મધ્યપ્રદેશના 10 પ્રમુખ જોવાના સ્થળો (Madhyapradesh के 10 प्रमुख घूमनेके स्थान)

by Dr. Hardik Ramani

નમસ્કાર મિત્રો,

મધ્યપ્રદેશ તેના નામની જેમજ ભારતના ભૌગોલિક ભૂમિ ભાગમાં વચ્ચે સ્થાન ધરાવે છે. મધ્યપ્રદેશનો ઇતિહાસ પૌરાણિક કરતા પણ જૂનો છે જેના સબૂત ત્યાં આવેલી ભીમબેદકાની ગુફાઓમાં 32000 હજારથી વધુ સમય જુના ચિત્રો દ્વારા મળે છે. પ્રાચીન કાળમાં નંદા સામ્રાજ્ય, મૌર્ય સામ્રાજ્ય તથા ગુપ્ત સામ્રાજ્ય વખતે આ ભૂમિભાગનો સુવર્ણકાળ રહેલો છે. જયારે મધ્યકાલીન સમયમાં પણ રાજપૂતોના કિલ્લાઓ, પરમારા અને ચાંદિલોનાં કિલ્લાઓ આ ભૂમિભાગની શાન ગણાતી  હતી અને એજ સમયમાં બંધાયેલા મંદિરો, ભવ્ય ઇમારતો અને ખજુરાહોના ભવ્ય નિર્માણની માત્ર ભારત જ નહિ પરંતુ વિશ્વ હેરિટેજમાં નોંધ લેવાયેલ છે.

મધ્યપ્રદેશ ભારતના એકદમ વચ્ચેના ભાગમાં સ્થિત છે જેનો ભૌગોલિક વિસ્તાર ત્રણ લાખ ચો.કી.મી. કરતા વધુ છે અને 7 કરોડથી વધુ આબાદી ધરાવતુ રાજ્ય છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે પરંતુ ભારતનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર તેની શાન છે. મધ્યપ્રદેશની ચારે બાજુ તેની સીમા પાસે મોટા શહેરો છે જ્યાંથી તે પરિવહન ક્ષેત્રે જોડાયેલ છે. મધ્યપ્રદેશની પ્રમુખ ભાષા હિન્દી છે અને ત્યાંની 5 મોટી નદીઓમાં એક આપણા રાજ્યને પણ પાણી પૂરું પડતી નર્મદાનું ઉત્પત્તિ સ્થાન પણ મધ્યપ્રદેશ જ છે. દરિયા કિનારાથી વિમુખ મધ્યપ્રદેશમાં જોવાના સ્થળોની પણ ભરમાર જ છે કેમકે ત્યાં પણ પંચમઢી જેવા હિલસ્ટેશનની સાથો સાથ કિલ્લાઓ, 2-2 જ્યોતિર્લિંગ અને પૌરાણિક મંદિરો છે.

હરવા-ફરવા માટેના જગ્યાઓમાં ગુજરાતીઓ રાજસ્થાન, હિમાચલ પ્રદેશને સૌથી વધુ પસંદ કરતા હોઈ છે અને થોડા છેલ્લા વર્ષોમાં કેરળ, સિક્કિમ અને ગોવાનો પણ ટ્રેન્ડ વધ્યો છે ત્યારે આપણું પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ પણ ફરવાના સ્થળોમાં કઈ ઓછું નથી ઉતરતું. આજે આપણે વીડિયોમાં મધ્યપ્રદેશના ઘણા પ્રમુખ સ્થાનો વિષે જોવાના છીએ જે તમને પણ જિંદગીમાં એક વખત મુલાકાત લેવા અવશ્ય પ્રેરિત કરશે. નીચે મુજબ 10 જગ્યાઓ વિષે વીડિયોમાં જોશું.

1. ઓરછા, 2. પંચમઢી, 3. ચંદેરી, 4. સાંચી સ્તૂપ, 5. પેંચ નેશનલ પાર્ક, 6. ઉજ્જૈન, 7. બેલેન્સીંન રોક્સ, 8. માન્ડુ, 9. ભીમબેડકા ગુફા, 10, ખજુરાહો મંદિર.

આ તો માત્ર 10 પ્રમુખ સ્થાનો વિષે જ છે. જયારે આપ મધ્યપ્રદેશમાં જાઓ ત્યારે તમને એક એક શહેરમાં આટલા સ્થળો જોવા મળશે જે આપની યાત્રાને ખરા અર્થમાં પૈસા વસુલ બનાવશે.

 

हिंदीमें अनुवाद...

 

नमस्कार मित्रो,

मध्य प्रदेश, अपने नाम की तरह, भारत के भौगोलिक भाग के मध्य में स्थित हैमध्य प्रदेश का इतिहास पौराणिक कथाओं से भी पुराना है, जैसा कि वहां की भीमबेड़का गुफाओं में मिले 32000 हजार से अधिक पुराने चित्रों से पता चलता हैनंदा साम्राज्य, मौर्य साम्राज्य और गुप्त साम्राज्य के दौरान प्राचीन काल में भूमि का स्वर्ण युग है मध्यकाल में भी राजपूत किले, परमार और चंडीलो किलों को भूमि का गौरव माना जाता था और एक ही समय में बने मंदिरों, भव्य इमारतों और खजुराहो के शानदार निर्माण केवल भारत में बल्कि विश्व विरासत में विख्यात हैं

मध्य प्रदेश भारत के बिल्कुल मध्य भाग में स्थित है जिसका भौगोलिक क्षेत्रफल तीन लाख वर्ग किलोमीटर से अधिक है और 7 करोड़ से अधिक की आबादी वाला राज्य हैमध्य प्रदेश की राजधानी भोपाल है लेकिन भारत का सबसे स्वच्छ शहर इंदौर उनकी शान  है। मध्य प्रदेश की सीमा बड़े शहरों से लगती है जहाँ से यह परिवहन क्षेत्र से जुड़ा हैमध्य प्रदेश की मुख्य भाषा हिंदी है और मध्य प्रदेशभी नर्मदा का उद्गम स्थल है जो हमारे राज्य को पानी की आपूर्ति करता है, जो वहां की 5 प्रमुख नदियों में से एक है मध्य प्रदेश तट के अलावा देखने लायक जगहों से भी भरा हुआ है क्योंकि यहां पंचमढ़ी जैसे हिल स्टेशन के साथ ही किले, 2-2 ज्योतिर्लिंग और पौराणिक मंदिर भी हैं

घूमने की जगहों में हम गुजराती लोग राजस्थान, हिमाचल प्रदेश को सबसे ज्यादा पसंद करते हैं और पिछले कुछ सालों में केरल, सिक्किम और गोवा का चलन भी बढ़ा हैआज हम वीडियो में मध्य प्रदेश के कई प्रमुख स्थानों के बारे में देखने जा रहे हैं जो निश्चित रूप से आपको जीवन में एक बार घूमने के लिए प्रेरित करेंगेहम वीडियो में लगभग 10 स्थानों को इस प्रकार देखेंगे

1. ओरछा, 2. पंचमढ़ी, 3. चंदेरी, 4. सांची स्तूप, 5. पंच राष्ट्रीय उद्यान, 6. उज्जैन, 7. बैलेंसन चट्टानें, 8. मांडू, 9. भीमबेड़का गुफा, 10, खजुराहो मंदिर

यह केवल 10 प्रमुख स्थानों के बारे में हैजब आप मध्य प्रदेश जाते हैं, तो आपको हर शहर में ऐसी कई जगहें मिलेंगी जो आपकी यात्रा को वाकई सार्थक बना देंगी

 Video Source: Top 10 Hindi (YouTube Channel) 

Video Link:

 



Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice