એપલ કંપનીના હેડક્વાટર "એપલ પાર્ક" ની કલ્પિત મુલાકાત | A fabulous visit to Apple's headquarters "Apple Park"

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

આજે ભારતમાં અને કદાચ વિશ્વભરમાં સૌથી વધુ મોબાઈલ ફોન કોઈ કંપની બનાવતી અને વેંચતી હશે તો એ કોરિયાની સેમસંગ કંપની છે પરંતુ જો કોઈ પૂછે કે વિશ્વની સૌથી વધુ પોપ્યુલર બ્રાન્ડેડ ફોન બનાવતી કંપની કઈ ત્યારે એકજ જવાબ મળે કે "એપલ". સેમસંગ ભલે સૌથી વધુ ફોન વેચી લેતી હોઈ પરંતુ આજે વેલ્યુ એકજ બ્રાન્ડ ધરાવે છે અને એ છે એપલ. એપલ કંપની તેના દરેક ઇલેક્રોનિકસ ગેજેટ માટે અલગ નામ ધરાવે છે જેમ કે સ્માર્ટફોનને કંપની આઈફોન કહે છે ત્યારે લેપટોપને આઇપેડ અને કોમ્યુટરને મેક પી.સી. કહે છે. હજુ તો આઈ વોચ, એરપોડ્સ અને બીજા ઘણા ગેજેટ્સ તો બાકી જ છે. આ કંપની પોતાની જ અલગ ઓપરેટિંગ સિસ્ટમ અને યૂઝર ઇન્ટરફેસ પણ ધરાવે છે એટલે એક એવી કંપની કે જેને બીજા કોઈપણ કંપની પર નિર્ભરતા જ નથી અને દુનિયામાં તેના ઉપયોગકારોનો એક અલગ જ ફેન ક્લ્બ પણ છે જેને એપલ સિવાય કોઈપણ બ્રાન્ડ કે પ્રોડક્ટ પસંદ જ નથી. ચાલો આજે આ બ્રાન્ડની એક દુનિયાથી અલગ એવી ઓફિસની વાત કરીએ જે તેની બ્રાન્ડની જેમ જ બધાથી અલગ જ છે અને ખુબ ખાસ છે. 

 

"એપલ પાર્ક" આ નામ અને તેની કલ્પના કરનાર વ્યક્તિ સ્ટીવ જોબ્સ કે જે એપલના કો-ફાઉન્ડર હતા જે આજે તો હયાત નથી પરંતુ આ એપલ પાર્કમાં આજે પણ તેની સુંદર કલ્પનામાં જીવિત જ છે. અમેરિકા સ્થિત કેલિફોર્નિયા સ્ટેટ્સના કૂપરટીનો વિસ્તારમાં આવેલ વિશ્વની 22મી સૌથી મોટી ઓફિસ કે જે એપલ પાર્કના નામથી ઓળખાય છે તેને એપ્રિલ 2017 માં એપલ કંપનીના કર્મચારીઓ માટે ખુલ્લી મુકવામાં આવી હતી. એપલ પાર્ક તેની ઘણી ખાસિયતો માટે દુનિયાભરમાં ચર્ચામાં રહી છે અને સ્ટીવ જોબ્સ દ્વારા આવી ઓફિસનું નિર્માણ તેમના દિમાગમાં 2006થી હતું કે જ્યાં આ એક ઓફિસ નહિ પરંતુ એક કુદરતી અને ઇકો ફ્રેન્ડલી વાતાવરણ હોઈ કે જે માત્ર ગ્રીન એનર્જી પર નિર્ભર હોઈ અને તે તેના કર્મચારીઓ માટે એક સ્વર્ગથી પણ વિશેષ વાતાવરણ આપતું હોઈ. 

એપલ પાર્ક કે જેને ઘણા લોકો સ્પેસશિપ પણ કહેતા હોઈ છે પરંતુ આને નરી આંખે જોવાવાળા સ્માર્ટફોનની ભાષામાં તો એપલ પાર્ક પ્રો મેક્સ જ કહેશે કેમ કે આ ઓફિસનો વર્તુળ પરિઘ 1.46 કી.મી. નો છે જેને ચોરસ ફૂટમાં ફેરવીએ તો 2,60,000 થાય અને જો આ બિલ્ડીંગને જે જમીન પર બનાવવામાં આવી છે તે 175 એકર કરતા વધુ છે જેમાં મોટાભાગમાં તો વૃક્ષો જ વાવેલા છે. આ વર્તુળાકાર બિલ્ડીંગની વચ્ચે એક માનવનિર્મિત ગાર્ડન જેવું જંગલ છે જેને પોતાની અલગ જ ઇકો સિસ્ટમ પણ છે. 9000 પ્રજાતિના વિવિધ વૃક્ષોને એવી રીતે પસંદ કર્યા છે કે તે ક્યારેય સુકાઈ ન શકે. આ બિલ્ડીંગમાં વપરાતી ઉર્જા ગ્રીન એનર્જી હોઈ છે જે બિલ્ડીંગ ઉપર લાગેલી સોલાર પ્લેટ્સ અને બીજા ગ્રીન ઉર્જાના સ્ત્રોતને આભારી હોઈ છે. નવાઈની વાત તો એ છે કે આ બિલ્ડીંગમાં એ.સી. માત્ર ઇમર્જન્સી ઉપયોગ માટે જ રાખવામાં આવ્યા છે કે જેથી ઓઝોન વાયુનું ડીપ્લેશન ના થાય. બિલ્ડીંગની અંદર તાપમાન 20-25 ડિગ્રી નેચરલી જળવાય તે માટે આ બિલ્ડીંગને નેચરલ કુલિંગ સિસ્ટમ માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ બિલ્ડીંગનું કામ 2011 માં શરુ કરવામાં આવ્યું હતું પરંતુ થોડા જ મહિનાઓમાં આ બિલ્ડીંગની કલ્પના કરનાર વ્યક્તિ અને એપલના માલિક સ્ટીવ જોબ્સે દુનિયાને અલવિદા કહી દીધું હતું. પરંતુ તેમનું આ સ્વપ્ન હકીકતમાં બનવાનું શરુ રહ્યું હતું અને 2017 માં આ ઓફિસનું કામ 35,000 કરોડના ખર્ચે પૂર્ણ થયું અને આખરે 12,000 લોકોની ઓફિસ કે જે પહેલા 100 જુદી-જુદી ઓફિસમાં બેસતા હતા તે આજે એકજ ઓફિસમાં બેસી કંપનીને નવી રાહ ચીંધી રહ્યા છે.

એપલ પાર્કમાં કામ કરતા કર્મચારીઓ માટે 9000 થી વધુ કાર રહી શકે તેવી પાર્કિંગ સુવિધા છે પરંતુ આ એક ઇકો બિલ્ડીંગ હોવાથી ત્યાં અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે 1000 થી વધુ સાયકલ રાખવામાં આવી છે. આ બિલ્ડીંગમાં જીમ, યોગા સેન્ટર, હોસ્પિટલની પણ સુવિધા ઉપલબ્ધ છે અને સાથોસાથ 7 કાફે કે જ્યાં કર્મચારીઓ પોતાનું પસન્દગીનો પૌષ્ટિક ખોરાક પણ મેળવી શકે છે. આ બિલ્ડીંગમાં બહારની બાજુ સૌથી વધુ કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેથી નેચરલ લાઈટ બિલ્ડીંગમાં આવતી રહે અને વીજળીનો ઉપયોગ શક્ય હોઈ તેટલો ઓછો થાય. મેઈન બિલ્ડીંગની બાજુમાં એક બીજી ગોળ નાની બિલ્ડીંગ પણ બનાવામાં આવી છે જેનું નામ છે સ્ટીવ જોબ્સ થીએટર. આ બિલ્ડીંગને જોવા માટે ઘણાં ટુરિસ્ટો પણ આવતા હોઈ છે જેને બહાર એક ટુરિસ્ટ બિલ્ડીંગ બનાવી ત્યાં વર્ચ્યુલી સંપૂર્ણ પાર્કની મુલાકાત આપવામાં આવે છે.

મિત્રો, બીજી નવાઈની વાત તો એ છે કે આ બિલ્ડીંગની બનાવટ કે ફર્નિચરમાં એક પણ ફ્રેશ કે નવા લાકડાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. માત્ર રિસાયકલ્ડ વુડના ઉપયોગથી દરેક વસ્તુ બનાવવામાં આવી છે જેથી બિલ્ડીંગ બનાવવામાં એક પણ વૃક્ષ કાપવું ન પડે. આ બિલ્ડીંગ ભૂકંપ કે બીજી કોઈપણ કુદરતી હોનારતને ખુબ આસાનીથી સહન કરી શકે તેવી બનાવવામાં આવી છે જે બિલ્ડીંગને એપલની પ્રોડક્ટ્સની જેમ જ ફ્યૂચર્સટીક બનાવે છે. આ બિલ્ડીંગ અને પાર્કની કલ્પના ભલે સ્ટીવ જોબ્સે કરી હોઈ પરંતુ તેની કલ્પનાને હકીકતમાં ફેરવનાર વ્યક્તિ નોર્મેન ફોસ્ટર હતા કે જેઓ ખુબ પ્રચલિત આર્કિટેક્ટ છે અને આ પાર્કની સંપૂર્ણ ડિઝાઇન તેમના દ્વારા બનાવેલી છે. 

ભવિષ્યમાં જયારે પણ અમેરિકાના કેલિફોર્નિયા જવાનું થાય તો આ પાર્કની મુલાકાત એક મોટું ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે એ ચોક્કસ છે તો હું જરૂર વિશ કરીશ કે આપ પણ આ ફ્યુચરિસ્ટિક બિલ્ડીંગને નરી આંખે જોઈ શકો પરંતુ આ કલ્પિત મુલાકાત પણ હાલ પૂરતી તો ઘણી ઈન્ફોર્મેટિવ રહી હશે.

 

 Video Source: Alpha Facts (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

Café no Brasil e no Mundo - gosto do brasil, café brasileiro, café santos, café de gente boa, história do café no Brasil em português

Os preços do café subiram no Brasil, mas o amor das pessoas pelo café não diminuiu – Breve História do Café no Brasil e no Mundo.     ...

Reader's Choice