આઝાદી બાદ પાંચ રિયાસતો દ્વારા ભારતમાં વિલીન ન થવાનો નિર્ણય કેવી રીતે બદલ્યો? | How did the decision not to merge with India by the five princely states change after independence?

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

 31 ઓક્ટોબરને ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે એનું કારણ કદાચ આપણે સૌ જાણીએ જ છીએ કેમકે 31 ઓક્ટોબર એ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે અને તેથી જ તેમના દ્વારા થયેલ કામની યાદના સ્વરૂપે ભારતમાં 31 ઓક્ટોબર એ એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ એક સ્વતંત્રતા સેનાનીના રૂપમાં એક સંગઠનને ખુબ મહત્વ આપતા હતા અને તેથી જ તેઓ દ્વારા આઝાદ ભારતમાં એકતા રહે એ હેતુથી સામ, દામ, દંડ અને ભેદ કોઈપણ પ્રયોજન દ્વારા ભારતને એકરૂપ બનાવ્યું.

ભારત મૂળના દરેક ધર્મના લોકોએ 350 વર્ષની ગુલામી દરમિયાન આઝાદીની આશાએ પોતાના જીવનો બલિદાન આપ્યો હતો અને આ નાના-નાના પ્રયાસો અને સંગઠન દ્વારા આપણે 15 મી ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી તો પ્રાપ્ત થઇ હતી પરંતુ એ શરતને આધીન હતી. શરત તો ઘણી હતી પરંતુ એક શરત જે ભારતને અને આપણા પાડોશી મુલ્ક પાકિસ્તાનને આજે પણ સહન કરવી પડે છે એ હતી દેશના ભાગલા. બે ભાઈઓને અંદરો-અંદર ઝઘડો કરાવી તેમનો વિકાસ અટકાવવાના આ અંગ્રેજોના વિચારને આજે પણ બન્ને દેશોની જનતા ભોગવી રહી છે ત્યારે એ સમયે ભારતમાં 565 રજવાડાઓ હતા જેમને આધીન પોતાની જમીનો અને સીમાઓ હતી. આ રજવાડાંઓને ત્રણ ઓપશન આપવામાં આવ્યા હતા જે તેમનું ભવિષ્ય નક્કી કરનાર હતું. એક તો તે ભારતમાં ભળી જાય બીજો કે તે પાકિસ્તાનમાં ભળે અને કાં તેઓ પોતાના એક જુદા જ દેશનું નિર્માણ કરે. આ એક એવું કોયડું હતું જે અંગ્રેજોએ જાણી જોઈ સ્વતંત્રતા સૈનાની અને ભારતીય રજવાડાઓ વચ્ચે વિવાદ સર્જવા નાખવામાં આવ્યું હતું અને તે સરદાર વલ્લભભાઈના નેતૃત્વ હેઠળ મહામુશ્કેલી સાથે પણ સુલજી ગયું અને આજના એક ભારતનું નિર્માણ થયું હતું. આ નિર્માણ ખુબ મુશ્કેલ બન્યું હતું કેમ કે ભારતના 565 રજવાડાઓ સીધી રીતે ભારતમાં વિલીન થવા નતા માંગતા અને તેઓ પાકિસ્તાન કે પોતાના અલગ જ દેશ માટેની માંગ ધરાવતા હતા જે દીર્ઘ દ્રસ્ટા એવા વલ્લભભાઈ જાણતા હતા કે આ ભારત અને એ સ્ટેટ માટે ભવિષ્યમાં ગંભીર પ્રશ્નો ઉભા કરશે જેથી તેમને કોઈપણ કિંમતે ભારતમાં ભેળવી દેવા એજ સાચો અને સારો રસ્તો બનશે.
આજે આપણે એવા જ પ્રદેશો અને રિયાસતો વિષે જાણવાના છીએ જેમણે ભારતમાં વિલીન થવા માટે ચોખ્ખી ના પાળી હતી અને એમાંના ઘણા તો ભારતની વચ્ચે હોવા છતાં પાકિસ્તાનમાં ભળવા માટેની વાતો કરતા હતા. રિયાસતો અને તેમની માંગ નીચે મુજબ હતી.


 1. ત્રવણકોર પ્રિન્સલી સ્ટેટ (કેરળ) ત્રાવણકોર રાજ પરિવારનું શાશન હતું. 1946 માં તેના મહારાજાએ એક અલગ જ દેશ બનવવાની વાત કરી હતી. ત્રાવણકોર એ સમયની બીજી સૌથી અમીર રિયાસત હતી. 30 જુલાઈ, 1947 ના રોજ તેમણે ભારતમાં વિલીન થવા માટે સહમતી આપી હતી.
2. જૂનાગઢ પ્રિન્સલી સ્ટેટ (જૂનાગઢ-ગુજરાત) જૂનાગઢના નવાબ મોહોબત ખાને પાકિસ્તાનમાં ભળવાની વાત કરી હતી. જૂનાગઢમાં મોટી વસ્તી હિન્દૂ હતી છતાં નવાબ પાકિસ્તાનમાં ભળવા માંગતા હતા અને તે કોઈ કિંમતે ભારતમાં વિલીન થઇ શકે તેમ ન લગતા વલ્લભભાઈએ લશકરી તાકાત વાપરી જૂનાગઢને આધીન મોટી બે રિયાસતને ભારતને આધીન કરી લીધી હતી ત્યારબાદ જનમત પણ લેવામાં આવ્યો હતો અને આખરે 90% ની સહમતી દ્વારા 20 ફેબ્રુઆરી 1948 ના રોજ જૂનાગઢ પણ ભારતમાં વિલીન થયું હતું.
3. ભોપાલ પ્રિન્સલી સ્ટેટ એ ભારતમાં વિલીન થનારી છેલ્લી રિયાસત હતી જેનું કારણ ત્યાંના નવાબ હમીદ્દુલ્લા ખાન હતા. તેમની ખુબ મોટી રિયાસત ભારતમાં વિલીન થવાથી વિરુદ્ધ હતી અને આપણે સૌ જાણીએ છીએ કે ભોપાલ ભારતમાં સૌથી વચ્ચે આવતો ભૂમિભાગ છે. 1948 માં નવાબ દ્વારા એક સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની ઘોષણા પણ કરવામાં આવી હતી અને મંત્રીમંડળ સુધીની તૈયારી પણ કરવામાં આવી હતી. આ જોતા અને દીર્ઘદ્રષ્ટિથી વિચારતા સરદાર વલ્લભભાઈ પટેલે નવાબ પર ખુબ જોર લગાવતા આખરે તેમણે પણ 1 જૂન 1949 ના રોજ ભારતમાં વિલીન થવા સહી કરી હતી.
4. કાશ્મીર પ્રિંસલી સ્ટેટ, આ ભૂમિભાગના રાજા હરિ સિંહ દ્વારા પણ બે માંથી કોઈ પણ દેશમાં ન વિલીન થવાના વિચારને સ્પષ્ટતા મળી હતી અને આ રાષ્ટને ભારત દ્વારા પણ કોઈ પ્રકારની જબરદસ્તી કરવામાં નહતી આવી પરંતુ પાકિસ્તાન દ્વારા આ ભૂમિભાગને પોતાનામાં ભેળવવા ઘૂસણખોરી અને લશ્કરી ચઢાઈ દ્વારા પાકિસ્તાનના વિચારોથી ડરતા રાજા હરિસિંહ દ્વારા આખરે ભારતમાં વિલીનીકરણને અનુમતિ આપી હતી.
5. હૈદરાબાદ પ્રિંસલી સ્ટેટ, નિઝામ ઓસમાન અલી ખાન દ્વારા પણ ભારતમાં વિલીન ન થવાને પોતાની મરઝી જણાવી હતી. આ રાજ્ય ખુબ અમીર હતું અને વિશાળ પણ હતું જેથી સરદાર વલ્લભભાઈ પટેલ માટે આ રિયાસતને ભારતમાં ભેળવવી ખુબ જરૂરી પણ હતી અને મુશ્કેલ પણ હતી. આ રિયાસતના નિઝામને પાકિસ્તાનના વડા પ્રધાન મોહમ્મદ અલી જીણાનો મોટો સપોર્ટ હોઈ તેઓ કોઈપણ લશ્કરી કાર્યવાહી માટે તૈયાર હતા. એક સમયે જયારે જીણાની મૃત્યુ થયું ત્યારે સમયસૂચકતા વાપરી વલ્લભભાઈ દ્વારા સૈન્ય કાર્યવાહી કરવામાં આવી અને ઓપરેશન પોલો નામક એક કાર્યવાહી કરી 17 સપ્ટેમ્બર 1948 ના રોજ હૈદરાબાદને પણ ભારતમાં વિલીન કરી દેવામાં આવ્યું .

565 રિયાસતોને એક કરવાનું અને અખંડ મહાન ભારત બનાવવું ખુબ કપરું કામ હતું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મુશ્કેલ કામને બુદ્ધિમતા સાથે પાર પાડવામાં આવ્યું હતું તેથી જ તેમને એક લોખંડી પુરુષની ઉપાધિ આપવામાં આવે છે અને તેમના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


 

Video Source: Live Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice