"બોરોલીન" માત્ર ટ્યુબ નહિ પરંતુ એક સ્વતંત્રતા સૈનાની | "Borolin" is not just a tube but a freedom fighter

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

આજે જેમ ચીન વિરોધી નીતિ માટે ભારતમાં એક અલગ સુર લોક દિમાગમાં ફરી રહ્યો છે ત્યારે ભારતના વિકાસને વેગ આપવા સરકાર અને પ્રજા એકસાથે મેડ ઈન ઇન્ડિયા અને મેક ઈન ઇન્ડિયા પર વજન આપી રહ્યા છે. આજ ઝુંબેશ અંતર્ગત ભારતમાં કેટલાય નાના-મોટા ધંધાઓ, ફેકટરીઓ, નવા આઈડિયાઓ પર કામ થવા લાગ્યા છે તેમજ કાચો અને પાકો માલ પણ ભારતમાં જ તૈયાર થાય તેવી વ્યવસ્થાઓ પણ થવા લાગી છે ત્યારે આવી કંઈક હવા ભારત આઝાદ થયું એ પહેલા પણ ચાલી હતી અને એ સમયે પણ લોક જાગૃતિની જ્વાળાઓ વચ્ચે ઘણા દેશભક્તોએ અનોખી રીતે દેશ આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું હતું જેનું એક દ્રષ્ટાંત "બોરોલીન ટ્યુબ" છે.

બોરોલીન ટ્યુબનો ઇતિહાસ

18મી સદીના અંત અને 19મી સદીની શરૂઆતથી જ અંગ્રેજોની જોહુકુમી અને અત્યાચાર વિરુદ્ધ સંપૂર્ણ દેશમાં ચળવળ ઠેક-ઠેકાણે શરુ થઇ ચુકી હતી. અંગ્રેજો ભારતમાં રહી વેપાર કરી પૈસો પોતાના દેશમાં ઠાલવવામાં કાંઈ બાકી રાખતા ન હતા તે હવે દરેક ભારતીય જાણવા લાગ્યા હતા. એ સમયમાં પણ આપણા દેશને આર્થિક ટેકો મળી રહે એ માટે સ્વદેશી અપનાવવા માટે મુહિમ ચાલુ થઇ ચુકી હતી. દેશની આઝાદી માટે ચળવળમાં સીધા ઉતરો કે દેશને આર્થિક રીતે મજબૂત કરો એ બન્ને દેશ સેવા જ ગણાય એ હેતુથી કોલકાતાના એક બંગાળી યુવક ગોરમોહન દત્તાએ એક સ્વદેશી કંપનીની શરૂઆત કરી. પહેલાથી જ કોસ્મેટિક સમાનને વિદેશથી ખરીદી ભારતમાં વેંચતા ગોરમોહન દત્તાને સ્વદેશી વસ્તુ જ બનાવવી અને ભારતને આર્થિક મજ્બુતતા આપવાનો વિચાર આવતા જ 1929 માં G. D. Pharmaceutical નામથી એક નાનો ઉદ્યોગ કલકત્તામાં શરુ કર્યો જેની પહેલી પ્રોડક્ટ બોરોલીન હતી. 

 

બોરોલીન નામ કેવી રીતે પડ્યું

ગોરમોહન દત્તા એક એવી પ્રોડક્ટ બનવવા માંગતા હતા કે જે વિવિધ જગ્યાઓમાં કામ આવી શકે જે માટે તેમને એવી પર્ફ્યૂમડ એન્ટિસેપ્ટિક ક્રીમ બનાવી કે જેની અંદર બોરીક એસિડ, ઝીંક ઓક્સાઇડ અને લેનોલીનનું મિક્સર હતું અને એટલે જ આ ક્રીમનું નામ બોરિક એસિડ અને લેનોલીન પરથી બોરોલીન રાખવામાં આવ્યું. આ ક્રીમ કોઈપણ પ્રકારના ઘાવ, ચીરા, ફાટેલા હોંઠ, ફાટેલી એડી અને કોઈપણ જગ્યાએ થયેલા ઇન્ફેક્શન માટે એક દવા જેવું કામ કરતુ હતું. આ સાથે આ ક્રીમને રોજબરોજની જિંદગીમાં પણ લોકો આફ્ટર શેવ કે મોસ્ચ્યુરાઇઝર તરીકે પણ વાપરવા લાગ્યા હતા. 

બોરોલીન ટ્યુબ ભારતમાં કેવી રીતે પ્રચલિત થઇ?

શરૂઆતી સમયમાં ગોરમોહન દત્તા અને તેનો સંપૂર્ણ પરિવાર રાતના સમયે આ ટ્યુબને ઘરે તૈયાર કરતા અને દિવસે કોલકતાની બજારની પોતાની દુકાનમાં આ ટ્યુબ વેચવાનો ધંધો કરતા. ધીમે-ધીમે આ ટ્યુબ કલકતામાં ખુબ પ્રચલિત થવા લાગતા અંગ્રેજોના ધ્યાનમાં પણ આવી હતી અને તેને અટકાવવાના પણ ઘણા પ્રયાસો થયા હતા પરંતુ સ્વદેશી બચાવો, સ્વદેશી અપનાવો મુહિમને કારણે લોકોનો લોકલ સપોર્ટ મળતા બોરોલીન માટે સફળતાનો ખુલ્લો માર્ગ મળી ગયો હતો. કલકતા અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ પ્રચલિત બોરોલીન ટ્યુબને દેશવ્યાપી માર્કેટિંગ ભારતની આઝાદી વખતે મળ્યું જયારે બોરોલીન દ્વારા સંપૂર્ણ દેશના વિવિધ જગ્યાઓએ ભારત આઝાદ થવાની ખુશીમાં 1 લાખ બોરોલીન મફત વહેંચવામાં આવી હતી. ભારતની આઝાદી વખતે માત્ર બોરોલીન જ એકમાત્ર સંપૂર્ણ સ્વદેશી ક્રીમ હતી જે તેની ગુણવતાથી પણ ખુબ પ્રચલિત હતી. ભારતભરમાં આ ક્રિમે 1985 ની સાલ સુધી એકહથ્થુ રાજ કર્યું હતું.

આજે બોરોલીન ટ્યુબ અને કંપની કઈ હાલતમાં છે?

1985 ની સાલ સુધી ભારતમાં બ્યુટી ક્રીમ કે એન્ટિસેપ્ટિક ક્રીમની માર્કેટમાં ખુબ ઓછી પ્રોડક્ટ્સ હતી અને ત્યાં ક્વોલિટી અને ભાવથી બોરોલીનનો કોઈ તોળ હતો નહિ પરંતુ 1985 ની સાલ બાદ ગ્લોબલાઇઝેશન વધતા બહારથી અનેકો કંપનીઓ અને ભારતીય કંપનીઓ વચ્ચે હરીફાઈ ખુબ વધતા લોકો માટે સેકડો ઓપશન મળવા લાગ્યા હતા અને એ સમયે જ 1986 માં ગોરમોહન દત્તાના પુત્ર મુરારી મોહનનું અવસાન થતા કંપની તેના સૌથી મુશ્કેલ સમયમાં આવી ચુકી હતી. સમય પસાર થતા કંપની બીજી કંપની સાથેની સીધી હરીફાઈથી ઘણું શીખી હતી અને જે જોતા બોરોલીન દ્વારા પણ બીજી 7 પ્રોડક્ટ્સ બજારમાં ઉતારવામાં આવી હતી. આજે કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર 160 કરોડની આસપાસ છે અને ગોરમોહન દત્તાના પૌત્ર આ કંપનીને તેમની પત્ની સાથે સંભાળી રહ્યા છે. 2029 આવતાની સાથે આ કંપની તેના 100 વર્ષ પૂર્ણ કરશે પરંતુ આટલા વર્ષોથી પોતાની ગુણવતાને ટકાવી રાખતી કંપનીને આપણા સપોર્ટની પણ એટલી જ જરૂર છે. મેક ઈન ઇન્ડિયા કે મેડ ઈન ઇન્ડિયા ત્યારે જ હકીકત બનશે જયારે બોરોલીન જેવી સેકડો કંપનીઓ અને પ્રોડક્ટ્સને આપણે વિદેશી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ સાથે સરખાવવાનું બંધ કરી ભારતીય પ્રોડક્ટ્સને અપનાવવાનું શરૂ કરીશું. 


 

જય હિન્દ.. જય ભારત... 

 

Video Source: Live Hindi (YouTube Channel)
Image Courtesy: Google Images

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

1 comment:

kapopara jay said...

બહુજ સારી જાણકારી

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice