ભારતમાં સૌથી વધુ વિઝીટ થતી 10 વેબસાઇટ્સ | Top 10 Most Visited Websites in India

 by Dr. Hardik Ramani (Gujarati Blog)

નમસ્કાર મિત્રો,

આજે Internet આપણા જીવન સાથે એવું વણાઈ ગયું છે કે આજે Internet વિના સ્માર્ટફોન અધૂરો લાગે અને સ્માર્ટફોન વિના આપણી જિંદગી. આજે માનવીની જીવન જરૂરિયાતના સાધનમાં કોમ્યુનિકેશનનું સાધન જગ્યા કરી ચૂક્યું છે. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત 1986 માં થઇ હતી પરંતુ એ સમયે Internet માત્ર એજ્યુકેશન અને રિસર્ચ પૂરતું સીમિત હતું. તેનો ઉપયોગ સામાન્ય વ્યક્તિ કે માણસ માટે તે નવી શોધ જેવો જ હતો. 15મી ઓગસ્ટ 1995 ના રોજ ભારતની આઝાદીના પર્વ નિમિતે આ જાદુઈ વસ્તુને ભારતની સામાન્ય જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. 2020 ના એક સર્વે મુજબ ભારતમાં 72 કરોડથી પણ વધુ લોકો Internet વાપરી રહ્યા છે જેને ટકાવારીમાં જોઈએ તો 60% લોકો થાય અને કદાચ આ કોરોના કાળમાં તો કેટલાય નવા લોકો ઇન્ટરનેટના વપરાશમાં ઉમેરાયા હોઈ શકે છે. હજુ ભારતના જો મોટી ઉંમરના લોકોને બાદ કરીએ તો કદાચ 90% થી વધુ લોકો આ ઇન્ટરનેટને વાપરી રહ્યા હશે એ ચોક્કસ છે. 

આજે ભારતમાં ઇન્ટરનેટનો વ્યાપ જોઈ કદાચ તમે અંદાજો લગાવી શકો છો કે શા માટે દર 10 નવા સ્ટાર્ટઅપ્સમાં 8 તો એપ્સ (Mobile Application), Internet અને Technology ને જોડતા જ હોઈ છે. આજે દરેક વસ્તુ વર્ચ્યુલ માધ્યમ પર જતી રહી છે. ખાસ કરી ને કોરોનાના સમયકાળને કારણે એજ્યુકેશનથી લઇ કોર્પોરેટ મિટિંગ, જાહેર મેળાવડા, કાર્યક્રમો અને થિયેટરો સુધ્ધા OTT પ્લેટફોર્મ પર જવા લાગ્યા છે. આજે દરેક Internet યુસર તેમની માહિતી સીધી Google જેવા સર્ચ એન્જીન (search Engine) નો ઉપયોગ કરી જાણી લે છે અને 2-5 વેબસાઈટ પર જઈ માહિતીની ખરાઈ પણ કરી લે છે. આજે ન તો શિક્ષકની જરૂર છે ન તો કોઈની મોનોપોલી ચાલે છે. દુનિયાને નજીક લાવવા અને સંચારનો એક માધ્યમ બનાવવા શોધાયેલું આ Internet આજે ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજીનો (Information & Technology) એક યુગ બનાવી ચૂક્યું છે. ડોકટરે લખેલી દવાથી લઇ ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, દરેક શોધ, દેશ-વિદેશ અને વ્યક્તિ-પ્રાણી-પૃથ્વી પરના જીવ માત્ર સુધીની દરેક ઘટના અને તત્વની માહિતી તમે આ Internet પર લઇ શકો છો. ટૂંકમા દુનિયાની કોઈપણ વસ્તુ એવી નથી જે આ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ના હોઈ.

ગત વર્ષમાં એક એવી પણ અભૂતપૂર્વ ઘટના બની કે જે ઇન્ટરનેટની ખરી તાકાત કહી શકાય. એક એક્સપર્ટ ડોકટરે તેનાથી હજારો કી.મી. દૂર પેશન્ટનું લાબું તથા જટિલ ઓપરેશન ઇન્ટરનેટના ઉપયોગથી રોબોટિક આર્મ સાથે કર્યું. આજે લગભગ કોઈ ક્ષેત્ર બાકી નથી જ્યાં આ ઇન્ટરનેટનો ઉપયોગ ન થતો હોઈ જેમાં આપણે ભારતીયો પણ કોઈ રીતે પાછળ નથી. આજે આપણે વિશ્વના બીજા સૌથી વધુ ઇન્ટરનેટનો વપરાશકર્તા દેશ છીએ ત્યારે એ સ્વાભાવિક છે કે આપણે જે વેબસાઈટનો ઉપયોગ કરતા હોઈશું એ દુનિયાની પણ સૌથી વધુ જોવાતી વેબસાઈટ હોઈ. દુનિયામાં જેટલી માનવ વસતી છે તેનાથી અડધી વેબસાઈટ આ Internet પર તરી રહી છે એટલે અંદાજિત 400 કરોડથી પણ વધુ વેબસાઈટ છે જેમાંથી 20-25% વેબસાઈટ એક્ટિવ હોઈ શકે એટલે કે 100 કરોડ વેબસાઈટમાંથી આજે આપણે જાણવાના છીએ ભારતમાં સૌથી વધુ દરરોજ ઓપન થતી 10 વેબસાઈટ વિશે જે તમારી અને મારી જિંદગી સાથે જોડાયેલી હોઈ શકે છે.

10. વિકિપીડિયા (en.wikipedia.org) Home Page: https://en.wikipedia.org/wiki/Main_Page

14 જાન્યુઆરી 2001 ના રોજ ઇન્ટરનેટ પર en.wikipedia.org નામની ઓનલાઇન ફ્રી એન્સાયક્લોપીડીયા (free encyclopedia) પર પહેલો લેખ પ્રકાશિત થયો હતો. આ વેબસાઈટ પર આજે દુનિયાભરની દરેક વસ્તુ, વ્યક્તિ, દેશ અને વિવિધ માહિતીના 64,44,037 લેખો પ્રકાશિત છે જે કોઈપણ વ્યક્તિ એડિટ કરી શકે છે તેમજ એ વસ્તુ વિષે ચોક્કસ માહિતી આપી શકે છે. ખુબજ માહીતિદર્શક અને હકીકતની જાણ કરાવતા આ લેખો દુનિયાનો સૌથી મોટો encyclopedia સંગ્રહ કહી શકાય જે ભારતીયો દ્વારા ખુલતી 10 મી સૌથી પ્રચલિત વેબસાઈટ છે. આ વેબસાઈટને જિમ્મી વેલ્સ અને લેરી સેંગર (Jimmy Wales and Larry Sanger) નામના મિત્રોએ ખોલી હતી. આ વેબસાઈટ સંપૂર્ણ ફ્રી અને નો પ્રોફિટની પોલિસી સાથે ચાલતી વેબસાઈટ છે. આ વેબસાઈટ પર કોઈપણ વ્યક્તિ પોતાનો લેખ પ્રકાશિત કરી શકે છે તેમજ એડિટ કરી શકે છે.

9. ટ્વીટર (twitter.com) HomePage: https://twitter.com

Twitter એ સોશિયલ મીડિયાનું એક ખુબ પ્રચલિત માધ્યમ છે જેને લોકો માઇક્રોબ્લોગિંગ ટૂલ તરીકે પણ ઓળખે છે જેમાં કોઈપણ વ્યક્તિ પોતાના કોઈપણ મંતવ્યો, વિચારો, પોતાના નિર્ણયો અને વાત રજુ કરી શકે છે જેમાં આજકાલ દેશ-વિદેશના પોલિટિશ્યનો અને વિવિધ ફિલ્મી તથા ખેલ-કૂદના સિતારોતો પોતાની વાતને ઓફિશિયલ વાચા પણ આ ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી જ આપે છે. આજે આપણા દેશના વડાપ્રધાન હોઈ કે વિશ્વભરના કોઈપણ પ્રચલિત શખ્સહિયત, પોતાની ખુશી વ્યક્ત કરવાની વાત હોઈ કે દુઃખ દર્શાવાની વાત હોઈ, તેઓ તેને પોતાના ટ્વીટર હેન્ડલથી જ મેસેજ છોડી કરોડો લોકો સુધી પહોંચાડે છે. આજે ભારતીયોના 2.5 કરોડથી વધુ ટ્વીટર એકાઉન્ટ્સ છે.

8. ઝૂમ એપ (Zoom.us) Homepage: https://zoom.us/

ઝૂમ એપ કે ઝૂમ વેબસાઈટ 2020 સુધી ખુબ ઓછી પ્રચલિત હતી પરંતુ જ્યારથી ભારત અને વિશ્વભરમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન લાગ્યું હતું ત્યારથી સ્કૂલ, ટ્યુશન કે મિટિંગો, ફંક્શનો અને કોન્ફરન્સો માટે આ એપ ખુબ પ્રચલિત બની છે. Zoom Video Communications, Inc. (ઝૂમ કંપની)ની શરૂઆત એરિક યુઆન (Eric Yuan) નામના અમેરિકી-ચીની એન્જીન્યર દ્વારા 2011 માં કરવામાં આવી હતી. 2019 માં આ કંપની પબ્લિક લિસ્ટેડ થઇ હતી અને યુઆન બિલિયનર બન્યા હતા. 2020 ના કોરોના પહેલા પણ આ કંપની ખાસો પ્રોફિટ કરતી હતી પરંતુ ત્યાબાદ તો જાણે આ કંપની તેના સાતમા આસમાને છે. આજે પણ સ્કૂલ અને ટ્યુશન તેમજ વર્ક ફ્રોમ હોમ મીટિંગ્સ માટે ઝૂમ એપ લોકોની અને ખાસકરીને ભારતીયોની પસંદગી વેબસાઈટ છે.

7. ફ્લિપકાર્ટ (flipkart.com) Homepage: https://www.flipkart.com/

ફ્લિપકાર્ટ એ ભારતીય દ્વારા બનાવેલી ઇકોમર્સ (E-Commerce) વેબસાઈટ છે. આ વેબસાઈટ પર કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, ઘરની આવશ્યક ચીજવસ્તુઓ, કરિયાણા અને જીવનશૈલી ઉત્પાદનો જેવી અન્ય પ્રોડક્ટ કેટેગરીનું વેચાણ કરવામાં આવે છે. ફ્લિપ્કાર્ટની શરૂઆત સચિન બંસલ અને બિન્ની બંસલ નામના બે મિત્રો દ્વારા 2007 માં એક ઓનલાઇન બુક સેલિંગ વેબસાઈટ તરીકે થઇ હતી. 2018 સુધીમાં કંપની ધીરે ધીરે ખુબ મોટું સ્વરૂપ પણ ધારણ કરી ચુકી હતી ત્યારે અમેરિકન મલ્ટિનેશનલ ગ્રોસરી ચેન વોલમાર્ટ (Walmart) દ્વારા 20 બિલિયન ડોલર્સમાં 77% ભાગ ખરીદી લીધો હતો. આજે ફ્લિપકાર્ટ માત્ર કહેવાની જ ભારતીય કંપની રહી છે કેમકે ફ્લિપ્કાર્ટમાં આજે માત્ર બિન્ની બંસલ 3.25% ની ભાગીદારી ધરાવે છે બાકી 96.75% વિવિધ અમેરિકન કંપનીઓ ધરાવે છે. આ વેબસાઈટ પર ભારતીયો મન મૂકી ખરીદી કરતા હોઈ, આપણે આ વેબસાઈટ પર ખુબ સમય વ્યતીત કરીએ છીએ. આજે ફ્લિપકાર્ટ પર 10 કરોડથી વધુ એક્ટિવ ભારતીય યુઝર છે.

6. વોટ્સઅપ (whatsapp.com) Homepage: https://www.whatsapp.com/

ભારતમાં વપરાતો એકપણ સ્માર્ટફોન એવો નહિ હોઈ જેમાં તમને વોટ્સએપ એપ્લિકેશન ઇન્સટોલ થયેલી ના મળે. આજે મેસેજીંગ, ચેટિંગ કે સોશિયલ કોમ્યુનિકેશન માટે સૌથી વધુ જો કોઈ એપ વપરાતી હોઈ તો એ વોટ્સએપ જ છે. મેસેજિંગની સાથોસાથ વિડીયો કોલિંગ, ગ્રુપ ચેટ, બ્રોડકાસ્ટ તેમજ સ્ટેટસ જેવા ફીચર સાથે આ એપ ખુબ લોકપ્રિય પ્લેટફોર્મ છે. આજે ભારતમાં વોટ્સએપના 48 કરોડથી વધુ યુઝર છે જે મહિનામાં એવરેજ 21 કલાકથી વધુ સમય આ એપ ઉપર વિતાવે છે. જાન્યુઆરી 2009 ના રોજ યાહૂ (Yahoo) કંપનીમાં નોકરી કરતા બે મિત્રો બ્રાયન એકટોન અને જાન કોમ (Brian Acton and Jan Koum) દ્વારા આ એપ બનાવવામાં આવી હતી જે આઈ ફોનમાં પણ ચાલતી હતી. આ એક મેસેજિંગ એપ હતી એ સમય જતા ખુબ પ્રચલિત થઇ હતી. ફેબ્રુઆરી 2014 માં ફેસબુક દ્વારા આ વેબસાઈટને 19.3 બિલિયન ડૉલર્સમાં ખરીદી લેવામાં આવી હતી. ત્યારબાદ પણ આ પ્લેટફોર્મને નિરંતર નવા ફીચર્સ આપી યુઝર એક્સપિરિયન્સને વધારવામાં કંપની ખુબ સફળ રહી છે. 

5. એમેઝોન.કોમ (amazon.in) Homepage: https://www.amazon.in/

ફ્લિપકાર્ટની જેમ આ વેબસાઈટ પણ એક E-Commerce વેબ પ્લેટફોર્મ છે જે વિવિધ વસ્તુઓને વેચવા માટેનું માર્કેટ પ્લેસ છે. આ વેબસાઈટ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ "જેફ બેઝોઝ" દ્વારા ચાલતી Amazon.com ની ભારતીય વેબસાઈટ છે. વિશ્વના વિવિધ દેશોમાં ચાલતી એમેઝોન વેબસાઈટ આજે દુનિયાની સૌથી મોટી E-Commerce કંપની છે. આજે અમેઝોન ક્લાઉડ કોમ્પ્યુટીંગ, OTT માધ્યમની ડિજિટલ સ્ટ્રીમિંગ જેવી અન્ય ઘણી સર્વિસ પણ આપી રહી છે. આજે પ્રાઈમ વિડીયો જેવું OTT પ્લેટફોર્મમાં જ ભારતના 10 કરોડ લોકો જોડાયેલા છે.

4. ઇન્સ્ટાગ્રામ (instagram.com) Homepage: https://www.instagram.com/

આજની યંગ જનરેશન માટે સૌથી મહત્વ રાખતું સોશિયલ મીડિયા માધ્યમ એટલે ઇન્સ્ટાગ્રામ. નાના ટીનએજર્સથી લઇ યુવાનો સુધી લોકો આ વેબસાઈટના દીવાના હોઈ છે. ઇન્સ્ટાગ્રામમાં આજે ભારતના 14 કરોડથી વધુ યુઝર્સ છે જે એવરેજ 45 મિનિટથી વધુ સમય આ વેબસાઈટ પર વિતાવે છે. ઇન્સ્ટાગ્રામ 2012 સુધી અલગ જ એક સોશિયલ મીડિયા એપ હતી પરંતુ ત્યારબાદ ફેસબુક દ્વારા 7500 કરોડમાં ખરીદી લેવાઈ હતી અને આજે તેના વિશ્વભરના અબજો યુઝર હોવાથી 7 લાખ કરોડની વેલ્યુએશન થઇ ચુકી છે. 2010 માં કેવિન સિસ્ટ્રોમ અને માઈક ક્રિગર (Kevin Systrom and Mike Krieger) દ્વારા ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ લોન્ચ કરવામાં આવેલી હતી જે આજે રીલ્સ દ્વારા યુવાન ભારતીયોનું સૌથી મોટું સોશિયલ પ્લેટફોર્મ બનાવી દીધું છે.

3. ફેસબુક (facebook.com) Homepage: https://www.facebook.com/

ભારતનું કે વિશ્વનું સૌથી મોટું સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ એટલે ફેસબુક. આજે વિશ્વભરમાં ફેસબુકના 291 કરોડ યુઝર છે તેમજ ભારતીયો પોતાની એવરેજ 2 કલાક આજે ફેસબુક પર વિતાવે છે. ફેસબુકને 2003 માં જયારે માર્ક ઝુકરબર્ગ દ્વારા પહેલા લોન્ચ કરવામાં આવી ત્યારે તેનું નામ ફેસમેશ હતું અને ત્યારે તેઓ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ માત્ર 37 વર્ષની ઉમરમાં આજે વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ છે.

2. યુટ્યુબ (youtube.com) Homepage: https://www.youtube.com/

માત્ર ભારતની નહિ પરંતુ સંપૂર્ણ વિશ્વની બીજી સૌથી વધુ વિઝીટ થતી વેબસાઈટ યુટ્યુબ છે. આજે દરેક ભારતીય દિવસની અંદાજિત 40 મિનિટ આ વેબસાઈટ પર પોતાનો સમય વ્યતીત કરે છે. વિડીયો મીડિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ ગણાતું યુટ્યુબ આજે વિશ્વભરમાં એક કારકિર્દીનું ક્ષેત્ર પણ ગણાય છે. આ વેબસાઈટ પર પોતાની એક ચેનલ બનાવી વિવિધ વિડીયો બનાવી પોસ્ટ કરનારા કેટલાય યુટ્યૂબરો ફુલટાઇમ પોતાના બિઝનેસ તરીકે આપી મોટી આવક બનાવે છે. ત્રણ અમેરિકન મિત્રો ચાડ હર્લી, સ્ટીવ ચેન અને જાવેદ કરીમ (Chad Hurley, Steve Chen, and Jawed Karim) દ્વારા વિડીયો અપલોડિંગ અને શેરિંગ વેબસાઈટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેઓ આ પહેલા પેયપાલમાં સાથે કાર્ય કરતા હતા. આ વેબસાઈટના શરૂ થયાના દોઢ જ વર્ષમાં 1.65 બિલિયન ડૉલર્સમાં આ કંપની ગુગલ દ્વારા ખરીદી લેવામાં આવી હતી. આજે યુટ્યુબમાં 37 મિલિયન યુટ્યુબ ચેનલ્સ રજીસ્ટર્ડ છે જેમાં 800 મિલિયનથી વધુ વિડીયો અપલોડ કરવામાં આવેલ છે.

1. ગુગલ (Google.com) Homepage: https://www.google.com/

દુનિયાની સૌથી વધુ વિઝીટ કરતી વેબસાઈટ એટલે ગુગલ છે. ગુગલ એક સર્ચ એન્જીન છે જ્યાંથી તમે કોઈપણ વેબસાઈટ કે કન્ટેન્ટને ઇન્ટરનેટ પર શોધી શકો છો. એ સિવાય 271 પ્રકારની ભિન્ન સર્વિસ ગુગલ દ્વારા લોકોને આપવામાં આવે છે જે દરેક વિશે તો ભાગ્યે જ કોઈ જાણતું હશે. ગુગલની જેમ ઘણા બીજા પણ સર્ચ એંજિન્સ છે પરંતુ ગુગલ આજે ગુગલબાબા તરીકે દરેક પ્રશ્નોના જવાબ ખુબ ઝડપથી આપવા માટે સક્ષમ છે. એક મહિનામાં અંદાજિત 86.9 બિલિયન વખત આ વેબસાઈટને ખોલવામાં આવે છે જે તેની કોમ્પિટિશનની વેબસાઈટ કરતા 4 ગણી વધુ છે. 

Image Courtesy: Google Images


 Video Source: Top 10 Hindi (YouTube Channel)

In Gujarati Language

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice