એક ખુબ મઝેદાર કિસ્સો - 1983 ના વર્લ્ડકપ વખતે થયેલા અપમાનનો બદલો BCCI એ કેવી રીતે લીધો હતો? | A very funny case - how did BCCI avenge the humiliation of 1983 World Cup?

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં ક્રિકેટ એટલે એક ધર્મ અને આ ક્રિકેટ માટેનો ઉત્સાહ ભારતમાં જ્યારથી ક્રિકેટની ઇન્ટરનૅશન મેચો રમવાનું શરુ થયું ત્યારથી છે. ક્રિકેટની રમત ભારતીયો માટે એક જંગ સમાન હોઈ છે અને ક્રિકેટરો આપણા હીરો જેવી ઇમેજ ધરાવે છે. આજે ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCI વિશ્વનું સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ છે અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પર સૌથી મજબૂત પક્કડ પણ BCCI જ ધરાવે છે. આજે આપણો એટલો સિક્કો ચાલે છે કે દુનિયાના કોઈપણ દેશના ક્રિકેટ બોર્ડને BCCI ચલાવતું હોઈ તેવું લાગે. હમણાં જ થોડા દિવસો પહેલા એક સમાચારમાં આવ્યું હતું કે 67% વસતી ધરાવનાર દેશ વર્લ્ડકપની બહાર થવાથી વ્યૂઅરશિપ અડધી થશે અને જે કારણે જાહેરાતથી 1 હજાર કરોડની કમાણી ઘટી શકે છે. વિચારો ભારતની પકડ એટલી છે કે તેનું સેમીફાયનલ કે ફાયનલ ન રમવાને કારણે પણ હજાર કરોડની નુકશાની થશે ત્યારે એક સમય એવો પણ હતો કે ICC એ ભારતનું એવું પણ અપમાન કર્યું હતું કે જેથી જેતે સમયના BCCI પ્રમુખે તેનો બદલો લઇ આપણા બોર્ડને એક નવી રાહ ચીંધતા આજે આપણે ટોંચ પર પહોંચી ગયા છીએ.

વાત હતી 25 જૂન 1983 ની જયારે ભારત પહેલી વખત વર્લ્ડકપની ફાયનલ મેચમાં પહોંચ્યું હતું અને વિરુદ્ધ હતી એ સમયની સૌથી મજબૂત ટિમ વેસ્ટઇન્ડીસની. ઈંગ્લેંડના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં ફાયનલ મેચ રમાવાની હતી અને આ મેચ નિહાળવા આવેલ ભારતીય યુનિયન મિનિસ્ટર માટે BCCI દ્વારા માત્ર 2 એક્સ્ટ્રા ટિકિટ માટેની અરજી કરી હતી જે એ સમયના ઇંગ્લેન્ડના MCC બોર્ડ દ્વારા જાણી જોઈ નકારવામાં આવી હતી ત્યારબાદ એ વર્લ્ડકપતો ભારત જીતી ગયું હતું પરંતુ ભારત પરત ફરી એ સમયના BCCI ચીફ એન.કે.પી. સાલ્વેને આ અપમાન ખુબ ખટક્યું હતું જેથી એ અપમાનનો બદલો લેવા તેમણે નક્કી કર્યું હતું કે વર્લ્ડકપની ઇવેન્ટ કે જે એ સમયે માત્ર ઇંગ્લેન્ડજ હોસ્ટ કરતુ તેને ભારતમાં પણ હોસ્ટ કરી દેખાડવું છે. પરંતુ તેઓ પણ જાણતા જ હતા કે આ વિચાર કેટલો મુશ્કેલ અને મોંઘો છે કારણ કે વર્લ્ડકપનો મેચો રમાડવા માટે વિશ્વભરની ટીમોને સાચવવી, ખવડાવવા-પીવડાવવા, રહેવા, ટ્રાન્સપોર્ટેશન આપવા, ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપગ્રેડ કરવા તેમજ ટેલિકાસ્ટ કરવા માટે જંગી રકમની જરૂર પડે અને એ ઉપરથી ઈનામોની રકમથી લઇ આયોજનો સુધીનો ખર્ચ ખુબ ઊંચો હોઈ એ સમયના BCCI પાસે પગારના પણ માંડ માંડ ખર્ચ નીકળતા હતા તો વર્લ્ડકપની મહેમાનગતી કરાવવી તો કેટલી મુશ્કેલી સર્જી શકે પરંતુ સાલ્વે સાહેબએ મનોમન આ બદલો કોઈપણ રીતે લેવાનું નક્કી કર્યું હોઈ તેમણે ત્યારના વડાપ્રધાન ઇન્દિરાજી ને દરખાસ્ત કરી ધીરુભાઈ અંબાણીને મેઈન સ્પોન્સર તરીકે સંપૂર્ણ ખર્ચ ઉઠાવવા રાજી કરી લીધા હતા.

ભારતે પાકિસ્તાન સાથે મળી જોઈન્ટમાં વર્લ્ડકપનું આયોજન કરવાની રજુઆત ICCમાં કરી અને તે સમયે આજે જેટલું BCCIનું વજન છે તેટલું જ વજન ઇંગ્લેન્ડ બોર્ડનું હતું અને તેના દબાવથી આ પ્રસ્તાવ ના-મંજુર થયો હતો. સાલ્વે સાહેબ જાણતા જ હતા કે પહેલી વખત આ પ્રોપોસલ રિજેક્ટ જ થવાનું છે તેથી તેણે આ રિજેક્શન પછી બીજા સૌથી શક્તિશાળી બોર્ડ ઓસ્ટ્રેલિયાને પોતાની સાઈડ કર્યા જેથી ICC ને ઘેરી શકાય. આ બાદ અન્ય દેશોને પણ ચાર ગણી વિનિંગ અમાઉન્ટ આપવા માટેની તથા ભવિષ્યમાં દરેક દેશોને પણ આવી રીતે વર્લ્ડકપ ઇવેન્ટ હોસ્ટ કરી શકવાની તકથી લલચાવી ભારતની તરફેણ ખેંચાવી હતી. આખરે ભારતના ચતુર BCCI પ્રમુખ સાલ્વે સાહેબને ICCના વોટિંગમાં વધુ મત મળતા ભારત-પાકિસ્તાનને મરજી ન હોવા છતાં વર્લ્ડકપ હોસ્ટિંગ કરવાની મંજૂરી આપવી પડી હતી.

પરંતુ ભારતની આ જીતથી ઇંગ્લેન્ડ બોર્ડ ખુબ ગુસ્સે અને નારાઝ થયું હતું અને તેણે આ માટે ઘણી શરતો કરી હોસ્ટિંગમાં રુકાવટનો પહાડ ઉભો કર્યો હતો પરંતુ ઘણી અડચણોને પણ સાલ્વે સાહેબે પોતાની બુદ્ધિથી સરળ બનાવી માત્ર એક જ સ્પોન્સરની મદદથી સંપૂર્ણ વર્લ્ડકપનું આયોજન કરી લીધું હતું અને એ બાદ એક નવાયુગની શરૂઆત થઇ હતી જેમાં ઇંગ્લેન્ડની ક્રિકેટમાં જોહુકુમીને પૂર્ણ વિરામ લાગતું ગયું હતું અને ભારત માટે એક સોનેરી ઇતિહાસ લખાતો ગયો હતો. ભારતે જયારે વર્લ્ડકપને આપણા દેશમાં આયોજન કરાવ્યું ત્યારે ભારત એ કપ તો ના જીતી શક્યું પરંતુ 1983 ના એ વર્લ્ડકપમાં થયેલ અપમાનનો બદલો સાલ્વે સાહેબ દ્વારા સામી છાતીએ લેવાયો હતો. 

આજે કદાચ BCCI નો જે પણ વટ હોઈ સાલ્વે સાહેબ વિના આજે કદાચ ભારતીય ક્રિકેટ બોર્ડ આટલું આગળ ન હોત એ નક્કી છે. મેં પણ આજે જ જાણ્યું કે આપણા ક્રિકેટ બોર્ડમાં અને વિવિધ જગ્યાઓ પર ભારતના એવા ઘણા પદાધિકારીઓએ ભારતને એક નવી ઓળખ આપી છે. આપને પણ જો આવા કોઈ બીજા કિસ્સાઓ કે વ્યક્તિ વિશેષની માહિતી હોઈ તો અચૂક મને કોમેન્ટ કરી જણાવશો.


  Video Source: The Mystica Land (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

 

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice