by Dr. Hardik Ramani
નમસ્કાર મિત્રો,
હાલ જ રિલાયન્સ મોબાઈલ દ્વારા પ્રાયોજિત અને આઉટલુક મેગેઝિન દ્વારા CNN-IBN અને ધ હિસ્ટરી ચેનલ સાથેની ભાગીદારીમાં આયોજિત એક વોટિંગ પોલ કાર્યક્રમમાં એક ખુબ રોચક વિષય પર વોટિંગ કરવામાં આવ્યું હતું. ભારતના ટોપ 10 ગ્રેટેસ્ટ ઇન્ડિયન જેના માટે 100 ભારતીય મહાનુભાવોના નામ માટે વોટિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે ભારતના સંપૂર્ણ કાળની પસંદગી કરવામાં આવી ન હતી કેમ કે ભારતની આઝાદી પહેલાના મહાનુભાવો, આઝદીની લડત માટે પોતાની જિંદગી આપનારા દરેક મહાનુભાવો આપણા ખુબ આદરણીય હોઈ શકે અને તેમનો આ આઝાદ ભારત માટે સૌથી મોટો ફાળો પણ ગણી શકાય પરંતુ તેમની વચ્ચેની પસંદગી ખુબ મુશ્કેલ બની શકે તે માટે આ પ્રોગ્રામને માત્ર આઝાદ ભારતના શિલ્પીઓ સુધી સીમિત રાખ્યું હતું. આ 100 શિલ્પીઓની પસંદગીમાં ગાંધીજીનો સમાવેશ એટલે ન હતો કરાયો કેમ કે તેઓ આપણા રાષ્ટ્રપિતા છે અને તેમની આસપાસ પણ કોઈને આંકી શકાય નહિ.
આ 100 ભારતીયોમાં આજ સુધીના બધા જ ખુબ રિસ્પેક્ટેડ અને લોક ચાહના મેળવેલા ભારતીયનો સમાવેશ થયેલ હોઈ ભારતના દરેક વિસ્તારથી મોટા લોક સમુદાય દ્વારા આ વોટિંગ કરવું ખુબ જરૂરી હતું. આ 100 ભારતીયો માટે 28 વિવિધ ક્ષેત્રોના જ્યુરીની પણ પસંદગી કરવામાં આવી હતી જેમના દ્વારા આ નામ આપવામાં આવ્યા હતા. જેમાંથી સૌથી વધુ લોક ચાહના મેળવેલ તથા સૌથી ગ્રેટ મહાનુભાવ કોણ આ જાણવા માટે આ સર્વેમાં લગભગ 2 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો જેમણે ઓનલાઇનથી અને પ્રત્યક્ષ રીતે પણ વિવિધ માધ્યમથી બે અલગ તબક્કામાં વોટિંગ પણ કર્યું હતું.
આજે આપણે આ બ્લોગના માધ્યમથી જાણીશું આ સર્વે મુજબ ભારતના સૌથી મહાન ભારતીયો કોણ છે જેને આ સદી અને ઇતિહાસ યાદ રાખશે.
સૌથી વધુ વોટો સાથે ડૉ. ભીમરાવ આંબેડકર આઝાદ ભારત પછીના સૌથી મહાન ભારતીય તરીકે લોક ચાહના મેળવી છે. તો ચાલો જાણીએ ત્યારબાદના વિવિધ મહાનુભાવો વિષે પણ.
1. ડૉ. બી. આર. આંબેડકર (1891-1956)
2. એ.પી.જે. અબ્દુલ કલામ (1931-2015)
3. વલ્લભભાઈ પટેલ (1875-1950)
4. જવાહરલાલ નેહરુ (1889-1964)
5. મધર ટેરેસા (1910-1997)
6. જે.આર.ડી. ટાટા (1904-1993)
7. ઇન્દિરા ગાંધી (1917-1984)
8. સચિન તેંડુલકર (જન્મ. 1973)
9. અટલ બિહારી વાજપેયી (1924-2018)
10. લતા મંગેશકર (જન્મ. 1929)
ઉપર દર્શાવેલા ટોપ 10 ભારતીય મહાનુભાવો 2 કરોડથી વધુ ભારતીયો માટે સૌથી વધુ પસંદગી પામેલા હતા એ સિવાય પણ બીજા 40 મહાનુભાવોની યાદી વિકિપીડિયા પર ઉપલબ્ધ જ છે. એ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરી વધુ માહિતી મેળવી શકશો.
11. જયપ્રકાશ નારાયણ (1902-1979) સમાજ સુધારક
12. કાંશીરામ (1934–2006) રાજકારણી અને BSPના સ્થાપક
13. રામ મનોહર લોહિયા (1910-1967) સમાજવાદી નેતા
14. સી. રાજગોપાલાચારી (1878-1972) ભારતના પ્રથમ ભારતીય ગવર્નર-જનરલ
15. સેમ માણેકશો (1914-2008) ભારતીય સેનાના ચીફ ઓફ આર્મી સ્ટાફ
16. બાબા આમટે (1914-2008) સામાજિક કાર્યકર
17. ઇલા ભટ્ટ (જન્મ 1933) ભારતના સ્વ-રોજગાર મહિલા સંગઠનના સ્થાપક
18. વિનોબા ભાવે (1895-1982) અહિંસાના હિમાયતી
19. કમલાદેવી ચટ્ટોપાધ્યાય (1903–1988) સ્વાતંત્ર્ય સેનાની
20. રવિશંકર (1920-2012) સંગીતકાર
21. એમ. એસ. સુબ્બુલક્ષ્મી (1916-2004) કર્ણાટિક ગાયક
22. એમ. એફ. હુસૈન (1915-2011) ચિત્રકાર
23. બિસ્મિલ્લા ખાન (1916-2006) સંગીતકાર
24. આર. કે. નારાયણ (1906-2001) લેખક
25. આર. કે. લક્ષ્મણ (1921-2015) કાર્ટૂનિસ્ટ, ચિત્રકાર અને હાસ્યલેખક
26. બી.કે.એસ. આયંગર (1918–2014) આયંગર યોગના સ્થાપક
27. અમિતાભ બચ્ચન (જન્મ 1942) ફિલ્મ અભિનેતા
28. રાજ કપૂર (1924-1988) હિન્દી સિનેમાના દિગ્દર્શક
29. કમલ હસન (જન્મ 1954) અભિનેતા, દિગ્દર્શક
30. સત્યજીત રે (1921–1992) ફિલ્મ નિર્માતા
31. એ. આર. રહેમાન (જન્મ 1967) સંગીતકાર અને પરોપકારી
32. કિશોર કુમાર (1929–1987) ફિલ્મ પ્લેબેક સિંગર
33. દિલીપ કુમાર (1922–2021) અભિનેતા, નિર્માતા અને કાર્યકર્તા
34. દેવ આનંદ (1923-2011) નિર્માતા અને અભિનેતા
35. મોહમ્મદ રફી (1924-1980) ગાયક
36. હોમી ભાભા (1909-1966) પરમાણુ ભૌતિકશાસ્ત્રી
37. ધીરુભાઈ અંબાણી (1932-2002) બિઝનેસ ટાયકૂન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક
38. વર્ગીસ કુરિયન (1921–2012) સામાજિક ઉદ્યોગસાહસિક
39. ઘનશ્યામ દાસ બિરલા (1894-1983) ઉદ્યોગપતિ
40. એન.આર. નારાયણ મૂર્તિ (જન્મ 1946) આઇટી ઉદ્યોગપતિ
41. વિક્રમ સારાભાઈ (1919–1971) વૈજ્ઞાનિક
42. એમ. એસ. સ્વામીનાથન (જન્મ 1925) આનુવંશિકશાસ્ત્રી
43. રામનાથ ગોએન્કા (1904-1991) અખબારના પ્રકાશક
44. અમર્ત્ય સેન (જન્મ 1933) ફિલસૂફ અને અર્થશાસ્ત્રી
45. ઇ. શ્રીધરન (જન્મ 1932) સિવિલ એન્જિનિયર
46. કપિલ દેવ (જન્મ 1959) ક્રિકેટર
47. સુનીલ ગાવસ્કર (જન્મ. 1949) ક્રિકેટર
48. ધ્યાનચંદ (1905–1979) હોકી ખેલાડી
49. વિશ્વનાથન આનંદ (જન્મ. 1969) ચેસ ગ્રાન્ડમાસ્ટર
50. મિલ્ખા સિંઘ (1935-2021) ફિલ્ડ સ્પ્રિંટર
આ લિસ્ટ
વિકિપીડિયા પ્રેરિત છે પરંતુ વિવિધ લોકો દ્વારા બીજા પણ સર્વે કરવામાં આવ્યા હતા
અને ઘણા યુ ટ્યુબર દ્વારા પણ વિડીયો બનાવી કદાચ બીજા મહાન ભારતીયોને આ લિસ્ટમાં પણ
શામેલ કરી તેના વિશેની માહિતી આપી છે. નીચેના વિડીયોમાં પણ આજ રીતે ભારતના ટોપ 10 મોસ્ટ
રિસ્પેક્ટેડફુલ લોકો વિષે જાણવામાં આવ્યું છે.
Video Source: Live Hindi (YouTube Channel)
Dr. Hardik B. Ramani
Follow Me on YouTube: Knowledge4 All
Follow Me on Blogger: https://www.drhbramani.com/
Follow me on Facebook: https://www.facebook.com/drhbramani
Mo: 8980001554
Email: hardik.ramani@gmail.com
2 comments:
આપના દરેક લેખ રસપ્રદ અને માહિતીપ્રદ હોય છે.
વાંચવામાં મઝા આવે છે.
આપનો ખુબ-ખુબ આભાર મિતુલભાઈ...
Post a Comment