇતિહાસ પણ એટલો જ જૂનો છે અને આજે પણ તેના નક્કોર પુરાવા રૂપે પિરામિડ અડીખમ ઉભા જ છે.
આ ત્રણ સભ્યતાને આજે પણ લોકો જાણતા જ હોઈ છે પરંતુ એવી 10 સભ્યતાઓ કે જે આપણા મનમાં રહસ્યો ઉભા કરે અને તેનો ઉદય કે અંત કેવી રીતે થયો હશે તેના વિષે પૂરતા પુરાવા ન મળે તેવી સભ્યતાઓ વિષે આજે આપણે જાણીશું.
10. માયસેનિયન્સ: આ
સભ્યતા એક પ્રવાસી સભ્યતા હતી. આ સભ્યતાનો ઉદય આજથી અંદાજિત 4000 વર્ષ પૂર્વે આજના
યુરોપ ગણાતા વિસ્તારમાં ગ્રીસમાં કોઈ જગ્યામાં થયો હતો. આ સભ્યતા મિનોઅન્સ સભ્યતા
સાથે ધોકો કરી તેમની સાથે ભળી ગઈ હતી અને સમય આવ્યે મિનોઅન્સ સભ્યતાની સતા પલ્ટી
પોતે રાજ કરવા લાગી હતી. તેમણે ઘણા મહેલો અને કિલ્લાઓનું નિર્માણ પણ કરાવ્યું હતું
જે દર્શાવે છે છે કે તેમનું બાંધકામ ક્ષેત્રે એ સમયે પણ ઘણું જ્ઞાન હતું. આ સભ્યતા
અચાનક આજથી 3000 વર્ષ પહેલા ગાયબ થઇ ગઈ હતી જેનું કારણ આજે પણ પ્રાપ્ત થયું નથી.
9. મિનોઅન્સ: આ સભ્યતા માયસેનિયન્સ સભ્યતા કરતા પણ જૂની હતી જે ગ્રીસના ક્ષેત્રમાં ફેલાયેલી હતી. આ સભ્યતા બ્રોન્ઝ એજ દરમિયાન ફેલાયેલી સભ્યતા હતી. આ સભ્યતા લગભગ 6000 વર્ષ જૂની હતી જે નીઓલીથિક ટાપુ પર પોતાનું સામ્રાજ્ય વિકસાવેલી હતી. આ સંસ્કૃતિ કલા, ભવન નિર્માણ અને વેપારી ક્ષેત્રે ખુબ આગળ પડતી સભ્યતા હતી. આ સંસ્કૃતિનો અંત પણ રહસ્યમય છે જયારે ઇતિહાસકારો માને છે કે આ સભ્યતાના વિસ્તારમાં જ્વાળામુખી પર્વત ફાટવાને કારણે સંપૂર્ણ સભ્યતા નાશ પામી હશે.
8. એનસેસ્ટરલ પ્યુબ્લોન્સ: આ સભ્યતા આજે પણ વૈજ્ઞાનિકોના મતે ખુબ રહસ્યમયી છે. આ સભ્યતા દક્ષિણી અમેરિકાના આજે ફોર કોર્નર વિસ્તારમાં મેક્સિકો સુધી ફેલાયેલી સભ્યતા હતી જે તેમના બહુમાળી મકાનો અને કોતરમાં કરાયેલા બાંધકામ માટે ખુબ રહસ્યમયી સભ્યતામાંથી એક છે. આ સભ્યતાના લોકો પાસે આકાશનું જ્ઞાન તથા તારાઓ વિષે ઘણી જાણકારી ધરાવતા હતા. આ સભ્યતાનો ઉદયનો કોઈ અંદાજો હજુ સુધી મળ્યો નથી પરંતુ ઇસ.પૂર્વે 12 મી સદી સુધી આ સભ્યતા જેતે જગ્યા પર રાજ કરતી હતી.
7. લોન્ગયૂ કેવ્સ: આજના ચીનના શિનજિયાંગ પ્રાંતમાં 1992 દરમિયાન 4 ખેડૂતોને કુવામાંથી પાણી કાઢતા એક રહસ્યમય ગુફા દેખાણી જેને વધુ ખોદકામ કરતા ગુફામાં બનાવેલ માનવનિર્મિત મહેલની શોધ થઇ. આ ગુફામાં માનવીઓ દ્વારા બનાવેલ કોતરકામ અને ભવ્ય રાજમહેલ જેવી ગુફા પ્રાપ્ત થઇ જે એક સભ્યતાની બનાવટ હતી. ત્રીસ હજાર મીટરમાં ફેલાયેલી આ ગુફાને કોતરીને બનાવામાં આવેલ છે જેમાં ઘણા કોતરાયેલા કલાકૃતિઓ મોટા રહસ્યો સર્જે છે. આ ગુફામાં ડ્રેનેજ સિસ્ટમ પણ હતી જે અંદરના પાણીના સ્તરને મેન્ટેન કરવા માટે રાખવામાં આવી હતી.
6. માયાન: આ સભ્યતા વિશ્વની સૌથી જૂની માનવ સભ્યતા હતી. આ
સભ્યતા તેના પૌરાણિક વારસાઓ માટે આજે પણ ખુબ પ્રચલિત છે. તેમના દ્વારા બનાયેલ ભવનો, ઇમારતો આજે પણ
ઘણા રહસ્યો ઉભા કરે છે. આ સભ્યતાનો ઉદય આજે પણ રહસ્ય છે અને ઘણા ઇતિહાસકારોનું
માનવું છે કે આ સભ્યતાનો શરૂઆતી સમય 12,000 વર્ષ જૂનો પણ હોઈ શકે છે જેનો અંત છેક
16મી સદીમાં થયો હતો. આ સભ્યતા દ્વારા બનાવેલ કેલેન્ડર, ગણિતવિજ્ઞાન અને
એંજીન્યરિંગ આજે પણ આપણે વાપરીએ છીએ.
5. ઇન્ડસ: આ સભ્યતા સિંધુ ઘાટી સભ્યતા કે જે હડપ્પા સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે જેનું સૌથી મોટું શહેર કે કેપિટલ મોહેંજો દરો હતું. આ સભ્યતા આપણા હાલના ઉતરી ભારતથી લઇ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી ફેલાયેલી હતી. આ સભ્યાતા સૌથી જૂની 3 સભ્યતામાંથી એક છે જે એ સમયે આધુનિક શહેર તરીકે વિકસિત હતું. ત્યાં ઈંટોથી બનાવેલા પાકા મકાનો, ગટર વ્યવસ્થા, રસોડા, સ્નાનાગારો, શૌચાલય જેવી સુવિધા સાથે રોડ, રસ્તા, માર્કેટ અને ધંધા-રોજગાર માટે પોર્ટની પણ સુવિધાઓ હતી. આ સંસ્કૃતિનો પણ અંત કેવી રીતે થયો હશે તે હજુ અજ્ઞાત છે.
4. એક્સુમાઈટ એમ્પાયર: આફ્રિકન કિંગ્ડમ નામથી ઓળખાતું આ એમ્પાયર આજના ઇથોપિયાથી લઇ સોમાલિયા સુધી ફેલાયેલું હતું. આ સભ્યતા 80ની સાલમાં તેની ચરમસીમાએ હતી જેમાં તેઓ વ્યવહાર માટે અલગ જ ચલણી નાણું પણ ધરાવતા હતા. આ એમ્પાયરે પોતાની રાજધાની કોઈ કારણોસર ફેરવી નાખી હતી અને દુનિયાની બીજી સભ્યતાઓથી પણ પોતાને અલગ રાખી હતી જેથી તેમના વિષેનો કોઈ ઇતિહાસ આજે પણ પ્રાપ્ત નથી.
3. શાનશીંગડુઇ: બ્રોન્ઝ એજ દરમિયાન ચીનના સીચુઆ પ્રાંતમાં એક નાનકડી સભ્યતાનો ઉદય થયો હતો. તેમના દ્વારા થયેલા કલાના નમૂનાઓ ઉપરથી ઇતિહાસકારોનું માનવું છે કે આ સભ્યતા 3300 વર્ષ જૂની હતી પરંતુ કદાચ તે તેનાથી પણ જૂની હોઈ શકે છે. આ સભ્યતા દ્વારા બંધાયેલ શહેર મોહેંજો દરો જેવુજ અધતન હતું. જ્યાં મોટી કેનાલો, ગટર વ્યવસ્થા અને બાંધકામ ખુબજ વિશેષ હતું. આ સભ્યતા દ્વારા થયેલી કલાકૃતિઓ એટલી બધી મનમોહક અને ખાસ છે કે તે આજે પણ વૈજ્ઞાનિકો માટે મોટો પ્રશ્ન બની છે કે આ કૃતિઓ એ સમયમાં કેવી રીતે બનાવવામાં આવી હશે.
2. એટ્રુસ્કેન સિવિલાઈઝેશન: 3000 વર્ષ પૂર્વે આજના ઇટલીમાં રહેતી એક એવી રહસ્યમયી સભ્યતા કે જેને પ્રાચીન ગ્રીસમાં સૌથી અધતન સભ્યતા માનવામાં આવતી હતી. આ સભ્યતા વિષે વિશેષ જાણકારી ક્યાંય ઉપલ્ભધ નથી પરંતુ ઘણા પૌરાણિક લેખો અને ગ્રંથોમાં આ સભ્યતા વિષેની નોંધ પ્રાપ્ત થતી હોઈ છે. હજુ આ સભ્યતાને લગતી ઘણી માહિતી હજુ પણ લેખોમાં અકબંધ છે જે ભવિષ્ય્માં ઘણા નવા રહસ્યો પરથી પડદો ઉઠાવશે.
1. રાપા નુઈ: ઈસ્ટર આઇલેન્ડ સભ્યતાના નામથી પણ પ્રચલિત આ સભ્યતા ખુબજ રહસ્યમયી હતી. આ સભ્યતા કોઈ કારણોસર પોતાના મૂળસ્થાનથી દૂર પેસિફિક મહાસાગરના એક ટાપુ પર આવી વસી ગઈ હતી. આ સભ્યતા પ્રાચીનતમ હોવાને સાથોસાથ તેના એક સરખા દેખાતા માનવીની આકૃતિવાળા પથ્થરથી બનવેલા સ્ટેચ્યુ માટે પ્રખ્યાત છે. વૈજ્ઞાનિકો આજે પણ જાણી નથી શક્યા કે આ સભ્યતાના લોકોએ આ સ્ટેચ્યુ ક્યાં કારણોથી બનવ્યા હશે. આજે પણ આ સ્ટેચ્યુ કાળની માર સહન કર્યા બાદ પણ એજ પરિસ્થિતિમાં હયાત છે. આ સભ્યતાનો નાશ પણ કઈ રીતે થયો એ રહસ્યમય છે.
Video Source: Top 10 in Hindi (YouTube Channel)
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
No comments:
Post a Comment