યુવાનોને ફરવા માટેની પહેલી પસંદ "લેહ-લડાખ"ની 10 સુંદર જગ્યાઓ । युवाओके घुमनेकी पहली पसंद "लेह-लदाख" की १० सुन्दर जगह | Ten Most Beautiful Places in Leh-Ladakh

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

ભારતમાં 15 થી 45 વર્ષ સુધીના યુવાનોને જયારે પૂછવામાં આવે કે એકલા બાઈક લઇ ફરવા જવું હોઈ તો ક્યાં જવાય? આ પ્રશ્નનો એક જ જવાબ હોઈ, એ છે લેહ-લડાખ. નવયુવાનો દિલ્હીથી રોયલ એન્ફિલ્ડ ભાડે કરે અને લેહની એડવેન્ચર સફર પર નીકળી જાય અને 8-10 દિવસ પોતે એક બંજારા હોઈ તે રીતે જિંદગીની એક અલગ જ મજા લૂંટે એટલે જ યુવાનોની પહેલી પસન્દ છે આ ઘાટીઓ.


         લદાખ ભારતનો એક કેન્દ્રશાસિત પ્રદેશ છે કે જે હમણાં જ થોડા વર્ષો પહેલા ઓગસ્ટ 2019 માં બન્યો છે. કેન્દ્રમાં એક બિલ પાસ કરવામાં આવ્યું અને લદ્દાખને જમ્મુ કાશ્મીરથી અલગ એક કેન્દ્ર શાષિત પ્રદેશ તરીકે ગણવામાં આવ્યો અને ત્યારબાદ લેહ-લદાખની ટુરિઝમને ચાર ચાંદ લાગી ગયા હતા. લદ્દાખની ઉત્તરમાં કારાકોરમ અને દક્ષિણમાં હિમાલય પર્વત આવેલો છે. લદ્દાખ દરિયાયી સપાટીથી અંદાજિત 3000 મીટર એટલે કે 9800 ફૂટ ઊંચાઈએ આવેલો પહાડી પ્રદેશ છે. જ્યાં સિંધુ નદીની ઉપરની ઘાટી આવેલી છે. આ ભારતનું ઊંચી સપાટીના રણ પ્રદેશ જેવો વિસ્તાર છે કેમકે અહીંયા વરસાદ નહિવત થાય છે. જયારે પાણીનો મુખ્ય સ્ત્રોત શિયાળામાં થતો હિમવર્ષા જ છે જે પીઘળતા પાણી મળી રહે છે. 


         લદ્દાખ પહાડી પર ફરવાના શોખીન લોકો માટે એક સ્વર્ગ સમાન છે કેમકે ત્યાં ઊંચા પહાડો, ખીણો અને ક્યાંક સપાટ મૃદુ મેદાનો દિલ ખુશ કરી દે તેવા નયનરમ્ય હોઈ છે. કુદરતી ખજાનાથી ભરપૂર એવો ભારતનો આ પ્રદેશ સહેલાણીઓને ખુબ આકર્ષિત કરનારો છે. 


         ઉત્તરમાં શિમલા, કુલુ-મનાલી, ડેલહાઉસી ત્યારે રાજસ્થાનમાં આબુ, મહારાષ્ટ્રમાં લોનાવાલા-ખંડાલા, પંચગીની અને મધ્યપ્રદેશમાં પંચમઢી આ બધાજ ભારતીયોના અત્યાર સુધીના ફેવરેટ હિલ-સ્ટેશન હતા ત્યારે લદ્દાખનો ક્રેઝ થોડા છેલ્લા વર્ષોમાં ખૂબ વધી ગયો છે અને લોકો જયારે ગ્રુપમાં કે એકલા મિત્રો સાથે હોલીડે એન્જોય કરવા માત્ર લદ્દાખની જ પસંદગી કરી રહ્યા છે.


         લદ્દાખમાં જ્યાં જુઓ ત્યાં ટુરિસ્ટ ડેસ્ટિનેશન અથવા જોવા જેવી જગ્યાઓ છે પરંતુ ત્યાંની 10 એવી જગ્યાઓ કે જે ના જોઈ હોઈ તો લદ્દાખ જવાનો ધક્કો જ થયો ગણાય તે આજે આપણે જાણવાના છીએ. નીચે મુજબ 10 જગ્યાઓના નામ હું લખી રહ્યો છું તેમજ વીડિયોના માધ્યમથી એ 10 જગ્યાઓને આપણે જોશું અને તેના વિશેની બીજી માહિતી પણ મેળવીશું.

10. પેંગોંગ સો લેક

9. ખાર દુંગલા પાસ

8. થીકસી મોનેસ્ટ્રી

7. મારખા વેલ્લી

6. સો મોરીરી લેક

5. દિકસિત મોનેસ્ટ્રી

4. શાંતિ સ્તૂપ

3. હેમીસ નેશનલ પાર્ક

2. નુબ્રા વેલ્લી

1. મેગ્નેટિક હિલ

મિત્રો, ઉપર આપણે લદ્દાખના 10 ખુબ સુંદર સ્થળોના નામ જોયા અને કદાચ જે લદ્દાખ જોઈ આવ્યું હશે તેમણે આ બધા અથવા આમાંના અમુક સ્થળો ચોક્કસ જોયા હશે. આપને ક્યુ સ્થળ સૌથી વધુ પસંદ આવ્યું એ મને કોમેન્ટ કરી ચોક્કસ જણાવજો અને આપણા અનુભવો પણ શેર કરી શકો છો. હજુ પણ તમને કોઈ સ્થળ નોંધી શકાય તેવું લાગ્યું હોઈ તો આપ કહી શકો છો. જો આ સ્થળ જોઈ આપને પણ મારી જેમ લદ્દાખની મુલાકાત લેવાની ઈચ્છા થઇ ગઈ હોઈ તો નોંધી લો આ સ્થળો અને ચોક્કસ મુલાકાત લેજો આ જમીન પરના સ્વર્ગની.

 

 हिंदीमें अनुवाद...

 नमस्कार मित्रो,

जब भारत में 15 से 45 वर्ष की आयु के युवाओं से पूछा जाता है कि अगर वे अकेले बाइक चलाना चाहते हैं तो उन्हें कहाँ जाना है? इस सवाल का एक ही जवाब है लेह-लद्दाखये घाटियाँ युवाओं की पहली पसंद हैं क्योंकि वे दिल्ली से एक रॉयल एनफील्ड किराए पर लेते हैं और लेह की साहसिक यात्रा पर जाते हैं और एक अलग तरह के जीवन का आनंद लेते हैं जो कि 8-10 दिनों के लिए बंजारा है

लद्दाख भारत का एक केंद्र शासित प्रदेश है जिसका गठन कुछ साल पहले अगस्त 2019 में किया गया थाकेंद्र में एक विधेयक पारित हुआ और लद्दाख को जम्मू-कश्मीर से अलग केंद्र शासित प्रदेश माना गया और फिर लेह-लद्दाख पर्यटन को चार चांद लग गएलद्दाख की सीमा उत्तर में काराकोरम और दक्षिण में हिमालय से लगती हैलद्दाख एक पहाड़ी क्षेत्र है जो समुद्र तल से 3000 मीटर या 9800 फीट की ऊंचाई पर स्थित हैजहां सिंधु नदी के ऊपर की घाटी स्थित हैयह भारत के उच्च सतही मरुस्थलीय क्षेत्र जैसा क्षेत्र है क्योंकि यहाँ कम वर्षा होती हैजबकि पानी का मुख्य स्रोत सर्दी का हिमपात है जो पिघलते पानी में पाया जाता है

लद्दाख लंबी यात्रा के शौकीनों के लिए एक स्वर्ग है क्योंकि इसमें ऊंचे पहाड़, घाटियाँ और समतल मैदान हैंप्राकृतिक खजानों से भरपूर भारत का यह क्षेत्र यात्रियों के लिए बेहद आकर्षक हैजबकि शिमला, कुल्लू-मनाली, डलहौजी, राजस्थान में आबू, महाराष्ट्र में लोनावाला-खंडाला, पंचगिनी और मध्य प्रदेश में पंचमढ़ी सभी भारतीयों के पसंदीदा हिल-स्टेशन थे, लद्दाख का क्रेज पिछले कुछ साल में बढ़ा है

लद्दाख में आप जिधर भी देखें, पर्यटन स्थल या देखने लायक जगहें हैं, लेकिन आज हम उन 10 जगहों के बारे में जानने जा रहे हैं, जिन्हे देखे बिना लदाख ना देखने बराबर है | 10 स्थानों के नाम इस प्रकार लिख रहा हूँ साथ ही वीडियो के माध्यम से हम 10 स्थानों को देखेंगे और उनके बारे में अन्य जानकारी भी प्राप्त करेंगे

10. पैंगोंग सो लेक

9. खार डूंगला पास

8. थेक्सी मठ

7. मरखा घाटी

6. तो मोरीरी झील

5. दीक्षित मठ

4. शांति स्तूप

3. हेमिस राष्ट्रीय उद्यान

2. नुब्रा वैली

1. चुंबकीय पहाड़ी

दोस्तों ऊपर हमने लद्दाख की 10 सबसे खूबसूरत जगहों के नाम देखे हैं और शायद जिन्होंने लद्दाख को देखा है, उन्होंने ये सब या इनमें से कुछ जगहों को जरूर देखा होगाआपको कौन सी जगह सबसे ज्यादा पसंद आई कमेंट करके जरूर बताएं और आप अपने अनुभव भी शेयर कर सकते हैंआप बता सकते हैं कि आपको घूमते समय और कोई जगह भी ज़्यादा पसंद आयी हो | अगर इस जगह को देखकर आपकी भी मेरी तरह लद्दाख घूमने की इच्छा होती है, तो इन जगहों के नाम लिख ले और इस धरती पर की जन्नत को जरूर देखें

Video Source:  Live Hindi Facts (YouTube Channel) 


Video Link: 


Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice