હેપ્પી ડોટર્સ ડે..."દીકરી વ્હાલનો દરિયો"

"દીકરી વ્હાલનો દરિયો"

by Father of Manasvi....
Dr. Hardik Ramani

 

કહેવાય છે ને કે નસીબદાર હોઈ જેના ઘરે દીકરીનો જન્મ થાય. હસ્તી-રમતી, લાડલી, સૌનું ધ્યાન રાખતી દીકરી એક બાપ માટે એના જીગરનો ટુકડો સમાન હોઈ છે. આપણા સંતાનો પછી એ દીકરો હોઈ કે દીકરી આપને સૌને વ્હાલા જ હોઈ છે પરંતુ જયારે વાત આવે કે કોનું સ્મિત જોઈ દુનિયાનું કોઈપણ દુઃખ ભૂલી જવાય? ત્યારે કોઈપણ મૂછાળો કહી દે કે બાપ... એ તો માત્ર મારી દીકરી... એટલે જ તો બાપને દીકરી જ સૌથી વ્હાલી હોઈ એવું કહેવાય છે. ભારતીય કુ-રિવાજો અને સ્ત્રી અત્યાચારને નવી વિચારસરણી વાળો સમાજ તો ક્યારનો પાછળ છોડી આવ્યો છે. આજે કદાચ મારી ઉંમરના કોઈપણ ધર્મ, સમાજ કે વર્ગનો મેં એવો કોઈ વ્યક્તિ નથી જોયો જેને તેના સંતાન તરીકે દીકરી વ્હાલી ના હોઈ ઉપરથી મારા પરિવારમાં અને મિત્રો ગ્રુપમાં 10 થી વધુ ને માત્ર એક સંતાનમાં દીકરી છે અને તેઓ ગર્વથી કહે છે કે દીકરી મારી વ્હાલનો દરિયો... 

આજના સમયમાં મોટો પરિવાર અને બેથી વધુ સંતાન કોઈને પોસાય તેમ નથી ત્યારે મારા ઘણા ઓળખીતાને એમ કહેતા પણ સાંભળવા મળે છે કે મારી દીકરીની દરેક જરૂરિયાતોને પુરી કરવી અને સક્ષમ બનાવવી છે. ભણતરના અને તેના ભવિષ્ય માટેના દરેક પ્લાંનિંગ કરવા છે અને તેમાં કોઈપણ પ્રકારની ઉણપ ન આવે એટલે બીજા બાળકનો પણ પ્લાન નથી કરવો. જુના સમયની બધીજ સંકુચિત માનસીક્તાઓ અને કુરિવાજો તો કદાચ નવી પેઢીને નામ સુદ્ધાં પણ ખબર નહિ હોઈ તો આજના આ સુંદર દિવસે તેને યાદ કરવાનો કોઈ મતલબ નથી સરતો. 

 

દીકરી એટલે ભાવનાઓ અને લાગણીશીલતાની મૂર્તિ. દીકરી એટલે વાત્સલ્ય અને મમતા.. દીકરી એટલે પ્રેમનો સાગર... દીકરી એટલે ત્યાગની પરિભાષા... નાની દીકરી રમતી હોઈ ત્યારે ઘરનું આંગણું ખીલી ઉઠે... મોટી થઇ કામમાં મદદ કરે ત્યારે ઘર સ્વર્ગને પણ ઝાંખું પાડે.. દીકરી ભણીગણી પગભર બને ત્યારે ઘરને ગૌરવ અપાવે.. અને જયારે એજ દીકરી સમાજની વ્યવસ્થા સમાન લગ્ન કરી સાસરે જાય ત્યારે ઘરનું હૈયું પણ રડી ઉઠે... એક દીકરીને સંપૂર્ણ જીવનમાં વિવિધ પાત્રો ભજવવા પડે છે. માત્ર દીકરી નહિ પરંતુ બહેન, પત્ની, વહુ, માં, અને ન જાણે કેટલાય સબંધનો વ્યવહાર દીકરીએ જ નિભાવવાનો હોઈ છે. 


         મારી ઘરે નાની દીકરી છે. ખુબ ચંચળ છે. ખુબ મસ્તીખોર છે. ખુબ વાતો કરનારી છે. ખુબ હોશિયાર છે. હું ઘરમાં આવું તો મારા દરવાજા ખોલવાથી એનો અવાજ સાંભળતા બધો થાક ઉતરી જાય અને હું આવું અને એ સૂતી હોઈ તો એમ થાય જાણે એની સાથે સમય વિતાવવાનું ચુકી ગયો. બાજુમાં સૂતી હોઈ અને માત્ર ઊંઘમાં મારા હાથ પર સુઈ જાય તો થાય આખી રાત એક પડખે સુઈ રહું. એની સાથે જયારે રમતા હોઈએ અને એની નિર્મળ હસી જોઈ લાગે કે કાશ આ પળને હંમેશા માટે રોકી શકાય. કદાચ આવો અહેસાસ જીવનમાં કોઈપણ સંબંધમાં નહિ મળ્યો હોઈ એ અહેસાસ મારી દીકરીએ મને આપ્યો છે. કદાચ કેટલી કપરી એ ઘડી હશે જયારે એ વ્હાલી દીકરીને મારે મારાથી અલગ કરવી પડશે
? મારા જીવનસાથીને હું મારા ઘરે લઇ આવ્યો ત્યારે કદાચ મારા સસરાની લાગણીઓનો અંદાજો જ નહતો પરંતુ આજે હું અહેસાસ કરું છું કે પથ્થર હૃદય પણ રડી ઉઠે એવી વસમી હશે એ વિદાઈ. 

 

આજ માટે નહિ પરંતુ આખી જિંદગી માટે એક દીકરીના બાપ તરીકે મને લાગણીશીલ બનાવી રાખનાર મારી દીકરીને હું મારા જીવનમાં ગુરુનો દરજ્જો આપું છું.. એજ છે જે મને સહનશીલતા, ઉદારતા, ત્યાગ જેવા સગુણો દરરોજ શીખવે છે. એ જ છે જે મને દરરોજ દુઃખ ભૂલી નવી શરૂઆત કરવા પ્રેરણા આપે છે. કદાચ એટલે જ બધા એવું કહેતા હશે કે ખુશનસીબ હોઈ છે એ લોકો જેના ઘરમાં દીકરી હોઈ છે....

 

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

 

12 comments:

Unknown said...

જબ્બરજસ્ત......Full of Emotions...... Choice of words.... Simply adorable

Unknown said...

Wow.....શબ્દોની પસંદગી બહુજ સુંદર છે.... Full of Emotions......Looks like directly from heart

PRAVIN M PARMAR said...

Daughter is bless of God....

Anisha Machchhar said...

Very touchy words.. Simply osm ����������������

Dr. Hardik Ramani said...

Thank You...🙏

Dr. Hardik Ramani said...

Thank You..🙏 It's my Daughter's smile which led me to write 😇

Dr. Hardik Ramani said...

Thank You Parmar Saheb...🙏

Dr. Hardik Ramani said...

Thank You Madam, it's Your only topic suggestion..👍

Chirag said...

Good one Ramani.....Keep it up.... If possible.....Make a video according to topic....or make a podcast and post in blogpost...

Dr. Hardik Ramani said...

Sur Chirag.. I am on it... Soon i'll come with your suggestion...!! Thank You..!!

સ્પંદન - ગુજરાતી સાહિત્ય,gujarati sahitya, લેખ,Article, વ્યક્તિ વિશેષ, હાઇકુ,haiku વિચાર કણિકા,[A Thought] ,કાવ્ય Poetry બાળકોના સુસંસ્કૃત નામ, Baby Name, ડૉ.મહેન્દ્ર છત્રારા સાહિત્ય સંગમ તથા અવનવું. said...

મારી મોટી દીકરી ને 21.10.2021 ના સાસરે વિદાઈ આપી, લેખ વાંચી ને જાણે મારા હૃદયના ભાવ જ વ્યક્ત થતાં હોઈ તેવું લાગ્યું.... આભાર. વિદાઈ બાદ આવો જ એક આભાર અભિવ્યક્તિ નો પત્ર મારા સ્નેહીજનો ને લખ્યો છે, જે આપને વોટસઅપ દ્વારા મોકલું છું.

Dr. Hardik Ramani said...

આપનો ખુબ-ખુબ આભાર.. દીકરી એ કુદરત દ્વારા બનાવેલુ સ્ત્રીનું એવું સ્વરૂપ છે જે કોઈપણ માં-બાપ માટે હંમેશા ભાવનાત્મક રહે છે.

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice