બજેટ 2022, ભારતીય યુનિયન ફાયનાન્સ બજેટ 2022-23, કેપિટલ અને રેવન્યુ બજેટ- Key Highlights of Budget 2022

ભારતીય યુનિયન ફાયનાન્સ બજેટ 2022-23

1 ફેબ્રુઆરી 2022, મંગળવારનો દિવસ ભારતીય ફાયનાન્સિયલ યર 2022-23 માટે સૌથી મહત્વનો દિવસ બની રહ્યો હતો કેમકે આ દિવસે ભારતના ફાયનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા ભારતનું 74 મુ વાર્ષિક બજેટ રજુ કરવામાં આવ્યું હતું. નિર્મલાજીનું આ બજેટ ભારતના ભવિષ્યના વિચાર સાથેનું બનાવવામાં આવ્યું છે તેવું જણાવામાં આવ્યું. ભારતના આઝાદીના 100 વર્ષ પૂર્વે ભારતના 50% લોકો શહેરી વિસ્તારમાં પોતાના ઘરમાં વસવાટ કરતા હશે તેવી આશા સાથે આવતા 25 વર્ષ ભારત માટે અમૃતવર્ષ બની રહેવાની ખાતરી આપી.

મધ્યમ વર્ગના લોકો માટે તો એકજ રસનો પ્રશ્ન....શું સસ્તું થયું અને શું મોંઘુ ?

સસ્તું થયું...

કપડાં, મોબાઈલ ફોન ચાર્જર, મોબાઈલ તથા દેશમાં બનતા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, પોલિશ કરાયેલા હીરા તથા જવેલરી, કેટલાક પ્રકારના રસાયણો પરની કસ્ટમ ડ્યુટી ઘટી, સ્ટીલ સ્ક્રેપ પરની કન્સેશનલ ડ્યુટી 1 વર્ષ માટે વધારાઈ

શું મોંઘુ થયું?..

તમામ ઈમ્પોર્ટેડ આઈટ્મસ, છત્રી મોંઘી થશે તેમજ ઇમિટેશન જવેલરી ઈમ્પોર્ટ ડ્યુટીને કારણે મોંઘી થશે, સ્પીકર્સ તથા લાઉડ સ્પીકર્સ, હેડફોન કે એયર ફોન, સોલાર સેલ અને મોડ્યુલ્સ, એક્સ-રે મશીન, ઇલેક્ટ્રોનિક રમકડાના પાર્ટ્સ.

બજેટ 2022 ના મહત્વના મુદ્દાઓ (Key Highlights of Budget 2022)

- બજેટને 4 સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરી બનાવવામાં આવ્યું હતું - ઉત્પાદકતા, ક્લાઈમેટ એક્શન, ધિરાણ-રોકાણ અને પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના

- પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ અને વિકાસને વેગવંતો કરવા માટે ગતવર્ષ કરતા પણ વધુ 7.50 લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું.

- ગત વર્ષમાં કોરોના મહામારીને કારણે દેશના બાળકોનું ભણતર ખુબ પ્રભાવિત થયું હતું જેના માટે 12 ડિજિટલ ચેનલની બદલે 200 ચેનલોમાં પ્રાદેશિક ભાષામાં પણ શિક્ષણ મળી શકે તેવી જોગવાઈ કરવામાં આવશે તેમજ કૃષિ યુનિવર્સીટીને પોતાના અભ્યાસક્રમમાં સુધારા તેમજ પ્રાકૃતિક ખેતી, ઝીરો બજેટ ખેતી અને ઓર્ગેનિક ફાર્મિંગ પર વધુ શંશોધન કરવા બજેટ ફાળવવામાં આવશે.

- દેશમાં એક ડિજિટલ યુનિવર્સીટીની પણ રચના કરવા માટેની વાત મુકવામાં આવી હતી.

- RBI દ્વારા નવી સરકારી ક્રિપ્ટો કરન્સીની જાહેરાત.

- ટેક્સ પેયર તેમના રિટર્નને 2 વર્ષ સુધી અપડેટ કરી શકે તેવી જોગવાઈ

- ખેત ઉત્પાદન સાધનો સસ્તા થશે

- ખેત વિકાસ માટે નવા ડ્રોન આધારિત ટેક્નોલોજીના ઉપયોગ માટે પ્રોત્સાહન

- જીવન વીમા નિગમ (LIC) નો પબ્લિક ઇસ્યુ ટૂંક સમયમાં આવી શકે છે.

- લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ પર 15% થી વધુ સરચાર્જ નહિ વસૂલી શકાય અને કોપરેટીવ સોસાયટી કે જેમની આવક 1 થી 10 કરોડ વચ્ચે હશે તેમનો સરચાર્જ 12% થી ઘટી 7% કરવામાં આવશે.

- કેપિટલ ગુડ્સના ઈમ્પોર્ટ પર મળતી છૂટને હટાવામાં આવી. હવેથી 7.5% ડ્યુટી લગાડવામાં આવશે.

- ડિફેન્સનું 5.25 લાખ કરોડનું બેજટ ફાળવવામાં આવ્યું. જેમાં 68% કેપેક્સનો હિસ્સો ભારતીય કંપની માટે જ ફાળવવાની વાત કરવામાં આવી હતી.

- રાજ્ય કર્મચારીઓ માટે NPS પર ટેક્સની છૂટ 10% થી વધારી 14% કરવામાં આવી.

- એસ.સી./એસ.ટી. ખેડૂતો માટે એગ્રો-ફોરેસ્ટ્રી મદદ આપવામાં આવશે.

- 2022-23 ના નાણાકીય વર્ષમાં RBI દ્વારા ડિજિટલ રૂપિયાની શરૂઆત કરવામાં આવશે.

- 5G માટે તેના સ્પેક્ટ્રમનું ઓક્શન કરવામાં આવશે.

- 400 નવી વંદે ભારત ટ્રેનો આવનારા 3 વર્ષોમાં ભારતભરમાં મુકવામાં આવશે તેમજ 100 થી વધુ નવા કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવશે.

- PM આવાસ યોજના અંતર્ગત 80 લાખ નવા મકાનોનું નિર્માણ કરવા 48,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

- નોર્થઇસ્ટના વિકાસ માટે 1500 કરોડ રૂપિયાનું બજેટ

- PLI સ્કીમ દ્વારા 60 લાખ નવી નોકરીઓ તેમજ વધુ પ્રોડક્શનની ઉમ્મીદ છે.

- દરવર્ષે 25,000 કી.મી.નો હાઇવે બનવવાનો લક્ષ

- વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ પર 30% નો ટેક્સ તેમજ તેના ટ્રાન્સફર પર 1% TDS

- મધ્યમવર્ગની આશા એવા પર્સનલ ટેક્સમાં કોઈ રાહત આપવામાં આવ્યા નથી.

- ક્રિપ્ટો કરન્સી તથા NFT પર થતી આવક પર 30% નો ટેક્સ ઉપરાંત તેના પર થયેલા નુકશાનને સેટઓફ પણ નહિ કરી શકાય.

- સિંચાઈ વ્યવસ્થા વધુ મજબૂત કરવા તેમજ નદીઓનું પાણી દરિયામાં જતા અટકાવવા દેશની 5 મુખ્ય નદીઓને બીજી નદીઓ સાથે જોડવા તેમજ સિંચાઈ માટે તેનું પાણી વાપરવા માટે બજેટ ફાળવણી

- 280 ગિગાવોટ સોલાર પાવર પ્રોડક્શન માટે વધુ 19,500 કરોડની ફાળવણી તેમજ PLI બેઝથી સોલાર PV સેલના મેન્યુફેક્ચરિંગ માટે બજેટની ફાળવણી.

 બજેટ એટલે શું તેમજ ભારતીય બજેટની સંરચના..

"બજેટ"(Budget) આ શબ્દ સાંભળતા કોઈપણ મધ્યમવર્ગીય માણસને ઘર ખર્ચ અને આવકની બેલેન્સશીટ યાદ આવી જાય કેમ કે આપણી આવક અને આવકના પ્રમાણમાં ખર્ચને કંટ્રોલ કરવા માટે બનાવતા પ્લાનિંગને બજેટ કહી શકાય. ભારતમાં ફેબ્રુઆરીની પહેલી તારીખે ભારતીય યુનિયન ફાયનાન્સ બજેટ (Union budget of India)ને સંસદભવનથી જાહેર કરવામાં આવે છે. બજેટને ભારતીય બંધારણના આર્ટિકલ 112 વાર્ષિક નાણાકીય નિવેદન (Annual Financial Statement) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બજેટને 1 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવા પાછળનું કારણ એ હોઈ છે કે, ભારતમાં પહેલી એપ્રિલથી નવું નાણાંકીય વર્ષ શરૂ થાય એ પહેલા સુધારા-વધારા સાથે તે લખાણ બની અને લોકસભાના સભ્યો દ્વારા બહુમતી સાથે લાગુ થઇ શકે તેનો પૂરો ટાઈમ મળી રહે. જો કે 2016 સુધી આ વાર્ષિક બજેટ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે ભારતના નાણામંત્રી દ્વારા રજૂ કરાતું હતું.

ઘણી વખત જે વર્ષમાં ચૂંટણી યોજનાર હોઈ એ વર્ષમાં વચગાળાનું બજેટ (Interim Budget) રજુ કરાતું હોઈ છે. આ બજેટ એક ટેમ્પરરી બજેટ સમાન હોઈ છે જે ફૂલ બજેટની જેમ જ દરેક પાસાને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યું હોઈ છે છતાં તેને જેતે લોકસભાની ચૂંટણી સુધી વોટ ઓન એકાઉન્ટ(vote-on-account) દ્વારા સંસદસભ્યોની બહુમતીથી પાસ કરાવવામાં આવે છે. વચગાળાનું બજેટ (Interim Budget)માં સંપૂર્ણ જોગવાઈ હોવા છતાં ટેક્સને લગતા કે કોઈ મહત્વના મોટા નિર્ણયોનો સમાવેશ નથી કરવામાં આવતો તેમજ વચગાળાનું બજેટ (Interim Budget) પાસ કરાવવું કે ફૂલ બજેટ તે જેતે શાષિત સરકાર નક્કી કરતી હોઈ છે. વર્ષ 2019માં છેલ્લે વચગાળાનું બજેટ (Interim Budget) એ સમયના નાણામંત્રી પિયુષ ગોયલે આ પ્રકારે જ બજેટ પાસ કર્યું હતું. ભારતની આઝાદી પછીથી આજસુધીમાં કુલ 74 વાર્ષિક બજેટ તેમજ 14 વચગાળાનું બજેટ (Interim Budget) અને 4 સ્પેશિયલ બજેટ કે મીની બજેટ પાસ થઇ ચુક્યા છે.  આ કુલ 92 બજેટ આપણા 28 વિવિધ નાણામંત્રીઓએ ભારત દેશને આપ્યા છે જેમાં સ્વતંત્ર ભારતે આજે અલ્પવિકસિતથી લઇ વિકાસશીલ સુધીની સફર ખેડી છે.

આઝાદી બાદ ભારતનું સૌપ્રથમ બજેટ કોણે રજુ કર્યું હતું અને અત્યારસુધીમાં સૌથી વધુ કોણે-કોણે સૌથી વધુ બજેટ રજુ કર્યા છે?

ભારત આઝાદ થયું ત્યારબાદ દેશને એક મજબૂત આર્થિક બંધારણની પણ જરૂર હતી જેના માટે આર. કે. શાનમુખમ ચેટી દ્વારા 26 નવેમ્બર 1947 ના રોજ ભારતનું પ્રથમ યુનિયન બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં 197.29 કરોડના ખર્ચની જોગવાઈ સામે દેશમાં 171.15 કરોડની જમા પુંજી હતી અને 24.59 કરોડની રાજકોષીય ખાદ્ય હતી. એ સમયે પણ આપણું સરંક્ષણ બજેટ 92.74 કરોડ એટલે કે 47% જેવું હતું.

ભારત માટે નાણાપ્રધાન તરીકે મોરારજી દેસાઈએ સૌથી વધુ 10 વખત યુનિયન બજેટ રજુ કર્યા છે ત્યારે પી. ચિદમ્બરમ દ્વારા 9 અને પ્રણવ મુખરજી દ્વારા 8 વખત બજેટ રજૂ કરવામાં આવ્યા હતા. આ બાદ યશવંત સિન્હા, યશવંતરાવ ચૌહાણ અને સી.ડી.દેશમુખ દ્વારા 7-7 બજેટ રજૂ થયા ત્યારે મનમોહન સિંહ અને ટી.ટી.કૃષ્ણમચારી દ્વારા 6 બજેટ રજૂ થયા હતા. હાલના આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારતના 28 માં મંત્રી છે. તેમણે 30 મે 2019 માં પોતાનું આ પદ સંભાળ્યું  હતું જે બાદ તેમણે 4 યુનિયન બજેટ રજુ કર્યા છે. 

 

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

 

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice