by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
આપણે સૌ જાણીએ છીએ કે એક ગુજરાતી માટે અમેરિકા, કેનેડા, ઑસ્ટ્રેલિયા, જર્મની, ન્યુઝીલેન્ડ અને અન્ય બીજા વિલાયતી દેશોમાં જઈ ત્યાં સ્થાયી થવાનો કેવો ગાંડો ક્રેઝ છે અને માત્ર ગુજરાતી જ નહિ પરંતુ સંપૂર્ણ ભારત એમાંથી બાકાત નથી. આખા ભારતમાં હજારો નહિ પરંતુ લાખોની સંખ્યામાં લોકો ભારતની બહાર સ્થાયી થવાના સ્વપ્ન જોતા હોઈ છે. કોઈ પોતાનું વતન છોડી બીજી જગ્યા પર જવાનું ત્યારે જ વિચારે છે જયારે પોતાના વતનથી વિશેષ કંઈક મેળવવાની લાલશા હોઈ અને સ્વાભાવિક રીતે આપણે જે દેશોમાં જઈએ છીએ ત્યાં ભારતીય નાણું નીચું હોવાથી ત્યાં કમાયેલા કે બચાવેલા પૈસા ભારતના પ્રમાણમાં ખુબ વધુ વજન ધરાવતા થઇ જતા હોઈ છે.
આજે લોકો માત્ર ફેશન અને સારી જીવનશૈલિ માટે પણ વિદેશ જવાનું વિચારતા હોઈ છે ત્યારે ઘણા લોકો ત્યાંના જીવનધોરણ, સારી અને અધતન પ્રાથમિક જરૂરિયાતો, અન્ય ફેસેલિટીને ધ્યાનમાં રાખીને પણ વિદેશ જવાનું વિચારતા હોઈ છે. આજે ભારત કરતા વિદેશોના ઘણા દેશો ઊંચા પગારધોરણ આપતા હોવાથી લોકોને તેની મહેનત અને પ્રમાણિકતાનું પૂરતું વળતર મળતું જણાય છે. ભારત સારો પગાર આપવાના રેન્કિંગમાં છેક 112 નમ્બર પર છે. દુનિયાના વિવિધ દેશોમાં સામાન્યતઃ વાર્ષિક મહેનતાણું ભારતીય કરન્સી મુજબ 40-50 લાખ રૂપિયા જેવું થતું હોઈ છે ત્યારે ભારતમાં સારી પ્રોફાઈલ ધરાવતી પોસ્ટની પણ એવરેજ સેલેરી 6 લાખ જેવી થાય છે ત્યારે ભારતના જુવાનોને બીજા દેશમાં જઈ વધુ પૈસા કમાવવાની ઈચ્છા થાય તે દેખીતી વાત છે.
આ બધું સમજતા એક વિચાર અવશ્ય આપણા મનને સ્પર્શ કરતો હશે કે શું આપણે જેમ બીજા દેશોમાં પૈસા કમાવવા અને સારી જિંદગીની શોધમાં જઈએ છીએ તેમ બીજા દેશના લોકો પણ આપણે ત્યાં વસવાટ કરવાના સ્વપ્ન બનાવે છે? અને જો હા તો એ ક્યાં દેશના નાગરિકો છે જેમને ભારત પણ એક સ્વપ્ન પુરા કરનારો દેશ લાગે છે અને બીજા ક્યા કારણો છે કે જેનાથી એ લોકો ભારતમાં આવવા માટે પ્રેરાય છે. મિત્રો, આપને જાણીને આશ્ચર્ય થશે કે આપણે વર્ષે હજારોની સંખ્યામાં જયારે ભારતની બહાર જવા અને વિઝા મેળવવા માટે મહેનત કરીએ છીએ ત્યારે ભારતમાં આજે 52 લાખથી વધુ બીજા દેશના ઇમિગ્રન્ટ વસવાટ કરી રહ્યા છે પરંતુ એ પણ હકીકત છે કે આ 52 લાખ લોકોમાંથી 95% લોકો માત્ર આપણા 8 પાડોશી દેશોના જ લોકો છે. ભારતમાં દેશ આઝાદ થયા બાદ ઇસ્ટ અને વેસ્ટ પાકિસ્તાનની રચના થઇ હતી એ સમયે ત્યાં વસતા હિંદુઓ, શીખો દ્વારા ભારતમાં વસવાટ માટે હિજરત થઇ હતી એ સમય બાદ ઇસ્ટ પાકિસ્તાન લિબરેશન અંતર્ગત પણ ઘણા લોકોએ ભારતમાં રક્ષણ મેળવવા વસવાટ કર્યો હતો અને એ સમય બાદ એ દેશ સ્વતંત્ર બાંગ્લાદેશ પણ બન્યો હતો પરંતુ એ દેશમાંથી પણ ઈલિગલ રીતે લોકો આજે પણ ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. આ બાદ શ્રીલંકાથી પણ તમિળ લોકો ભારતમાં રક્ષણ લઇ આવી વસ્યા હતા. મ્યાનમારથી પણ સિવિલ વોર વખતે ઘણા લોકો ભારતમાં આવી વસ્યા હતા. સાથો સાથ નેપાળથી રોજગારી માટે તેમજ અફઘાનિસ્તાનથી વિદ્યાર્થીઓ ભણવા માટે ભારતમાં ઇમિગ્રેશન લઇ રહ્યા છે ત્યારે ઇરાક, મ્યાનમાર જેવા દેશોથી પણ લોકો કોઈને કોઈ રીતે આવી ભારતને પોતાના સપનાની દુનિયા બનાવવા માંગતા હોઈ છે.
ક્યાં દેશમાંથી કેટલા ઇમિગ્રન્ટ્સ ભારતમાં ક્યાં પ્રદેશમાં વસવાટ કરે છે અને કેટલા ઇમિગ્રન્ટ્સ ઈલિગલી ભારતમાં વસવાટ કરે છે એ જાણવા નીચેનો વિડીયો પણ તમે જોઈ શકો છો.
Video Source: The Graphic Earth (YouTube Channel)
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
8 comments:
Very nice...
Thank you sir for giving always daily New news.
Khub saras
Good
Thank You...🙏🙏
Thank You...🙏🙏
Thank You...🙏🙏
Thank You..🙏🙏
Post a Comment